✓ આધુનિક ગુજરાતી સાહિત્યને પ્રભાવક પરિબળો :
✓ આધુનિક ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળો :
✓ વૈશ્વિક પરિવર્તનોનો તીવ પ્રત્યાઘાત આધુનિક તીવ પ્રત્યાઘાત આધુનિક સાહિત્યનું પ્રભાવક બળ છે . પ્રસ્તુત વિધાનની સમીક્ષા કરો.
પૂર્વભૂમિકા – ગુજરાતી સાહિત્યને એનાં વિષયો, ચનારીતિ અને સમયગાળાની દૃષ્ટિએ મુખ્યત્વે બે વિભાગમાં વિભાજીત કરવામાં આવે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પરંપરા અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય એ પૈકી અર્વાચીન ગુજરાતી સાહિત્યને પણ તેની ચોક્કસ લાક્ષણિકતાઓને આધારે જુદી - જુદી યુગસંજ્ઞાઓથી વર્ગીકૃત કરવામાં આવ્યું છે. જેમ કે , સુધારકયુગ , પંડીતયુગ , ગાંધીયુગ અને અનુગાંધીયુગ . પરંતુ આપણે જેને આધુનિક MODERN યુગ કહીએ છીએ તે મધ્યકાલિન સાહિત્યથી જ નહિ , પરંતુ સમગ્ર અર્વાચીન સાહિત્ય પરંપરાથી પણ લાક્ષણિક રીતે જૂદું પડે છે. આ સાહિત્ય વાસ્તવમાં જાગતીક પરિવર્તનોનાં પ્રત્યાઘાત સ્વરૂપે અથવા તો એક વિદ્રોહ સ્વરૂપે સૌ પ્રથમ વખત પશ્ચિમમાં ઉદ્ભવ્યું હતું અને તેના તીવ્ર પ્રતિસંવેદનો ભારતીય અને ગુજરાતી સાહિત્યમાં જીલાયા હતા . એ રીતે એક ચોક્કસ સમયગાળાને આપણે ગુજરાતી સાહિત્યનો આધુનિકયુગ કહીએ છીએ. ડો . સુરેશ જોષી , લાભશંકર ઠાકર , ચીનુ મોદી , રાવજી પટેલ , આદિલ મરી , સિતાશું યશશ્લચંદ્ર , કિશોર જાદવ , મધુરાય જેવાં સાહિત્ય સર્જકો આધુનિકો ગણાય છે. કવિતા , ટૂંકીવાર્તા , ગઝલ , ખંડકાવ્ય , સોનેટ , કાવ્યવિષયો , કાવ્યરીતિઓ એમ સાહિત્યનાં બધાં જ અંગોપાંગોમાં અપૂર્વ પ્રયોગોનું સાહિત્ય એટલે આધુનિક સાહિત્ય. આપણે આધુનિક સાહિત્યને ઘડનારા પરીબળો વિશે વિસ્તૃત નોંધ જોઈએ.
