✓ પંડિત યુગને ઘડનારા પરિબળો જણાવો .
ભુમિકા : - અર્વાચિન ગુજરાતી સાહિત્યમાં ઈ.સ. 1885 થી માંડીને ઈ.સ. 1920 સુધીના સમયગાળા દરમિયાન સર્જાયેલા સાહિત્યને પંડિતયુગનાં સાહિત્ય તરીકે ઓળખવવામાં આવે છે . કેટલાક ઈતિહાસકારો ઈ.સ. 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવ્યાં અને કોંગસ મહાસભાનું સુકાન સંભાળ્યું ત્યાં સુધીનાં સાહિત્યને પંડિત યુગનું સાહિત્ય ગણાવે છે . આ યુગનાં સાહિત્યને " પંડિત યુગ " નું નામાભિધાન એટલા માટે આપવામાં આવ્યું છે કે , આ યુગનાં સેર્જકો પંડિતો હતા . આ યુગને તેથી કેટલાક ઈતિહાસકારો " સાફર યુગ " તરીકે પણ ઓળખવો છે . આ યુગનો પ્રારંભ ઈ.સ. 1885 માં લખાયેલી ગોવર્ધનરામ ત્રિપાઠીની મહાનવલ 'સરસ્વતી ચંદ્ર' થી થાય છે , તેથી ઘણા વિવેચકો આ યુગને "ગોવર્ધન યુગ" તરીકે પણ ઓળખાવવાનું યોગ્ય માને છે .
પંડિત યુગનાં પરિબળો :-
( 1 ) શૈક્ષણિક પરિબળઃ– અંગ્રેજી શિક્ષણ આપતી કોલેજનો પ્રારંભ તો સુધારક યુગમાં જ થઈ ગયો હતો . ત્યાર બાદ યુનિર્વસિટીનાં શિક્ષણમાં અંગ્રેજી ભાષાની સાથે સંસ્કૃત દાખલ કરવામાં આવે છે . સંસ્કૃતને આપવામાં આવેલા મહત્વને કારણે આ યુગમાં કેટલાક પ્રખર પંડિત પ્રાપ્ત થાય છે . સંસ્કૃત ઉપરાંત ફારસી ભાષાને પણ યુનિર્વસિટીમાં અભ્યાસ અર્થે દાખલ કરવામાં આવે છે
( 2 ) રાજકિય પરિબળઃ– અંગ્રેજી શાસન સામેનો અસંતોષ સુધારક યુગમાં ઉદ્ભવી ચુકયો હતો . ઈ.સ. 1857 માં અંગ્રેજો સામે પ્રથમ ક્રાંતિ જે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. ઈ.સ. 1885 માં હિન્દી રાષ્ટ્રીય કોગ્રેસની સ્થાપના થાય છે . જે સ્વરાજ પ્રાપ્તિના આંદોલનને વેગવાન બનાવે છે . તદ્ઉપરાંત આ યુગના સર્જકો પણ પોતાના સાહિત્ય સર્જન દ્વારા સ્વતંત્રતાની પ્રેરણા પુરી પાડે છે . લોકમાન્ય તિલક અને ફિરોજ શાહ મહેતા જેવા દેશનાં ખ્યાતનામ નેતાઓની રાજકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયેલા આ યુગનાં સર્જકોમાં દેશપ્રેમીની ભાવના બળકટ સ્વરૂપે દેખાય છે .
( 3 ) ધાર્મિક પરિબળ : - સુધારક યુગમાં જે ધાર્મિક સંસ્થાઓએ જે સામાજિક પ્રગતિનું આંદોલન ચલાવ્યું તે પંડિત યુગમાં પણ ગતિશીલ રહે છે . આ ઉપરાંત રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદનો નુતન હિંદુ ધર્મ " પ્રબોધ " ૨કરૂપ બની રહે છે . ધર્મ અને સંસ્કૃત્તિનાં તત્વજ્ઞાન અને અર્થશાસ્ત્રનાં રાજકરણ તથા ઈતિહાસનાં ઉડા અભ્યાસી તેમજ વિચારશીલ એવા ઠરીઠામ થયેલા આ યુગનાં સર્જકોમાં ભારતીય સંસ્કૃત્તિ અને અસ્મિતાનું ધર્મ અને રીતિ રિવાજ અંગેના તેમના ચિંતનોનું પ્રતિબિંબ જોવા મળે છે . પશ્ચિમી સંસ્કૃત્તિ સારી છે અને ભારતીય સંસ્કૃત્તિ સારી નથી , એવી જે લઘુતાગ્રંથિ સુધારક યુગમાં બંધાઇ હતી , તે સાક્ષર યુગમાં દુર થાય છે .
( 4 ) સાહિત્યક પરિબળઃ- સુધારક યુગનાં સર્જકોએ કેટલાક નવા સાહિત્ય સ્વરૂપોનું સર્જન કર્યુ છે. આ સ્વરૂપોમાં એ પુર્વે ગુજરાતી સાહિત્યમાં કોઈ સર્જન થયેલું ન હતું . એટલે સુધારક યુગનાં સર્જકો એ જે નવપ્રસ્થાન કર્યા તે મર્યાદા યુકત હતાં . પંડિત યુગના સર્જકો આ સ્વરૂપોમાં વિશેષ કલા સમાનતા સાથે કાર્ય કરે છે . આમ , સુધારક યુગ નું સાહિત્ય પંડિત યુગનાં સર્જકો માટે પ્રેરણારૂપ પરિબળ બની રહે છે .
ગાંધી યુગનાં પરિબળો અને લક્ષણો
0 ટિપ્પણીઓ