ભારતની ભૂગોળ: પ્રજાતિઓ અને પ્રમુખ જનજાતિઓ

ભારતની પ્રજાતિઓ (Races of India) 
  • ભૂગોળશાસ્ત્રીઓ માને છે કે ભારતમાં આવનારી સૌથી પહેલી પ્રજાતિ નીગ્રો (નીગ્રિટો) છે.
  • ત્યારબાદ અનુક્રમે પ્રોટો-ઓસ્ટ્રેલોઇડ અને ભૂમધ્યસાગરીય પ્રજાતિઓનું આગમન થયું.
  • સૌથી અંતમાં નાર્ડિક પ્રજાતિનું આગમન થયું હતું.
  • પ્રોટો-ઓસ્ટ્રેલોઇડ અને ભૂમધ્યસાગરીય પ્રજાતિઓએ મળીને હડપ્પા સભ્યતાની શરૂઆત કરી હતી.
પ્રાપ્ત પુરાવાઓના આધારે હડપ્પા કાળમાં સામાન્ય રીતે 4 પ્રકારની પ્રજાતિઓનું અસ્તિત્વ હતું: 
  • પ્રોટો-ઓસ્ટ્રેલોઇડ, 
  • ભૂમધ્યસાગરીય, 
  • અલ્પાઇન
  • મોંગોલોઇડ.
વર્ષ 1931ના વસ્તી ગણતરી અહેવાલ પર આધારિત ડો. બી.એસ. ગુહાએ ભારતીય ઉપખંડની માનવ વસ્તીને 6 મુખ્ય પ્રજાતિઓમાં વિભાજિત કરી છે:
  • નીગ્રિટો, 
  • આદ્ય-ઓસ્ટ્રેલોઇડ, 
  • મંગોલોઇડ, 
  • ભૂમધ્યસાગરીય, 
  • પશ્ચિમી લઘુશીર્ષ
  • નાર્ડિક.
યુવાગૃહ (Dormitory):
  • યુવાગૃહ એટલે શું?: જનજાતિઓમાં જોવા મળતી એક પ્રકારની શૈક્ષણિક સંસ્થા છે.
  • સભ્યો: આ સંસ્થાના સભ્યો જનજાતિના અપરિણીત યુવક અને યુવતીઓ હોય છે.
  • શિક્ષણ પદ્ધતિ: આ એક એવું શિક્ષણ કેન્દ્ર છે જ્યાં અનૌપચારિક માધ્યમ (Informal method) દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
અનુસૂચિત જાતિ (Scheduled Caste - SC):
  • બંધારણીય ઉલ્લેખ: 'અનુસૂચિત જાતિ' શબ્દ ભારતીય બંધારણમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો નથી, પરંતુ તેનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ-૩૪૧ માં કરવામાં આવ્યો છે.
  • ઐતિહાસિક પ્રયોગ: આ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ વર્ષ ૧૯૨૭માં સાયમન કમિશન દ્વારા કરવામાં આવ્યો હતો.
  • ગાંધીજીનું સંબોધન: મહાત્મા ગાંધી અનુસૂચિત જાતિના લોકો માટે 'હરિજન' શબ્દનો પ્રયોગ કરતા હતા.
  • જાહેરાતનો અધિકાર: ભારતની કોઈપણ જ્ઞાતિને અનુસૂચિત જાતિ તરીકે જાહેર કરવાનો અધિકાર ભારતના રાષ્ટ્રપતિ પાસે છે.
અનુસૂચિત જનજાતિ (Scheduled Tribe - ST):
  • આદિવાસી શબ્દનો ઉલ્લેખ: જનજાતિઓ માટે 'આદિવાસી' શબ્દનો સૌપ્રથમ પ્રયોગ ઠક્કર બાપ્પા દ્વારા કરવામાં આવ્યો હતો, જેમને આદિવાસીઓના પિતામહ માનવામાં આવે છે.
