વિશ્વ ભૂગોળ
ભૂકંપ (Earthquake)
- પૃથ્વીની સપાટી પર જાણીતા-અજાણ્યા કારણોથી થતા કંપનને ભૂકંપ કહે છે.
- ભૂકંપના અભ્યાસને સિસ્મોલોજી કહે છે.
- જે સ્થળે સૌપ્રથમ ભૂકંપીય તરંગોનો અનુભવ થાય છે તેને ભૂકંપ મૂળ (Epicenter) કહે છે.
- જે સ્થળો પર સૌપ્રથમ ભૂકંપીય મોજાંનો અનુભવ થાય છે તેને અધિકેન્દ્ર (Focus) કહેવામાં આવે છે.
- ભૂકંપ તરંગોની તીવ્રતા 'સીસ્મોગ્રાફ યંત્ર' વડે માપવામાં આવે છે.
- તેના ત્રણ સ્કેલ છે -(1) રૉસી ફૉરલ સ્કેલ
(2) મરકેલી સ્કેલ
(3) રિક્ટર સ્કેલ
- P તરંગો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય માધ્યમોમાં પ્રવેશ કરે છે. આ તરંગની સરેરાશ ઝડપ 8 km/sec છે. આ તરંગની તીવ્રતા સૌથી વધુ છે, જેના કારણે તે કોઈ પણ સ્થળે સૌથી પહેલા પહોંચે છે.
- આ તરંગનો માર્ગ અનુદૈર્ધ્ય હોય છે, અર્થાત્ તે ધ્વનિ તરંગ સમાન હોય છે.
- S તરંગોને અનુપ્રસ્થ તરંગ પણ કહે છે.
- તે માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે.
- તે P તરંગો પછી પહોંચે છે. તે પ્રવાહી પદાર્થોમાંથી પસાર થઈ શકતી નથી, તેથી સાગરના ભાગોમાં અદૃશ્ય થઈ જાય છે.
- L તરંગોની શોધ H.D. Love એ કરી હતી, તેથી તેને Love Waves પણ કહે છે.
- આ તરંગો સૌથી વધુ વિનાશકારી હોય છે.
- સમાન ભૂકંપીય તીવ્રતાવાળા સ્થળોને જોડતી રેખાને 'સમભૂકંપીય રેખા' (Isoseismal Lines) કહે છે.
- એક જ સમયે આવતા ભૂકંપીય ક્ષેત્રોને જોડતી રેખા 'હોમોસીસ્મલ લાઈન' કહેવાય છે.
- પૃથ્વી પર ભૂકંપ ક્ષેત્રનું વિતરણ નીચે મુજબ છે - પ્રશાંત મહાસાગર તટીય પટ્ટો, મધ્ય મહાદ્વીપીય પટ્ટો અને મધ્ય એટલાન્ટિક પટ્ટો.
- પ્રશાંત મહાસાગર તટીય પટ્ટામાં વિશ્વના લગભગ 63 ટકા ભૂકંપ આવે છે.
- પ્રશાંત મહાસાગર પટ્ટામાં પશ્ચિમમાં અલાસ્કાથી ક્યુરાઇલ, જાપાન, મેરિયાના અને ફિલિપાઇન ખાઈ સુધી ફેલાયેલી પ્લેટ ટેક્ટોનિક કિનારીઓ પર ભૂકંપ આવે છે.
- મધ્ય મહાદ્વીપીય પટ્ટામાં વિશ્વના લગભગ 21 ટકા ભૂકંપ આવે છે.
- ભારતનો ભૂકંપ ક્ષેત્ર મધ્ય મહાદ્વીપીય પટ્ટા હેઠળ આવે છે.
- મધ્ય એટલાન્ટિક પટ્ટામાં ભૂકંપ આવવાનું મુખ્ય કારણ સમુદ્રતળનું પ્રસરણ છે.
0 ટિપ્પણીઓ