✓ " સાપાનાં ભારા " એ ઉમાશંકરની એકાંકીકલા નું પ્રતિનિધિરૂપ એકાંકી છે . " - આ વિધાન ની સમીક્ષા કરો . 

✓ " સાપાનાં ભારા " એકાંકીનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો .

" સાપાનાં ભારા " એકાંકી માંથી પ્રગટ થતી શ્રી ઉમાશંકરની એકાંકીકલા નો વિગતે પરિચય કરાવો .

✓  મધ્યવર્તી સૂર , રસ , અને પાત્રાલેખન કલા ની દ્રષ્ટિ એ " સાપના ભારા "નું રસદર્શન કરાવો . 


    ઉમાશંકર ની સર્ગશકિત નાં ઉત્તમ ઉદાહરણ રૂપે એકાંકી : - શ્રી . ઉમાશંકર જોષીની એકાંકીકાર તરીકે ની શકિતઓ નો ઉત્તમ પરિચય આપણને '' સાપ નાં ભારા " એકાંકી દ્વારા મળે છે . આ આખા ય એકાંકી સંગ્રહ ને " સાપના ભારા '' નામ આપવામાં પૂર્ણ ઔચિત્ય રહેલું છે . કારણ કે , સમગ્ર એકાંકીઓ નાં રસ અને રહસ્ય નું કલાપૂર્ણ દર્શન આપણને આ પ્રથમ એકાંકી માં જ મળી રહે છે . રૂઢિચુસ્તતા અને આચાર જડતા , અંધપ્રતિષ્ઠામહ અને પોકળ નીતિમત્તા માં ગળાબૂડ બની જીવતો આપણો રામ સમાજ અને તેમાંથી પ્રગટતું જીવન નું વિશેષ નારી જીવનનું - પરમ કારુણ્ય એ આ આખાય એકાંકીસંગહ નો મધ્યવર્તી સૂર છે . અને એ સૂર સંગ્રહ નાં આ પ્રથમ એકાંકીમાં ઊંડી કલાસૂઝ સાથે ઝિલાયો છે . તેથી આ એકાંકી સહેજે આખા સંગ્રહ નું પ્રતિનિધિ બની રહે છે . ગ્રામ જીવન ની નગ્ન , વિરૂપ વાસ્તવિકતા ને કલાકાર નાં પરમ તાટધ્ધ થી મૂર્ત કરવાની શ્રી ઉમાશંકરની શકિત નાં દર્શન અહી આપણને પૂર્ણ રૂપે થાય છે . અને તેથી આ એકાંકી સહેજે આ સંગ્રહ નું ઉત્તમ એકાંકી બની રહે છે . 

