✓ ગુજરાતની પ્રાદેશિક બોલીઓ અંગે સમજૂતી આપો .
પ્રસ્તાવના : ગુજરાતનાં સમગ્ર પ્રદેશમાં બોલાતી અને સમજાતી ભાષાને સામાન્ય રીતે " ગુજરાતી ભાષા " નાં નામે ઓળખવામાં આવે છે. પરંતુ ગુજરાતનાં આ પ્રદેશમાં બોલાતી અને સમજાતી ભાષાનું સ્વરૂપ સર્વત્ર એકસરખું તેનાં સાંભળનારને નહિ જોવા મળે. આપણામાં કહેવત છે કે " બાર ગાઉએ બોલી બદલાય " . અલબત્ત બાર ગાઉ જેટલું અંતર કાપતા બોલી બદલાતી તો નહિં હોય પરંતુ એટલું અંતર કાપતા તેનાં કેટલાંક ઉચ્ચારણોમાં કેટલાંક ધ્વનિ સ્વરૂપોમાં , કોકાદા વ્યાકરણ રૂપોમાં ફેરફાર અવશ્ય માલૂમ પડશે. એ અંતર જેમ જેમ વધતું જશે તેમ તેમ એમાં પરિવર્તનો પણ વધતા જતા દેખાશે. આનો અર્થ એટલો જ ધટાવી શકાશે કે કોઈપણ ભાષામાં એનાં બોલાતા અનેક વાણી – સ્વરૂપો નજરે પડે છે. કોઈ એક પ્રદેશનાં સમગ્ર વિસ્તારમાં સમજાતી , એનાં વિશિષ્ટ સમાજમાં અને સાહિત્યમાં પ્રયોજાતી , સરકારી કામકાજોમાં માન્ય થયેલી વાણી મારફતે વ્યકત થતી વિચાર વિનીમયની સાંકળને , ભાષા કહેવામાં આવે છે. આ ભાષા જે પ્રદેશ વિસ્તારમાં બોલાતી હોય તે પ્રદેશ વિસ્તારને " ભાષા – સમાજ ' કહેવામાં આવે છે. આ ભાષા સમાજમાં સામાન્ય ભાષા ભાષા એક હોવા છતાં એનાં કેટલાંક ભૌગોલિક પ્રદેશોમાં ઉપર જોયું તેમ ભાષાનાં ધ્વનિ – સ્વરૂપો અને વ્યાકરણ રૂપોમાં ઉચ્ચારભેદ જોવા મળે , કેટલાંક ભિન્ન લાગે તેવા શબ્દો સાંભળવા મળે , રૂઢ પ્રયોગો અને કહેવતોમાં ભેદ વર્તાતો હોય ત્યારે તેનાં વાણી સ્વરૂપને " બોલી " કહેવામાં આવે છે. એક જ ભાષાસમાજમાં રહેતો એક જ માનવી બીજા દૂરના રહેવાસની વાણી ન સમજી શકે એવું ય બને. દા.ત. ચરોતરનો બારૈયો સોરઠનાં કાઠીની વાણી ન સમજી શકે અને એ જ રીતે સોરઠનો કાઠી ચરોતર નાં બારૈયાની વાણી ન સમજી શકે અને સમાજનાં માનવીઓ છે. આ બંને વચ્ચેનાં વાણી – ભેદને છતાંય બંને એક જ ભાષા - " બોલી " તરીકે ઓળખવામાં આવે છે. એક જ ભાષા સમાજમાં કોર્ટમાં બોલાતી કે પ્રયોજાતી વાણી અને એ ભાષા સમાજનાં રેલ્વે કામદારોની વાણી પણ અલગ અલગ પ્રયોજાતી હોય છે. આ ભિન્નતા સામાજીક છે. જયારે ઉપરની ચરોતરનાં બારૈયા અને સોરઠનાં કાઠીની વાણી વચ્ચેની - ભિન્નતા ભૌગોલિક છે. ભૌગોલિક ભેદ તે બોલી અને સામાજીક ભેદ તે SLANG.
ભાષા જયારે વિશાળ પ્રદેશ પર બોલાતી હોય ત્યારે તેમાં ભૌગોલિક ભેદો તો રહેવાનાં જ . આવા ભેદો વાહનવ્યવહારની અસુવિધા , છાપા , રેડિયો , ના અભાવ અને શિક્ષણનાં અલ્પ કે નહિવતુ ફેલાવાને કારણે હોય છે.
ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાત પ્રદેશનાં ત્રણ ભૂમિ છે.
( 1 ) સાંગરકાંઠાથી ઘેરાયેલો સુરાષ્ટ્ર ( સૌરાષ્ટ્ર ) નો ભાગ ભૂમિભાગ ,
( 2 ) તળ ગુજરાતનો ભૂમિ ભાગ અને
( ૩ ) કચ્છનાં રણથી ઘેરાયેલો કચ્છનો ભૂમિ ભાગ.
તળ ગુજરાતનાં વિશાળ ભૂમિ ભાગ પર બોલાતી બોલીઓને ધ્યાનમાં લઈએ તો એનાં ત્રણ પેટા ભાગો પાડી શકાય તેમ છે.
( A ) ઉત્તર ગુજરાત ( આનર્ન ) નો ભૂમિ ભાગ જેમાં સાંબરકાંઠા , બનાસકાંઠા , અને ગાંધીનગર જીલ્લાઓનો સમાવેશ થાય છે.
( B ) મધ્ય ગુજરાતનો ભૂમિભાગ જેનો વિસ્તાર સાબરમતિ થી મહી નદી વચ્ચેનો છે. અને જેમાં ખેડા , પંચમહાલ , અને વડોદરા જીલ્લાઓ નો સમાવેશ થાય છે.
( C ) દક્ષિણ ગુજરાત ( લાટ ) નો ભૂમિભાગ જેમાં ભરૂચ , સુરત , અને વલસાડ જીલ્લાઓનો સમાવેશ થાય છે.
ઐતિહાસિક દ્રષ્ટિએ ઉપર દર્શાવેલ વિભાગોમાં ઉત્તર ગુજરાતનાં વિસ્તારમાં મધ્ય ગુજરાતનાં વિસ્તારનો સમાવેશ થઈ જાય છે. એ રીતે જોઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બોલાતી બોલીમાં દેખાતા કેટલાંક સમાન — લક્ષણોનું એક કારણ પણ મળી રહે છે.
કચ્છનાં પ્રદેશમાં બોલાતી તે કચ્છી , એનું લોકસાહિત્ય પણ મળી આવે છે . કચ્છી બોલીમાં સયુંકત વ્યજંનોનું સંરલીકરણ અને પૂર્વ સ્વર દીર્ધસ્વર જેવું વલણ જોવા મળતું નથી . એમાં નપુંસકલિંગ નથી . આથી એનું સગપણ ગુજરાતી સાથે નથી પરંતુ એ પ્રકારની સિંધી – પંજી ભાષા સાથે છે. અને એથી જ તેને ગુજરાતી બોલી તરીકે જોવી ઉચિત નથી.
એ સિવાય ઉપરનાં જે ચાર ભૌગોલિક વિસ્તારો જોયા તે ચારમાં બોલાતી બોલીઓ સૌરાષ્ટ્રી , પટ્ટણી કે ઉત્તર ગુજરાતની , ચરોતરી કે મધ્ય ગુજરાતની અને સુરતી કે દક્ષિણી ગુજરાતની બોલીઓ તરીકે ઓળખાય છે.
0 ટિપ્પણીઓ