ત્રણ જાગતીક ઘટનાઓનો તીવ પ્રત્યાઘાતઃ — આપણે જેને આધુનિક સાહિત્ય કહીએ છીએ તે વાસ્તવમાં એક પ્રકારનું સંવેદન છે. તે સમયવાચી સંજ્ઞા નથી પરંતુ ગુણવાચી સંજ્ઞા છે આધુનિકતા શબ્દ મુળભૂત રીતે તો સંસ્કૃત શબ્દ " અધુના '' પરથી ઉતરી આવેલો છે. જેનો અર્થ થાય છે હમણાનું . પરંતુ આધુનિક સાહિત્ય એટલે હમણાનું સાહિત્ય એમ નહી કહી શકાય એવું બનવાનો સંભવ છે કે , હમણાનો કોઈ લેખકે જે સાહિત્યસર્જન કરે તે હમણાનું હોય પરંતુ આધુનિક ન પણ હોય . એટલા માટે આધુનિકતા એક પ્રકારનો ગુણવિશેષ છે. આ આધુનિકતાનો ઉદ્ભવ પશ્ચિમમાં થયેલો છે . બસો વર્ષ સુધી ચાલેલા ધર્મયુદ્ધને કારણે યુરોપીય સમાજમાં યુદ્ધજન્ય પરિસ્થિતિમાંથી બુદ્ધિવાદનો અને તેમાંથી વિજ્ઞાન બુદ્ધિનો જન્મ થયો. જેનાં પરિણામ સ્વરૂપ 17 મી સદીમાં ઈંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને તેનાં કારણે યંત્રો , કારખાનાઓ અને ટોળા , અવાજ , ઘોંઘાટની નવી નગર સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી. સંસ્થાનવાદ અને ભૌતિકવાદને કારણે યુરોપના દેશો વચ્ચે બે મહાયુદ્ધો થયા અને તેમાં લાખો નિર્દોષ નાગરીકોના મૃત્યુ થયા . આ ત્રણ ઘટનાઓ આધુનિક સંવેદનની જન્મદાત્રી ગણાય છે . યુરોપીય સમાજમાં આધુનિકતા સૌ પ્રથમ ધર્મસુધારણા સંદર્ભે દેખાતી હતી . માર્ટીન લ્યુથર નામનાં પાદરીએ બાઈબલની 95 ભૂલોની યાદી જર્મનીનાં વિટેનબર્ગ શહેરનાં દેવળ પર ચીપકાવી દીધી હતી . બાઈબલનાં અપમાન બદલ તેને જીવતો સળગાવી દેવામાં આવ્યો . ધર્મની આવી કુત્સુકતા લોકોને વિજ્ઞાન તરફ ખેંચી ગઈ . આ સમયમાં ફ્રાંસ વિશ્વ કલાઓનું કેન્દ્ર હતું . કલાક્ષેત્રે આધુનિકતા નો ઉદ્દભવ સૌ પ્રથમ ચિત્રકલામાં પ્રગટ્યો હતો . કેમેરાની શોધ થતાં ફ્રાન્સનાં ચિત્રકારો બેકાર બન્યા હતા . પત્રના પડકારને પહોંચી વળવા તેમને નવા વિષયો શોધવા પડ્યા . એવા વિષયો જે કેમેરો જેવી છબી ખેંચી ન શકે અને એ વિષય હતા માણસની ઈર્ષા , દ્વેષ , વાસના , ગુસ્સો અને માણસની પશુતા . આવા પ્રકારનાં ચિત્રને MODERN ART કહેવામાં આવ્યા . એ જ ક્રિયાનું પુનઃ સરણ સાહિત્યમાં પણ ઉદ્ભવ્યું . કે . કે . ગોર્ડ જયોપોલ સાત્ર અને નિત્યે જેવાં તત્વચિંતકોએ આધુનિકતા વિષય ચિંતનો રજૂ કરવા લાગ્યા . તેમણે કેટલાંક અપૂર્વ , અનન્ય , બિનપરંપરાવાદી અને આઘાતજનક કહી શકાય એવા વિધાનો કર્યા જેમકે ,
GOD IS DEAD
