ભારતની ભૂગોળ: વિંધ્યાચલ પર્વતમાળા અને સાતપુડા પર્વતમાળા

વિંધ્યાચલ પર્વતમાળા

  • આ શ્રેણી નર્મદા-સોન ભ્રંશની ઉત્તરમાં તેની સમાંતર પશ્ચિમથી પૂર્વ તરફ વિસ્તરેલી છે.
  • રાજ્યોમાં તેનો વિસ્તાર ગુજરાતથી લઈને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર તથા છત્તીસગઢ સુધી છે. તેને ગુજરાતમાં 'જોબટ હિલ' અને બિહારમાં 'કૈમૂર હિલ' કહે છે.
  • તે વાસ્તવિક પર્વત શ્રેણી નથી, પરંતુ તે દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશનો જ એક કગાર (Fault Scarp) છે.
  • વિંધ્યન શ્રેણીની દક્ષિણમાં નર્મદા નદી ઘાટી છે, જે વિંધ્યન પર્વતને સાતપુડા પર્વતથી અલગ કરે છે.
  • વિંધ્યન શ્રેણી, ઘણી પહાડીઓની એક પર્વત શ્રેણી છે, જેમાં વિંધ્યાચલ, કૈમૂર તથા પારસનાથની પહાડીઓ આવેલી છે.
  • લાલ બલુઆ પથ્થર અને ચૂના પથ્થરની ચટ્ટાનથી બનેલી આ સંરચનામાં ધાત્વિક ખનીજ સંસાધનોનો અભાવ છે, પરંતુ ભવન નિર્માણના પદાર્થોના ભંડારની દૃષ્ટિએ તેનું આર્થિક મહત્વ સૌથી વધુ છે.
સાતપુડા પર્વતમાળા
  • સાતપુડા શ્રેણી દખ્ખણના ઉચ્ચપ્રદેશનો જ ભાગ છે, જે બ્લોક પર્વતનું ઉદાહરણ છે. તેની બંને બાજુએ નર્મદા અને તાપીની ભૂ-ભ્રંશ ખીણો આવેલી છે.
  • સંરચનાત્મક દૃષ્ટિએ સાતપુડાને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે: પશ્ચિમમાં રાજપીપલાની પહાડીઓ, મધ્યમાં મહાદેવ પર્વત તથા પૂર્વમાં મૈકાલ પર્વત.
  • ધૂપગઢ (1,350 મી.) સાતપુડા શ્રેણીની સૌથી ઊંચી ચોટી છે, જે પંચમઢી પહાડી પર આવેલી છે.
  • મૈકાલ શ્રેણીની સૌથી ઊંચી ચોટી 'અમરકંટક' (1,067 મી.) છે. અહીંથી નર્મદા અને સોન નદીનું ઉદ્ગમ થયું છે.
  • આ એક બ્લોક પર્વત છે, જેનું નિર્માણ મુખ્યત્વે ગ્રેનાઈટ અને બેસાલ્ટ ચટ્ટાનોથી થયું છે. આ પર્વત શ્રેણી નર્મદા અને તાપી નદીઓની વચ્ચે જળવિભાજકનું કાર્ય કરે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