ઉત્તર ગુજરાતની ( પટ્ટણી ) બોલીની લાક્ષણિકતાઓ જણાવો.

ઉત્તર ગુજરાત એટલે સાબરમતીનો ઉપરનો પ્રદેશ સાબરમતી અને મહી વચ્ચેનો પ્રદેશ મધ્ય ગુજરાત કહેવાય છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વચ્ચેનાં ઘણાં બોલી લક્ષણો સમાન છે.


 ઉચ્ચાર વિષયક લક્ષણો :


     ( 1 ) આનુનાસિક વ્યંજન વાળા ' આ ' નો ' ઓ ' અને ' ઈ ' નો ' એ 'બોલાય છે. જેમ કે ,

            ચાંદો - ચાંદો      પીપળા - પેપરો        વિટી - વેંટી      ગામ - ગોમ


    ( 2 )  અંત્ય ' આ ' , ' ઉ ' અને ' ઈ ' ની સાનુનાસિકતાનો લોપ થાય છે. જેમ કે , 

             દહીં – દઈ     કરવું - કરવુ   બેયરા – બૈરા    મહીં - મઈ 


   ( 3 ) અંત્યે ' આઈ ' અને ' આઉ ' નું ' અ ઈ ' અને ' અઉ ' થાય છે. જેમ કે , 

            ભાઈ - ભઈ    બાઈ - બઈ       બાઉ - ખઉ 


   ( 4 ) તાલવ્યને બદલે કંઠય વ્યંજનનું ઉચ્ચારણ જેમ કે ,

             કેટલા - ચેટલા       બેતરે - છેતરે    માગ - માજ      સુંઘી - સુઝી


   ( 5 ) ' ય ' ' એ ' અને ' ઈ ' સાથે આવેલા ' વ ' નો લોપ થાય છે. જેમ કે ,

            લાવ્યો - લાવો    પકવીએ - પકઈએ    વાવેતર - વાયતર     આવી - આઈ


   ( 6 ) ' ળ ' નો ' ૨ ' થાય છે. જેમ કે ,

           ધોળો - ધોરો     કાળિયો - કારીયો     ઉતાવળ - ઉતાવર 


   ( 7 ) ' ડ ' અને ' ણ ' પૂર્વેનાં ' ર ' નો ' ય ' થાય છે. 

           બારણું - બોયણું     શારડી - સાવડી     ગરણી - ગયણી


   ( 8 ) ' હ ' શ્રુતિનો નહિવત ઉચ્ચારણ છે. જેમ કે ,

           કાઢવું - કાડવું     વહું - વ ઉ     ઈતિહાસ - ઈતિયાસ 


   ( 9 )  ' શ ' નો અઘોષ ' હ ' જેમ કે ,

           સમજુ - હમજુ


  ( 10 ) ' ચ ' અને ' છ ' નો અનુક્રમે ' સ ' અને ' શ ' જેમ કે , 

            ચાર - સાર     ખરચી - ખરસી     છાશ - શાસ     છીક - શેક 


વ્યાકરણગત લાક્ષણિકતાઓ

( 1 ) ' આ ' અને ' ઓ ' કારાન્ત ધાતુઓનાં સબળ રૂપો જોવા મળે છે . જેમ કે , ખાવુ , જોશે , થાશે, ખીવે છે, રોવે છે.

( 2 ) ભવિષ્કાળ પહેલો પુરુષ બહુવચનમાં ' ઈ ' વગરનાં રૂપો જેમ કે , લેશુ , જોશ , કરશું , પીશું , 

( 3 ) ભવિષ્યકાળ નાં ' શ ' નો ' હ ' થાય . જેમ કે , મારહે , પડખે , ખાહે , મહે , અહે

( 4 ) ' નથી ' ને સ્થાને ' નહીં ' ( નઈ ) નો પ્રયોગ જેમકે ,

       તું મારું કામ કેમ કરતો નથી. = તું મારું કામ ચ્યમ કરતો નઈ.

( 5 ) સ્ત્રીલીંગમાં વિશેષણ અને ક્રિયાપદનાં રૂપને બહુવચનનો ' ઓ ' પ્રત્યય. જેમકે , 

 બધિયો.     બાયડિયો      ઉભિયો      હતિયો 

( 6 ) પુરૂષવાચક સર્વનામોનાં રૂપોમાં અંત્ય સ્વરનું ૨ સ્વત્વ જેમ કે ,

   મે - મી     તે - તી    તમે - તમ  


 શબ્દ ભંડોળ ની વિશેષતાઓ


     ચાલ - હેડ         વાસ - લાખ         આપ - આલ


સોરઠી બોલીનાં લક્ષણો

ચરોતરી બોલીની લાક્ષણિકતાઓ

સુરતી બોલી ની લાક્ષણિકતાઓ

પટ્ટણી બોલીની લાક્ષણિકતાઓ