આધુનિકતાનાં આ તત્વચિંતનમાંથી આમ્બેર કામું , ફાન્સફા ફાફડા અને સેમ્યુઅલ લેકેટ જેવાં ફ્રેંચ લેખકોએ પણ ચિત્રકલાની જેમ સાહિત્યમાં પણ આધુનિકતાનો આરંભ થયો . કામુએ , " આઉટ સાઈડર '' , " ધ પ્લેગ '' , '' ક્રોચ પર્યઝ '' જેવી આધુનિક સાહિત્ય કૃતિઓ રચી તો કાફકાએ '' ધી ટ્રાયલ '' અને સેમ્પલ બેકેટે '' વેઈટીંગ ફોર ગોદો '' જેવું આધુનિક નાટક રચ્યું . જાગતીક પરીવર્તનોનો તીવ્ર પ્રત્યાઘાત ભારતીય સાહિત્ય પર પણ પડયો . જેવી રીતે યુરોપીય કલાઓનું કેન્દ્ર ફ્રાન્સ હતું . તેવી રીતે ભારતમાં એ કેન્દ્ર કોલકતા હતું . ચંદ્રકાંત બક્ષી અને મધુરાય જેવા આધુનિક સાહિત્યકારો કલકતા નિવાસ બાદ ગુજરાત સ્થળાંતરીત થયેલા અને અમદાવાદમાં આ નવોદીત લેખકોએ પરંપરાગત ગુજરાતી સાહિત્યનો તીવ્ર વિરોધ કરીને એક પ્રકારનો ઉહાપોહ મચાવી દીધો હતો . લાભશંકર ઠાકર , ચીનુ મોદી , રાવજી પટેલ , જેવા સર્જકો અમદાવાદમાં '' રેમઠ '' અને '' આકંઠ સાબરમતી '' જેવી સંસ્થાઓ દ્વારા વિદ્રોહી સાહિત્ય રચવા લાગ્યા . જેના પરિણામ સ્વરૂપ ગુજરાતી સાહિત્ય અગાઉનાં સાહિત્ય છેડો ફાડીને ઉફરી દિશામાં ગતિ કરવા લાગ્યું . આમ , ગુજરાતી સાહિત્યમાં આધુનિકયુગ ને ઘડનારા મહત્વપૂર્ણ પરીબળ તરીકે વિશ્વમાં થયેલી ત્રણ મોટી ઘટનાઓને પ્રથમ સ્થાન આપી શકાય . પુનઃ જાગૃતિકાળ , ઔધોગિક ક્રાંતિ અને વિશ્વયુદ્ધો એ ત્રણ ઘટનાઓ ગુજરાતી જ નહિ પરંતુ સમગ્ર વિશ્વસાહિત્યને આધુનિકતા તરફ દોરી જનારું પરિબળ છે .
નવલકથાનો નાભીશ્વાસઃ કિંચિત નો આ વિવાદાસ્પદ અભ્યાલેખઃ - ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આધુનિકતાનો ઉદ્ભવ કંઈ અચાનક જ નથી થયેલો . આ આધુનિક સંવેદનના મૂળ બહુ કંડે- કંડે પડેલા છે . જો આધુનિકતા ગુણવાચી સંજ્ઞા તરીકે સ્વીકારીએ તો નરસિંહ મહેતાને પણ આધુનિક ગણવા પડે . સમગ્ર નાગરી નાતનો વિરોધ કરીને હરીજનનાં ઘેર પ્રભુભજન માટે જનાર નરસિંહે આ પ્રકારની આધુનિક રજૂઆત કરી હતી .
'' એવા રે અમો એવાં વળી તમો કહો છો તેવા રે . "
તો મીરાંને પણ આધુનિક જ ગણવી પડે . ક્ષત્રિય સમાજમાં સ્ત્રીઓને કેટલી બધી પાબંધીઓનો સામનો કરવાનો હોય છે . તેમ છતાં છેક મેવાડથી દ્વારીકા સુધીની સફર કરનારી મીરાંએ પણ આધુનિક સંવેદનાં જ વ્યકત કરતાં કહ્યું છે કે ,
" એંસી લાગી લગન મીરાં હો ગઈ મગન , વો તો ગલી ગલી હરી ગુન ગાને લગી . "
અર્વાચીન સમયમાં પણ નર્મદ કંઈક અંશે આધુનિકતા જ દર્શાવે છે . વિધવા વિવાહનો વિરોધી સમાજ નર્મદને મંજુર નથી . એવી જ રીતે આપણી ઘણી સાહિત્ય કૃતિઓમાં આધુનિકતા દેખાય છે . પરંતુ ખરેખર આધુનિક કવિતાનો અરુણોદય ઉમાશંકર જોષીનાં કાવ્ય '' છિન્ન ભિન્ન છું '' માં પ્રથમ વખત થયેલો એ પછી રાજેન્દ્ર શાહ , નિરંજન ભગતની કવિતાઓમાં તથા ચંદ્રકાંત બક્ષી ( આકાશ ) અને રધુવીર ચૌધરી ( અમૃતા ) ની નવલકથાઓમાં પણ આધુનિક સાહિત્યનાં સંકેતો પ્રાપ્ત