✓ દક્ષિણ ગુજરાતની (સુરતી ) બોલીની લાક્ષણિકતાઓ જણાવો.
ઉચ્ચારણ વિષયક લાક્ષણિકતાઓ :
( 1 ) ' હ ' શ્રુતિનો અભાવ ( લોપ ) જેમ કે ,
હવે - ઉ હું - ઉ કહું - કઉ નહિ - નઈ હશે - ઑહે
( 2 ) દંત્ય અને મુર્ધન્ય વ્યંજનોની અદલા બદલી જેમ કે ,
તમે - ટમે કઢી - કદી થોડા - ઠોડા
માણસ - માનસ પંદર - પંડર બધાં - બઢા
( 3 ) ' ળ ' નો ' લ ' થાય છે. જેમ કે ,
મળે - ગલે મળે - મલે
( 4 ) ' શ ' નો ' સ ' નો ( અઘોષ ) ' હ ' બોલય છે . જેમ કે ,
શાક - હાક સારું - હારું વલસાડ - વલહાડ
( 5 ) અમુક સંયોગમાં ' ડ ' અને નો ' લ ' બોલાય છે. જેમ કે ,
કડલું - કલ્લું ગાડલું - ગાલ્લું નાનલું – નાલ્લું નાખે - લાખે
( 6 ) વ્યંજનને બેવડાવવાનું વલણ જોવા મળે છે. જેમ કે ,
દીઠો - દિઠ્ઠો છતાં - છત્તા કાચો - કાચ્ચો
વ્યાકરણગત વિશેષતાઓ :
( 1 ) ' છ ' નાં રૂપોનાં અંત્ય સ્વરોનો હ્રાસ જેમ કે ,
મારે છે - મારે છ. ➨ કરું છું - કરું છ.
( 2 ) ચાલુ વર્તમાનકાના રૂપમાં વર્તમાન કૃદતનો પ્રયોગ : - જેમ કે ,
હું કરું છું. ➨ હું કરતો છ.
( 3 ) ' તે ' વાળા રૂપોનું પ્રચલન જેમ કે ,
મારું ચલતે તો હું તેને કાઢી મુકત
( 4 ) ભુતકૃદંતનાં રૂપોમાં ' ય ' નું પ્રચલન જેમ કે ,
ચાલ્યો - ચાયલો કયું - કયરું નાખી - નાયખી
( 5 ) " ય " ' ત્ર '– ' એલ ' વાળા રૂપોમાં ' એ ' નો લોપ જેમ કે ,
છપાયેલું - છપાયલું કહેલું - કયલું ખાધું - ખાધલુ
( 6 ) ભવિષ્યકાળ પ્રથમ પુરૂષ એકવચનમાં ' આ ' વાળુ રૂપ વપરાય છે. જેમ કે ,
લખીશ - લખા ખાઈશ – ખાવા આવીશ - આવા જઈશ - જવા
( 7 ) ભુતકૃદંતમાં ' લો ' નો વિશેષ ઉપયોગ. જેમકે ,
ગયેલો - આયેલો
શબ્દભંડોળની લાક્ષણિકતાઓ :
છોકરો - પોયરો એ - એવણ પણ - બી
ઉછેરવું - ઉઘેરવું ત્યારે - તીયારે આ બાજુ - આફા
તે બાજુ - તિફા
ઉપસંહાર : –આમ , ઉત્તર ગુજરાત , મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એ ચાર ભિન્ન - ભિન્ન બોલી લક્ષણો ધરાવતા બોલી પ્રદેશો છે. તેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત કેટલાક સમાન બોલી લક્ષણો ધરાવે છે. જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં બોલી લક્ષણો તદ્દન ભિન્ન છે. સૌરાષ્ટ્ર પ્રદેશને જુદો ગણવામાં આવે છે. અને ઉત્તર અને મધ્ય ગુજરાતનું એક એકમ તથા મહી નદીની નીચેના દક્ષિણ ગુજરાતનું બીજુ એકમ ગણવામાં આવે છે. આમ , મુખ્યત્વે ત્રણ બોલી પ્રદેશો ગણી શકાય.
0 ટિપ્પણીઓ