✓    કલા એટલે શું ? કલાનાં પ્રકાર જણાવો . 

✓ લલિતકલાઓના પ્રકાર જણાવો , તેનો ચઢતો ઉતરતો ક્રમ.



    કલા એટલે શું ? :- વાસ્તવિકતાનું નવું જે માનસિક સ્વરૂપ કલાકાર પોતાના મનમાં કલ્પી કાઢે તેને જ એ પોતાનાં માધ્યમ દ્વારા કલાકૃતિ રૂપે આપણી  સમક્ષ મૂકવા મથે છે આમ કલાકારની ક્લાકૃતિમાં પ્રગટ થતું જગત ગુઢ વાસ્તવિક જગત નથી . પણ કલાકારના મનમાં રંગોથી રંગાયેલું વાસ્તવિક જગતનું માનશ્ચિત્ર છે . બીજી રીતે કહીએ તો , આ વાસ્તવિક જગતની  કલાકારના ચિત્ર ઉપર જે છાપ પડે છે તે જ કલાકાર કલા દ્વારા પ્રગટ કરવા મથે છે , આ દષ્ટિએ જોઈએ તો, ' બધી જ લલિત કલા ઓ વાસ્તવિક જગતનું માંનોગ્રહી  સ્વરૂપ આપણા  સમક્ષ ૨જુ કરતી હોય છે . ' All art is the representation of reality into its mental aspect ' - મેથ્યૂ આર્નોલ્ડ -  અર્થ એટલો જ કે કલા વાસ્તવિક જગતના યથાર્થ અને નિરપેક્ષ સ્વરૂપને નહી પન્ન એ જગતે કલાકારના ચિત્ત ઉપર પાંડેલી અસર ને  આપણી સામે  પ્રગટાવે છે . આમ કલા આપણી  વાસ્તવિકતાનું મનોગ્રાહી સ્વરૂપે થયેલું આલેખન છે.

કલાકાર પોતાનાં બાહ્ય  ઉપાદાનોની મદદ વડે  પ્રાકૃતિક જગતના સૌંદર્ય જેવું સૌંદર્ય સર્જવાની કોશિશ કરે છે એ આપણે  જોયું. પોતાનાં બાહ્ય  ઉપાદાનોને  એ એવી કુશળતાથી પ્રયોજે છે કે એ ઉપાદાનો એમના વાસ્વિતક સ્વરૂપે  દેખાતા બંધ થઇને કલાકારના  આભાસી સ્વરૂપે દેખાતાં બની જાય છે . શિલ્પીએ આરસનાં ટુકડામાંથી બનાવેલો ધોડો જોતાં જ આપનું  આ આરસ છે એ વાત ભૂલી જઈને એ ટૂકડાને ધડીભર ધોડારૂપે જોતાં બની જઈએ છીએ . આમ આરસનાં મૂળ રૂપ ઉપર ધોડાનું આભાસી રૂપ શિલ્પી સર્જે છે અને જોનારાઓને આ આરસ નથી પણ ઘોડો છે એવા ભ્રમમાં નાંખે છે . એ જ પ્રમાણે આ કાગળ ઉપર દોરેલા ગુલાબનાં ચિત્રને જોઈને આપણે કાગળને કાગળરૂપે ન જોતાં ગુલાબરૂપે અનુભવીએ છીએ . આમ ઉપાદાનના મૂળ રૂપ ઉપર કોઈક કાલ્પનિક રૂપનું આરોપ કરીને ભાવકોના ચિત્તમાં વાસ્તવિક જગતના સૌંદર્યનો આભાસ ઊભો કરવો એ કલાની પ્રવૃતિ છે. અને તેથી જ ' કલા   એટલે ભ્રાંતિ ' ( All art is liusion ) એવાં સૂત્રો પ્રચલિત બન્યાં છે . કલા વાસ્તવિક સૌંદર્ય નહિ પણ એ સૌંદર્યનો આભાસ સર્જે છે એવો આ સૂત્રનો અર્થ થાય છે . 

આમ આ બધી ચર્ચા ઉપરથી કલાના ઉદ્ભવ અને ઉદ્દેશ વિશે જો સૂત્રરૂપે કહેવું હોય તો નીચે મુજબ કહી શકાય : 

( 1 ) સૌંદર્યના આસ્વાદ દ્વારા આનંદ માણવાની મનુષ્યની સ્વાભાવિક વૃતિમાંથી કલા જન્મી છે .

