✓ ગાંધી યુગનાં પરિબળો અને લક્ષણોનો પરિચય આપો . 


ભુમિકા – સાહિત્યમાં કયારેક સર્જની વૈયકિતક પ્રતિભાના જોરે વળાંક સર્જાતા હોય છે , તો કયારેક તત્કાલિન જમાના પર પોતાની વિચારધારાનો વ્યાપક પ્રભાવ ધરાવતા કોઈ મહાવિભુતી સાહિત્યમાં ઉથલપાથલો સર્જાતી હોય છે . અર્વાચિન ગુજરાતી સાહિત્યમાં ઈ.સ. 1920 થી ઈ.સ. 1940 સુધીના સમયગાળા દરમિયાન સલા સાહિત્યને ગાંધીયુગના સાહિત્ય તરીકે ઓળખાવવામાં આવે છે , કારણ કે , આ સમયગાળા દરમિયાન સર્જાયેલા સાહિત્ય પર ગાંધીજીની પ્રવૃત્તિઓ અને વિચારધારા નો મોટો પ્રભાવ જોવા મળે છે . કેટલાંક વિવેચકો ઈ.સ. 1915 ને ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા અને કોગૅસ મહાસભાની સુકાન સંભાળીને સ્વતંત્રતાનાં આંદોલનને વેગ આપ્યો ; ત્યારથી ગાંધીયુગના શ્રી ગણેશ મંડાયાનો સ્વીકાર કરે છે . 

ગાંધીયુગનાં પરિબળો : 

ગાંધીયુગનાં આગમન પૂર્વ : - ઈ.સ. 1915 માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યાં ત્યાં સુધીમાં તો દેશનાં લોકોમાં સારી એવી રાજકીય જાગૃત્તિ આવી ચુકી હતી . ઈ.સ. 1905. માં બંગાળના ભાગલાનાં વિરોધમાં ભારતીય પ્રજામાં હિલચાલ શરૂ થઈ હતી . તે સમયે અરવિંદ ઘોષ માતૃભુમિની ભાવનાનો મંત્ર આપ્યો હતો . લોક માનય તિલકે કહયું કે ' ' સ્વરાજય અમારો જન્મ સિદ્ધ હક છે ; અને તે લીધા વિના અમે જંપીશું નહિ ” . આમ , ગાંધીજીના આગમન પૂર્વે ભારતમાં અંગ્રેજોનાં સામે માથા ઉચકવાના મંડાણ થઈ ચુકવા હતાં . લાલા લજપતરાય અને બીપીનચંદ્ર પાલે રાષ્ટ્રીય અસ્મિતાનો ઉદ્ઘોષ તેની રોદ્ર વાણીમાં કર્યો હતો . કેટલાક શિક્ષીતો બંધારણીય માર્ગે આગળ વધવાની હિમાયત કરતાં હતાં . તો કેટલાકે હિંસક માર્ગ પસંદ કર્યો હતો . આ રીતે દેશની રાજકિય પરિસ્થિતિ ઘણી બેકાબુ હતી . 

