✓ મણિલાલ ન . દ્વિવેદી નું નિબંઘ સાહિત્ય :
✓ શ્રી મણિલાલ દ્વિવેદી ( 1858 થી 1898 ] નાં કવિતા – નાટકો , અને નિબંઘોનો પરિચય આપો .
પ્રસ્તાવના : - મણીભાઈ નાથુભાઈ દ્વિવેદી એ પંડિત યુગનાં અગ્રગણ્ય નિબંધકાર , નાટયકાર છે . આ યુગના સર્જકોમાં તત્કાલિન ભારતીય ચિંતકોમાં મણીલાલ અગ્રગણ્ય સ્થાને ધરાવે છે . તેઓ આર્યધર્મ અને ભારતીય સંસ્કૃત્તિનાં હિમાયતી અને અગ્રણી વિધાપુરૂષ હતા . તેમની પાસેથી " સિદ્ધાંત સાર " , જેવા હિન્દુ ધર્મ તત્વ તેમજ યોગદર્શનને સમજાવતા ચિંતન ગ્રંથો મળ્યાં છે . તેમણે " શિક્ષા શતક " અને " આત્મનિન્જન " માં દલપતરામ શૈલીનાં કાવ્યો અને રંગદેશી ગઝલો આપી છે . કાન્તા અને નૃસિંહાવતાર એ તેમના નોંધપાત્ર નાટકો છે . તેઓ " સુદર્શન " નામનું સામાયિક ચલાવતા હતાં . એ નિમિતે તેમણે અનેક લેખો લખેલા . તેમના આ બધા નિબંધ લેખનો " સુદર્શન ગધાવલી " માં સંપાદિત થયા છે .
મસ્તરંગની કવિતાઃ– મણિલાલે કવિતાનું સર્જન વિપુલ પ્રમાણમાં કરેલું નથી . પરંતુ કયારેક મસ્તીમાં આવી જઈને પદો , જોડકણા જેવા દલપતરામ રીતિનાં કાવ્યો કિશોરવયે લખ્યાં છે . ગુજરાતીમાં બાલાશંકરે ગઝલના બીજ રોપ્યા તે પછી મણીલાલે આ સ્વરૂપનાં વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો . તેઓ અંગ્રેજી અને સંસ્કૃત્ત ભાષા સાહિત્યની સાથે ફારસી ભાષાનાં પણ સારા અભ્યાસી હતાં . તેથી , તેમની કવિતામાં સૌથી વધુ નોંધપાત્ર કવિતા એ તેમણે લખેલી . "ઈશકે હકીકી " અને " ઈશકે મિજજી " પ્રકારની રંગદેશી મસ્તી સભર ગઝલો છે . તેમની ગઝલોમાંથી કેટલીક પંકિતઓ અમર બની ગઈ છે . જેમ કે ,
" કહી લાખો નિરાશામાં અમર આશા છુપાયો છે . "
તેમણે કેટલીક રમણીય ગઝલો પણ આપી છે .
નાટયકાર તરીકે મણીલાલ – મણીલાલે બે નાટકો આપ્યા છે . ' કાન્તા ' અને "નૃસિંહવતાર " જે ગુજરાતી નાટક ના વિકાસમાં મહત્વનાં સ્તંભ ગણાય છે . કાન્તા એ તેમનું પ્રસિષ્ઠ અને પ્રતિષ્ઠા આપવનાર નાટક છે .
