✓ બ . ક . ઠાકોર [ 1869 થી 1952 ] નો પરિચય આપી , તેનાં સોનેટ નો પરિચય આપો .
➜ ભુમિકા - બ . ક . ઠાકોરે પંડિત યુગનાં સુપ્રતિષ્ઠ કવિ અને વિવેચક છે . તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતાં હતાં . સાહિત્યમાં ઉચ્ચ ધોરણોનાં આગ્રહિત અને મૌલિકતાનાં ઉપાસક હતાં . " સહની " તેમનું ઉપનામ હતું . સાહિત્ય ક્ષેત્રે તેમણે કવિ , વિવેચક , ઈતિહાસકાર , ચરિત્રકાર , નાટકકાર નવલિકાકાર , ભાષાંતરકાર અને સંશોધન સંપાદક તરીકેનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન કર્યુ છે . તેમની લેખન પ્રવૃત્તિનો સમયગાળો ઘણો મોટો હતો . તેમની પાસેથી " ભણકાર " જેવા ઉત્તમ કાવ્ય સંગ્રહ પ્રાપ્ત થયો છે . તેઓને ' સોનેટનાં આદ્ય પ્રણેતા ' કહી શકાય , તેમનાં સોનેટો ભણકાર કાવ્ય સંગ્રહમાં સંગ્રહાયેલા છે . તેમણે મહાકાવ્ય માટે મહાછંદોની શોધ આદરેલી , પરંતુ મહાકાવ્ય રચી શકયા નહીં . જો કે , પૃથ્વી છંદનો સોનેટ રચના માટે તેમણે ઉત્તમ ઉપયોગ કરેલો છે .
➜બ . ક . ઠાકોરની કવિતાઃ- સાહિત્ય ક્ષેત્રે બ . ક . ઠાકોર નું મુખ્ય પ્રદાન કવિ તરીકેનું છે . તેમણે કવિતા વિચાર પ્રધાન હોવી જોઈએ , તેવો આગ્રહ રાખ્યો , અને માત્ર ઉર્મિ ઉપર ભાર મુકવામાં આવે તો મોટા ભાગની કવિતા ચોધાર આંસુ સારતી બની રહે એવો આક્ષેપ કરે છે . કાવ્યને ગંભીર બનાવવા માટે તેમણે અગેય પ્રવાહી પદ્ય રચનાનો પ્રયોગ કર્યા , અને કાવ્યમાં અર્થને એટલું બધું મહત્વ આપ્યું કે , તેમની શૈલી કિલષ્ટ , દુર્બાધ અને ખરબચડી બની રહી . પણ વિવિચકો એ તેમની પ્રશંસા કરી . બ.ક. ઠાકોર કાવ્યનાં બધાં જ બંધનો ફગાવી દઈને સળંગ અગેય પદ્ય રચનાઓ આપી . ટુંકમાં , તેમણે ઉર્મિની સાથે ચિંતનની હિમાયત કરી .
➜ " નિશાન ચુક માફ , પણ નહિ માફ નીચું નિશાન " એ બ.ક. ઠાકોરનું સુત્ર હતુ.
ઠાકોરની કવિતા ત્રણ ધારાઓમાં વહી , પ્રકૃત્તિ , પ્રણય અને ચિંતન . , ' ભણકાર ' કાવ્યસંગ્રહ માં તેમની મોટા ભાગની કવિતા સમાવિષ્ટ થઈ છે . " ભણ કારા " નામનું સોનેટ પ્રકૃત્તિ સૌદર્યનું ઉત્તમ સોનેટ છે .
➜ સોનેટકાર બ.ક. ઠાકોરઃ- ગુજરાતી કવિતામાં સોનેટનો આ કાવ્ય પ્રકાર સૌ પ્રથમ જયારે બ . ક ઠાકોર એ ખેડયો અને સુસ્થિર કર્યો . " મારા સોનેટ " માં તેમના સોનેટ કાવ્યોનો સંગ્રહ છે . સંખ્યા , વૈવિધ્ય પ્રયોગ ખોરી અને કલાતત્વ એ ચારેય દૃષ્ટિએ બ.ક. ઠાકોર જેવા સોનેટ ભાગ્યે જ કોઈ આપી શકયું છે . ' ભણ કારા " , " વધામણી ' , ' જૂનું પિયરઘર " , " મોગરો " વગેરે તેમનાં જાણીતા ઉત્તમ પ્રકારનાં પ્રણય કાવ્યો આપ્યા છે .
