પૂર્વભૂમિકા : - સુરેશ જોશી પછી આધુનિકવાદમાં જેમનું નામ સૌથી મોખરે છે તે લાભશંકર ઠાકર કાવ્ય , નાટક અને નવલકથા ત્રણ સ્વરૂપોમાં નિખંતપૂર્વકનો આધુનિક સંવેદનો વ્યકત કરનારા સર્જક છે . આધુનિક કવિતામાં અતિશય વૈયકિતક ચેષ્ટાઓ આલેખતી કવિતા જોવા મળે છે . પરંતુ લાભશંકર ઠાકર એવા મોટા ગજાના સર્જક છે જે આધુનિકતાની પ્રયોગશીલતા ની સાથે — સાથે એક વિદગ્ધતા , સંવેદનશીલતા , અને સભાનતા દર્શાવે છે . કવિતાનું માધ્યમ ભાષા - શબ્દ હોય છે . પરંતુ લાભશંકર ઠાકર કવિતાનાં માધ્યમથી જ નારાજ જણાય છે . શબ્દનો મહિમા કરનારા અન્ય કવિઓ અને સાહિત્ય રસિકોને આઘાત આપતાં લાભશંકર ઠાકર કહે છે કે ,
" ડોલ શબ્દની કાણી રે ,
કંડા કુવાના પાણી રે ,
હરખ ભેર ખેંચે છે , લઘરો તાણી તાણી
આ આવી છલકાતી રે
ભરચક પાણી પાણી રે . "
-લાભશંકર ઠાકરની આ એક જ પંકિતથી નીતાંત આધુનિકતાનો પરિચય થાય છે . પોતાની સમકાલીનોથી લાક્ષણિક રીતે સુદઢ કવિએતનાં ધરાવનાર લાભશંકર ઠાકરએ કવિતા , નવલકથા અને નાટકક્ષેત્રે જે પ્રયોગધર્મિ સાહિત્ય રચ્યું છે તેનો અને લાભશંકર ઠાકરની આધુનિક સર્જક પ્રતિભાનો વિસ્તૃત અને સમીક્ષાત્મક પરિચય મેળવીએ .
લાભશંકર ઠાકરનું સાહિત્ય સર્જન :
કવિતા : ( 1 ) વહી જતી પાળ રમ્ય ધોષા ( 2 ) માણસની વાત ( 3 ) મારે નામને દરવાજે ( 4 ) બૂમ કાગળમાં કોરા ( 5 ) ટોળા અવાજ ઘોંઘાટ ( 6 ) લઘરો ( 7 ) પ્રવાહણ ( 8 ) કાળગ્રંથી ( 9 ) સમય - સમય .
નાટક : ( 1 ) પીળું ગુલાબ અને હું ( 2 ) મનસુખલાલ મજીઠીયા ( 3 ) મરી જવાની મજા ( 4 ) કાહે કોયલ ચોર મચાયે રે .
નવલકથા : ( 1 ) કોણ ? ( 2 ) અનાપસનાપ
નિબંધ : ( 1 ) કાગળની પૂંછડી .
હવે આપણે એમના સાહિત્યનું સમગ્રલક્ષી મૂલ્યાકંન તપાસીએ .
લાભશંકર ઠાકરની કવિતા : નખશીખ આધુનિકતાનો પાસ : - લાભશંકર ઠાકર આધુનિક કવિ છે . પરંતુ તેની કવિ ચેતનાં સમકાલીન ની તુલનાએ ઘણી ઋજુ અને બલિષ્ઠ છે . તેમનાં પ્રથમ કાવ્ય સંગ્રહ ' વહી જતી પાછળ રમ્ય ઘોષા ' માં પરંપરા માંથી આધુનિકતા માં થતું અભિચરણ જોવા મળે છે . તેમાં કવિનું અતિત રાગી સંવેદન ધ્યાન ખેંચે છે . પ્રથમ જે કાવ્ય સંગ્રહ માં તેમનાં કલ્પનો ની તાજગી અને કલ્પનાં પ્રત્યેક મરોડની નાજુકાઈ દ્વારા લાભશંકર ઠાકર પોતાનો એક અલગ ધ્વનિ આગ્રહપૂર્વક રજૂ કરે છે .
" જરા ઉપેક્ષા તૃણને હટાવી લીલા ડુંગરને કરો અનાવૃત . "
ચાંદરણું , અંતિમ ઈચ્છા , ચીખ , સૂર્યમુખી જેવી રચનાઓ વહી જતી પાછળ રમ્ય ઘોડીની ઉતમ રચના છે . પરંતુ લાભશંકર ઠાકરની પરંપરાને છોડીને આધુનિક વિષમક્ષેત્રમાં પ્રવેશતી હોય તેવું અભિચરણ દર્શાવતી એક રચના છે . વરસાદ પછી વૃષ્ટિ પર ભીંજાયેલા ઘરની પર પડતા તડકાનું દૃશ્ય અભૂતપૂર્વ કલ્પના દ્વારા , આવા અપૂર્વ લય દ્વારા રજૂ કરે છે .