કાન્તાઃ- મહિપતરામ નિલકંઠની " વનરાજ ચાવડો " નામની નવલકથામાં જે કથાવસ્તુ છે , એ જ કથાવસ્તુ પરથી મણીલાલે " કાન્તા " નાટક સર્જયું છે . આ નાટકનો પ્રારંભ " કાન્તા " અને સુરસેનના સુખી દાંપત્ય જીવનથી થાય છે . પાટણના રાજા જયસિંહને ભુવનાદિત્ય સાથે યુદ્ધ થાય છે . ત્યારે તે પોતાની પત્નિને સુરસેનને સોંપે છે . અને તેને કોઈ સલામત જગ્યાએ રાખવા કહે છે . સુરસેન કાન્તાને દાસી તરલા સાથે જંગલામાં સલામત જગ્યાએ પહોંચાડે છે . અને યુદ્ધમાં મદદ કરવા માટે જાય છે . જતી વખતે સુરસેન કાન્તાને હાર પહેરાવે છે . અને કહે છે કે , જયાં સુધી આ હાર અખંડ હશે , ત્યાં સુધી , હું સલામત છું એમ સમજવું . ત્યાર બાદ એ જયસિંહને મદદ કરવા જાય છે . એક બાજુ યુદ્ધ જામે છે . અને બીજી બાજુ ભુવનાદિત્યનો પુત્ર કરણ જંગલમાં પહોંચે છે . દાસી તરલાને પ્રલોભન આપી કાન્તાનો હાર તોડાવે છે . આથી , હવે સુરસેન રહ્યો નથી એમ માની કાન્તા સત્તી થવાની તૈયારી કરે છે . તે ચીત્તા ગોઠવે છે . અને તેના પર બેસી પગના અંગુઠામાંથી અગ્નિ સળગાવી સત્તી થાય છે . બીજી બાજુ જયસિંહ યુદ્ધમાં હારે છે , અને પકડાય જાય છે . સુરસેન તેને મુકત કરાવે છે . અને જયારે કાન્તા પાસે આવે છે . ત્યારે કાત્તા સત્તી થઈ છે . એમ જાણીને " મૃત્યુ શા કામનું " એમ કહી ચીત્તામાં કુદી પડે છે.આમ , અનેક દુ : ખદ ઘટનાઓમાંથી નાટક નાયિકા પસાર થાય છે . અને અંતે ચિત્તા પ્રવેશ સાથે નાટકનો કરૂણ અંત આવે છે .
કાન્તાનો ઉપસંહાર : - આ નાટકમાં કરૂણ રસાત્મક કથાપ્રવાહ ને કારણે નાટક આસ્વાદ બન્યું છે . વળી તેમાં આવતી ભાવવાહી કવિતાને કારણે તે વધારે પ્રશંસનીય બને છે . નાટકની નાયિકા કાન્તા સ્વયં કરૂણાની મુર્તિ છે . તેનું સતીત્વ ખીલી ઉઠયું છે . સુરસેનનું રાજભકત તરીકેનું પાત્ર ઉજ્જવળ છે . કરણની વિલાસતા અને તરલાના ચારિત્રની ચંચળતા નાટકને રસીક બનાવે છે . જો કે , લેખકે પાત્રો ચીત્તસંવાદનું વૈવિધ્ય દાખવ્યું નથી . તેમ છતાં કાન્તા પૂર્વ સર્જાયેલા ભાવઈ રંગી નાટકો કરતાં પોતાની સંસ્કૃત શૈલીને કારણે ઘણું જુદું પડે છે . નાટકમાં વીર અદ્દભુત અને કરૂણરસનું થયાયોગ્ય નિરૂપણ થયું છે . નાટકમાં વસ્તુસંકલના અને કથાના ઔચિત્યમાં કેટલીક ત્રુટીઓ છે . તેને બાદ કરતાં સંસ્કૃત નાટકોની પ્રણાલીકા જાળવતા નાટક તરીકે કાન્તા નોંધપાત્ર નાટક બની રહે છે .
નિબંઘકાર તરીકે મણીલાલ : - મણીલાલ પંડિત યુગનાં ઉત્તમ ગધકાર છે . અમેની પ્રતીતિ એમના બે નિબંધ સંગ્રહો " બાળ વિલાસ " અને " સુદર્શન ગધાવલી " દ્વારા થાય છે . તેમાં " બાળ વિલાસ " એ બાળયોગ્ય લધુ નિબંધોનો સંગ્રહ છે . તો " સુદર્શન ગધાવલી " માં પ્રૌઢયોગ્ય નિબંધો છે .