➜બ.ક. ઠાકોરની ઉર્મિ તત્વોવાળી કવિતા કરતાં બુદ્ધિ તત્વની કવિતા વિશેષ મળે છે . અથવા એમ કહી શકાય કે , તેમની ઉર્મિ કવિતામાં પણ સ્પર્શ જોવા મળે છે . ઉત્તમ કવિતાનાં છ લક્ષણો બ . ક . ઠાકોરે પોતાની કવિતા ની વ્યાખ્યામાં આવશ્યક ગહ્યાં છે .
સુસ્પષ્ટ ( સ્પષ્ટ હોવું જોઈએ )
કલ્પનોત્ય ( કલ્પનાથી ઉદ્ભવેલી હોવી જોઈએ )
મધુર સુખું ( મધુર અને સારી રીતે બંધાયેલી )
તેજોમય ( તેજસ્વી )
ભવ્ય ગંભીર ( વિચારશીલ | અર્થ સભર )
પોતાની મોટા ભાગની કવિતામાં આ કવિએ ઉપરોક્ત લક્ષણો ચરિતાર્થ પણ કર્યા છે . બ . ક . ઠાકોરનું અગેય પ્રવાહી પદ્ધ અને બૌદ્ધિક વલણ આજની નવી પેઢીને પ્રેરક બળ બને છે .
➜બ . ક . ઠાકોરની ગદ્યશૈલી ( વિવેચન ) – ગદ્ય સાહિત્યમાં બ . ક . ઠાકોરએ નવલિકા , લેખન કર્યું છે . નાટકો લખ્યાં છે . ચારિત્રોનું લેખન કર્યું છે . નિબંધો , ઈતિહાસ અને વિવેચનો કર્યા છે . તેમનું વિવેચન કાર્ય મુલ્યવાન છે . કવિતા , શિક્ષણ , લિરિક નવીન કવિતા વિશે વ્યાખ્યા અને વિવિધ વ્યાખ્યાનો આ તેમના વિવેચન કાર્ય નાં પુસ્તકો છે . તેમનાં પહેલા ત્રણ પુસ્તક દ્વારા તેમને કાવ્ય તત્વ , ઉર્મિ , કલ્પના અને કવિ પ્રતિભા I તેમજ કાવ્ય પ્રકારો વિશે પૂર્ણ ચર્ચાઓ કરી છે . ચોથા પુસ્તકમાં તેમણે સર્જકો અને તેની કૃત્તિઓ વિશે વિવેચને લક્ષી પરિચય આપ્યો છે . તેમાં ગોવર્ધનરામ અને સરસ્વતી ચંદ્ર અંગેના વ્યાખ્યાનો ઠાકોરનાં તલસ્પર્શી અભ્યાસનાં નમુનારૂપ છે . તેમની વિવેચનામાં મૌલિકતા અને નિર્ભયતા નોંધપાત્ર છે .
➜ઉપસંહારઃ- ગુજરાતી ગદ્યકારોમાં બ . ક . ઠકોરનું માનભર્યું સ્થાન છે . તેમની શૈલીમાં ઓજસ અને જુસ્સો છે . સંસ્કૃત કઠિન શબ્દો , ફારસી અરબી શબ્દો , તળપદા , પ્રયોગો , પોતાના બનાવેલા વિશિષ્ટ અને વિલક્ષણ પ્રયોગોવાળી ક્યાંક ખરબચડી તો , કયાંક બળવાન , કયાંક દુબૌધ તો ક્યાંક કોમળ એમ ભાતીગળ બની રહી છે . તેમાં ચિત્રાત્મકતા સજીવતા અને અર્થનું અમૃત મળી રહે છે. ટુંકમાં ઠાકોરનું ગુજરાતી સાહિત્યમાં નિશ્ચિત સ્થાન છે. તેમને રજૂ કરેલો કવિતાલક્ષી વિચાર નોંધપાત્ર છે.

2 ટિપ્પણીઓ
બ ક ઠાકોર એ સોનેટ માટે કઈ સંજ્ઞા પ્રયોજી છે?
જવાબ આપોકાઢી નાખોચતુર્દશી / ચતુર દર્શી
કાઢી નાખો