✓ માનવ વ્યવહારમાં ભાષાનું સ્થાન જણાવી ભાષાનાં કાર્યોનું વર્ગીકરણ કરો .

 ✓ માનવ જીવનમાં ભાષાની વિવિધ ઉપયોગી કઈ કઈ છે એ સમજાવો .

 ભુમિકાઃ- આજના સુસંસ્કૃત માનવ સમાજમાં ભાષાનું સ્થાન ખુબ જ મહત્વનું છે . ભાષા વિના માનવ સમાજ જીવી તો શકે પણ વિકાસ પામી શકે નહીં . આથી , ભાષા વૈજ્ઞાનિકોએ ભાષાના સ્થાનને અત્યંત મહત્વનું ગણાવ્યું છે . તેમનાં મતે માનવ વ્યવહારમાં ભાષાનું સ્થાન નીચે પ્રમાણે છે . 

( 1 ) માનવ સમાજમાં ભાષાનું સ્થાન ચાવી રૂપ છે . : - જેમ ચાવી ખોવાઈ જાય તો બધું જ અટકી પડે છે . તેમાં કોઈ અકસ્માતે માનવ જાતિ પાસેથી ભાષા ખોવાઈ જાય તો સમગ્ર માનવ વ્યવહાર અટકી પડે . ભાષાના અભાવે માનવી ચેષ્ટાઓ કે સંકતો દ્વારા થોડો વ્યવહાર ચલાવી શકે પરંતુ આવો વ્યવહાર તદ્ન પ્રાથમિક કક્ષા નો અને સિમિત જ બની રહે . ભાષા વિના પુસ્તકો લખી શકાય નહિ . દુર દુર સુધી સંદેશાઓ મોકલી શકાય નહિં , દુર દુર સુધી સંદેશાઓ મોકલી શકાય નહિ . જ્ઞાન - વિજ્ઞાન નો વિકાસ અટકી પડે . વ્યવહાર , ઉદ્યોગ , રાજય વહીવટ , શિક્ષણ , વૈજ્ઞાનિક સંશોધન વગેરે તમામ ક્ષેત્રોનો વિકાસ અટકી પડે છે . અને આખુંય તંત્ર તુટી પડે . ટૂંકમાં , ભાષા વિના માનવ સમાજ કે સંસ્કૃતિ ટકી શકે નહીં . કારણ કે , માનવીની બૌદ્ધિક પ્રવૃતિ , સંસ્કૃતિ અને તેની પ્રગતિ ભાષાને આધીન છે . ભાષાનાં અભાવે માનવ – પ્રગતિ શકાય નથી . જ્ઞાન વિજ્ઞાન એક પેઢીથી બીજી પેઢી સુધી ભાષા વિના સંચિત થઈ શકે નહી . પરિણામ સ્વરૂપે ઈતિહાસનું અસ્તિત્વ જ ન રહે , કેમ કે , ઈતિહાસ ભાષા દ્વારા જ સચવાયેલા રહયો છે.

( 2 )ભાષા માનવીની એક વિશેષતા છે . : - અન્ય પ્રાણીઓની જેમ માનવ પણ એક પ્રાણી છે . પરંતુ તે અન્ય પ્રાણીઓ કરતા વિશિષ્ટ હોવાથી તે સામાજીક પ્રાણી કહેવાય છે . તેની પાસે ભાષા છે . જયારે અન્ય પ્રાણીઓ પાસે ભાષા નથી . તેથી , તેઓ વિચારી શકતા નથી . આ રીતે , માનવીની બૌદ્ધિક અને સાંસ્કૃતિક પ્રગતિમાં ભાષાનો ફાળો મહત્વનો છે . ભાષા માનવ સંસ્કૃત્તિનું મુખ્ય પરિબળ છે . સમગ્ર માનવ સંસ્કૃતિમાં ભાષા અંગભુત તત્વ તરીકે એટલે કે , પાયાના તત્વ તરીકે અન્ય કામ કરે છે . ભાષા દ્વારા જ માનવ અન્ય પ્રાણીઓ કરતાં જુદો પડે છે . આમ , ભાષા એ માનવીની વિશેષતા છે .

 ( 3 ) ભાષા માનવીનું વિશિષ્ટ ઓજાર ( સાધન ) છે . : - બધાં જ પ્રાણીઓ કરતાં સાવ અલગ પડતું સામાજીક પ્રાણી માનવ છે . આ માનવી ઓજાર બનાવી શકે છે . અલંકારિત ભાષામાં એમ કહિ શકાય કે , ભાષા જ માનવીને શોભતું સૌથી વિલક્ષણ ઓજાર છે . અટપટા ઓજારનું નિર્માણ , સહકાર અને શ્રમ વિના શક્ય નથી . તેમ સહકાર અને શ્રમ વિના ભાષા નામનું ઓજા જન્મવું પણ નથી . ભાષા એ એક મોટું યાંત્રિક ઓજાર છે . જે માનવ ને સંસ્કારી બનાવે છે . માનવી બાલ્યાવસ્થાથી જ ભાષાની સામગ્રી મેળવે છે ; અને જીવન દરમિયાન ભાષા દ્વારા જ તેણે ઘણી બધી સામગ્રી જ્ઞાન મેળવવાનું હોય છે . તેના દ્વારા જ માનવ વિકાસ શકય બને છે .

