'' મનસુખલાલ મજીઠિયા " નાટયખંડનું કથાવસ્તુ ચર્ચો.
પસ્તાવના ગુજરાતી ભાષા સાહિત્ય ના વિવિધ સ્વરૂપો માં નાટક એ આદિકાળ થી ખેડાયેલ સ્વરૂપ છે. નાટકનાવિકાસના ફાળામાં ઉમાશંકર જોષી બાદ એમ્બંડ પ્રણાલિના નાટકોમાં લાભશંકર ઠાકરે બહુમુલો ફાળો આપ્યો છે . જેમાનું " મનસુખલાલ મજીઠિયા " અને " વૃક્ષ ' ' એ તેમના લીલા નાટય પ્રયોગો છે જે દીર્થનાટક સ્વરૂપે લખાયેલ છે. તેનું કથાવસ્તુ નીચે પ્રમાણે છે.
કથાવસ્તુઃ- " મનસુખલાલ મજીઠિયા " એ 1975 પહેલાંના કોઈ એક વર્ષના કોઈ એક દિવસે " મનસુખલાલ મજીઠિયાનો " પ્રથમ રંગમંચ પ્રયોગ થયો હતો. જેમાં ચિત્રકાર શ્રી અમિત અંબાલાલ ની એક નાની આર્ટ ગેલેરિના મેડા પર થયો હતો અને ઘણીજ જગ્યા એ ભજવાયા બાદ તેનું લિખિત સ્વરૂપ મળેલ છે. છ અંકોમાં આ નાટક વિસ્તરણ પામેલ છે. પ્રથમ અંકમાં એટલે કે દ્રશ્ય -1 માં મનસુખલાલ મજીઠિયાનો દીવાનખંડ આવે છે . જેમાં દીવાનખંડ ની સુંદર ગોઠવણ અને તેમાં ધીમા સીતાર નાં સૂર સંભળાય છે. ટેલિફોન નો અવાજ સંભળાય છે. અને નાટક નાં પ્રથમ પુરૂષ પાત્ર હિરેન નો પ્રવેશ થાય છે.
હિરેન મનસુખલાલનો એકનો એક પુત્ર છે. હિરેનની સગાઈ સુંદર અને શિલ છોકરી રીટા સાથે થયેલ છે અને નાટકના દ્રશ્ય -1 માં રીટા નો ફોન આવે છે. હિરેન રીટા સાથે પ્રેમભરી વાતો કરે છે. રીટા મનસુખલાલ પ્રત્યે આદર અને સમ્માન દર્શાવે છે . હિરેન અને રીટાની વાતો પરથી મનસુખલાલનું વ્યક્તિત્વ પ્રગટ થાય છે . હિરેન કહે છે કે મારા પિતાજી કદી ખોટું બોલતા નથી. કદી કોઈને છેતરતા નથી કે કોઈની સાથે ઊંચે અવાજે બોલ્યા પણ નથી, તે કોમળ સ્વભાવના લાગણીશીલ વ્યક્તિ છે. રીટા સાથેની વાત પૂરી કર્યા બાદ અનસુયા જે હિરેનના મા તથા મનસુખલાલ ના પત્ની ની મંચ પર એન્ટ્રી થાય છે. અનસૂયાબેન ગુજરાતી સાડી , આંખ પર પાતળી દાંડી ના ચમાં , વાળની થોડી લટો સફેદ , ઉંમર પચાસેક વર્ષની . અહી અનસૂયાના વ્યક્તિત્વની જાંખી થાય છે.
