✓ સુધારક યુગને ઘડનારા પરિબળો ની વિગતે ચર્ચા કરો .
✓ નર્મદ યુગ ( સુધારક યુગનાં ) નાં સાહિત્યને પ્રભાવિત કરનારા વિવિઘ પરિબળોની વિગતે ચર્ચા કરો .
✓ સુધારક યુગનાં સાહિત્ય સ્વરૂપોમાં આવેલાં પરિવર્તનો વિશે વિસ્તૃત નોંધ લખો . અથવા
✓. " સુધારક યુગ એ નવપ્રસ્થાનોનો યુગ છે . ” આ વિધાન સુધારક યુગનાં સાહિત્ય માં આવેલા ઉન્મેષો ને કેન્દ્રમાં રાખીને ચર્ચા .
ભુમિકા :- ગુજરાતી સાહિત્યમાં ઈ.સ. 1845 માં કવિ દલપતરામ '' બાપાની પીંપર " નામનું એક કથનાત્મક કાવ્ય લખ્યું . ત્યારથી અર્વાચિન સાહિત્ય નો આરંભ થયો હોવાનું કેટલાક વિવેચકો માને છે . કેટલાક ઈતિહાસકારો ના મતે અર્વાચિન સાહિત્યનો આરંભ અંગ્રેજોએ ભારત ઉપર રાજકીય સત્તા હાંસલ કરી , ત્યારથી એટલે કે , ઈ.સ. 1817 થી થયો છે . તો કેટલાક વિવેચકો અર્વાચિન કાળનો આરંભ 1850 માં લખાયેલા નર્મદના " મંડળી મળવાથી થતાં લાભ " એ લેખથી થયો હોવાનું માને છે . મોટા ભાગનાં વિવેચકો નર્મદનો ' ' અર્વાચિનોના આધ " તરીકે સ્વીકાર કરે છે . એટલે ઈ.સ. 1850 થી માંડી આજ સુધી વિસ્તરી રહેલા સાહિત્યને અર્વાચિન સાહિત્ય કહેવામાં આવે છે . અર્વાચિન કાળમાં પણ સાહિત્ય ક્ષેત્રે બદલાતી જતી સાંસ્કૃત્તિક પરિસ્થિતિઓ ના સંદર્ભે અનેક વળાંકો આવ્યા છે . તેથી , અર્વાચિન સાહિત્યના પણ જુદા જુદા યુગ વિભાજનો છે . તેમાંય ઈ.સ. 1850 થી માંડીને ઈ.સ. 1886 સુધીના સમયગાળા દરમ્યાન સર્જાયેલા સાહિત્યને '' સુધારક યુગના સાહિત્ય " તરીકે ઓળખવામાં આવે છે . આ તબકકાને " સુધારક યુગ " નામાભિધાન આપવામાં આવ્યું છે . કે , આ યુગનાં સર્જકો મોટે ભાગે પ્રવૃત્તિ નિમિત્તે તેમણે લેખન કાર્ય કર્યું છે . કવિ દલપતરામ અને નર્મદ એ બંને આ યુગનાં અંગ્રેસર લેખકો છે . તેથી કેટલાક ઈતિહાસકારો આ યુગને " સુધારક યુગ " તરીકે ઓળખાવવાને બદલે " નર્મદ – દલપત યુગ " તરીકે ઓળખાવવાનું વધારે પસંદ કરે છે . આ બે સર્જકોમાં દલપતરામ કરતાં નર્મદ , વધારે આધુનિક છે . તેમજ આધુનિતા નું અરૂણ પ્રભાત નર્મદ દ્વારા ઉઘડે છે . તેથી , કેટલાંક વિવેચકો આ યુગને " નર્મદ યુગ " તરીકે ઓળખાવે છે . યુગનાં સાહિત્ય ઘડતરમાં અનેક પરિબળોએ કાર્ય કર્યુ છે.
સુધારક યુગનાં પરિબળોઃ- પરિવર્તનની શક્યતાના બીજ જેમ પરંપરામાં રહેલા હોય છે . તેમ સામાજિક , રાજકિય , ધાર્મિક , શૈક્ષણિક કે સાંસ્કૃત્તિ પરિબળોની અસર જીવનમાં અને સાહિત્યમાં પરિવર્તનો લાવે છે . ઘણી વાર તો એકવિધતાનો અતિરેક પરિવર્તનની ભૂમિકા બાંધી આપે છે . પરિવર્તનના વહેણોની સાથે પરંપરા પણ વહેતી રહેવા મથે છે . ત્યારે અરૂઢ પ્રવાહો સામે રૂઢ પ્રવાહો હકી રહેવા મથે છે ત્યારે રૂઢ અને અરૂઢ પ્રવાહો કે પરંપરા અને પરિવર્તનનાં સંઘર્ષાત્મક વહેણો માંથી કશુંક અવનવું નીપજી આવે છે .
( 1 ) રાજકીય પરિબળઃ- 19 સદીમાં જે રાજકીય પરિસ્થિતિ ઉભી થઈ તેમાં ભારત ઉપર વિદેશી સત્તાનો દોર સંર્પણરીતે પ્રસ્થાપીત થયો . તેથી , પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃત્તિ વચ્ચે સંઘર્ષ ઉભો થયો . જેથી , રાજકીય , સામાજીક , ધાર્મિક , શૈક્ષણિક અને સાહિત્યિક ક્ષેત્રે પરિવર્તનો થવા લાગ્યા .