 ( 2 ) મનુષ્યને પસંદ પડી ગયેલા કોઈ એક પ્રાકૃતિક સૌંદર્યના અંશને કલા પોતાના બળ વડે સ્થિર અને વારંવાર આસ્વાદી શકાય તેવું સ્વરૂપ આપે છે . સૌંદર્યની ક્ષણને શાશ્વતમાં પલટાવી નાખવી એ કલાનું ધ્યેય છે . 

( 3 ) આ માટે કલા પ્રાકૃતિક વિશ્વનો આંતરિક ઉપાદાન તરીકે અને આરસ , રંગો , ધ્વનિ , શબ્દ આદિ સાધનોનો બાહ્ય ઉપાદાન તરીકે ઉપયોગ કરે છે . 

( 4 ) આવા ઉપાદાનની મદદ વડે કલા પ્રાકૃતિક વિશ્વનાં મનોચાહ્ય સ્વરૂપો આભાસ કે ભાંતિરૂપે પ્રગટાવે છે . 

ડો . બહેચરભાઈ પટેલ સમજાવે છે તેમ , કલા એ મૌલિકતાયુકત અનુકૃતિ છે , સર્જનાત્મક અભિવ્યક્તિ છે , કલાકારનો આંતરિક ઉન્મેષ છે , મનોભાવોની રસપૂર્ણ અભિવ્યકિત છે . સૌંદર્ય અને આનંદ એ કલાના ધર્મો છે . કલા એ જીવનની રસપૂર્ણ સ્વીકૃતિ છે . કહો કે , કલા કલાકારના આત્માની અમૃતકલા છે .

 લલિતકલાના પ્રકાર : - આ ઉપાદાનનો દૃષ્ટિએ સૌદર્ય નિર્માણ નો ઉદ્દેશ ધરાવતી લલિત કલાઓ નાં પાંચ પ્રકાર પાડવામાં આવે છે . ઈટ , મટોડું , પથ્થર , ચુનો આદિ સામગ્રીનો ઉપાદાન તરીકે ઉપયોગ કરીને સૌંદર્યનું નિર્માણ કરવા મથતી કલાને સ્થાપત્યકલા અને એ કલાના કલાકારને સ્થિપતિ કહેવામાં આવે છે . આરસ , ધાતુ , કાષ્ઠ આદિ તથા એ સૌને કોતરવા માટેનું ટાંકણું - એ સાધનોને ઉપાદાન તરીકે વાપરીને સૌંદર્યનું નિર્માણ કરવા મથતી કલાને શિલ્પકલા કહેવાય છે . અને એ કલાના કલાકારને શિલ્પી કહેવાય છે . કાગળ કે દીવાલ કે એવી બીજી કોઈ સપાટી પર રંગો અને રેખાઓને ઉપાદાન તરીકે વાપરીને સૌંદર્યનિર્માણ કરવા મથતી કલાને ચિત્રકલા અને એના કલાકારને ચિત્રકાર કહેવામાં આવે છે . અવ્યકત ધ્વનિને – સૂરને ઉપાદાન તરીકે વાપરતી કલા સંગીતકલા કહેવાય છે અને એના કલાકારને સંગીતકાર કહેવાય છે જયારે અર્થયુકત ધ્વનિને – શબ્દોને કે ભાષાને પોતાના ઉપાધન તરીકે વાપરનાર કલાને સાહિત્યકલા અને એ કલાના કલાકારને સાહિત્યકાર કહેવામાં આવે છે . 

 આમ ભિન્ન ભિન્ન ઉપાદાનની દૃષ્ટિએ લલિતકલાઓના સ્થાપત્ય , શિલ્પ , ચિત્ર , સંગીત અને સાહિત્ય એમ પાંચ પ્રકારો પડે છે . આ પાંચેપાંચ લલિતકલાઓ પોતપોતાનાં ઉપાદાનો વડે પોતપોતાની રીતે પ્રાકૃતિક વિશ્વના સૌંદર્યનું અનુકરણ કરીને નવીન સૌંદર્ય લોક સર્જવાનો પોતાનો ઉદ્દેશ પાર પાડે છે . 