 ( 4 ) ભાષા માનવ સંસ્કૃતિનું મુખ્ય પરિબળ છે . : - ભાષા એ માનવ સંસ્કૃતિને શકય બનાવનાર સૌથી મોટું યાંત્રિક અને વિલક્ષણ ઓજાર છે . જે માનવે પોતે શોધેલું છે . એક ભાષા વૈજ્ઞાનિકે તો ત્યાં સુધી કહયું છે કે , માનવ જાતિએ ભાષાનો ઉપયોગ કરવો શરૂ કર્યા ત્યારથી તે માનવ બનવા માંડયો . કારણ કે , ભાષા માનવ સંસ્કૃતિનાં વિકાસમાં મહત્વનું પરિબળ છે . ભાષા થકી ભાષાના અભાવે આ ઈતર સંસ્કૃતિ તત્વો અસ્તિત્વ તો ધરાવી શકે પણ વિકસી શકે નહી . 


ભાષાનાં કાર્યો - ભાષાને માનવ જીવનની એક અનિવાર્યતા તરીકે સ્વીકાર્યા પછી આપો આપ એ સિદ્ધ થઈ જાય છે . કે , ભાષા દ્વારા આપણે વિવિધ પ્રકારનાં કાર્યો આચરીએ છીએ . ભાષા ની ગેરહાજરીમાં આપણા બધાં જ કાર્યો અટકી પડે છે . મનુષ્ય તરીકેની આપણી હયાતિ આપણે યોગ્ય અર્થમાં સ્થાપિત કરી શકતા નથી . ભાષા દ્વારા જે કાર્યો મનુષ્ય કરે છે . તેમાનાં કેટલાક કાર્યો નીચે પ્રમાણે જણાવી શકાય .

 ( A ) વિચાર પ્રક્રિયાના માધ્યમ તરીકેઃ- મનુષ્યની પ્રત્યેક ભાષાકીય અભિવ્યકિત પ્રારંભમાં વિચાર રૂપે મનુષ્યનાં ચિત્તમાં સ્થિર થાય છે . ચિત્તમાં રહેલી એ ભાષાનું અતિ સુક્ષમ સ્વરૂપ છે . કંઈપણ બોલ્યા વગર મનુષ્યનાં ચિત્ત માં રહેલી ભાષા સાથે મનુષ્ય પોતે પોતાનું કામ પાડતો હોય છે . મનુષ્ય જે પ્રદેશમાં જન્મ્યો હોય અને જે પ્રદેશના ભાષાના વાતાવરણમાં મોટો થયો હોય તે તેની માતૃભાષા બને છે . મનુષ્ય જો વિચારી જ ન શકે તો ભાષામાં પ્રગટ થવાનો સવાલ ઉભો થતો નથી . આ રીતે વિચારરૂપે મનુષ્યનાં ચિત્તમાં રહેલી ભાષા મનુષ્યની સમગ્ર અભિવ્યકિતનો આધાર બને છે . વિચાર પ્રક્રિયાનાં માધ્યમ તરીકે ભાષાનું આવું કાર્ય ઘણું મહત્વનું છે . 

( B ) વિચાર ની અભિવ્યકિત માટેઃ- મનુષ્યના પ્રત્યેક વિચાર ભાષામાં અભિવ્યકિત પામતા નથી . તેનું કારણ એ છે કે , મનુષ્યને પુરે પુરો અભિવ્યકત કરવાની તાકાત ભાષામાં નથી . જે ગતિથી મનુષ્ય વિચારી શકે છે તે ગતિથી તે અભિવ્યકત થઇ શકતો નથી . તેથી , ચિત્તમાં વિચારોનો વિપુલ વણવપરાયેલો જથ્થો પડયો રહે છે . ભાષાની મદદથી મનુષ્ય પોતાના વિચારોને અભિવ્યકત કરવા મથે છે . જો ભાષા જ ન હોય તો વિચારોની અભિવ્યકિત સંભવે જ નહિ . આ અર્થમાં ભાષા વિચારોને વ્યકત કરવા માટેનું માધ્યમ છે . કેટલીક વાર આપણે ચેષ્ટાઓ દ્વારા કેટલાક વ્યવહારો કરીએ છીએ . પણ , આ અમુક હદ સુધીમાં હોય છે . આવા સમયે આપણે ભાષાની અનિવાર્યતા અનુભવી એ છીએ . આમ , વિચારોની અભિવ્યક્તિ માટે ભાષાએ એ મજબુત માધ્યમ છે .

