✓ ઉમાશંકર જોશીનું કવિજીવન – સાહિત્યજીવન કયાં કયાં પરિબળોને આભારી છે તે વિગતે જણાવો. .
પૂર્વભૂમિકાઃ પ્રત્યેક સાહિત્યકારનું ધડતર કેટલાક વિશિષ્ટ , સામાજિક , સાંસ્કૃતિક વાતાવરણમાં થતું હોય છે . એ વાતાવરણ એનાં સર્જન પર અસર કરતું હોય છે , તેથી સાહિત્યકારને સાચી રીતે સમજવા , તેનાં સાહિત્યને યોગ્ય રીતે મૂલવવા તે જે સામાજિક – સાંસ્કૃતીક વાતાવરણમાં વિકાસ પામ્યો હોય તેનો પરિચય મેળવવો આવશ્યક બની રહે છે . અર્વાચીન ગુજરાતી સાહિત્યક્ષેત્રે બહુમુખી પ્રતિભા ધરાવનાર ઉમાશંકર જોશીનાં સાહિત્યસર્જન ને સમજવા તેમનાં કૂંચીરૂપ ઘડતરબળોને આપણે ટૂંકમાં જોઇએ .
જન્મજાત શકિત : કોઈપણ સાહિત્યકારનાં સર્જનમાં મોટોફાળો એનાં પોતાનામાં રહેલી જન્મજાત શકિતનો છે . ભારતીય મીમાંસકો તેને " કારચિત્ર પ્રતિભા " તરીકે ઓળખે છે . આ જન્મજાત શકિત જેનાંમાં હોય તે જ સાહિત્યકાર સર્જન ની પ્રવૃતિનો આરંભ કરી શકે . એનાં વગરનું સર્જન એ તો એકડા વગરનાં મીંડા જેવું જ બની રહે .
આપ કેળવણીઃ સર્જકમાં જન્મજાત શકિત હોય પણ એ શકિતને સંસ્કારે .. ટકોરે એવી કેળવણી ન હોય તો એ શકિત વિકસ્યા વગર જ રહી જાય છે . કેળવણીમાંય તે આપ કેળવણી વધુ મહત્વની બની રહે છે . તેઓ પોતે કહે છે કે , " મારે આપકેળવણી માટે મથવું પડેલું " , " મને કેળવાતા બહું વાર લાગે છે . " એવો પણ એમનો વસવસો છે , કયા જાગૃત સર્જકને આપકેળવણી વિના ચાલ્યું છે ? ઉમાશંકર ની આ કેળવણી તો હજું સુધી ચાલે જ છે એમ કહી શકાય . નાના ગામડાનો એક કિશોર , જેણે શાળાજીવનમાં પુસ્તકને બદલે એનું સૂચિપત્ર જ જોવા મળેલું . એની કલમમાંથી તે દહાડે ખાસું એક સૂચિપત્ર ભરાય એવા ગ્રંથમણિઓ નીચજે એ ચમત્કાર આપકેળવણી નો જ ગણાય .
કુટુંબનું વહાલસોયું વાતાવરણ : ઉમાશંકરને સર્જનપ્રક્રિયા તરફ વાળવામાં કુટુંબનાં અત્યંત વહાલસોયા વાતાવરણનો ફાળો નાનોસૂનો નથી . કલાકાર તરીકેનાં સર્જકજીવનની જ નહીં , તમામ પ્રકારનાં જીવનની પાટી પર પ્રેમ એ એકડો છે અને એ કેકડો જેનો બરાબર ચુંટાયો હોય એના સર્જન માં સંવાદન શોઘ વધારે હોય વિસંવાદનો વિરોધ ઓછો હોય . ઉમાશંકરનું કુટુંબ બહોળું અને અત્યંત વહાલસોયું હતું . પિતાજી તેનાં કેન્દ્રમાં હતા . વાણિજય , રાજકારણ અને ધર્મને લગતી અનેક વ્યકિતઓ સાથેનાં એમનાં સંબંધોમાંથી ઉમાશંકર ને ઘણું ભાથું મળ્યું છે .