કલાઓનો ઉચ્ચાવ ક્રમઃ- પ્રત્યેક કલા જે ઉપાદાન પ્રયોજે છે તે ઉપાદાનની દૃષ્ટિએ તે કલાનું સૌંદર્યનિર્માણનું કામ કેટલું અઘરું કે સહેલું છે તેનો વિચાર કરી પશ્ચિમના હેગલ નામના વિવેચક આ પાંચ લલિતકલાઓને ચઢતા – કતરતા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે . કલાઓની જે મુલવણી અને ગોઠવણી વિવેચક હેગલે કરી છે તે કેવળ કલાઓનાં ઉપાદાનોની દૃષ્ટિએ જ કરી છે એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે . 

હેગલના મત મુજબ પ્રત્યેક લલિતકલાને પ્રાકૃતિક વિશ્વના અનુકરણ દ્વારા સૌંદર્યસર્જન કરવાનું હોય છે . આવું અનુકરણ પ્રત્યેક કલા પોતપોતાનાં ઉપાદાનની મદદ વડે કરે છે . એટલે ઉપાદાન જેનું અનુકરણ કરવાનું છે એવા પ્રાકૃતિક વિશ્વને જે વધારે મળતું આવે તેટલું અનુકરણનું કાર્ય સહેલું બને , અનુકરણનો વિષય અને અનુકરણનું સાધન બંને એકબીજાને જેટલાં વધારે મળતાં આવે તેટલું અનુકરણનું કામ સહેલું બને . એથી કલટું અનુકરણનો વિષય અને અનુકરણનું સાધન એકબીજાને જેટલાં વધારે જુદાં હોય તેટલું અનુકરણનું કામ વધારે અધરું બને . હેગલની આખી વિચારસરણીનો પાયો જે આ સિદ્ધાંતમાં રહેલો છે . આ સિદ્ધાંતને જે ધ્યાનમાં રાખીને હેગલ પ્રત્યેક કલાના ઉપાદાનને પ્રાકૃતિક વિશ્વનાં સંદર્ભમાં એ કેટલું અઘરું છે તે સમજવા મથે છે અને પછી પોતાની સમજણ અનુસાર લલિતકલાઓનો ચઢતો- કચરતો ક્રમ નક્કી કરે છે . હેગલે નક્કી કરેલો એ ઉચ્ચવચ ક્રમ હવે આપણે સમજીએ . 

કલાઓ જેને અનુકરણનો વિષય બનાવે છે તે આપણું આ પ્રાકૃતિક વિશ્વ બહુધા લંબાઈ , પહોળાઈ અને ઘનતા એવાં ત્રણ પરિમાણોનું બનેલું છે . પ્રત્યેક કલા પોતાના ઉપાદાન તરીકે જેને પ્રયોજે છે તે સાધનસામગ્રી કેટલાં પરિમાણો ધરાવે છે તે હકીકત ઉપર જ તે કલાની સર્જન પ્રક્રિયાની કઠિનતા કે સરળતાનો આધાર રહેવાનો , કારણ કે હેગલના મત મુજબ , અનુકરણના વિષય અને અનુકરણના સાધન વચ્ચેનું સામ્ય કે વૈષમ્ય જ અનુકરણની સરળતા કે કઠિનતા નક્કી કરે છે . આ દૃષ્ટિએ વિચારીને હેગલ લલિતકલાઓનો નીચે મુજબનો ચઢતો - કતરતો ક્રમ ગોઠવે છે .

 સ્થાપત્ય કલા : સ્થાપત્ય કલા પોતાના ઉપાદાન તરીકે ઈટ , મટોડું , આદિને વાપરે છે એ સાધનસામગ્રીને લંબાઈ , પહોળાઈ અને ઘનતા એવાં ત્રણ પરિમાણો છે . આમ સ્થાપત્યની કલા ત્રણ પરિમાણોવાળા સાઘનની મદદ વડે ત્રણ પરિમાણોવાળા પ્રાકૃતિક જગતની નકલ કરે છે તેથી એ કલાનું કામ પ્રમાણમાં ધણું સરળ કહી શકાય . સ્થાપત્યનું ઉપાદાન સ્થળ છે અને તે સ્થિતિગત કે સ્થગિત છે . એમાં ગતિશીલતા કે લવચિકતા નથી . સ્થાપત્યની કલામાં કલાકાર પોતાના ઉપાદાનની કેવળ વિશિષ્ટ પ્રકારની ગોઠવણી દ્વારા જ કલા સર્જતો હોય છે . ગોઠવણીના એ તત્વને બાદ કરતાં સ્થાપત્યકલામાં અન્ય કશો વિશેષ એક કલ્પના - વ્યાપાર કરવાનો રહેતો નથી આ દૃષ્ટિએ સ્થાપત્યની કલા સૌથી સરળ અને તેથી સૌથી કતરતી કલા ગણાય એમ હેગલ માને છે .