     ગામ સમાજ ની એક જટિલ સમસ્યા નું કલાત્મક આલેખન : આબરૂદાર ખોરડું મેળવવાની લાલસા માં દીકરી ને દેખતે ડોળે કૂવામાં ધકેલી દેનાર , એને અકાળે બાળ વૈધવ્ય નો ભોગ બનાવી દઈ એની પાસે વિધવા નાં ધર્મો ચુસ્તતા થી , બળજબરાઈ પૂર્વક પળાવવા મથનાર આપણા ગામ સમાજ માં બાળ વયે વિધવા બનેલી અને કોઈક વિષયી પુરૂષ ની લાલસાનો ભોગ બની સગર્ભા બનેલી ' નારી ' ન જે પ્રચંડ અવહેલના થાય છે તેને લેખકે આ એકાંકી નો વિષય બનાવી છે . શરીર થી રાંડેલી પણ મન થી તો કેવળ કોડભરી કન્યા રૂપ જ રહેલી " મેનાઓ " જયારે પોતાનાં જ ઘર માં હવસખોર " નંદરામ " જેવા સસરાઓ કે જેઠ ની લાલસા નો શિકાર બની બેસે ત્યારે કેવી વિષમતા સર્જાય છે અને સામાજીક રૂઢિ ની વેદી પર એનો કેવો કરૂપ મૂંગો ભોગ દેવાઈ જાય છે , એનાં પાપ નો ભાગીદાર પેલો હવસખોર પુરૂષ કેવો અણીશુદ્ધ છટકી જાય છે – આ બધા નું કઠોર અને વાસ્તવીક આલેખન આ એકાંકી માં લેખકે કર્યું છે . પોતાનાં રક્ષક મનાયેલા વડીલો ને હાથે જ આ ગ્રામનારીઓ નું જે અમાનુષી ભક્ષણ થાય છે તેનું વ્યથાજનક અને લાચારીપૂર્ણ ચિત્ર અહીં ઉપસે છે . આપણાં ગામડાઓ માં છાસવારે આમ વિષપાન કરી અકાળે અને બેલેમરી ખૂટતી હજારો બાલવિઘવાનો આર્ત ચિત્કાર આમ અહીં " મેના " રૂપે પ્રગટયો છે . મેનાં વ્યકિત નથી . ક્રૂર સામા કે વેદી પર હોમાઈ જતા મૂંગા લાચાર યજ્ઞપશુ જેવી નારીઓનાં એક આખા વર્ગ નું એ કરૂણ . પ્રતિક છે . વ્યભિચાર નું ફળ કેવળ નાર ને જ ભોગવવાનું , પુરૂષ ને હવસખોરી ની કશી લગામ કે શિક્ષા નહિં એવી આપણી એકતરફી સમાજ રચના માંથી પ્રવટતી ઘેરી કરૂણતા અહીં આમ , એકાંકીનો વિષય બની ને આવે છે . ગ્રામ સમાજની એક અત્યંત ક્રૂર અને કાળી બાજૂ ને લેખકે અહીં કઠોરતાપૂર્વક ઉપસાવી છે . " સૌથી સારું તો એ છે કે સુવાવડ માં જ દીકરી ને ગળે ટૂંપો .... " એવા લીલી નાં અધૂરા મૂકાયેલા વચનો માં આ આખીય પરિસ્થિતિ પરનો કેવો કારમો કટાક્ષ છે , કેવી લાચાર ફરિયાદ છે ! 

    સંયમ પ્રધાન સૌષ્ઠવપૂર્ણ આલેખન : - આખાય એકાંકી ની રચના કુશળ કલાકાર ની શકિત ને ઝેબ આપે તેવી કલાપૂર્ણ છે . એનાં અને નંદરામ જેવા મધ્યવર્તી પાત્રો ને લેખકે સૂચિત જ રાખ્યા છે . એ પાત્રો ને તખ્તા પર આયા વિના જ એમણે એમની આસપાસ એવી ખૂબી થી આ એકાંકી નાં તાણાવાણા વણ્યા છે કે એ સૂચિત પાત્રો એમનાં સ્થૂલ હાજરી વિના પણ આખાં એકાંકી ને અને આપણાં મનઅંતર ને ભરી દે છે . ઘટના નાં કેન્દ્રવર્તી પાત્રોને જે આમ સૂચિત રાખી તેમની પ્રત્યક્ષ હાજરી વિના જ ઘટના ને સુતીક્ષણ રીતે નિરૂપી દેવાની શ્રી ઉમાશંકરની આ કલાસૂઝ ખરેખર દાદ માંગી લે તેવી છે . 

