✓ પંડિત યુગનાં લક્ષણો : - ( પંડીત યુગમાં પ્રગટેલા નવીન ઉન્મેષો ) :
( 1 ) કલાત્મક અભિગમ : -સુધારક યુગનાં સર્જકો ઉતાવળા અને ઉત્સાહી હતા ; જયારે સાક્ષર યુગના સર્જકો નવીન વિચારની શાસ્ત્રીય અને વ્યાવહારિક ભુમિકા પર કસોટી કરીને ત્યાગ સ્વીકારનો નિર્ણય કરનારા બુદ્ધિ જીવી હતા . તેથી , તેઓ કલાત્મકતાનાં શિખરો સર કરી શક્યા .
( 2 ) વિચારોની ગહનતા : - ગોવર્ધરામ , નરસિંહ રાવ , મણિકલાલ , કલાપી , કાન્ત , બ . ક . ઠાકોર , નાન્હાલાલ વગેરે આ યુગનાં સર્જકોના સર્જનમાં વિચારોની ગહનતા અને અભિવ્યકિતની સધનતાના દર્શન થયા છે .
( 3 ) ધર્મ અને તત્વ ચિંતનઃ- પોતાની ઉચી પ્રતિભાની પ્રતિતી કરાવતા આ યુગના સર્જકો પોતાના સર્જનમાં ઉડાણ અને ભવ્યતા સિદ્ધ કરે છે . તેમજ સમજ અને વિવેક બુદ્ધિને શાસ્ત્રીયતા , ભાષા , શુદ્ધિ અને સંસ્કારીતા ઉપરાંત ધર્મ અને તત્વ ચિંતનની ઉડી ’ ગણવેશના દર્શન કરાવે છે .
( 4 ) ઉત્તગ નિરૂપણરીતિઃ - સામાન્યતાનો અભાવ , ઉત્તમતાની ઉપાસના , દર્શનની સ્વસ્થતા , નિરૂપણની વિશેષતા , શૈલીની સંધનતા અને મૌલિકતા પરત્વે સિદ્ધિનાં સોપાનો સર કરે છે .
( 5 ) ગોવર્ધનરામ “ સરસ્વતીચંદ્ર ' જેવી ચાર ભાગમાં વિસ્તાર પામતી અને અઢી હજાર પાનની મહા નવલકથા સર્જીને ગુજરાતી નવલકથા ક્ષેત્રે વળાંક સર્જે છે .
( 6 ) નરસિંહ રાવ દિવેટીયા પાલગેવનાં " ગોલ્ડન ટ્રેજડી " સંપાદન ગ્રંથોમાં સંકલિત અંગ્રેજી લોક ગીતોની પદ્ધતિનાં ઉર્મિકાવ્યો સર્જીને ગુજરાતી કવિતાને નવી દિશા આપે છે .
( 7 ) કવિ કાંન્ત ગુજરાતી સાહિત્યમાં સંસ્કૃતવૃત્તો અને ભાવ પલટાઓ પર આધારિત ખંડકાવ્યનાં સ્વરૂપનો પ્રારંભ કરે છે . તેમની પાસેથી ' વસંત વિજય ' , ' અતિજ્ઞાન ' , દેવાયની ' , ' ચક્રવાક મિથુન ' જેવા ઉત્તમ કોટિના ખંડકાવ્યો પ્રાપ્ત થાય છે .
( 8 ) બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા ગુજરાતી સાહિત્ય માં ફારસી ભાષી ગઝલોનો પ્રારંભ કરે છે . મણીલાલ દ્વિવેદી ' ઈશ્કે હકીકી ' અને ' ઈશ્ક મિજાજી ' પ્રકારની ગઝલો સર્જીને આ વરૂપનો આરંભકાળે જ વિકાસ કરે છે . તો કલાપી ગઝલોમાં અંગત જીવન નાં પ્રસંગો વણીને તેને વધારે આત્મલક્ષી બનાવે છે .
( 9 ) કાવ્ય સ્વરૂપને આરંભ કરે છે . બ.ક ઠકોર ઈ.સ. 1890 માં " ભણકારા " સોનેટ સર્જીને ગુજરાતી સાહિત્યમાં સોનેટનાં
( 10 ) કવિ નાન્હાલાલ ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કરાવતા વિપુલ પ્રમાણમાં ઉર્મિકાવ્યો સર્જ છે .
( 11 ) રમણભાઈ નિલકંઠ ' ભદ્રંભદ્ર ' નામની હાસ્ય રસિક નવલકથા સર્જીને ગુજરાતી નવલકથાને એક બીજો વળાંક આપે છે .
ઉપસંહાર :- સુધારક યુગના સર્જકોએ નવપ્રસ્થાન સ્વરૂપમાં જે પાયાઓ ખોધ્યાં , તેના પર ભવ્ય ઈમારતો બાંધવાનું કામ પંડિતયુગનાં સર્જકો કરે છે . સાહિત્ય કલાત્મક ઓછું અને પ્રચારાત્મક વધુ હતું . જયારે પંડિત યુગનાં સર્જકો વિદ્વાનો હતાં . તેમની ઉંચી સર્જક પ્રતિભા હતી . તેથી , આ યુગના સર્જકો પાસેથી વધારે કલાત્મક સાહિત્ય પ્રાપ્ત થાય છે.
0 ટિપ્પણીઓ