અનસૂયા હિરેનને મનસુખલાલ વિશે પૂછે છે. હિરેન કહે છે કે કદાચ બગીચામાં કીડિયારા પૂરવા ગયા હશે. એમ અનુમાન જણાવે છે. હિરેન અનસૂયાને જણાવે છે કે તે રાત્રે ઘરે જમશે નહી અને રીટા સાથે મ્યુઝિકનો પ્રોગ્રામ જોવા જવાનો છે. અનસુયા હિરેન અને રીટાના લગ્નની , ઘરેણાની તૈયારીઓ વિશે હિરેન સાથે થોડી વાતચિત કરે છે. અનસુયા ખાંડ ના કીડીયારા પૂરવા નાં ડબ્બા તરફ ધ્યાન દે છે અને પછી બાજુના પાડોશી કાન્તાબેન ને પૂછે છે કે તેમણે મનસુખલાલને જોયા છે. ત્યાં મનસુખલાલ આવે છે. સફેદ ધોતિયું , સફેદ ઝભ્ભો , માથે છીંકણી રંગની ટોપી , આંખ પર ચશ્માં . મનસુખલાલના હાથમાં કાળા રંગનો ડબ્બો , બંશ છે. તેઓ આવીને અનસૂયા પાસે ડિસમિસ માગે છે. અને અનસૂયા તે આપે છે. ડિસમિસ થી રંગનો ડબ્બો ખોલી મનસુખલાલ અજૂગતું વર્તન કરે છે . તે ઘરની બહાર આવેલ નેમપ્લેટ પર કાળો રંગ લગાડે છે. ટપાલી કવર નાખી જાય છે. તેના આગળના ભાગમાં મનસુખલાલ લખેલ પોતાના નામ પર કાળો રંગ લગાડે છે. આમ જોઈને અનસૂયા તેનું કારણ પૂછે છે. તો મનસુખલાલ કહે છે કે જયા જયા મારું નામ છે તે ભૂસી નાખો અને બધાને કહીદો કે મને કોઈ નામથી ન બોલાવે . વાસણ માં , ફોન ડિરેક્ટરી માંથી , દુકાન પર થી , બેન્ક માંથી વગેરે જગ્યાએ થી મનસુખલાલ તેનું નામ ભૂંસી નાખવા જણાવે છે. હિરેન ચેક માં સહી કરવાનું કહે છે તે પણ મનસુખલાલ ના પાડી દે છે. નામની માથાકુટ વચ્ચે એટલા માં મનસુખલાલ નાં પિતરાઈભાઈ ચંદુલાલ આવે છે. તે મનસુખલાલ ને નામથી બોલાવે છે. એનું નામ સાંભળતાજ મનસુખલાને આંચકો લાગે છે. ચંદુભાઈ આ અછાડતા વર્તન વિશે પૂછે છે, પણ મનસુખલાલ તેનો જવાબ આપતા નથી આંગળી પરની વીંટી પર પોતાનું નામ જોતાં તે વીંટી કાઢીને જમીન પર ઘસવા લાગે છે. મનસુખલાલના આવા વર્તન થી અનસૂયા અને હિરેન તથા ચંદુલાલ પણ મુંજાઈ જાય છે. અનસૂયા અને હિરેન ચંદુલાલ ને જણાવે છે, કે ક્યારેય કોઈ દિવસે મનસુખલાલ કોઈ સાથે ઝઘડો કરતા નથી. ઊંચા અવાજે બોલતા નથી અને આજે અચાનક આ નામની બાબત ક્યાંથી આવી એ સમજાતી નથી. ચંદુલાલ ના પૂછવાથી મનસુખલાલ જણાવે છે કે આજ ના છાપામાં તમે વાગ્યું પાંચમાં પાને એક સમાચાર છપાયેલાં છે, ભયંકર પરમ દિવસે રાતે વડોદરાની કોઈ લોજમાં ... એટલું બોલતા મનસુખલાલ ઢળી પડે છે. સૌવ તેને સંભાળે છે. અને ફરી એ વાત જણાવે છે કે વડોદરાની એક લોજમાં કોઈ જુવાન સ્ત્રી પર બળાત્કાર કરીને એક પુરુષે તેને મારી નાખી અને એ અપરાધી તેના જ નામધારી હતો.
બીજા દ્રશ્ય માં મનસુખલાલને ઉંઘમાં પોતે એ અજાણી સ્ત્રીની ચપ્પથી હત્યા કરતા હોય તેવો ભમ થાય છે, અને ઉંઘ માંથી જાગી જાય છે. અને તેના હાથ કંપવા લાગે છે. મનસુખલાલ ઘર માંથી છરી ચખું વાળા હથીયાર ફેંકી દેવા કહે છે અને પોતાના હાથ પણ કપડાં થી બંધાવે છે. જાણે પોત જ એ સ્ત્રીની હત્યા કરી હોય તેવો વહેમ તેના મનમાં ઘર કરે છે . અને જાંઝર નો અવાજ તેમની મનઃસ્થિતિ પર આવ્યા કરે છે. અનસૂયા અને હિરેન તેને સમજાવે છે પણ મનસુખલાલની ભ્રમણા દૂર થતી નથી.