'' જળ ભીંજેલી ; જોબન વતી લથબથ ઘરની અંગઅંગ ટપકે છે કંઈ રૂપ મનોહર ને તડકાનો રંગ ધોળો . "
પરંતુ તેમના માણસની વાત મારા નામને દસ્તાવેજમાં ટોળાં , અવાજ , ઘોંઘાટની કવિતા સંપૂર્ણ પણે આધુનિકવેશ દર્શાવે છે . અહીંથી લાભશંકર ઠાકરની કવિએતનાં સંપૂર્ણપણે આધુનિકતા નો પાસ ધારણ કરી લે છે . દિપકનાં બે દિકરા , કાગળને અજવાસની વચ્ચે રોલીંગ ચટર થઈને પડેલા આધુનિક માનવીએ આ લયનાં આવર્ત દ્વારા અછાંદસ બોલીમાં રજૂ કરે છે .
" જન્મ પછી જેને કયારેય ,
આંખ ઉઘાડી નથી ,
એ શબ્દને ,
નસિકતાની આંખોથી સતત તાકયા કરું છું . "
" તમે કદી તમને મળ્યા છો ?
આ વિચિત્ર સવાલ લાગશે
પણ વિચારી જોતા ,
એનો જ હકારમાં ઉત્તર આપવું મુશ્કેલ બનશે "
" હું હતાશ થવા કરતાં ;
મુરખ થવાનું પસંદ કરું ,
પણ મારા હાથની વાત નથી . "
શબ્દની શોધની પુનઃ પુનઃ અનુભૂતિ લાભશંકર ઠાકરની કવિતાનો આગવો વિશેષ છે . અહી વિસંવાદિતા , ભીડ , અવાજ , વિષાદ , નરાય , થાક , ગ્લાની , અને કેટલાક વિષય અસ્તિત્વ વિષયક પ્રશ્નોને કવિ ચેતાનામાંથી એક આવેગ સાથે બહાર નીકળતી જોઈ શકાય છે . યંત્ર , સંસ્કૃતિમાં જીવતો માનવી અને તેના અસ્તિત્વની નિરર્થકતાને લાભશંકર ઠાકરે પોતાની કવિતામાં ગતિશીલ કલ્પનો - ભાષાનો મુકત ભાષાયુકત પ્રોઢી , સહજરિત લયની પ્રવાહીતા વગેરે અદભૂત રીતે દર્શાવી દીધું છે . સાચા શબ્દ માટેની શોધ અને તે માટેની સટપટ હટ , બેબાકળાં પડ્યું અને એ શબ્દ મળી આવતાં અનુભવાતો પરિતોષ લાભશંકર ઠાકરની કવિતાને આધુનિક ગુજરાતી સાહિત્યનું એક સામર્થ અવાજ સાબિત કરે છે .
લાભશંકર ઠાકરનાં નાટકો : સામાજિક અને ઐતિહાસિક સંદર્ભથી વિચ્છેદાય ગયેલા આધુનિકયુગનાં માનવીનાં અર્થહીન સંવેદનો : - લાભશંકર ઠાકર વસ્તુતઃ તો એક સમર્થ નાટયકાર છે . ગુજરાતી નાટકને રૂઢ થઈ ગયેલા , પરંપરીત સોગઠામાંથી બહાર લાવવાનું પ્રયોગધર્મ કાર્ય કરનાર નાટય લેખક છે . લાભશંકર ઠાકર પૂર્વના ગુજરાતી નાટકો પહેલા લખાતા અને પછી ભજવાય તો ભજવાય , પરંતુ લાભશંકર ઠાકરના આગમનથી આધુનિકતા નાટયક્ષેત્રે અભૂતપૂર્વ સર્જન છે . ' રેમઠ ' ના આ સર્જકો એબ્સર્ડનું થીયેટર આદરે છે . મુળભૂત રીતે ફ્રેન્ચ નાટક લેખક સેમ્યુઅલ બેકેટના ' વેઈટીંગ ફોર ગોદોથી ' પ્રભાવિત થઈને ગુજરાતીમાં લાભશંકર ઠાકર સુભાષ શાહ સાથે મળીને એક ઉદર અને જદુનાથનો પ્રયોગ કરે છે . અને અહીંથી શરૂ થાય છે એબ્સર્ડ નાટકનું અવતરણ . માણસની નિરર્થક ક્રિયાઓ તરીકે પરંપરાને મુકીને લાભશંકર ઠાકર રંગભૂમિક્ષેત્રે નવી જ જાગૃતિ લાવે છે . આ નાટકો પહેલાં ભજવાય છે અને પછી લખાય છે . વર્કશોપમાં રચાયેલાં આ નાટકો ગુજરાતી નાટકનો અને રંગભૂમિનો સુવર્ણ તબક્કો આરંભે છે . લાભશંકર ઠાકરની સમગ્ર નાટય ચેતનાં જેના પર અવલંબે છે તે ' પીળું ગુલાબ અને હું ' ઈ.