✓ ભારતીય યુરોપિય પરિવારની ભાષામાંથી ભારતીય આર્ય ભાષા સુધીનો ભાષા વિકાસનો સામાન્ય પરિચય આપો .
જુદે જુદે સમયે ભારત - યુરોપીય પ્રજામાંથી ભિન્ન ભિન્ન સમૂહો છું ટા પડતા ભારત- યુરોપિય પરિવાર વિભકત થયો અને તેમની ભાષાની ભૂમિકાઓ બિન્ન ભિન્ન સ્તરે થઈ . ભારત - યુરોપીય પ્રજા અવિભકત હતી ત્યારની તેમની ભાષા આદિ અથવા પ્રથમ ભૂમિકાની ગણાય ; એશિયા માઈનર , મેસોપોટેમિયા અને ઈરાનમાં તેઓ વસ્યા તે વખતનું ભાષા સ્વરૂપ બીજી ભૂમિકાનું હતું . ભારત - ઈરાની ભાષાભૂમિકા એશિયા માઈનરથી શરૂ થઈ અને ઈરાનમાં આર્યોના વસવાટ દરમ્યાન સ્થિર બની . ઈરાનથી આગળ વધેલા આર્યો ભારત આવ્યા ત્યારે ( ઇ.સ. પૂર્વે 1500 આસપાસ ) ત્રીજી ભાષાભૂમિકા શરૂ થઈ , જે ' ભારતીય આર્ય ' કહેવાય છે . આ પ્રમાણે ભારત - યુરોપીયમાંથી ભારત - ઈરાની અને ભારતીય આર્ય ભાષા ઉતરી આવ્યાનો ક્રમ મળે છે .
આદિ ભારત - યુરોપીય ભાષાનું સ્વરૂપ :- આદિ ભારત - યુરોપીય ભાષાનું કોઈ પ્રકારનું લિખિત સ્વરૂપ આજે ઉપલબ્ધ નથી. છે . ભાષાવિદોએ આર્ય પરિવારની બાધામોનું મન કરીને આદિ ભારત - યુરોપીય ભાષાનું સ્વરૂપ નક્કી કરવાનો પ્રયત્ન કર્યો છે , તુલન્ડ નંક , અને ઐતિહાસિક પદ્ધતિથી પુર્નઘટના ( Reconstruction ) પામેલું આદિ ભોપાનું વર . જ પ્રકારનું હશે એમ ચોક્કસપણે કહી શકાય નહિ , પરંતુ તેનાથી બહુ નું નદ હોય . આદિ ભારત - યુરોપીયમાં પુષ્કળ સંશોધન થયાં છે ; તેના સ્વરૂપની સંપૂર્ણ શ્રી કરવી અહીં શકય નથી .
કેતુમ અને શતમ જૂથઃ- ભારત - યુરોપીયનું જે ભાષાસ્વરૂપ જોયું તેમાંથી ભિન્ન ભિન્ન સમયે ચીક , લેટિન , ઈટાલિક , કેલ્ટિકે , જર્મનિક , આર્મેનિયન , બાલ્ટ &ાવનિક , આબેનિયન તોખારિયન , ભારત - ઈરાની જેવી ભાષાઓ ઉદભવી અને છૂટી પડી . ઇ . પરિવારની ભાષાઓને ' કેનુમ ' ( Centum ) અને ' તમે ' એવુ બે વર્ગોમાં વહેંચી નાખવામાં આવી છે .
ભારત - ઈરાની શાખાની ભાષાઓ અનેક કારણોને લીધે સર્વાધિક મહત્વપૂર્ણ બની છે . ભારત - યુરોપીય પરિવારનું પ્રાચીનતમ પ્રામાણિક સાહિત્ય આ શાખામાં મળે છે . અમરે . આર્ય પરિવારની ભાષાઓમાં ઋગ્વદ સૌથી પ્રાચીન પ્રામાદ્ધિક ગ્રંથ મનાય છે , જેના શાખાની ભાષાઓનું બંધારણ પણ ઘણું મહત્વનું છે . વિશેષ મહત્ત્વની બાબત એ છે કે આ શાખાઓ ભાષાવિજ્ઞાનના અભ્યાસને માટે ખૂબ સામગ્રી પૂરી પાડે છે . પશ્ચિમના ભાષાવિજ્ઞાની જયારથી આર્ય શાખાની ભાષાઓનું અધ્યયુનું શરૂ કર્યુ ત્યારથી પશ્ચિમની દુનિયામાં ખરા અર્થમાં ભાષાવિજ્ઞાનનો પ્રારંભ થયો .