પ્રકૃતિ સૌદર્યનું પાનઃ ઉમાશંકરે પ્રકૃતિસૌદર્યનું પાન ગળથૂથીમાંથી જ કર્યુ હતું . એમનો જન્મ જ ઇડરનાં ડુંગરાઓ માં આવેલા બામણા ગામે થયો હતો . ડુંગર નાં ભેખડે આવેલા ઉગમણા ઘરની સામે ક્ષિતિજ ઉપર ગિરિમાળા ને મથાળે રમતા ઉષાનાં રંગો અને એમાં ક્યારેક તરવરતો સાહસોનો ધ્વતિ , લીલીછમ ખેતરો , ચોમાસાનાં ઉત્સવો , વધામણા , ઉજાણી , મેળા આ બધા દ્વારા કુદરતનો અને માનવજીવનનો અનેરો સંસ્પર્શ એમને બચપણથી જ અનુભવ્યો હતો . એમનું પહેલું કાવ્ય મેટ્રિક પછી પહેલા વર્ષ માં હતા ત્યારે બે મિત્રોની સાથે શરદપૂર્ણિમા ઉપર આખું ગયા ત્યારે રચાયું હતું . નામ હતું " નખી સરોવર ઉપર શરદપૂર્ણિમા ” . આમ , પ્રકૃતિનું સૌદર્ય પીને જ એમનાં હૃદયે કાવ્યગાન શરૂ કર્યુ હતું .
ઉમાશંકરનાં મેળાઓ અને લગ્નોત્સવોનો ફાળો : ઉમાશંકર નાં ઘડતરમાં કુટુંબ અને પ્રકૃતિ ઉપરાંત ગ્રામસમાજમાં ભરાતા મેળાઓ અને લગ્નોત્સવો નો ફાળો મણ મોટો છે . ખાસ કરીને મેળાની છાપ એમનાં મન ઉપર ખૂબ મોટી પડી છે . તેઓ કહે છે , " મેળો આપણને એકદમ આપણા સીમિત કુટુંબમાંથી ઉઠાવીને એક વિશાળ કુટુંબનાં બનાવી દે છે . મેળો આ શિક્ષણ આપે છે – બહું ગુઢ રીતે . રંગો , અવાજોની કૌતુકમથી એક આખી અનુભૂતિ દ્વારા એમનાં પર વિશાળતા ની એક છાલક નાખીને એમાં ગુંજતા ગીતોએ ઉમાશંકરને ઘણું બધું આપ્યું છે . તેઓ કહે છે , " સમગ્ર શિક્ષણ અધ્યયન માંથી ગીતલેખન અંગે હું નહીં પામ્યો હોઉ એટલું એ એક રાત્રિનાં અને તે પણ એક કુંડળીનાં અનુભવમાંથી પામ્યો છું એમ કહું તો કશી જ અતિશ્યોકિત નથી . ગીતોમાં ઢોળ , લય , શબ્દાવલી , વિષય અને અભિનય પણ બધું જ ગમે તે ધોરણે તપાસીએ તો અત્યંત ઉચ્ચ કક્ષાનું હતું . મારા પૂરતી મેળાને ગીતલેખન ની યુનિવર્સિટી ગયું . ” સમાજનાં લોકોની ભાષાનો સ્વાદ લેવાની શકિત : ઉમાશંકર જોશી પોતાને કવિતા તરફ પ્રેરનાર આ પરિબળ વિશે વાત કરતા કહે છે , " કવિતા તરફ પ્રેરનારી સૌથી મોટી વસ્તુ , પાછળ નજર કરતા કોઈ દેખાતી હોય તો તે છે મારા માનવા પ્રમાણે સમાજનાં લોકોની ભાષાનો સ્વાદ લેવાની શકિત . દરેક સમાજ પોતાની સમાજબોલીને ઉત્તમ કક્ષાએ ખપમાં લેતો હશે . " અને એણે પણ સર્જક ઉમાશંકર નાં ઘડતરમાં અગત્યનો ભાગ ભજવ્યો છે .