    નાટક નાં પ્રારંભે મૂકાયેલું મેનાં નાં સાસરિયા નાં ઘર નું આખુંયે દ્રશ્ય નાટક નાં વાતાવરણ ને બાંધી આપવામાં ઉપયોગી નીવડે તેવું તળપદું અને વાસ્તવીક છે . ખેતી કરનાર બ્રાહ્મણ નાં ઘરનું આબેહૂબ ચિત્ર એ દ્રશ્ય દ્વારા લેખકે ઉપસાવ્યું છે . મેનાં ની માતા અંબા અને એની માસિયાઈ બહેન લીલી નાં આરંભ નાં સંવાદો દ્વારા લેખકે મેનાં નાં " હાડકાનાં મલોખાં જેવા " હરગોવન સાથે નાં લગ્ન , એનું અકાળે આવી પડેલું . બાળ વૈધવ્ય , એની સાસું ધનબાઈ ની ક્રૂરતા , કૃપણતા અને પ્રતિષ્ઠા મોહ આદિ ની પૂર્વભૂમિકા સહજભાવે બાંધી આપી છે . એ જ સંવાદો વડે એમણે મેનાં ની સગર્ભા સ્થિતિ અને એમાંથી જન્મેલી તંગ મનોદશા અને વ્યગતા નું સૂચન પણે કલાત્મક રીતે કરી દીધું છે . આમ , અંબા અને લીલી વચ્ચે નાં આરંભ નાં સંવાદો જરૂરી પૂર્વ ભૂમિકા બાંધી આપે છે . એટલું જ નહિં , મુખ્ય કથાવસ્તુ નો સ્ફોટ પણ કરી આપે છે . વળી મેના નાં શબ્દો રૂઢિચુસ્ત ગામ સમાજમાં " નારી " ની જે કરૂણ , હાલાકીભરી અને લાચાર અવદશા છે તેનું મર્મવેધક ચિત્ર પણ ઉપસાવે છે . દોલતરામ નાં પ્રવેશ સાથે મેનાંની નાજુક સ્થિતિ નો ખ્યાલ વધું સ્પષ્ટ અને ચોક્કસ બને છે . એનાં ને પેટ ની કોઈ બિમારી નથી પણ ખરેખર તો એ સગર્ભા છે એમ જાણતાં જ દોલતરામ નું સાચું સ્વરૂપે પ્રગટ થાય છે . એ રૂઢિદાસ માનવી બહેન ભાણેજો ને કશી મદદ કરવાને બદલે ઉપરથી ખાટી ભિડાવે છે . આવું કાળું કામ કરનાર મેનાને " ઠેકાણી પાડી " દેવાની એ અંબા ને તાકીદ કરે છે એટલું જ નહિં , અંબા જો એનાં કહ્યા પ્રમાણે ન વર્તે તો " વીફરી બેસવાની " ધમકી પણ આપે છે . રૂઢિચુસ્તતા નો ભરડો લોહી ની સગાઈ ને પણ સૂકવી નાંખી માનવી ને કેવો નિર્મમ અને નિર્દૂર , આપરખો અને ભાગેડુંવૃત્તિ નો બનાવી દે છે તેનું અસરકારક દર્શન દોલતરામ દ્વારા લેખકે કરાવ્યું છે . સ્વજનો ની આવી પરમ આપત્તિ માં સહાયભૂત થવાને બદલે દોલતરામ મેનાં નું મો સુધ્ધાં જોયા વિના ઊભે પગલે પાછો ભાગી છૂટે છે અને લટકા માં " રાત પહેલા મૈનાને પતાવી દેવાની " તાકીદ પોતાની લાચાર અને મદદ ઝંખતી બહેન નાં લમણમાં મારતો જાય છે . ધની વેવાણ નાં પ્રવેશ સાથે જ એકાંકી ઝડપ થી પરાકાષ્ઠા તરફ વહેવા માંડે છે . ધનબાઈ અંબા ને પોતાની જરઠ – નરઠ ભાષા માં મહેણાટે છે , " મેના " ની સાથે એની મા " અંબા " ને પણ ગંદી ગાળો આપે છે . અને એમ પોતાનાં વચનબાણો થી અંબા ને પીડી પીડી ને એને છેવટે મેનાનું કાસળ કાઢવા ઉત્તેજીત કરી મૂકે છે . ધનબાઈ નાં અસહ્ય મેહણાં – ટોણા થી ઉત્તેજીત થયેલી અંબા મેના પાસે છે . અને દીકરી નું કામ પતાવી શરીર અને મનથી ભાંગી પડેલી હાલત માં પાછી આવે છે . મેનાં નાં પાપ નો ભાગીદાર પુરૂષ કોણ હશે તેની ભારે જીજ્ઞાસા ધની છે અને તેથી એ અંબા ને પૂછે છે , " કોઈ ને નામ દીધું ? " અંબા દાંત પીસી ને . કહે છે , " હા ! મૂઓ રાક્ષસ નંદરામ વેવાઈ ! " પોતાનો જ પતિ આ પાપનો ભાગિયો છે એ વાત જાણતા ડઘાઈ ગયેલી ધની નાં મોંમાંથી એની હંમેશ ની ટેવ મુજબ શબ્દો સરી પડે છે . " મારી શોકય ! રાંડ લુચ્ચી ! " પ ... ણ હવે એનાં એ શબ્દો કેટલી બધી વિપરીત અને વિકૃત રીતે સાચા કર્યા છે . એનું ભાન થતાં જ એની જાણે કે જીભ સિવાય જાય છે . ! આમ , મેનાં ની આવી સ્થિતિ માટે બીજો કોઈ નહીં પણ ખુદ એનો સસરો નંદરામ જ જવાબદાર હતો એવા તીવ આઘાત સાથે આ એકાંકી નું લેખકે સમાપન કર્યું છે .