 શિલ્પ કલા : શિલ્પ કલા આરસ , ધાતુ કે કાષ્ઠ આદિને પોતાની સાધન સામગ્રી તરીકે પ્રયોજે છે . એના આ સ્થળ ઉપાદાનને પણ ત્રણ પરિણામો છે . અને તેથી એ કલાનું કાર્ય પણ સ્થાપત્યકલાના કાર્ય જેટલું જ સરળ ગણાય . પણે શિલ્પનો કલાકાર કેવળ ગોઠવણી કરીને અટકતો નથી , વધારામાં એ પોતાના ઉપાદાનના મૂળ સ્વરૂપનો આભાસ કભો કરે છે . શિલ્પીએ કોતરી કાઢેલ આરસના ટૂકડાને આપણે આરસ તરીકે નહિ પણ યજ્ઞકન્યા , વિષ્ણુ , બુદ્ધ કે અપ્સરા એવા કલાકારે ઈચ્છેલા કોઈક નવીન રૂપે જોતા – ઓળખતાં બનીએ છીએ . બીજી રીતે કહીએ તો , શિલ્પના કલાકારને ઉપાદાનના મૂળ રૂપને ભુલાવી દે તેવો કાલ્પનિક રૂપનો આભાસ કભો કરવો પડે છે . સ્થાપત્યમાં કેવળ ગોઠવણી હતી , જયારે શિલ્પમાં કાલ્પનિક રૂપનો આભાસ કભો કરવા જેટલી વધારાની કલ્પનાવૃતિ પણ ઉમેરાય છે . આ કારણે હેગલ શિલ્પકલાને સ્થાપત્યની કલા કરતાં ચડિયાતી ગણે છે . 

ચિત્રકલા : ચિત્રકલાનું ઉપાદાન રંગ અને રેખા છે . એ ઉપાદાનને લંબાઈ અને પહોળાઈ છે પણ ધનતા નથી . બીજી રીતે કહીએ તો , ચિત્રનું ઉપાદાન રંગ અને રેખા કેવળ બે જ પરિમાણો ધરાવે છે . આથી દેખીતી રીતે જે બે પરિમાણોવાળા ઉપાદાનની મદદથી ત્રણ પરિમાણવાળા પ્રાકૃતિક વિશ્વનું અનુકરણ કરવા મથતી ચિત્રકલા સ્થાપત્ય અને શિલ્પ કરતાં ચડિયાતી ગણાય . કારણ કે એનું કામ પહેલી બે કરતાં વધારે અધરું છે . ધનતાનું જે પરિમાણ પોતાના ઉપાદાનમાં ખૂટે છે . તે પરિમાણ ચિત્રકલાને પોતાની કલ્પનાના બળે કશું કરવું પડે છે . આમ સ્થાપત્ય અને શિલ્પની સરખામણી માં ચિત્રકલા વધુ વ્યાપક અને સૂક્ષ્મ કલ્પના - વ્યાપારની અપેક્ષા રાખે છે . ચિત્રકારનું ઉપાદાન રંગ અને રેખા સ્થળમાં ગતિ કરી શકે એવું હોવાથી ચિત્રકાર સ્થિતિ ( position ) સહેલાઈથી બતાવી શકે છે , પણ ગતિ બતાવતી વખતે એને પોતાના કલ્પનાબળનો વ્યાપક ઉપયોગ કરવો પડે છે . 

સંગીત કલા : સંગીતની કલા અવ્યકત ધ્વનિને પોતાના ઉપાદાન તરીકે વાપરે છે . એ ઉપાદાનને એકેય પરિમાણ નથી , કારણ કે એ ઉપાદાન અમૂર્ત છે . અમૂર્ત અને એકેય પરિમાણ વિનાના ઉપાદાન વડે મૂર્ત અને ત્રણેય પરિમાણવાળા જગતની નકલ કરવા મથતી સંગીતકલા આ જ કારણે સ્થાપત્ય , શિલ્પ અને ચિત્રકલા કરતાં વધારે અધરી અને ચડિયાતી છે , પણ તે અસ્પષ્ટ , વાયવ્ય અને ધૂંધળી છે .