વાંચન તરફની વિશિષ્ટ અભિરૂચી : ઉમાશંકરને બચપણથી જ વાંચન ત ૨ ફ એક વિશિષ્ટ અભિરૂચી હતી . એમાંય સાહિત્યનાં શિષ્ટ પુસ્તકોનું વાંચન એમને વિશેષ પ્રિય હતું . સાતમાં ધોરણમાં ભણતા હતા ત્યારે ' સરસ્વતિચંદ્ર ' નો પહેલો ભાગ એમણે રસથી , વાંચ્યો હતો . " કાવ્યમાધુર્ય " નાં કાવ્યો વાંચવા એમને ગમતા હતા . લોર્ડ ઓવેબરી નાં '' પ્લેઝર્સ ઓફ લાઈવ " અનુવાદ " સંસારનાં સુખ " એ એમનું બચપણનું પ્રિય પુસ્તક હતું , અમદાવાદમાં મેટ્રિકનાં વરસમાં નાતાલની રજાઓમાં કાલિદાસનું '' શાકુંતદ " અને '' ઉત્તરામચરિત " એમણે વાંચ્યા . 1930 માં સાબરમતી જેલમાં મરાઠી વાંચતા શીખેલા , યરવડા જેલમાં બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો , અને રવીન્દ્રનાથનાં કાવ્યો વાંચવા માંડયા . એ પછીતો વાચનની ભુખ એવી જાગી કે કોઈ સારું પુસ્તક હાથમાં આવે તે તેઓ વાંચી નાખતા . વાંચતી વખતે તેઓની દ્રષ્ટિ સતત એ તરફ રહેતી કે આગળ હવે લેખક શ્રી ચાલ ચાલે છે . ટોલ્સટોયનાં પુસ્તકો પણ વાંચ્યા હતા .
કાકાસાહેબ કાલેકરનો સંપર્ક : જેલમાંથી બહાર નીકળ્યા પછી ઈ.સ , 1931 માં ઉમાશંકર . કાકાસાહેબ કાલેકરને મળ્યા અને તેમની પ્રેરણાથી વિદ્યાપિઠ માં ગયા . કાકાસાહેબ એ વખતે વાતચિતમાં ગમે ત્યારે ટાગોરની કે કોઈ યુરોપીય કવિની કવિતાનો સંદર્ભ આપે અને પુસ્તકાલયમાંથી પુસ્તક મંગાવે અને આખું કાવ્ય વંચાવે , થોડો વખત એમણે લાઇબ્રેરી ગોઠવવાનું કામ પણ તેમને સોંપ્યું . જીવનની જાણે કે એક વાંસના કાંઇક ફળી . આમ કાકા સાહેબનાં સંપર્ક પણ ઉમાશંકરનાં વ્યકિતત્વ ઘડતર માં ફાળો આપ્યો છે .
સુંદરમની મૈત્રીનો પ્રભાવ : સુંદરમુની મૈત્રીનો પ્રભાવ સર્જક ઉમાશંકર નાં ઘડતરમાં ભાગ ભજવી ગયો છે . સુંદરમ્ તરફ ઉમાશંકરને અનેરું આકર્ષણ હતું . ઇ.સ. ઠા , માં વડોદરામાં લેખક – મિલન ની સ્થાપના પ્રસંગે બધાની ઓળખાણ આપતી વખતે સુંદરમ્ વિશે વાત કરતા કહ્યું હતું , '' અમે જોડકા છીએ . ” સાહિત્યનાં ઇતિહાસોમાં આવા જોડકા અજાણ્યા નથી . તેઓ એકમેકની તદ્દન જુદો જ હોય છે . અને તેથી જ કુદરત એમને જોડકા તરીકે ધરે છે . બંનેનાં વાર્તાલાપોમાં સાહિત્યની ચર્ચા કેન્દ્રસ્થાને રહેલી , પરંતુ ધીમે ધીમે એ સંબંધ સાહિત્યનો પુરતો મર્યાદિત ન રહેતા જોતજોતામાં વધારે ઊંડો બની રહ્યો . ઉમાશંકરે લખ્યું , " વ્યકિત બનીને બનું વિશ્વ માનવી " . તો સુંદરમ્ ગાયું : " હું માનવી માનવ થાઉ તો ઘણું " . આ બંને અવાજ પોતપોતાની રીતે પ્રમાણભૂત છે , - બંને મળીને એક થાય છે . સુંદરમુની મૈત્રી વિષે વાત કરતા અને તેનો પ્રભાવ વર્ણવતા ઉમાશંકર કહે છે , " જીવનનાં આરંભમાં જ આવો સ્વભાષાનાં કવિબંધુંનો સમાગમ થવો એ જેવું તેવું સદ્ભાગ્ય નથી . કદાચ એમને ખબર ન પડે એ રીતે મા ગુર્જરગિરાનો શબ્દ અમને સાહિત્યીક તેમજ જીવનવિષયક સિસૃક્ષાનાં મૂળ સુધી લઈ જઇ એક ગાંઠે બાંધી રહ્યો હોય ."