     ધનીબાઈ વારંવાર પોતાનાં પતિ નો '' ભોળા ભરામણ " તરીકે ઉલ્લેખ કરતી હોવા છતા લેખકે આ કૃત્ય નો ભાગીદાર પુરૂષ તે નંદરામ જ હશે તેનાં સૂકમ સૂચનો પ્રસંગોપાત આપી ને વાચકનાં ચિત્ત ને આ અંતિમ રહસ્યસ્ફોટ માટે જરૂર પૂરતું સજજ તો કરી જ દીધું છે . પોતાની ગેરહાજરી માં પડોશણ ગંગા એ પોતાનું આ '' ભોળા ભરામકૃ " ને ફસાવ્યા ની ખુદ ધનબાઈ ને મુખે થતી કબૂલાત નંદરામનું ઘર બહાર ખેતર માં જ રાત દિવસ પડી રહેવું , સાથી ખેડૂત સાથે ઔષઘનાં નામ હેઠળ ઝેરી વનસ્પતિ ઘેર મોકલવી , આવાં નાના પણ સમર્થ સૂચનો વડે લેખકે નંદરામ નાં અપરાધીપણાનો અને એની લંપટતા નો ઇશારો વાચકો ને આપી દીધો છે . આથી જ કૃતિ ને અંતે થતો રહસ્યસ્ફોટ આગતુંક કે ઉપજાવી કાઢેલો લાગતો નથી . 

    અંબા નાં મનની તાણ અને વ્યગ્રતા લેખકે સરસ રીતે ઉપસાવી છે . અંબા ધનબાઈ નાં સમાજની જ એક વ્યકિત છે અને તેથી એ પણ ધનબાઈની જેમ જ માને છે કે આવી સ્થિતિ માં મુકાયેલી વિધવા એ ઝેર ઘોળી ને જીભ કરડી ને મરી જવું જોઈએ . મેના જેવી જ સ્થિતિ માં મુકાયેલી જેલી તરવાડણ નામની બાલ વિધ્વા કોઈક મુસલમાન સાથે ભાગી ગઈ અને સમાચાર સાંભળતા જ પોતાની આવી વ્યગ્ર માનસિક હાલત માં પણ અંબા બોલી ઊઠે છે , " મૂઈ જીભ કરડી ને મરી કેમ ના ગઈ ? જીવા તરવાડી નું ઘર બોળ્યું ! રાંડ નકટી ! '' આમ , અંબા પણ ધનબાઈ નાં જેવી જ રૂઢિચુસ્ત અને પ્રતિષ્ઠાબંધ છે . એ બંને આમ તો એક જ મગ ની બે ફાડ જેવી નારીઓ છે . પ ... ણ પોતાની જ દીકરી ને એમ આબરૂ ખાતર પોતાને હાથે જ હણી નાંખવાની વાત આવે છે ત્યારે અંબા નું માતૃહૃદય ધ્રુજી ઊઠે છે , જે હાથે દીકરી ને ઉછેરી તે જ હાથે એનો ઘાત કરતાં એ ભારે વ્યથા અનુભવે છે . એ , અલબત , ઇચ્છે છે કે મેનાં કાં તો આપમેળે મરી જાય અથવા ભલે અન્ય કોઈ એને મારી નાંખે . પ ... ણ પોતાને જ હાથે એનો ઘાત કરતા એ અચકાય છે , મૂંજાય છે , પરમ વેદના અનુભવે છે . અંબા નાં અંતરમાં રૂઢિદાસ્ય અને માતૃત્વ વચ્ચે જે ગજગ્રાહ ચાલ છે અને એમાંથી એની જે પરમ નિઃસહાયતા અને લાચારી જન્મે છે તેનું માર્મિક આલેખન અહીં થયું છે . એનાં પોતે તો સૂચિત પાત્ર હોઈ એનાં કારૂણ્યનું અવલંબન પણ અંબા જ બની રહે છે . એનાં માટે નાં અંબા નાં વ્યથિત અને વાત્સલ્યપૂર્ણ ઉદ્ગારો દ્વારા , લીલી વિધવાઓ માટે ની જોરદાર તર્કપૂર્ણ તરફેણ દ્વારા ધનીબાઈ , દોલતરામ આદિ નાં મેના પ્રત્યે નાં નિતાન્ત , નિષ્કુર અને અમાનૂપી વર્તન દ્વારા આ બઘા દ્વારા લેખકે આપણી આખો થી કાયમ અદ્રશ્ય જ રહેતી મેના ની વ્યથાકથા ને સબળ રીતે ઉપસાવી આપી છે . ની મેનાં જેવી બાલ . અને અંતે મેનાની આવી વિષય સ્થિતિ માટે એનાં સસરા નંદરામ ને જવાબદાર દેખાડી ને તો લેખકે કારૂધ્યમૂર્તિ મેનાં ની લાચારી અને અસહાયતા ને શતગુણિત કરી દીધી છે . ! સૂચિત પાત્રો ની અંતરંગૂઢ વ્યથાને આમ પરોક્ષરૂપે વાચા આપવાંમાં શ્રી ઉમાશંકરે દર્શાવેલું કલાસામર્થ્ય નોંધપાત્ર બની રહે છે .