થાય છે . પરંતુ વિધિવત્ રીતે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા એટલે MODERNITY ડો . સુરેશ જોષીના એક અભ્યાસ લેખ '' ચિંત '' માં જોવા મળે છે . ડો . સુરેશ જોષી સાહિત્યનાં અધ્યાપક હતા , અને વિશ્વસાહિત્યનાં અભ્યાસું '' આઉટ રાઈ '' , '' કેમ ટ્રાયલ '' , '' નોટસ ફોમ અન્ડર ગ્રાઉન્ડ '' મુકુરીભૂત થઈ હતી . તેમણે કિંચિત નામની લેખમાં કે ઐતિહાસિક વિધાન કર્યુ કે –
" ગુજરાતી નવલકથાનો નાભીશ્વાસ ચાલી રહ્યો છે . "
ત્યારે ગુજરાતી સાહિત્યમાં એક પ્રકારનો ખળભળાટ , એક ઉહાપોદ્ધ મળી ગયેલો ગુજરાતી સાહિત્યની ભૂમિમાં એક પ્રકંપ થયેલો . તેમનું આ વિવાદાસ્પદ વિધાન ગુજરાતી સાહિત્યનાં લેખકોને હચમચાવી મૂકે છે . મુખ્યત્વે વટ , વચન , વેરની કથાઓ , મેળા અને પ્રણયમાં રાચતી ગુજરાતી નવલકથા ઘટના વગર ટકી શકે એમ નથી . એટલું નહિ , ગુજરાતી લેખકોને સર્જનાત્મક ભાષાશૈલીનો કોઈ પરિચય જ નથી . જેથી વિદ્રોદ્ધમૂલક હકીકતોથી ડો . સુરેશ જોષીએ ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાની આબોહવા રહી હતી એટલું જ નહિ તેમણે કવિતા , નિબંધ , નવલકથા , અને ટૂંકીવાર્તા એ ચાર વિષયોમાં એ યુનિકતા કોને કહેવાય તે પોતાનાં સાહિત્ય સર્જન દ્વારા પ્રમાણિત પણ કર્યું હતું . માટે જ તનની રચેલી પ્રથમ નવલકથાને નવલકથા નહિ પરંતુ લઘુનવલ ગણાવી હતી . પોતાની કૃતિઓ લખવા ધારેલી નવલકથાનો કાચો મુદ્દો ગણાવીને ડો . સુરેશ જોષીએ "માત્તર" , " છિન્નપત્ર " નામની બે લઘુનવલો રચી હતી . આ રચનાઓની અપૂર્વ કહી શકાય એવી લાક્ષણિકતા એ હતી કે તેના ઘટના કે વાર્તા નહોતી . એ રીત આધુનિક ગુજરાતી સાહિત્યમાં ઘટના- તત્વના લોપની ઝુંબેશ આરંભાય છે . એ જ રીતે તેમણે ''ગુહા વડા" નામનાં વાર્તાસંગ્રહથી નવી ટૂંકીવાર્તાની વિભાવનાં સ્પષ્ટ કરી તો '' જનાન્તિકે " નિબંધો સર્જનાત્મક ગદ્યનો આધુનિક નમૂનો છે . અને '' ઈતરા ''તથા '' પ્રત્યંચા " આધુનિક કવિતાના દ્રષ્ટાંતો છે . ડો . સુરેશ જોષીએ સાહિત્ય સર્જન દ્વારા તો આધુનિકાના આવિષ્કાર કર્યો જ છે . પરંતુ તેમના વિવેચનો પણ આધુનિકતાને શરૂ કરવામાં ખૂબ મોટું પ્રદાન કરેલું છે . ' ચિન્તાયામી મનસા ' , ' એકદા નૈમિારણ્ય ' , ' અરથ સદન ' , ' શ્રવંતુ જેવા વિવેચન સંગ્રહો દ્વારા ડો . સુરેશ જોષીએ ગુજરાતી સાહિત્યક્ષેત્રે આધુનિકતાનું એક વાતાવરણ રચી કાઢયું હતું . આમ ગુજરાતી સાહિત્યનાં આધુનિકયુગ ને ઘડવાનાં . ડો સુરેશ જોષીનો ' કિંચિત ' નામનો વિવાદાસ્પદ લેખ અને તેમની જુદી - જુદી સાહિત્યકૃતિઓ ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રેરક ગણવામાં આવે છે .