દ્રશ્ય -3 માં ડો . મજમુદાર ને ડો . દેસાઈનો ફોન આવે છે અને હિરેન અને તેના પિતા મનસુખલાલ ડો . મજમુદાર પાસે જાય છે . ડો . મજમુદાર મનસુખલાલ ને સામાન્ય પ્રશ્નો કરી તેની તપાસ કરે છે . મનસુખલાલ ને તેના નામ સાથે વાંધો છે , છરી ચપ્પ સાથે અણગમો છે વગેરે બાબતો હિરેન જણાવે છે . ત્યારે ડોક્ટર તેને કોઈ માનસિક રોગોના નિષ્ણાંત એવા ડોક્ટર પાસે જવાનું સૂચન કરે છે પણ મનસુખલાલ ડોક્ટરને પોતાના આંગળી અને અંગૂઠો કાપી નાખવાનું કહે છે . મનસુખલાલ ડોક્ટર પાસે જિદ કરે છે . ડોકટર તેને હાથની અગત્યતા વિશે જણાવે છે અને છેલ્લે હિરેન મનસુખલાને સમજાવીને ઘેર લાવે છે .
દ્રશ્ય -4 માં મનસુખલાલ દિવાનખંડ માં બેઠા છે તેના શરીર ના અડધા અંગો તુત થયેલા છે. ત્યાં પાડોશમાં રહેતો ટીકું આવે છે તે અનસૂયા સાથે પોતે બનાવેલ મુકુટ ની વાતો કરે છે ત્યાં ટીકું ના મમ્મી આવે છે એ મનસુખલાલ ની તબીયત વીશે પૂછે છે. મનસુખલાલ હાથ ની બાંકી રહેલી આંગળીઓ મોઢામાં ચુસે છે. જાણે પોતાની જાતને આમ ચૂસી ચૂસીને ઓગાળી નાખવાનો પ્રયાસ કરતાં હોય તેવું લાગે છે. અનસૂયા અને કાંન્તાબેન હિરેનની ભાવી પત્ની રીટા વિશે વાત કરે છે. કાન્તાબેન ના ગયા બાદ અનસૂયા મનસુખલાલ ને ભગવાન ની સ્તુતી બોલાવે છે પણ મનસુખલાલની જાણે જીભ પણ ઓગળતી હોય તેમ તેઓ સંપૂર્ણ સ્પષ્ટ બોલી શકતા નથી. ચંદુલાલ જે મનસુખલાલના ભાઈ છે તે તે સમયે આવે છે અને મનસુખલાલ ની આવી અડધી ઓગળતી કાયાને જોઈને દુઃખી થાય છે. ચંદુલાલ મનસુખલાલ ની ભલમનસાઈ ની વાતો કરે છે અને આવા ભલામાણસને બીજા ના કર્યા પાપ નું પાયશ્ચિત કરતાં જોઈ દુ:ખી થાય છે. અનસૂયા પણ મનસુખલાલની ઉદારતા વિશે જણાવે છે. એકવાર ઘરમાં આવેલા ચોરને પણ મનસુખલાલ મારથી બચાવે છે એજ ચોર આજે આજે મનસુખલાલ માટે મેલડી માં ની મંત્રેલી માળા લાવે છે અને મનસુખલાલ પ્રત્યે અહોભાવ રાખે છે. મનસુખલાલ માત્ર સ્મિત કરતા મૌન બેસી રહે છે અને પોતાની બાકી રહેલી આંગળી ઓ ચૂસ્યા કરે છે. અનસૂયા મનસુખલાલ નાં જન્મ દિવસે રીટાને જમવા બોલાવે છે અને મનસુખલાલ ને ભાવતી વેઢમી બનાવે છે. પણ કુદરતની ક્રિયા તો કેવી છે કે આજે મનસુખલાલ માત્ર પ્રવાહી પણ માંડ માંડ લઈ શકે છે.