     વાસ્તવીક અને જીવંત પાત્રસૃષ્ટિ : - નાટકની કેન્દ્રભૂત ઘટના જેવી વાસ્તવીક અને ગંભરી છે તેવી જ વાસ્તવીક અને જીવંત , જીવરી આ નાટક ની પાત્રસૃષ્ટિ પણ છે . રૂઢિ ચુસ્ત છતાંય વાત્સલ્ય ને કારણે પરમે વિવશતા અનુભવતી અંબા અને એની આંતર વેદના , ચામ સમાજની જબરી સાચું નાં ઉત્તમ પ્રતિનિધિ જેવી ક્રૂર અને કડવાબોલી ધનીબાઈ અને પોતાની જાત સિવાય અન્ય સહસ્ત્રીઓ ને " મારી શોક્ય , રાંડ લુચ્ચી ! " જ ગણવાની એની હીન દોષદ્રષ્ટિ , બહેનભાણેજો નાં જીવતર કરતાંય પોલી આબરૂ નેં જ વધું કિંમતી ગણતો અને સ્વયંમ કશી જવાબદારી નહીં ઉઠાવવાની ભાગેડુ વૃતિ વાળો દોલતરામ , દીકરી ની જાત ને વેઠવી પડતી વ્યથાઓ સામે ઉગ્ર તહોમતનામું પોકારતી લીલી , એકાદ નાનકડો પણ સૂચક પડોશણ ગંગા , નંદરામ વેવાઈ એ કૂવા પર રહ્યો રહ્યા મોકલેલા ઝેરી મૂળાડિયા લઈ આવતો સાથી ખેડૂત - આ બધી પ્રધાન અને ગૌણ પાત્રસૃષ્ટિ અહીં એનાં વાસ્તવીક રૂપરંગ માં ઊપસી છે . ધની વેવાણ નું પાત્ર સહું થી વધુ ઘેરા રંગે આલેખાયું છે . મેનાં નું કાસળ બારોબાર એની મા ના હાથે કઢાવી નાંખવાની એની મેલી અને પાકી મુરાદ , અંબા વેવાણ ને વાતે વાતે મહેણાટી ઢીલીઢસ કરી નાખવાની એની હીન અને દાહક વાણી , પોતાનાં વ્યભીચારી લંપટ પતિ ને " ભોળો ભરામણ " ગણવાની એની ભમણાં અને અંતે પોતાનાં એ " ભોળા ભરામણ " દ્વારા જ મેનાં ને હમેલ રહ્યો ની વાત જાહેર થતાં અને રોજીંદી ટેવ મુજબ મેના માટે " મારી શોકય ! રાંડ લુચ્ચી ! " એવા એના શબ્દો સાવ અણધારી વિચિત્ર રીતે સાચા ઠરવા એનાં પર થયેલો વજધાત – આ બધું અહીં અસરકારક રીતે પ્રગટ થયું છે . મેના ની માતા અંબા નાં અંતરનો વિલક્ષણ ગજગ્રાહ પણ લેખકે સુંદર રીતે નિરૂપ્યો છે . અંબા નું માનસ ધની વેવાણ જે સમાજમાં વસે છે તે સમાજ નાં સંસ્કારો અને રૂઢિઓ વડે જ ઘડાયેલું છે અને તેથી મેના જેવી બાળ વિધવા નો પગ આમ આઘોપાછો પડી જાય ત્યારે કુટુંબ ની આબરૂ ખાતર એ વિધવા એ મરવું જ રહ્યું , એ પરિસ્થિતિ નો એ જ એકમાત્ર ઉકેલ અને ઉપાય છે . એમ તો ખુદ અંબા પણ માને જ છે . પરંપરા થી ચાલી આવેલા એ ક્રૂર ઉકેલ ની ઉપરવટ જઈ અન્ય કશું વિચારવાની – આચરવાની તો વાત જ રહી કયાં ? એનાંમાં શકિત નથી . એની મૂંઝવણ આ ઉકેલ પરત્વે નથી , બીજા જ કારણસરે છે . એ ગમે તેવી રૂઢિચુસ્ત હોય પણ અંત તો એ મેનાં ની માતા છે . એની ભારત વસતું માતૃહૃદય પોતાને જ હાથે ઉછરેલ સંતાન ને પોતાને જ હાથે ખતમ કરતા અમળાય છે , અચકાય છે , - ખચકાય છે . " જે હાથે આજે હવે એને હું હણી નાંખું ? " , આ છે અંબા ની વિવશતાનું કેન્દ્ર ! મેનાં આપમેળે જ મરે કે ધની વેવાણ અથવા દોલતરામ એનો નિકાલ કરી નાંખે એમાં અંબા ને જાઝો વાંધો નથી . કારણ કે એ પણ આ સહુંની જેમ મેના નાં મૃત્યું ને જ આ સ્થિતિ નાં એકમાત્ર ઉકેલ તરીકે સ્વિકારે છે . અને તેથી ન ધની વેવાણ ને અને પોતાનાં ભાઈ દોલતરામ ને મેનાંનું કામ એમની જાતે જ પતાવી નાંખવાની કાકલૂદીભરી વિનવણીઓ પણ કરે છે . રૂઢિચુસ્તતા અને માતૃત્વ વચ્ચે નો આવો વિલક્ષણ સંઘર્ષ અંબા નાં પાત્ર દ્વારા લેખકે સુંદર રીતે ઉપસાવ્યો છે . ધની વેવાણ નાં મહેણાંથી ત્રાસી , હારી , એ મેનાં ને ખતમ કરે છે . તે સમય ની એની પરમ વિવશતાનું ચિત્ર પણ અસરકારક રીતે ઉપસ્યું છે . 