 સાહિત્ય કલા : સાહિત્યની કલા , સંગીતકલાની જેમ જ સાર્થ ધ્વનિ – ભાષા જેવા અમૂર્ત અને એકેય પરિમાણ વિનાના ઉપાદાનને પ્રયોજે છે . એટલે જેમ સંગીતકારને ત્રણેય પરિમાણોની ખોટ પોતાના કલ્પનાવ્યાપારથી ભરી દેવાની હોય છે , તેમ સાહિત્યકારને પણ તેમજ કરવાનું હોય છે . આમ , કલ્પના વ્યાપારની દ્રષ્ટિએ જોઇએ તો સાહિત્ય અને સંગીત બંને કલાઓનું કામ એક સરખું કઠિન અને સંકુલ છે . છતાં બીજી એક દૃષ્ટિએ વિચારતાં સાહિત્યકલાનું કાર્ય સંગીતકલા કરતાં સવિશેષ કઠિન ગણાય . સંગીતનું ઉપાદાન અવ્યકત ધ્વનિ હોવાથી એ ધ્વનિને અર્થનાં કોઈ બંધનો કે મર્યાદા નથી . સંગીતનાં ભાવકો સંગીતના સૂરોમાંથી પોતાને રુચે તેવો અર્થ તારવી શકે છે . આમ વિવિધ અર્થોનું આરોપણ સંગીતકલામાં શકય છે . અર્થની અસ્પષ્ટતા અને અચોક્કસતા તે સંગીતકલાનું લાભદાયક પાસું છે . આ સંદિગ્ધતાને કારણે સંગીતની કલા નાનાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધી તમામને એકસરખી તીવ્રતાથી સ્પર્શે છે . એમાં સહુને પોતપોતાને રુચે તેવો અર્થ ધટાવી લેવાની છૂટ મળે છે . જયારે સાહિત્યનું ઉપાદાન સાથે ધ્વનિનું છે . સાહિત્યકારને અર્થનાં ચોક્કસ અને જડબેસલાક બંધનોમાં પુરાઈ રહીને કામ તો સંગીતકલા જેવું જ અધરું કરવાનું છે . અર્થની અચોક્કસતાનો જે લાભ સંગીતકારને મળે છે તે લાભ સાહિત્યકાર ને મળતો નથી . સંગીતકાર અર્થના બંધનો વિના અને સાહિત્યકાર અર્થનાં બંધનો સાથે એકસરખું અધરું કામ કરવા મથે છે એમ હેગલ માને છે . આ દૃષ્ટિએ વિચારતાં હેગલને લાગે છે કે પાંચે લલિતકલાઓમાં સ્થાપત્ય સૌથી ઉતરતી કલા છે , કારણ કે એ સૌથી સહેલી અને સ્થળ છે અને સાહિત્યકલા સૌથી ચડિયાતી છે , કારણ કે સૌથી વધુ કઠિન સાર્થ અને સૂક્ષ્મ છે . એટલે હેગલે સ્થાપત્ય , શિલ્પ , ચિત્ર , સંગીત , સાહિત્ય એમ કલાઓને ચઢતાં ક્રમમાં ગોઠવે છે .

 સમાપનઃ- અન્ય કલાઓની અપેક્ષાએ , સાહિત્યકલા ચડિયાતી છે . શબ્દનાં ઉપાદાનને કારણે સાહિત્યકલા શ્રેષ્ઠ ગણાય છે . ઉપાદાન કે માધ્યમની ભૌતિકતા , સ્થૂળતા અને પરિમાણ મર્યાદા ચિત્ર , શિલ્પ , સ્થાપત્યને કંચી કલા બનવા દેતા નથી . આ ત્રણે દેશ્ય જોવાની આંખની કલાઓ છે . સાહિત્ય અને સંગીત શ્રાવ્ય – કાનની કલાઓ છે . એ શબ્દને સૂરનાં ઉપાદાન પર મંડાયેલી કલાઓ છે . સંગીતની અસ્પષ્ટતા અને સમૂર્તતા મર્યાદારૂપ છે . સાહિત્યનું ઉપાદાન ભાષા સ્પષ્ટાર્થ , સમર્થ , સૂક્ષ્મ અને અર્વાભિવ્યકિતનું સક્ષમ માધ્યમ છે , સૌથી વધુ લોકપ્રિય ને પરિચિત છે એથી અક્ષરની કલા એવી સાહિત્યકલા શ્રેષ્ઠ ગણાય છે .