✓ મધ્ય ગુજરાતની ( ચરોતરી ) બોલીની લાક્ષણિકતાઓ જણાવો.
મહીનાં ઉત્તર ભાગની પટ્ટણી અને ચરોતરી બોલીનાં ઉચ્ચારણો માં ઘણી સમાનતા છે. પટ્ટણી બોલીની પહેલી આઠ લાક્ષણિકતાઓ ચરોતરી બોલીને લાગુ પડે છે. એ સિવાયના લક્ષણો નીચે પ્રમાણે છે :
ઉચ્ચારગત લક્ષણો :
( 1 ) શબ્દનાં પ્રારંભમાં આવતા ' વ ' નો લોપ થાય છે. જેમ કે ,
વાણિયો - ઓણિયો વોરો - હોરો
( 2 ) ' ચ ' , ' છ ' , ' જ ' , અને ' ઝ " નાં સ્પર્શ સંઘર્ષ ઉચ્ચારગત જેમ કે ,
છે - ત્સે વહેંચી - વત્સી છોકરો – ત્છોકરો જડયો - દઝડયો
( 3 ) ' હ ' શ્રુતિનો સર્વત્ર ઉપયોગ. જેમ કે ,
મહોરા , વહેત , મહગર , બરધ્યો , દહાડયમ ,
( 4 ) ' ય ' શ્રુતિ જેમ કે ,
આંખ - આંખ્ય લાવું - લાવ્ય વાડકા - વડક્યા કાળકા - કર ક્યાં
વ્યાકરણગત વિશેષતાઓ :
( 1 ) ' અ ' કારાન્ત નામોને બહુવચનમાં ' ઓ ' પ્રત્યય લાગે છે. જેમ કે ,
ખેતેર - ખેતરો માણસ - માણહો
( 2 ) પંચમી વિભકિતમાં ' થી ' ને બદલે ' હિં ' જેમ કે ,
કયાંથી - ક્યોહી હાથી ગયો – હાથ હિ ગયો
( 3 ) ' છ ' ના રૂપોમાં અંત્ય સ્વરોનો રાસ થાય છે. જેમ કે ,
હું નિશાળે જાઉં છું. - હું નેહાળ જાત્સ.
( 4 ) ભવિષ્યકાળના રૂપોમાં ' ઈચ ' ને બદલે ' એશ ' અથવા ' એ ' બોલાય છે. જેમ કે ,
મારીશ – મારેશ , મારે
શબ્દ ભંડોળની લાક્ષણિકતાઓ :
શુદ્ધભાષા - બોલી
બાજુ - ગમ
આગળ - અગાડી
ધોકો - બુહલું
ગોદડી - ધાગડી
લડવું - લઢવું
0 ટિપ્પણીઓ