    લીલી અને દોલતરામ જેવા ગૌણ પાત્રોની રેખાઓ પણ સુંદર રીતે પ્રગટી છે . ગ્રામ સમાજમાં દીકરીઓ ને વેઠવા પડતા પરમ દુર્ભાગ્ય ની કંપાવનારી કથની લીલી નાં ઉદ્દગારો માંથી ફલિત થાય છે . લીલી પોતે કજોડા નો ભોગ બનેલી છે . ગામ સમાજ પોલી પ્રતિષ્ઠિા નાં અંધ મોહ માં દીકરીઓ નાં સંસારસુખ નું જે સત્યાનાશ કાઢે છે તે સામે લીલીનાં શબ્દોમાં ઉચ પુણ્ય પ્રકોપ ઠલવાય છે . વડીલો ના વાંકે જ બાલ વૈધવ્ય નો અભિશાપ પામી ને કાચી યુવાન વયે વિધવા બનેલી છોકરી દેહ ની વાસનાઓ નો શિકાર બની વ્યભિચાર માં તણાઈ જાય એ સ્થિતિ નો જોરદાર બચાવ કરતા લીલી કહે છે , " શરીર રાંડે છે , એનું મન કંઈ ઓછું રાંડે છે ? દેહ જાગે ત્યારે શું કરે ? ' દીકરીઓને પોતાની પોલી પ્રતિષ્ઠાભૂખ સંતોષવાનાં સાધન તરીકે જ જોનાર મૂલવનાર ગામ સમાજ પર તીખો પ્રહાર કરતા લીલી કહે છે , " દીકરી પરણાવીને તરત જ રાંડે ઇનાથી અવલ કુંવારી રહે તે શું ખોટું ? સૌથી સારું તો એ છે કે સુવાવડ માં જ દીકરી ને ગળે ટૂંપો ... ! " લીલી નાં એ અધૂરા રહેલા શબ્દો માં દીકરીઓ પ્રત્યે નાં ગ્રામ સમાજનાં અમાનુષી વ્યવહાર સામેનું ગંભીર તહોમતનામું છે . દીકરી ઉછરી ને પછી જીવતી મારવી એનાં કરતા જન્મતાં વેત જ એનું ગળું દબાવી દેવું એ વધું માનવતાપૂર્ણ વ્યવહાર છે . એવા લીલી નાં સૂચન માં આપણી હજારો ચામ - કન્યાઓ ના બળબળતા હૈયા નો બાળ પોકાર જ વ્યકત થયો છે . 