' રે મઠ ' અને ' આકંઠ સાબરમતી ' પ્રવૃતિઓઃ - વિશ્વસાહિત્યનાં ફલક પર તો આધુનિકતા ઉદ્ભવવાનાં કેટલાંક ઐતિહાસિક કારણો છે . પરંતુ ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાના આર્વિભાવ જે રીતે થાય છે તે ઘણું વિલક્ષણ તથા લાક્ષણિક છે . કોલકતાથી મધુરાયનું અમદાવાદ આવવું ગુજરાતી સાહિત્યને પ્રભાવ કરનારું અગત્યનું પરીબળ નીવડે છે દાદાવાદને નામે કલકતામાં ચાલેલી ઝુંબેશને કારણે તડીપાર થયેલા અને આ લેખકો ગુજરાતમાં સ્થાન પામે છે . આ લેખકો અમદાવાદમાં સાહિત્યની કેટલીક બીનપરંપરાગત અથવા તો પ્રયોગશીલ પ્રવૃતિઓ આરંભે છે , જેના કારણે ગુજરાતી સાહિત્યમાં એક પ્રકારનો ' ઉહાપો ' મચી જાય છે . આ આધુનિકો અને તેમનું સાહિત્ય ખાંસું વિવાદસ્પદ બને છે . આશ્રમરોડ પર આવેલા લાભશંકર ઠાકરનાં કલિનિકમાં ચીનુ મોદી , મનહર મોદી , શ્રીકાંત શાહ , ઈન્દુ પવાર , આદિલ મન્સુરી , જેવા આધુનિક ગુજરાતી સાહિત્યમાં રીતસરનો વિવાદ છેદે છે . ' ઉહાપોહ ' માં રજૂ થયેલી રચનાઓ તેનાં લેખકોને સમજાય જ છે . એવું માનશો નહિ એ પ્રકારની સૂચનાઓ દ્વારા આ લેખકો ગુજરાતી સાહિત્યને ખાસું ગરમ કરે છે . જાતિયતા , વિસંવાદ , અને અરૂઢશૈલી આધુનિક સાહિત્યની સામગ્રી બને છે .
' પગ બહાર ઉતારવા , ચપ્પલ ચાલશે .
' અમે જે કાંઈ લખીએ છીએ એ અમને સમજાય છે એમ સમજવું નહિ . '
જેવા વિધાનો કરીને મઠ ' અને આકંઠ સાબરમતિ ' નાં આ લેખકો નવલકથા , ટૂંકીવાર્તા , કવિતા , ગઝલ , એકાંકી એમ દરેક પ્રકારનાં સાહિત્ય સ્વરૂપને પરંપરાના ચોથલામાંથી મુકત કરીને આધુનિકતાની આબોહવા રચે છે . તેનાં પ્રત્યાઘાતો પણ ખૂબ જ ઘેરા છે . ઉમાશંકર જોશી જેવા પીઢ સાહિત્યકારો આ નવીન સાહિત્યથી અકળાઈ બેઠે છે અને એ રીતે ગુજરાતી સાહિત્ય આધુનિકતાનો માર્ગ પકડી લે છે.