ગાંધીજીના આગમન પછીઃ- ઈ.સ. 1915 માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવે છે , ત્યારે ભારતીય પ્રજા તેમનું ભવ્ય સ્વાગત કરે છે . કારણ કે , ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જે રાજકિય અને કાનુની પ્રવૃત્તિઓ કરેલી અને જે સિદ્ધીઓ હાંસલ કરેલી , તેમાંથી ભારતીય પ્રજા સુપરિચિત હતી . દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય લોકોના પ્રશ્નો અર્થ અંગ્રેજો સામે એકલે હાથે કરનાર ગાંધીજી ભારતમાં આવે છે . ત્યારે તેમને કોગૅસ મહાસભાનું સુકાન સોંપી દેવામાં આવે છે . તે સાથે જ ભારતીય પ્રજામાં અંગ્રેજો સામે ઝઝુમવાનો ઉત્સાહ વધે છે . ઈ.સ. 1915 માં ગાંધીજીએ અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરીને માતૃભુમિને ગુલામીમાંથી મુક્ત કરવા અંગ્રેજો સામે વ્યવસ્થિત સ્વરૂપે આંદોલન શરૂ કર્યું . બીજી બાજુ ઈ.સ. 1914 માં શરૂ થયેલું બીજું વિશ્વયુદ્ધ ઈ.સ. 1918 માં પુરૂ થયેલું . 1918 માં અહીં , ખેડા સત્યાગ્રહ થયો . ઈ.સ. 1919 માં જલિયાવાલા બાગમાં ભયંકર હત્યાકાંડ ખેલાયો ; જેમાં હજારો ભારતીયોનો ભોગ લેવાયો . ઈ.સ. 1920 માં ગાંધીજીએ અંગ્રેજો સામે અસહકારનું આંદોલન શરૂ કર્યુ . આમ , ધીમે ધીમે સ્વતંત્રતા માટેનું આંદોલન દેશવ્યાપી બનતું ગયું . ગાંધીજીના નેતૃત્વ નીચે ભારતીય પ્રજામાં રાજકિય અને સામાજિક જાગૃત્તિ આવી . ગાંધીજીએ જીવનને અંખડ અને વ્યાપક દૃષ્ટિએ જોવાની પ્રેરણા આપી . જીવનમાં સત્ય , અહિંસા , પ્રેમ , બંધુતા અને માનવતાની ભાવના ને તેમણે મહત્વ આપ્યું . શ્રમ અને સેવાનો મહિમાં તેમણે સમજાવ્યો . વિશ્વશાંતિ , વિશ્વપ્રેમ અને વિશ્વ કલ્યાણની તેમણે હિમાયત કરી . ગ્રામોદ્ધાર , અસ્પૃશ્તા નિવારણ અને અસહકારનાં આંદોલનો જેવી ગાંધીજીની પ્રવૃત્તિથી જન સામાન્યની જીવનદૃષ્ટિનો વિસ્તાર થયો . 1922 માં ગાંધીજીએ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરીને રાષ્ટ્રીય શિક્ષણ અને બુનિયાદી તાલીમ નો મહિમાં સ્થાપ્યો . એ સંસ્થા દ્વારા સુંદરમ , ઉમાશંકર જોષી , કાકા સાહેબ કાલેલકર , રા . વિ . પાઠક , સ્નેહ રમિ વગેરે ગાંધી યુગના સર્જકોનું ઘડતર થયું . આ બધા સર્જકો ઉપર ગાંધીજીના જીવનકાર્યનો , વ્યકિતત્વનો અને વિચારસરણીનો પ્રભાવ - પડ્યો . જે તેમના સાહિત્ય સર્જનમાં પ્રતિબિંબત થયો .

 ગાંધીયુગના સાહિત્ય સર્જનનાં લક્ષણો

( 1 ) ગાંધીજીએ અશિક્ષીતો પણ સમજી શકે તેવી ભાષામાં સાહિત્યનું સર્જન કરવા અંગે સર્જકને ફરમાન કર્યું . તેથી , આ યુગમાં સીધી , સાદી , સરળ અને સચોટ ભાષામાં . સાહિત્યનું સર્જન થયું . 

( 2 ) અહિંસા , સત્યાગ્રહ , ગ્રામોદ્ધાર , શ્રમનો મહિમાં અસ્પૃશ્યતા નિવારણ , વિશ્વ બંધુત્વ , સેવા ભાવના , ‘ સર્વોદયની ભાવના , દલિતો , પીડિતો , ગરીબો અને સમાજના કચડાયેલા વર્ગ તરફની સહાનુભુતિ વગેરે ગાંધીજીની ભાવનાનો પડઘો પાડતાં અનેક નવા વિષયો આ યુગનાં સાહિત્ય સર્જકોમાં જોવા મળે છે .

( 3 ) આ યુગનાં સાહિત્ય સર્જનમાં લાગણી અને કલ્પનાશીલતાને બદલે વાસ્તવિકતાનો સ્વીકાર થાય છે . " ચુસાયેલા ગોટલાને " , " કોયાભગતની કડવી વાણી " " ભંગડી " જેવી રચનાઓ સાવ ક્ષુલ્લક વિષયો ઉપર પણ કરવામાં આવી છે . એટલે આ યુગનાં સર્જકોએ આમ જનતા અને ક્ષુલ્લક વિષયો ઉપર કલમ ચલાવી છે .