પાશ્ચાત્ય સાહિત્યનું પરિશિલન : ઉમાશંકરે સંસ્કૃત સાહિત્યની જેમ પાશ્ચાત્ય સાહિત્યનું પરિશિલન પણ ઠીકઠીક પ્રમાણમાં કર્યુ છે . તેઓ આ વિષે વાત કરતા કહે છે , " ચારે બાજું વાંચનનો મૂળ તો શીખ , પણ ધીમે ધીમે કવિતા , નાટક વિવેચક એ ત્રણમાં હું વધુ ગુંં થા યો " વલકથાઓ - યુરોપની મહાનવલકથાઓ – વાંચવાથી મોટે ભાગે હું વંચિત રહ્યો છું , તેનો મને રંંજ છે , ખાસ તો એટલા માટે કે જે થોડીક નવલકથાઓ વાંચી છે , એ ઉપરી યુરોપીય નવલકથાઓ એ કેટલી મોટી સાહિત્ય સંપદ છે એની મને પ્રતીતી છે , નાટ્યકારોમા ગ્રીક નાટ્યકારોનામા આકર્ષણ તેમને સતત રહ્યા છે.
એવુંજ સતત અને નિરંતર વધતું જતું આકર્ષણ રહ્યું છે . શેકસપિયરનું . માર્લો અને વેબસ્ટર ની પણ એમનાં મન ૫૨ ઊંડી છાપ પડી હતી . સમાજવાદી વિચારસરણીનો ફાળો : એ જ રીતે ઉમાશંકરનાં ઘડતરમાં સમાજવાદી વિચારસરણીનો ફાળો પણ નાનોસૂનો નથી . એમનાં વિચાર – મિનારમાં સામાજિક – આર્થિ ; ન્યાય પણ સર્વોપરી છે . ગાંધીવાદનાં પરિઘમાં રહીને પણ એમનાં વલણોનો ઝોક મવાળું , કરતો જહાલ , ઉદ્દામ વિશેષ રહ્યો છે . કોઈકોઈવાર ફાયર બ્રાન્ડ ઉમાશંકરનાં પણ આપને દર્શન થાય છે , ' ' માણે કચોક " જેવા નાટયમાં કે " છિન્નભિન્ન છું " જેવા દીર્ઘ કાવ્યમાં ઉમાશંકરનાં આ અતિ ઉદ્દામ વ્યક્તિત્વની ઝલક જોવા મળે છે . એમના સ્વભાવમાં ગાંધીવાદી સૌમ્યતા અવશ્ય છે . સામા માણસનાં દૃષ્ટિબિંદુનો આદર કરવાની અંગ્રેજ શાઇ ચિવટ પણ છે . છતા પોતાનો મુદ્દો સાચો હોય તો તે અંગે કદી બાંધછોડ તે કરતા નથી . હું દુર્વાસા પડ્યું બની શકું છું એમ કહી તેઓ પોતાની જ મજાક કરી શકે એટલા સભાન છે .
ધર્મભાવના એમની સમગ્ર પ્રવૃત્તિનું ચાલક બળ : હરેક સર્જક ને માટે કોઈક એકદ તત્ત્વ યા પરિબળોની સમસ્ત સર્જન – પ્રવૃતિ નું ચાલક – પ્રેરક બળ બની જતું હોય છે . ઉમાશંકર ની સાહિત્યીક , શૈક્ષણિક તેમજ બીજી જાહેર પ્રવૃતિઓનું ચાલક બળ એમની ધર્મભાવના માં રહેલું છે . અને એ ધર્મવિચારનું પગેરું ગાંધી વિચારમાં રહેશે .
ઉપસંહારઃ આમ , ઉમાશંકરનાં સાહિત્યિક વ્યક્તિત્વનાં ઘડતરમાં આપકેળવણી ઉપરાંત કુટુંબનું વહાલસોયું વાતાવરણ , નિસર્ગનું સૌદર્ય , સમાજજીવન , યુરોપીય સાહિત્યનું પરિશિયન , સમાજવાદી વિચારધારા અને ધર્મભાવના વગેરે પરિબળોએ અગત્યનો ભાગ ભજવ્યો છે .
0 ટિપ્પણીઓ