દ્રશ્ય -5 માં દીવાલ પર બરાબર વચમાં મનસુખલાલ ના સફેદ ઝબ્બા નીચે બે ફૂટ ઊંચો પિંડ છે. અને હિરેન ત્યાં બાજુમાં બેસી મેગેઝિન વાંચે છે. અનસૂયા આવી હિરેન ને પોતે મંદિરે જાય છે અને ત્યાંથી ચંદુભાઈને ત્યાં દુર્ગાની ખબર પૂછવા જવાનું કહી જાય છે. ત્યારબાદ ત્યાં તેનો મિત્ર પ્રકાશ આવે છે. પ્રકાશ બોમ્બે જોબ કરીને આવેલો છે . તે અને હિરેન અવનવી વાતો કરીને આનંદ કરે છે . એટલામાં પ્રકાશ તેને નવી મૂવી જોવા જવાનું કહે છે . અને એ વાત પછી દીવાન પર પડેલા પિંડમાંથી ઊ ... ઊં એવો અવાજ સંભળાય છે. અવાજ ના પૂનરાવર્તનથી હિરેન ઊભો થઈ પાણીનો મોટો વાટકા જેવું પાત્ર ભરીને ઝબ્બા નીચે મુકે છે અને પછી થોડીવારબાદ લઈ લે છે ત્યારે એ પાત્ર ખાલી હોય છે. આ જોઈ પ્રકાશ તેને પૂછે છે કે શું છે હિરેન તેને કહે છે તે મારા પિતાજી છે આ સાંભળી પ્રકાશ ચોંકી જાય છે. હિરેન જણાવે છે કે તે મારા પપ્પાનો પિંડ છે. ઓગળી ઓગળીને હવે આટલો રહ્યો છે. અને ફરી બન્ને ફિલ્મની વાતો કરવા લાગે છે. હિરેન રીટાને પણ ફિલ્મ જોવા બોલાવવાનું કહે છે. હિરેન સિગારેટ પિતા – પિતા પ્રકાશ ને પોતાના પિતાની વાત કરે છે . અને પ્રકાશ તેને ફિલ્મ જોવા જવાનું ટાળવા કહે છે , પણ હિરેન તેને કહે છે કે હમણાં જ મારા મમ્મી આવી જશે હું બાજુમાં ચાવી આપી દઈશ બન્ને જાય છે. દીવાન ઉપર સફેદ ઝબ્બા માં ઢંકાયેલા પિંડમાંથી ઊ ... ઊ એવો અવાજ આવે છે અને અવાજ ના પુનરાવર્તન બાદ પિંડનું કદ જરા જરા ઘટતું જાય છે. બે ફૂટના પિંડ માંથી અડધો ફૂટ પિંડ ઘટે છે. અને પ્રકાર ઓસરતો જાય છે.
દ્રશ્ય -6 માં દીવાન ઉપર સફેદ ઝબ્બા માં ઢંકાયેલો માત્ર છ થી નવ ઇંચ જેટલો ઊંચો પિંડ છે. ધીમે ધીમે પ્રકાશ ક્ષીણ થાય છે. માત્ર દીવાન પર પડેલા પિંડ ઉપર જ ફોકસ છે. અન્યત્ર સંપૂર્ણ અંધકાર છે. સફેદ ઝબ્બા માં ઢંકાયેલો પિંડ આછો આછો સળવળે છે અને ઓગળતો જાય છે. પંદરથી વીસ સેંકડમાં એ સંપૂર્ણ ઓગળી જાય છે . અંતિમ ક્ષણ સુધી સળવળતો - હલતો ઝબ્બો હવે પાટ પર સફાટ થઈ નિષ્ક્રિય પડી રહે છે અને પછી અંધકાર છવાઈ જાય છે. આમ મનસુખલાલ નાં જીવનનો પિંડ છ દ્રશ્યોમાં ધીમે ધીમે ઓગળતો બતાવવામાં આવ્યો છે.
સમાપનઃ - આમ નાટકના વિષયમાં એક કાલ્પનિક ઘટના ને જીવંત બતાવવા માટે દ્રશ્યો નું આયોજન નાટ્યકારે સુંદર રીતે કર્યું છે . કથા ટૂંકમાં જોઈએ તો માત્ર એટલી જ છે કે મનસુખલાલ જે એક સજજન , પર દુ : ખમાં દુ : ખી થનાર , સ્નેહી , આત્મીય સભર , વ્યક્િતત્વ ધરાવતા વ્યક્તિ , માનમોભો પ્રતિષ્ઠા પણ ધરાવે છે અને એક દિવસ છાપા માં આવેલ એક બનાવ વાંચી જેમાં ગુનેગાર પોતાના નામધારી હતો અને એ વાંચીને મનસુખલાલને પોતાનું નામ પોતાના હાથ , પોતાની જીવન શુદ્ધા પરત્વે અણગમો થઈ આવે છે . એક ઘટના થી તેમનું જીવન નકરેલા પાપની જાણે સજા ભોગવવા માંડે છે અને ધીમેધીમે તેનું શરીર એ પાપના બોજથી ઓગળવા માંડે છે.
0 ટિપ્પણીઓ