 ( 4 ) 1917 માં થયેલી રશિયન ક્રાંતિથી આ યુગના સર્જકો પ્રભાવિત થયાં . તેમના સર્જનમાં સામ્યવાદ અને સમાજવાદનો પુરષ્કાર થયો . ખાસ કરીને કાર્લ માર્કસ , ની વિચારસરણીનાં પ્રભાવ નીચે આ યુગનાં સર્જનમાં સામજિક વિષમતા અને અન્યાયી સમાજ રચનાનું આલેખન પણ ધ્યાનપાત્ર બને છે . 

( 5 ) પશ્ચિમી સાહિત્યનો સંપર્ક આ યુગમાં વધારે ધનિષ્ઠ બનતાં ' ટુંકી વાર્તા ' અને ' એકાંકી ' જેવા ગદ્ય સ્વરૂપોનો પ્રારંભ થાય છે . 

( 6 ) આ યુગની કવિતામાં વિષયની રીતે ગાંધીજી અને સ્વરૂપની રીતે બ . ક . ઠાકોરની અસર વર્તાય છે . તેથી , સ્વાતંત્રય પ્રેમ , દેશભકિત , દિનજન વાત્સલ્ય ની ભાવના તેમજ અગેય પ્રવાહી પદ્ય રચના અને પ્રયોગ શીલતાનાં લક્ષણો જોવા મળે છે . 

( 7 ) આ યુગમાં પંડિત યુગનાં સર્જકોએ જે સાહિત્ય સ્વરૂપોનો વિકાસ કરેલો તેની વિશેષ પ્રગતિ થાય છે . નાન્હાલાલનાં પધ નાટકો પછી ઉમાશંકર જોષી ' પ્રાચીના ' અને " મહાપ્રસ્થાન " દ્વારા પદ્ય નાટકનાં સ્વરૂપનો કલાકીય વિકાસ સાધે છે .

 ( 8 ) નવલકથા ક્ષેત્રે ગાંધીયુગની નવલકથાઓમાં અનેક ક્ષેત્રે વળાંક જોવા મળે છે . તેમાં એક બાજુ ધુમકેતુ અને મુનશી ઐતિહાસિક નવલકથા ક્ષેત્રે હરણફાળ ભરે છે . તો બીજી બાજુથી ઝવેરચંદ મેઘાણીની પ્રાદેશિક શૈલી અને પન્નાલાલ પણ જાનપદી શૈલીની નવલકથાઓ સર્જે છે . ત્રીજી બાજુથી ૨.વ. દેસાઈ અને દર્શક , ગાંધી વિચાર ધારાનો પડઘો પાડતી શિષ્ટ શૈલીની નવલકથાઓ આલેખે છે . આમ , ગાંધી યુગમાં નવલકથા વિષય અને સ્વરૂપની દષ્ટિએ નવપ્રસ્થાન કરે છે . 

ઉપસંહાર : - સમગ્ર રીતે જોતા પંડિત યુગનાં સર્જકોએ સાહિત્ય ક્ષેત્રે જે નવપ્રસ્થાનો કર્યા તેમાં ભાષાશૈલીની રીતે તત્સમ શૈલીનો પ્રભાવ વિશેષ જણાય છે . તેમજ ખંડ કાવ્ય , સોનેટ , પદ્ય નાટકો , " સરસ્વતી ચંદ્ર ” જેવી નવલકથા અને આનંદ શંકર ધ્રુવનાં નિબંધો અને વિવેચનોનો પ્રભાવ દેખાય છે , જયારે ગાંધી યુગનું સાહિત્ય ભાષાશૈલીની રીતે પંડિત્યનાં ભારથી મુંબ્ધ છે . અને દેશ્ય ( દેશી ) તથા લોકબોલીનો સવિશેષ વિનિયોગ દેશ ભકિતનાં પ્રયોજન સાથે સાધવામાં આવ્યો છે . તેથી , ભાવાભિમુખતાની દૃષ્ટિએ આ સાહિત્ય સામાન્ય જન માટે પણ સુગમ બને છે .