ભારત - ઈરાની ભાષાનો યુગે આશરે ઈ . સ . પૂર્વે 2000 આસપાસમાં શરૂ થયો માનવામાં આવે છે અને ઈ . સ . પૂર્વે 1400 આસપાસના લેખમાં તે પ્રયોજાતી દેખાય છે . તેમાં આવતા આર્ય દેવોનાં નામ દર્શાવે છે કે મેસોપોટેમિયામાં વસતી આર્ય જાતિઓને તે દેવોનાં તેમજ અન્ય આર્ય દેવતાઓનાં સુકત પરિચિત હતા . ગાયત્રી અને બીજા કેટલાંક છંદોનો વિકાસ પણ મેસોપોટેમિયામાં કે ઈરાનમાં થયો હોવાનું લેખાય છે .
ઈ . સ . પૂર્વે 2000 આસપાસમાં આર્યા એસિરિયા - બેબિલોનિયાની સંસ્કૃતિના સંપર્કમાં આવ્યા અને તેનાં કેટલાંક તત્વોને અપનાવ્યા . --અસુર ’ શબ્દ એસિરિયાના વતની તરીકે વપરાયો હોય એ સંભવિત છે .
ભારત - ઈરાનીથી ભારતીય આર્ય તરફ : - આર્યોનો મુખ્ય સમૂહ થોડો વખત ઇરાનમાં રહ્યા બાદામાં કોઈ કારણસર તેમના દેવપૂજકો અને અસૂરપૂજકો એવા બે વિભાગે પડી ગયા . દેવપૂજક આર્યો ભારત તરફ આગળ વધ્યા અને આર્યતર દશ્ય પ્રજા સાથે લડીને - પંજાબમાં વસ્યા . આર્યતર પ્રજા સાથેના સંપર્કને પરિણામે આર્યાની ભાષામાં મહત્વના ફેરફાર થયાં , જેને કારણે પ્રાચીન ઈરાની કરતાં ભારતીય આર્ય ભાષા જુદી પડી . ભારતીય આર્ય ભાષામાં થયેલાં મહત્વના ફેરફારો આ પ્રમાણે હતા.
1- ઈરાની માં કેટલાક સ્વરો એવા છે જેને બદલે ભારતીય આર્યમાં अ અથવા आ પ્રયોજાય છે ,
2 - ઈરાનીમાં च વર્ગના માત્ર બે વ્યંજનો છે – च અને ज છે , જયારે ભારતીય આર્યમાં પાંચ વ્યંજનો च , छ ,મળે છે .
3 - ઋગ્વેદની ભાષામાં જોવા મળતાં મૂર્ધન્ય વર્ણો ( ટ વર્ગ ) નો ઈરાનીમાં અભાવ છે .
4 - પ્રાચીન ઈરાનીમાં ल નો અભાવ છે ; ल ને સ્થાને र મળે છે , જેમકે श्रीलः - स्त्रीयों
5 - ભારતીય આર્યમાં શબ્દારંભે વપરાતા स સ્થાને ઈરાનીમાં ह પ્રયોજાય છે , જેમકે सप्त - हप्त , सप्ताह - हप्ताह , વગેરે
6 - સંસ્કૃત મહાપ્રાણ વ્યંજનો ध्य , च , भ ” ઈરાનીમાં અલ્પ પ્રાણ ग , द , ष રૂપે જોવા મળે છે . જેમકે भगवती - बवती , भ्राता - ब्राता , भुमि - बुमी વગેરે.
ધ્વનિ - વિષયક ફેરફારો ઉપરાંત વ્યાકરણ - વિષયક ફેરફારો પણ થયા છે . જેમકે , સ્વરાન્ત નામોના ષષ્ઠી બહુવચનો નામ પ્રત્યય તેમજ આજ્ઞાર્થ ત્રીજા પુરુષમાં તુ , ન્તું પ્રત્યયો નવા આવ્યા . વર્તમાનકાળ પહેલા પુરુષ એકવચનમાં વિકરણહીન ક્રિયાપદોને મી પ્રત્યય લાગતો હતો તે વર્તમાનકાળમાં તમામ ક્રિયાપદોને લગાડવાનું શરૂ થયું ; શબ્દભંડોળમાં ઘણો વધારો થયો . આ પ્રમાણે ભારત - ઈરાની માંથી ભારતીય આર્ય ભાષાનો ક્રમશઃ વિકાસ થયો.
0 ટિપ્પણીઓ