 ( C ) વિચારો નાં આદાન પ્રદાન માટે : - મનુષ્ય પોતે જ અભિવ્યકિત થવાની કામના રાખે છે . તેવું નથી . તે અન્ય વ્યકિતની અભિવ્યકિતને પામવાનો પ્રયત્ન પણ કરે છે . સમાજમાં વ્યવહાર હંમેશા પરસ્પર દ્વારા જ શકય બને છે . તેથી , ભાષા પણ આદન અને પ્રદાન બંને ભુમિકા એ કાર્ય કરે છે . કુદરતે મનુષ્યને અવાજ આપ્યો અને મનુષ્યએ તેને ભાષામાં રૂપાંતરીત કર્યો . અવાજની ભાષા માં થતાં રૂપાંતરની પ્રક્રિયા શિક્ષણથી સિદ્ધ થાય છે . આ શિક્ષણ આપણને કોઈની પાસેથી મળે છે . આ પ્રક્રિયા આદાનની છે . મનુષ્યનાં વિચારોની ભાષા માં થતી અભિવ્યકિત એ વિચારોનું પ્રદાન છે . માત્ર પ્રદાન દ્વારા કે માત્ર આદાન દ્વારા ભાષાની સમચતા સિદ્ધ થતી નથી . પરંતુ બંને પોત પોતાનું સમતોલન જાળવે તો જ સિદ્ધ થાય છે . મનુષ્યજાતિમાં ભાષાનું આદાન - પ્રદાન થતું ન હોય તો મનુષ્યજાતિ પરસ્પર આટલી નિકટ આવી શકી ન હોત . તથા મનુષ્યનો સાંસ્કૃતિક અને સામાજિક વિકાસ થયો ન હોત . અને તેના વ્યવહારોમાં સુગમતા અને સર્વવ્યાપકતા આવી ન હોત . આ અર્થમાં ભાષા વૈચારિક આદન પ્રદાનના માધ્યમ તરીકે બહુ મોટું કાર્ય કરે છે .

 ( D ) જ્ઞાન - પ્રાપ્તિનાં સાધન તરીકે – મનુષ્યનો સાંસ્કૃતિક અને સામાજીક વિકાસ ભાષા પર નિર્ભર છે . આદિમાનવથી તે એક સામાજીક મનુષ્ય તરીકેની ભૂમિકાએ પહોંચેલો માનવી પોતાની વૈચારિક સમૃદ્ધિ વધાર્યા વિના આ તબકકે પહોંચી શકયો ન મનુષ્યમાં મુળભુત રીતે જીજ્ઞાસા વૃત્તિ રહેલી હોય છે . તેને કારણે અનેક જ્ઞાનની ક્ષિતીજોમાં તેની ગતિ થતી હોય છે . પથ્થરો ઘસીને અગ્નિ પેટાવનારો આદિમાનવ આજે અણુ અને ટેકનોલોજી નાં સમયમાં પ્રવેશીને પ્રગતિના પંથે હરણફાળ ભરી રહયો છે . તે ભાષાના અભાવમાં શકય નથી .

 ( E ) સાહિત્ય સર્જનનાં માધ્યમ તરીકે- ભતૃહરિએ સાહિત્ય વગેરે કલાઓ વિનાના મનુષ્યને પશુ સમાન ગણાવ્યો છે . સાહિત્યનો મનુષ્યનાં સાંસ્કૃતિક વિકાસ સાથે ગાઢ સંબંધ છે . સાહિત્ય મનુષ્યનાં અસ્તિત્વ માટે અનિર્વાય નથી , પણ મનુષ્યને સાંસ્કૃતિક દરજ્જો આપવામાં  ઘણો મોટો ભાગ ભજવે છે . જે કલાઓ ભાષા સિવાયનાં ઉપાદાન ( સાધનો ) પર અવલંબે છે . તે કલાઓનો વિચાર ન કરીએ અને માત્ર સાહિત્ય કલા નો વિચાર કરીએ તો કવિતા , વાર્તા , નાટક કે નવલકથા જેવી વિવિધ સ્વરૂપની કૃતિઓ ભાષાના આશ્રયે જ પ્રગટ થાય છે . આ કૃતિઓ મનુષ્યના જીવન ઘડતરમાં અને આનંદ પ્રાપ્તિમાં મહત્વપૂર્ણ બને છે . સાહિત્ય દ્વારા વિશ્વમાં ઘણી ક્રાંતિઓ થઈ છે . ભારતમાં સ્વતંત્રતાનાં આંદોલનમાં મેઘાણીની કવિતાઓ એ મહત્વનું યોગદાન આપ્યું છે . આ ઘટના સાહિત્યની અસર અને ઉપયોગીતા દર્શાવે છે . ટુંકમાં , સાહિત્ય મનુષ્યની ઉત્ક્રાંતિમાં મહત્વની ભાગ ભજવે છે . આમ , ભાષા સાહિત્ય સર્જન માં માધ્યમ તરીક મહત્વનું કામ કરે છે . તેમ અવશ્ય કહી શકાય .

 ઉપસંહાર : - ભાષા અને માનવજીવનની વચ્ચે સાથે સંબંધ રહેલો છે . ભાષા દ્વારા માનવ વિકાસ પામે છે . તેમજ માનવ દ્વારા ભાષા પણ સતત પરિવર્તનશીલ અને વિકાસ પામતી રહી છે . બંને દ્વારા એકબીજાનો વિકાસ શકય છે .