સ. 1980 માં નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર આ નાટકનાં લેખક એટલે કે લાભશંકર ઠાકરએ એવોડનો અસ્વીકાર કરીને સાહિત્ય ક્ષેત્રે ઉહાપો મચાવી દીધો હતો . ‘ પીળું ગુલાબ અને હું ' વિષયવસ્તુ , રચના રીતિ ઉભયદેષ્ટિએ પ્રયોગશીલ અને સામર્થ્યવાન નાટય રચના છે . પ્રથમ અંકના પ્રથમ દશ્યમાં અને સ્ત્રી આત્મહત્યા કરી રહી છે . નાટકનો આવો તનાવ અભૂતપૂર્વ હતો . દર્શક અને ભાવક આ દેશ્યની ચિંતાગ્રસ્ત બને છે . પરંતુ બીજા પાત્ર કટ - કટ કરતું મંચ પર આવે છે . આથી ખ્યાલ આવે છે કે એ સ્ત્રી આત્મહત્યા નહોતી કરી રહી પરંતુ આત્મહત્યાનું નાટક કરી રહી હતી . આમ , આ નાટકમાં નાટકની અંદર નાટકની નવી પદ્ધતિ દર્શાવતા ' પીળું ગુલાબ અને હું ' એક અભિનેત્રી સંધ્યાની જીવનને સંવેદનાં મૂલક રીતે વ્યકત કરાયું છે . જીવનમાં તેર ( 13 ) વર્ષથી નાટકો કરતી સંધ્યા નાટકમાં પણ નાટયાત્મકતા અનુભવવા લાગે છે . તે જયારે સ્વજનો સાથે હૃદય સંવાદ સાધવા કે છે ત્યારે પોતે નાટકનાં સંવાદો બોલી રહી હોય તેવા સંવેદનો અનુભવે છે . પોતાનો મૂળ ચહેરો અલોપ થઈ ગયાનો ભાવ સંધ્યાના અસ્તિત્વ સામે એક પ્રશ્ન બની જાય છે . કોયલડી બોલે પંચમ સૂરમાં ; હરીયાઓને લાલ પરીની લાલ લટકતી લાવોને , ખાનગી વાત તને કહું તું છે મારો વર વહાલો ને હું છું તારી વહુ " જેવા વિચિત્ર કહી શકાય તેવાં ગીતો પ્રયોજાયેલા હોય તેવાં આ નાટકમાં અસ્તિત્વનો નિરર્થકતાને લાભશંકર ઠાકરે સબળ રીતે આલેખી છે . મનસુખલાલ મજેઠીયા કપોળ કલ્પના પર આધારીત નાટક છે . આજની યંત્ર સંસ્કૃતિમાં માનવ અસ્તિત્વનું કોઈ મૂલ્ય નથી . તેવી ' યુગ સંવેદના ' આ નાટકમાં પ્રતિબિંબિત થઈ છે . કાહે કોયલ શોર મચાયે ' નાટક પણ આધુનિક ગતિવિધીવાળું નાટક છે . લાભશંકર ઠાકર છે જે એકાંકી નાટકો રચ્યા છે . તેમાં મુખ્ય છે ' બાથટબમાં માછલી ' પરંતુ એક નાટયકાર તરીકે તેમની આધુનિકતાઓ વાસ્તવિક પરિચય જેનાંથી મળે છે તે છે ' વૃક્ષ ' ભૌતિકવાદનાં વાવઝોડામાં સંબંધો અને માનવીય લાગણી સુખા તરણાની જેમ ઉડી જાય છે . તેવો ધ્વનિ દર્શાવતો સમગ્ર આધુનિક સાહિત્યની એક પ્રતિનિધિરૂપ રચના છે . માણસનું વૃક્ષ બની જવું વ્યંજનાત્મક અને પ્રતિકાત્મક છે . આધુનિક વિષયો , આધુનિક નાટયભાષા , કલ્પનો , પ્રતિકો , અને તદ્દન નવી રચના રીતિને કારણે લાભશંકર ઠાકર આધુનિક સાહિત્યનાં સમર્થ નાટયકાર સાબિત થાય છે .
