✓ ગુજરાતની વિવિઘ પ્રાદેશિક બોલીઓ જણાવી તેમાંથી કોઈ એક બોલીનાં લક્ષણો સ્પષ્ટ કરો .
ભુમિકા : ગુજરાતમાં રહેનારા જે ભાષા બોલે છે તે ગુજરાતી ભાષા કહેવાય છે. આ ગુજરાતી ઓ શિષ્ટ વ્યવહારમાં સમાન ભાષા સ્વરૂપ નો પ્રયોગ કરે છે. જેને માન્ય ભાષા કહેવામાં આવે છે. પરંતુ રોજીંદા ઘરગથ્થુ વ્યવહારમાં પ્રદેશ ભેદે અને જાતિભેદે આપણે ભિન્ન ભિન્ન ભાષા સ્વરૂપો વાપરીએ છે. તેને બોલી કહેવામાં આવે છે . આ રીતે માન્ય ગુજરાતીનાં વિસ્તારમાં પ્રાદેશિક કાઠીયાવાડી બોલી , ચરોત્તર નાં અને સુરતનાં રહેવાસીઓ ની બોલી વગેરે એકબીજા થી જુદી પડે છે. તે જ રીતે કાઠી , પારસી , દુબળા વગેરે જાતિની બોલીઓ પણ જુદી પડે છે. ગુજરાતી વર્તમાન ભાષા પરિસ્થિતિનો ખ્યાલ મેળવવો હોય તો આ બોલીઓનો તેનો પરસ્પરનાં સંબંધો નો અભ્યાસ કરવો જોઈએ .
ગુજરાતીમાં પ્રાદિક બોલીઓ અંગે જે માહિતી પ્રાપ્ત છે તેમાં જાતિગત બોલીઓની માહિતી પ્રાપ્ત નથી. પરંતુ , મુખ્ય પ્રાદેશિક બોલીઓ અને તેના લક્ષણો પ્રાપ્ત છે. અહીં , એક સ્પષ્ટતા કરવાની રહે છે કે , કચ્છનો રણથી ઘેરાયેલો પ્રદેશ કે જેમાં કચ્છી બોલી બોલાય છે – તેનું સગપણ ગુજરાતી સાથે નથી પણ સિંધી સાથે છે . તેનાં લક્ષણો સિંધી , પંજાબીનાં હોવાથી ગુજરાતની બોલી તરીકે તેને ગણવામાં આવતી નથી.
ગુજરાતનાં ભુમિ પ્રદેશોને મુખ્ય ચાર વિભાગોમાં વહેંચવામાં આવે છે.
( 1 ) ઉત્તર ગુજરાત :- પટ્ટણી બોલી
( 2 ) મધ્ય ગુજરાત :- ચરોત્તરી બોલી
( 3 ) દક્ષિણ ગુજરાત :- સુરતી બોલી
( 4 ) સૌરાષ્ટ્ર :- સોરઠી બોલી / સૌરાષ્ટ્ર બોલીનાં
આમ , પ્રદેશો સાથે ચાર પ્રાદિશક બોલી ભેદો અલગ પડે છે. આ મુખ્ય બોલી પ્રદેશો ની અંદર પેટા બોલી પ્રદેશો પણ જોવા મળે છે . જેમ કે , સૌરાષ્ટ્ર બોલીનાં વિસ્તારમાં સોરઠ , ઓખા , ઝાલાવાડ , ગોહિલવાડ , વગેરે બોલીઓનાં લક્ષણ સ્પષ્ટ જુદા તારવી શકય છે.
મધ્ય ગુજરાતની ચરોત્તરી બોલી ઉપર ભીલ અને આદિવાસી લોકોની બોલીની અસર જણાય છે. મધ્ય ગુજરાતમાં પંચમહાલની બોલી અને ભરૂચ જિલ્લાની બોલી ભિન્ન ભિન્ન પ્રકારની છે.
દક્ષિણ ગુજરાતનાં લોકોને મહારાષ્ટ્રની કોંકાણી બોલી બોલનાર પ્રજા સાથે સંબંધ હતો . એટલે તેની અસરો તેમજ દક્ષિણ ગુજરાતમાં પારસી અને વોરા કોમની વસ્તીને કારણે તેમની બોલીનાં લક્ષણો પણ જોવા મળે છે .
