ભારતીય બંધારણ: ઉપરાષ્ટ્રપતિ, એટર્ની જનરલ અને CAG વિશે સંપૂર્ણ માહિતી

ઉપ-રાષ્ટ્રપતિ 

  • ભાગ-V, અનુચ્છેદ 63-71 જોગવાઈ-અમેરિકા
  • ભારતનો ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનો હોદ્દેદાર અધ્યક્ષ હોય છે. (અનુચ્છેદ 64/89)
  • ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનો સભ્ય હોતો નથી તેથી તેને મતદાન કરવાનો અધિકાર નથી, પરંતુ સભાપતિ તરીકે નિર્ણાયક મત આપવાનો અધિકાર પ્રાપ્ત છે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટેની યોગ્યતા
  1. તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
  2. 35 વર્ષની ઉંમર પૂરી કરી ચૂક્યો હોવો જોઈએ.
  3. રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવવા માટેની યોગ્યતા ધરાવતો હોવો જોઈએ.
  4. ચૂંટણીના સમયે કોઈ લાભના પદ પર ન હોવો જોઈએ.
  • ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર માટે 20 પ્રસ્તાવક તથા 20 સમર્થક (અનુમોદક) જોઈએ.
  • બંધારણમાં કાર્યકારી ઉપરાષ્ટ્રપતિની નિમણૂક કરવાની કોઈ જોગવાઈ નથી.
  • કૃષ્ણકાંત કાર્યકાળ દરમિયાન અવસાન પામનારા એકમાત્ર ઉપરાષ્ટ્રપતિ છે.
  • ઉપરાષ્ટ્રપતિને તેના પદના શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે.
  • ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે.
  • તેનો કાર્યકાળ પાંચ વર્ષ નક્કી કરવામાં આવ્યો છે.
  • રાષ્ટ્રપતિનું પદ ખાલી થતાં ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિની હેસિયતથી કાર્ય કરે છે. (અનુચ્છેદ-65)
  • ઉપરાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરવાની મહત્તમ અવધિ 6 મહિનાની હોય છે. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિની ચૂંટણી કરવી ફરજિયાત છે.
  • રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતી વખતે ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિની તમામ શક્તિઓ, વિશેષાધિકારો અને વેતન તથા ભથ્થાનો ઉપયોગ કરી શકે છે.
  • વર્ષ 1997 થી ઉપરાષ્ટ્રપતિ માટે પેન્શનની જોગવાઈ કરવામાં આવી છે.
  • જ્યારે ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે ત્યારે તે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે નહીં.
  • ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લોકસભા તથા રાજ્યસભાના સભ્યો મળીને કરે છે.
  • ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિના રૂપમાં વેતન મેળવે છે.
  • ઉપરાષ્ટ્રપતિનો પગાર ચાર લાખ રૂપિયા/માસ છે.
  • વર્તમાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ છે, તેઓ 14મા ક્રમના ઉપરાષ્ટ્રપતિ છે.
  • ભારતમાં હજી સુધી કોઈ પણ મહિલા ઉપરાષ્ટ્રપતિ બની નથી જોકે બે મહિલાઓએ ચૂંટણી લડી છે. 1. નઝમા હેપતુલ્લા (2007) 2. માર્ગરેટ આલ્વા (2022)
  • ફક્ત વી.વી. ગિરિની ચૂંટણીના સમયે બીજા ક્રમની (વરીયતાની) મતગણતરી કરવી પડી હતી.
  • ડૉ. એસ. રાધાકૃષ્ણન ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા બીજા રાષ્ટ્રપતિ હતા.

ભારતનો મહાન્યાયવાદી (Attorney General of India) 
  • એટર્ની જનરલની નિમણૂક બંધારણના અનુચ્છેદ-76 હેઠળ રાષ્ટ્રપતિ કરે છે.
  • એટર્ની જનરલ રાષ્ટ્રપતિની પ્રસન્નતા સુધી પદ ધારણ કરે છે. [અનુચ્છેદ-76 (4)]
  • મહાન્યાયવાદીને સંસદ સભ્યોની જેમ તમામ મુક્તિઓ તથા વિશેષાધિકાર પ્રાપ્ત હોય છે.
  • એટર્ની જનરલ બનવા માટે તે જ યોગ્યતાઓ હોવી જોઈએ, જે ઉચ્ચતમ ન્યાયાલયનો ન્યાયાધીશ બનવા માટે હોય છે.
  • ભારતના પ્રથમ મહાન્યાયવાદી એમ.સી. સીતલવાડ હતા.
  • વર્તમાનમાં ભારતના મહાન્યાયવાદી આર. વેંકટરમણી છે.
  • એટર્ની જનરલ ન તો સંસદનો સભ્ય હોય છે અને ન જ મંત્રી પરિષદનો સભ્ય હોય છે. પરંતુ તે કોઈ પણ ગૃહમાં ભાષણ આપી શકે છે, પરંતુ તેને મત આપવાનો અધિકાર નથી.
  • એટર્ની જનરલ ભારતનો પ્રથમ કાયદા-અધિકારી હોય છે. તે ભારત સરકારને કાયદા સંબંધિત વિષયો પર સલાહ આપે છે.
  • એટર્ની જનરલને ભારતના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો અધિકાર છે.
  • એટર્ની જનરલને સહાયતા આપવા માટે એક સોલિસિટર જનરલ અને બે વધારાના સોલિસિટર જનરલ પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.
નિયંત્રક તેમજ મહાલેખા પરીક્ષક (Comptroller and Auditor General) (CAG)
  • નિયંત્રક તેમજ મહાલેખા પરીક્ષકની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે (અનુચ્છેદ-148).
  • જાહેર ધનના સંરક્ષક નિયંત્રક મહાલેખા પરીક્ષકને કહેવામાં આવે છે.
  • નિયંત્રક તેમજ મહાલેખા પરીક્ષકની પદાવધિ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીની હોય છે.
  • નિયંત્રક તેમજ મહાલેખા પરીક્ષક પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે.
  • તેનો પગાર 2.50 લાખ રૂપિયા/માસ હોય છે.
  • તે કેન્દ્ર સરકારના લેખાઓ સંબંધિત રિપોર્ટ રાષ્ટ્રપતિને આપે છે.
  • નિયંત્રક તેમજ મહાલેખા પરીક્ષકને સંસદના બંને ગૃહોના આવેદન પર હટાવી શકાય છે.
  • તે રાજ્ય સરકારના લેખાઓ સંબંધિત રિપોર્ટ રાજ્યપાલને આપે છે.
  • તે સંસદની લોક લેખા સમિતિના મિત્ર અને માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે.
  • ભારતના પ્રથમ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક વી. નરહરિ રાવ હતા.
  • વર્તમાનમાં ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક શ્રી કે. સંજયમૂર્તિ છે.
  • નિયંત્રક તેમજ મહાલેખા પરીક્ષક એકલ સદસ્ય સંસ્થા છે.
  • નિયંત્રક તેમજ મહાલેખા પરીક્ષક ફક્ત લેખા પરીક્ષણનું કાર્ય કરે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