લાભશંકર ઠાકરની નવલકથાઓઃ આધુનિક નવલનો સબળ પર્યાયઃ - લાભશંકર ઠાકરે કાવ્ય અને નાટયલેખન ઉપરાંત બે એવી નવલકથાની રચના કરી છે કે જેમાં નામોલ્લેખ વગર ગુજરાતી નવલકથાનાં વિકાસની ચર્ચા અધૂરી રહી જાય એ પૈકીની પહેલી રચનાં છે . ' કોણ ? ' આ લઘુનવલ ડો . સુરેશ જોષીએ પ્રવર્તાવેલી નવી નવલકથાનો શ્રેષ્ઠ આદર્શ છે . કથાનાયક ( જેનું નામ વિનાયક છે ! ) વિનાયકનાં પોતાનાં અસ્તિત્વનાં ચાર પ્રશ્નો સામે જન્મતો જોવા મળે છે . તત્વમસી , તમતશી , ત્વભબ્રહ્માસ્વામી અને અહમબ્રહ્માસ્વામી તત્વજ્ઞાનનાં આ મૂળ ચાર પ્રશ્નોને લાભશંકર ઠાકરે કથાત્મક રચના રીતિ થી બહુ પ્રભાવક રીતે આલેખીને તેનાં ઉત્તરો મેળવવાનો નિરર્થક પ્રયત્નો કર્યા છે . નવલકથાને અંતે આ પ્રશ્ન કોણ ? નિરુત્તર રહી જાય છે .
' અનાપ – સનાપ ' તેમની બીજી નવલકથા છે . બાવા એટલે કે બ્રાહ્મણ , ક્ષત્રિય અને વાણિયા જેવી ઉચ્ચ કોમનાં પ્રતિનિધિઓ દ્વારા લેખકે એક સામાન્ય માનવીનાં જીવન વ્યવહારોને આલેખીને કરૂણહાસ TRAGIC COMIC નવલકથા રચી છે . કંઈક અંશે હાસ્ય જેવી લાગતી આ રચનાં જીવનનાં ગંભીર મુદાઓ આલેખે છે . લાભશંકર ઠાકરે આ સિવાય ગદ્યક્ષેત્રે જે ખેડાણ કર્યુ છે તેમાં જીવનચરિત્રો અત્યંત ધ્યાન આકર્ષક છે . બા વિશે , બાપા વિશે એમનાં દ્વારા રચાયેલાં જીવનચરિત્રો છે . આ ઉપરાંત લાભશંકર ઠાકર વ્યવસાયે આયુર્વેદિકાચાર્ય હોવાથી અયુર્વેદની કેટલીક કથા લખી છે . બાળ સાહિત્યક્ષેત્રે પણ તેમનું સર્જન સર્જનાત્મક કોટીનું
" કાગળના કિલ્લાને તોડીને ,
મનનાં ઘોડાં ભાગી જાય . "
દ્વારા લાભશંકર ઠાકરએ સહજ બાળવૃતિને જીવન રીતે આલેખી છે . આમ , એક સર્જક તરીકે લાભશંકર ઠાકરએ સંપૂર્ણપણે આધુનિકતાવાદી વલણ દાખવ્યું છે . તેમની કવિતા , નાટકો , આધુનિક સાહિત્યનો પરમ આદર્શ બની રહે છે .
ઉપસંહાર : - ઈ.સ. 1955 પછી ગુજરાતી સાહિત્યક્ષેત્રે આધુનિકતાની જે આંધી ફુકાય છે તેનાં એક અગત્યનાં બળ તરીકે લાભશંકર ઠાકરનું નામ પણ આદરસહિત લેવું પડે . જેનું માધ્યમ શબ્દ છે એ શબ્દનો નારાજ સાધક લાભશંકર ઠાકર ખરા અર્થમાં શબ્દનાં શોધક બની રહ્યાં છે . ફકત પ્રયોગદાસ્ય નહિ પરંતુ કંડી નિસ્બત ધરાવતી પ્રયોગશીલતા સાથે આધુનિક વલણ દાખવનાર આ સર્જકે કવિતા , નાટક , અને નવલકથાક્ષેત્રે એવી કૃતિઓની રચના કરે છે કે આધુનિકયુગની સમાપ્તી પછી પણ આ રચનાઓ પ્રસ્તુત રહે . આધુનિકયુગ ભલે પુરો થઈ ગયો પણ લાભશંકર ઠાકરનું સાહિત્યસર્જન કયારેય અપ્રસ્તુત બની રહે . ટોળાં , અવાજ , ઘોંઘાટ , પીળું ગુલાબ અને હું , બાથટબમાં માછલી , વૃક્ષ અને કોણ નો લેખક ગુજરાતી સાહિત્યમાં એક અવિસ્મરણીય રહ્યો છે .

0 ટિપ્પણીઓ