એબ્સર્ડનું થીયેટર અંગેનાં વર્કશોપઃ - ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાતો જે આર્વિભાવ થયો તેમાં એક અગત્યનાં પરીબળ તરીકે એબ્સર્ડના થીયેટર અંગે WORK SHOP એ મહત્વની ભૂમિકા ભજવી . ફ્રાંસમાં સેમ્યુઅલ બેકેટના ' વેઈટીંગ ફોર ગોદો ' નાટકને નોબલ પ્રાઇઝ પ્રાપ્ત થાય છે . તેનાં તીવ પ્રત્યાઘાત ગુજરાતી રંગભૂમી પર પડે છે . પરંપરાગત સાહિત્યમાં નાટયસર્જનની રીત એ મુજબની હતી કે પહેલા લેખક નાટક લખે અને પછી ભજવાય . પરંતુ આધુનિકોએ નાટય લેખનની એક જુદી જ રીત અપનાવી . આ લોકો વર્કશોપ અંતર્ગત જાત - જાતનાં ખેલ કરે , ઉટપટાંગ હરકતો કરે અને સાંપ્રત સમસ્યાઓ અંગે ચર્ચાઓ કરે , એ રીતે આ વર્કશોપમાં પહેલા નાટક ભજવાય અને પછી લખાય , એ મુજબની નવી એટલે કે ઈમ્યુલાઈઝેશનની નવી રીત અસ્તિત્વમાં આવે છે . જેના પરિબ્રામ સ્વરૂપ લાભશંકર ઠાકર , ' બાથ ટબમાં માછલી ' , ' વૃક્ષ ' જેવાં એકાંકીઓ તથા ' પીળું ગુલાબ અને હું ' મનસુખલાલ મજેઠીયા કહે ' કોયલ શોર મચાયે રે ' જેવા નાટકો રચે છે . તો ચીનુ મોદી પાસેથી ' માલીક ' , ' ડાયલના પંખી ' જેવા એકાંકીઓ તથા ' અશ્વમેઘ ' નવલ શા હીરજી , જેવા નાટકો મળે છે . એ ગાળામાં રચાયેલા આ પ્રકારના નાટકોમાં ‘ પેન્સીલની કબરને મીણબતી ’ , ‘ ચોરસ ઈડા ગોળ કબરો ' ( આદિલ મન્સુરી ) ' હું પસલો છું ' ( ઈન્દુ પુવાર ) તીરાડ ’ ( શ્રીકાંત શાહ ) જેવા મહત્વપૂર્ણ નાટકો પ્રાપ્ત થાય છે . તો બીજી બાજુ શિતાશું યશશ્ચંદ્ર પ્રયોગખોરી અંતગાંત નહિ પરંતુ શુદ્ધ આધુનિક સંનિવેશથી ' કહો મકનજી કયાં ચાલ્યા ? ' અને આ માણસ મદ્રાસી લાગે છે ' જેવાં આધુનિક નાટકો રચે છે . એ રીતે ઓબ્સર્ડનું થીયેટર આપણે ત્યાં અસ્તિત્વમાં આવે છે . વસ્તુ અને રૂપ , રચના બંને રીતિએ એબ્સર્ડનાં થીયેટરમાં રચાયેલાં આ નાટકો બિનપરંપરાગત એટલે કે આધુનિક છે . એ રીતે એબ્સર્ડના થીયેટરનાં વર્કશોપ આધુનિક ગુજરાતી સાહિત્યને ઘડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે .
ઉપસંહાર : - વિજ્ઞાન કાર્ય અને કારણના સંબંધથી ચાલતું હોય છે . જે સિદ્ધાંત દરેક ક્ષેત્રને લાગુ પડે છે . એ સંદર્ભમાં ગુજરાતી સાહિત્યક્ષેત્રે આધુનિકતાઓ આર્વિભાવ એક phenomenton અંતર્ગત થાય છે . પુર્નજાગૃતિકાળ , બુદ્ધિવાદ , ઔદ્યોગિકક્રાંતિ , સંસ્થાનવાદ , વિશ્વયુદ્ધો અને યુદ્ધોતર વિશ્વમાં માણસનો માણસ પ્રત્યેનો વિશ્વાસઘાત તેનો થાક ગ્લાનિ , વિષાદ , નૈરાશ્ય અને તેને અનુભવાતી વિસંવાદીતા ABSURBITY વિશ્વ સાહિત્યમાં આધુનિકતાને જન્મ આપે છે . અને તેનાં દૂરગામી પ્રત્યાઘાત સ્વરૂપે કંઈક અંશે અનુકરણશીલતાને રૂપે પણ આપણા સાહિત્યમાં આધુનિકતાનો આર્વિભાવ થાય છે અને એ જ ગુજરાતી સાહિત્યનાં આધુનિકયુગને ઘડનારા પરિબળો બની રહે છે.
0 ટિપ્પણીઓ