" બાળવિલાસ " માંના નિબંધો " શાંતિ " " ક્ષમા " " મ્મુધો " , " પ્રસન્નતા " વગેરે આદર્શ લઘુ નિબંધો છે . જે બાળકોને એમના ચારિત્ર ઘડતરમાં ઉપકારક નિવડે તેવા છે . " સુદર્શન ગધાવલી " માં " અદ્વૈત જીવન " અને " નવીન અને પ્રાચીન તત્વજ્ઞાનનો દૂરપયોગ " , " સુધારાનો કર્મ " જેવા નિબંધો તેની લેખન શૈલીની પ્રૌઢતાને કારણે નોંધપાત્ર બને છે . " બાળ વિલાસ " નાં નિતી બોધનાં નિબંધો કરતાં " સુદર્શન ગધાવલી " નાં ધર્મ , તત્વ , રાજય , સમાજ , શિક્ષણ , સાહિત્ય અને કલાવિષયક નિબંધો વધારે ચિંતનાત્મક છે . એમાં લેખકનો વિચારતંતુ મુકત રીતે વિહરે છે . અને લેખકનાં પરિપકવ ચિંતનનાં પરિપાકનો અનુભવ ભાવકને થાય છે . લેખકનું મનોમંથન માત્ર કલ્પનાંના મુકત વિલાસ જેવું નથી , પરંતુ વિચાર નાં વ્યવસ્થિત વિહાર જેવું છે . એમાં એમની સર્જકતા અને ભાષાશૈલીનું લાલિત્ય તેમજ ઉદ્દેશ્ય પૂર્ણ વિચારની વ્યવસ્થિત અભિવ્યકિત ધ્યાનપાત્ર છે . શિષ્ટતા , પ્રાસાદિકતા , સુશ્લિષ્ટતા વિચાર સમૃદ્ધિ , વગેરે ઉડીને આંખે વળગે તેવા લક્ષણો ભાવકને પ્રવાહિત કરે છે . લેખકની કલમ સીધી ગતિએ ચાલે છે . તેમાં વિષયાંત્તર ભાગ્યે જ કયાંક અપવાદરૂપે થયેલું જણાય છે . એ સિવાય લેખક સીધી ગતિએ ચાલ્યા જાય છે . આ રીતે મણિલાલ તેના પુરોગામી નિબંધકાર નર્મદ એક સમર્થ નિબંધકાર બની રહે છે .
ઉપસંહારઃ - મણીલાલની આત્મકથા " આત્મવૃતાંત " એ પંડિતયુગની આત્મકથાઓ માં સર્વોત્તમ છે . તેમાં લખેકની સત્યનિષ્ઠા , સુદર્શન અને અધઃ પતન તેમજ તે અંગેના એકરારની બાબતમાં એની કક્ષાએ પહોંચનાર આત્મકથાઓ નહિવત્ છે . મણીલાલ અંગ્રેજી લેખક લોર્ડ લિટનની " જૈનોની " નવલકથાનું સ્વરૂપાંતર " ગુલાબસિંહ " નામે આપ્યું છે . તેમાં તેમણે એટલા બધા ફેરફારો કર્યા છે કે એ વૃત્તિ એમની મૌલિક વૃત્તિ જેવી બને છે . આ નવલકથા ગુપ્તવિધા ની અદ્ભુત રસથી ભ ૨ પુર એવી અપૂર્વ કૃત્તિ છે . મણિલાલે સંશોધન , સંપાદન અને ભાષાંતરની પ્રવૃત્તિ પણ કરી છે . તેમણે સંસ્કૃત્તિમાંથી " માલતી માધવ " , ' મહાવીર ચરિત્ર " , " ઉત્ત ૨૨ામ ચરિત્ર " વગેરેના તેમજ હિંદીમાંથી " વૃત્તિપ્રભાકર " વગેરેનાં અનુવાદો કર્યા છે . તેમણે " ન્યાય શાસ્ત્ર " , " ચિંતન શાસ્ત્ર " જેવાં પુસ્તકો લખ્યાં છે . આમ , માણીલાલની સાહિત્યિક પ્રવૃત્તિ વિવિધતાભરી છે .

0 ટિપ્પણીઓ