    દોલતરામ પતરાજીખોર અને પ્રતિષ્ઠાંધ ગામ પુરૂષ વર્ગ નો પ્રતિનિધિ છે . લાચાર અને વિષય પરિસ્થિતિ માં આવી પડેલી પોતાની બહેન અને ભાણેજને મદદરૂપ થઈ પડવાને બદલે એ ઊલટો બહેન પર દાદાગીરી કરે છે ! " મના નું કાસળ ' કાઢવાનું આખરીનામું ફરમાવતા એ પોતાની બહેન અંબા ને કહે છે , " મેં ઇને જલમ આપ્યો છે કે તે ? આ ... હું તો હીંડયો ! ... રાતે આવીશ ને બધું પૂરું નહિં કર્યું હોય તો એ મેનડી ને ને તને બેય ને ખાઈ જઈશ ! આ દોલો બગડયો એટલે પછી કોઈનો નહિ હો ! " રૂઢિચુસ્તતા નો અજગરભરડો લોહી ની સગાઈ ને પણ કેવી ઘસીભૂસી નાંખે છે તે દોલતરામ નાં પાત્ર દ્વારા સમજાય છે . ભાણેજ ની જીંદગી કરતા , બહેન ની વહારે ધાવા કરતાં દોલતરામ ને મન પોતાની કલ્પી લીઘેલી કુલીનતા ની વધુ કિંમત છે . અને તેથી જ મેનાં ની માંદગી નું સાચું રહસ્ય જાણતાં જ એ આ મામલા માંથી ભાગી છૂટવા અને પોતાનાં ખોરડા ની કહેવાતી આબરૂને અણીશુદ્ધ ઉગારી લેવા તત્પર બની જાય છે . મેનાં નું મોં જોવા કે એની ક્ષણભર ખબર પૂછવા કેટલીય આત્મીયતા એ બતાવતો નથી . એને તો મેનાને કારણે પોતાની આબરૂ જશે એની જ હાયપીટ લાગી પડે છે . અંબા ને ધમકાવતા એ કહે છે , " પાણો જણવો'તો ને ઇનાથી કપાળ ફૂટી ને મરી જવું ' તું ! આ દાડો તો ના આવત ! જો સાંભળ ... આપણાં ઘરાં ની લાજ રાખવી તારા હાથમાં છે .. વેવાણ ને તું બે એ કાળમુખી નું કાટલું કાઢી નાંખજો ! આખી નાત માં નાક વઢાઈ જાશે ને બાપદાદાની આબરૂ કાંકરી કાંકરી થઈ જાશે . દોલતરામ નું સમગ્ર વાણીવર્તન કેવળ પ્રતિષ્ઠાભીરું માનવી જેવું છે . કુલીનતા નાં મોહ માં એ સ્વજનઘાતી બનતાં પાછું વળી ને જુએ તેવો નથી . 