( 2 ) અંગ્રેજી શિક્ષણઃ- ભારત પર રાજકિય વિજય હાંસલ કર્યા બાદ ભારતીય પ્રજાનો એક મોટો વર્ગ પોતાની તરફદારી કરતો થાય તેવા આશયથી મેકોનીના મંતવ્ય પ્રમાણે અંગ્રેજોએ ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપતી કોલેજો અને યુનિર્વસિટીની સ્થાપના કરી . અંગ્રેજી શિક્ષણ માટે ખ્રિસ્તી પાદરીઓ શિક્ષકો તરીકે નિમણુંક પામ્યા . સુધારક યુગનાં સર્જકો નર્મદ , નવલરામ , દુર્ગારામ , નંદશંકર વગેરે અંગ્રેજી શિક્ષણનો લાભ મેળવે છે.
( 3 ) અંગ્રેજી સાહિત્યનો સંપર્ક : - અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરીને બહાર આવેલો યુવાવર્ગ સાહિત્યમાં પ્રવેશ કરે છે . આ વર્ગ અંગ્રેજી કેળવણી પામેલો હોવાથી તેમના દૃષ્ટિકોણો જુદા છે . તેઓ અંગ્રેજીના જાણકાર હોવાથી અંગ્રેજી સાહિત્યથી પરિચિત છે . અંગ્રેજી , સાહિત્યનાં સંપર્કને કારણે તેઓ ગુજરાતી માં કેટલાક નવા સાહિત્ય સ્વરૂપોનો આરંભ કરે છે . નવલકથા , નાટક , નિબંધ , આત્મકથા જેવા કેટલાક નવા ગદ્ય સાહિત્ય સ્વરૂપો અંગ્રેજી સાહિત્યનાં સંપર્ક ને કારણે ગુજરાતીમાં અવતરણ પામે છે . પદ્યમાં પણ આત્મલક્ષી ઉર્મિકાવ્ય સર્જાવા લાગે છે . મધ્યકાલિન ગુજરાતી પદ્ય અર્વાચિન કાળને આરંભે નર્મદની કલમ દ્વારા અંગ્રેજી સોંગ રૂપે રૂપાંતર પામે છે .
( 4 ) સામાજિક જાગૃત્તિઃ — અંગ્રેજી કેળવણીને લીધે શિક્ષિત ગુજરાતી પ્રજાની જીવન દૃષ્ટિમાં પવિવર્તનો આવ્યા , એ સમયે સમાજમાં વહેમ , અંધશ્રદ્ધા , કુરિવાજો વગેરે અનિષ્ટો પ્રવર્તતા હતા . અંગ્રેજી શિક્ષણ મેળવીને બહાર આવેલો વર્ગ દુદર્શામાં ફસાયેલા વર્ગને બહાર કાઢવા પ્રત્યનો આરંભ્યા . સંસાર સુધારાનાં આ આંદોલનમાં નર્મદ , દલપતરામ , નવલરામ , મહિપતરામ જેવા સર્જકો સુત્રધારો બન્યાં . આ સર્જકો સંસાર સુધારાની પ્રવૃત્તિ માટે સાહિત્ય ને નિમિત બનાવ્યું . પરિણામે આ યુગનાં સાહિત્યમાં સંસાર સુધારાનો બોધ જોવા મળે છે .
( 5 ) ધાર્મિક સંસ્થાઓ – પૂર્વની સંસ્કૃત્તિ પર પશ્ચિમી સંસ્કૃત્તિનું આક્રમણ થતાં ધાર્મિક સંસ્થાના તંત્રવાહકો જાગૃત બન્યાં . તેમણે ભારતીય સંસ્કૃત્તિનાં બચાવની રક્ષણાત્મક પ્રવૃત્તિઓ આરંભી . સમાજમાં પ્રવર્તતા અમંગલ તત્વોના નિવારણ અર્થે સામાજિક જાગૃતિનું અભિયાન ચલાવ્યું . " સતીપ્રથા " , " બાળકીને દુધ પીતી કરવી " . " નાની વયે લગ્ન " , ' ' કજોડા ' , વગેરે દુષણો સામે આર્ય સમાજ , બ્રહ્મ સમાજ , થિર્યાસોફિકલ સોસાયટી , હિન્દુ ધર્મ સભા જેવી સંસ્થાઓએ ઝુંબેશ ચલાવી .
( 6 ) મુદ્રણ કલાની પ્રાપ્તિઃ- આ યુગમાં મુદ્રણકલા પાપ્ય બનતા વર્તમાનપત્ર અને સામાયિકો શરૂ થતાં સાહિત્યને વેગ મળે છે . પ્રચાર માધ્યમો વ્યાપક બને છે . પરિણામે મધ્યકાલીન કવિતા જે ગાઈ શકતા તેવા લધુ ઉર્મિકાવ્યો રૂપે વિશેષ સર્જાતી હતી તેને બદલે દીર્ધ કથનાત્મક કૃત્તિઓ અને ગધ સ્વરૂપો વિકાસ પામે છે . વિવેચન પ્રવૃત્તિનો પણ આરંભ થાય છે . સર્જાતું સાહિત્ય મુદ્રણ કલાને પરિણામે તત્કાલીન પ્રકાશિત થાય છે . એક જ કૃત્તિની હજારો નકલો લોકો સુધી પહુંચે છે . આમ , સાહિત્યની પ્રવૃત્તિ ગતિમાન બને છે અને નવા પ્રસ્થાનો આરંભાય છે.
0 ટિપ્પણીઓ