  • બંધારણીય ઉલ્લેખ: 'અનુસૂચિત જનજાતિ' પદનો સૌપ્રથમ ઉલ્લેખ ભારતીય બંધારણની ૫મી અનુસૂચિ માં કરવામાં આવ્યો હતો.
  • રાજકીય ઉલ્લેખ: ભારતીય બંધારણ સભાના સભ્ય જયપાલ સિંહે સૌપ્રથમ જનજાતિઓ માટે 'આદિવાસી' શબ્દનો પ્રયોગ કર્યો હતો.
  • ગુજરાતની જનજાતિઓ: ગુજરાતમાં મુખ્યત્વે સિદ્દી, કોલઘા, કોટવાળિયા, પાધર, ટોડિયા, પટેલીયા, ચારણ અને કથોડી જેવી જનજાતિઓ જોવા મળે છે.
ભારતની પ્રમુખ જનજાતિઓ (આદિવાસી સમુદાયો) અને તેઓ કયા રાજ્યમાં વસે છે તેની માહિતી નીચે મુજબ છે:
  • ગુજરાત: સિદ્દી, કોલઘા, કોટવાલીયા, પાધર, ટોડિયા, પટેલિયા, ચારણ, અને કથોડી.
  • મધ્ય પ્રદેશ: ભીલ, બૈગા, બિરહોર, ગોંડ, ભારિયા, કોલ, અને સહરિયા.
  • રાજસ્થાન: મીણા, ભીલ, ગરાસિયા, સહરિયા, સાંસી, અને રાવત.
  • મહારાષ્ટ્ર: ભીલ, ગોંડ, કોલી, બૈગા, કામર, ખૌંડા, વરલી, અને કોરકુ.
  • છત્તીસગઢ: અગરિયા, બૈગા, ભારિયા, ભૂમિયા, કોરબા, ભીલ, પટેલિયા, અને ભુજિયા.
  • ઝારખંડ: સંથાલ, અસુર, હો, બૈગા, બંજારા, બિરહોર, અને મુંડા.
  • ઉત્તર પ્રદેશ: બુકસા, થારૂ, માહગીર, શોરકા, ખરવાર, અને રાજી.
  • ઓડિશા: બૈગા, બંજારા, સંથાલ, અને ઉરાંવ.
  • હિમાચલ પ્રદેશ: ગદ્દી, ગુજ્જર, લાહૌલ, પંગવાલા, કિન્નોરી, બકરાયલ, અને હટ્ટી.
  • અરુણાચલ પ્રદેશ: ખમ્પટી, અબોર, ડફલા, ગાલોંગ, ગોમ્બા, અને સિંગપો.
  • અસમ: ચકમા, દિમાસા, ગારો, હાજોંગ, ખામતી, કાર્બી, અબોર, અને મિકિર.
  • મેઘાલય: ગારો, ખાસી, અને જયંતિયા.
  • નાગાલેન્ડ: કચારી, કુકી, નાગા, અંગામી, અને જેલિયાંગ.
  • તમિલનાડુ: ટોડા, કડાર, અડયાન, કોરાગા, કુરુમ્બા, અને ઈરુલા.
  • કેરળ: કડાર, ઈરુલા, કનિક્કર, કોરાગા, પનિયાં, પુલાયન, અને કુરુમ્બા.
  • કર્ણાટક: હક્કી પિક્કી, ઈરુગા, જેનુ કુરુવ, ટોડા, ચેન્ચુ, કોયા, અને કોંડા.
  • આંધ્ર પ્રદેશ: ચેન્ચુ, ગુડાવા, કોંડા ડોરા, કોંડા કાપુ, કોંડા રેડ્ડી, ખોંડ, અને વાલ્મીકિ.
  • અંડમાન અને નિકોબાર: અંડમાની, ચારિયાર, જારવા, સેન્ટિલીઝ, શોમ્પેન્સ, અને ઓંગે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