    વેવાઈ નંદરામ નું પાત્ર સૂચિત છે . છતાં લેખકે કલાત્મક સૂચનો દ્વારા એની લંપટતા અને કાયરતા , એની નિષ્ફરતા અને એનાં નો કાંટો બને તેમ જલદી કાંઢી નાંખી સલામત બની જવાની એની અધીરતા - આ બઘા ને અસરકારક રીતે પ્રગટાવ્યા છે . ધનીબાઈ જાત્રાએ ગઈ તે સમયે પડોશણ ગંગા સાથે " આ ભોળા ભરામણે " જે લીલા કરી હતી તેનાં ઉલ્લેખ દ્વારા તથા મેન ની તબિયત બગડી ત્યાર થી આ ' ' વિરપુરૂષે " પાક સાચવવાનાં બહાના હેઠળ ખેતરી જ રહેવા –સૂવા નું રાખ્યું છે એ હકીકત દ્વારા નંદરામ ની અપરાધી મનોવૃતિ અને ભાગેડુ વૃત્તિનો સબળ અણસાર આપી દીધો છે . આ એકાંકી ની પાત્ર સૃષ્ટિ આમ , વાસ્તવપૂર્ણ બને છે . 

    જીવતી લોભાષાનો સમર્થ પ્રયોગ : - ગ્રામ સમાજનું આલેખન કરવા માટે લેખકે ગ્રામ સમાજ દ્વારા બોલાતી તળપદી ભાષાનો જ સમર્થ આશ્રય લીધો છે . માત્ર તળપદા શબ્દો જ નહિં , એનો લાંક અને લહેકો પણ એમણે યથાવત્ રાખ્યો છે . અને તેથી જ એ ભાષા નું સાચું જો એ પ્રગટાવી શકયા છે . તળપદી ભાષા નું જોમ ધની વેવાણ નાં વચનો માં પૂર્ણ રીતે પ્રગટ થતું અનુભવાય છે . તળપદી ગણાતી એ બોલી માં જે સમર્થ વ્યંજના શકિત છે તેનો પૂરો લાભ આ " ધની વેવાણ " ઉઠાવી જાણે છે . " ક્યાંયનીય રાડો આવી છે તે મારા ઘરની હીંડણગાલ્લી કરશે ત્યારે જ જંપાવની ... પેલા શરીરમાંનો દીકરો આયા એવા કેમ હીંડયા ગ્યા ? મારા આંગણાં માં દાઝતાં'તા કે શું ? ... ગયા સંધ વરસ માં હું જાત્રાએ ગઈ'તી ત્યારે મારી શોકય મારા ભોળા ભેંમણ ને ભરમાવી ગ્યા'તા ? તે છેવટે એ ગંગલીએ બધા માં તંગલો મૂકયો ... " આ અને આવા ધની વેવાણ નાં વચનો માં સાંભળનાર ને પગથી માથા સુધી જાળ લગાડે તેવી વ્યંજના છે એની કોણ ના કહેશે ? " 

    લીલી ની વાણી પણ આ તળપદા જોમને વ્યકત કરનારી છે . એનાં " મલોખાંનો માળો અવલકુંવારી , તણાઈ ને નડાતૂટ , ભગવાન પણ દિલાસો દેતાં અચકાતો " જેવા તળપદા શબ્દ પ્રયોગો એની વાણીમાં બળ પૂરે છે . '' કાયા રાંડી પણ મન કાંઈ ઓછું રાંડે છે ? દેહ જાગે ત્યારે શું કરે ? ... કાંક દવા તો કરો ! રામજી તો છે જ તો છેવટે ! " લીલી નાં આવાં વચનો માં કેવો મર્મ અને વ્યંજના પ્રગટ થાય છે ! વાતે વાતે અપશબ્દો ઉચ્ચારવાની ગ્રામ્યતા પણ અહીં પાત્રો ની વાણી માં બરોબર ઝિલાઈ છે . ! દોલત અને અંબા ની વાણી પણ એમનાં તે તે વ્યકિતત્વ ને બરોબર ફૂટ કરે તેવી છે .

    

    ઉપસંહાર – સર્વતઃ કલાત્મક કૃતિ : - આમ , બઘી દ્રષ્ટિ એ આ એકાંકી ભાવકચિત પર સઘન અસર ઉપસાવતું કલાત્મક એકાંકી છે . અને આપણાં ગ્રામ સમાજ માં નારી જે પરમ કરૂણતાનો ભાગ બને છે તેનો ઘેરો વિષાદયુંકત સ્પર્શ આપણને કરાવે છે .