સૌરાષ્ટ્ર બોલી : - સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સોરઠ વિસ્તારમાં આર્યો ઘણાં જુના સમય થી વસ્યા છે. સૌરાષ્ટ્ર ખુબ જ અંદરનો પ્રદેશ હોવાને કારણે તેમજ તેમાં પ્રવેશવા નો એક જ માર્ગ હોવાને લીધે ત્યાં પરદેશી આક્રમણો અને પરદેશી રાજય અમલો બહુ ઓછા થાય છે. જુનાગઢનાં મુસ્લિમ રાજય અમલે લોકબોલી પર અસર કરી નથી ; તે જ રીતે ઓખામંડળ ખુબ જ અંદરનો ભાગ છે. અને ત્યાં શિક્ષણ નો પ્રચાર પ્રમાણમાં ઓછો થયો છે. તેથી , બાહ્ય અસરોથી તે પ્રદેશ મુકત રહ્યો છે. ગોહિલવાડમાં વલ્લભીપુર , શિહોર વગેરે જુનાં સંસ્કૃત્ત ધામો છે. એટલે ત્યાં પ્રાચીન ભાષાની અસરો હોય તે સ્વાભાવિક છે. હાલારમાં કચ્છ માંથી આવેલા જાડેજાઓ નાં રાજય અમલને કારણે કચ્છની જાડેજા બોલીના કેટલાક લક્ષણો આવ્યા છે . જયારે જાલાવાડમાં ઝાલાઓની બોલીનાં લક્ષણો આપ્યા છે.
ઉચ્ચારણ વિષયક લાક્ષણિકતાઓ :
( 1 ) ' સ ' અને ' શ ' નો ' હ ' થાય . જેમ કે ,
સાયુ - હાચુ માણસ - માણહ થાશે - થાહે વાસોવાસ - વાહોવાહ
( 2 ) ' હ ' શ્રુતિ નો લોપ જેમ કે ,
મહારું - મારું બહેન - બેન રહેવું - રેવું
( 3 ) દર્શક સર્વનામનાં અને તે પરથી થયેલા રૂપોમાં ' એ ' ને સ્થાને ' ઈ ' બોલાય છે.
એ - ઈ તેમ - તીમ એમકેમ - ઈમકીમ
( 4 ) ' એ ' અને ' ઓ ' નો અભાવ જોવા મળે છે.
ગાળ - ગોળ મેલ - મેલ
( 5 ) ' ળ ' નો ' ર ' બોલાય છે.
નિશાળ - નિશાર કળતર - કરતર
( 6 ) ' ચ ' અને ' છ ' નો ' સ ' એવો ઉચ્ચાર થાય છે.
ચોર - સોર ચિઠ્ઠી - સિથ્થી ચા - સા છે - સે
( 7 ) અનુસ્વારોનું પ્રાધાન્ય જોવા મળે છે.
અમે જાયે કરીયે તાયે
વ્યાકરણગત લાક્ષણિકતાઓ :
( 1 ) બહુવચનમાં ' ઉ ' પ્રત્ય લાગે છે . જેમ કે ,
માણસો - માણહું છોકરીઓ - છોકરીયું
( 2 ) ' ય ' ને સ્થાને ' ણ ' વપરાય છે.
ખોવાયું – ખોવાણુ ભરાયો - ભરાણો
( 3 ) ' આ ' કારાન્ત ધાતુઓનાં ' આ ' કારની જાણવણી થાય છે.
થાવું , જાવું, થાશો , જાશે
( 4 ) અનુસ્વારને સ્થાને અનુનાસિક વ્યંજન બોલાય છે.
ચાંદો - ચાન્દો ગાંડો - ગાન્ડો
શબ્દ ભંડોળની લાક્ષણિકતાઓ : - સૌરાષ્ટ્ર બોલીનું શબ્દ ભંડોળ | કેટલેક અંશે ઘણું જુદું તરી આવે છે. જેમ કે ,
પેલું - ઓલું અત્યારે - અટાણે આગળ - મોર
સાથે - હારે દિકરો - ગગો પકડવું - જાલવું
બોલાવવું - બરકવું
સૌરાષ્ટ્રમાં ચાર - પાંચ બોલી પ્રદેશોનાં શબ્દ ભંડોળમાં ભિન્નતા જોવા મળે છે. જેમ કે ,
હાલારી - પૈસો ગોહિલવાડી - ફદીયું . જાલાવાડી - જઈ સોરઠી - કાવડયું .
0 ટિપ્પણીઓ