રઘુવીર ચૌધરી ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર અને વિવેચક છે. તેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં હાલમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા બાપુપુરા ગામમાં થયો હતો.



  " અમૃતા " - રઘુવીર ચૌઘરી : રધુવીર ચૌધરી ની " અમૃતા " 1965 ની સાલ માં તેમની ' પૂર્વરાગ " પછીની બીજી જા નવલકથા છે. છતા, એમાં કલાકિય વિકાસ સ્પષ્ટ જોઈ શકાય છે. તેમની પ્રતિભા નો પ્રબળ આવિષ્કાર નવલકથા સ્વરૂપ માં થયેલો જોવા મળે છે. " અમૃતા " , " વેણું વત્સલા " , ' ' ઉપરવાસ ' ' , ' સહવાસ ' , ' અંતરવાસ ' , એ નવલત્રયી " શ્રાવણીરાતે " , " લાગણી " વગેરે તેમની કિર્તિદા નવલકથાઓ છે. પ્રાસાદિક કથન રીતિમાં આધુનિક સંવેદનાનાં નિરૂપણ ની ટેકનીક તેમને ઉપયોગી નીવડી છે. તેની આધુનિકો માં તેમની નવલકથાઓ વધુ વંચાય છે. " અમૃતા " નાં સર્જક પાસે તેમનું આગવું જીવન દર્શન છે. એકબીજા સાથે સ્નેહ સંબંધે સંકળાયેલા ત્રણ પ્રેમીજનો અનિકેત , ઉદયન , અને અમૃતાની એ કથા છે. પરંતું લેખકે એને રૂઢ અર્થ માં પ્રણય ત્રિકોણ કથારૂપે રજૂ કરવા ઘારી નથી. અમૃતા ઉદયન અને અનિકેત એ પાત્રો નાં આંતર જીવનની વૈયકિતક સમસ્યાઓ ખાસ તો બુદ્ધિશીલ માનવી ની અસ્તિત્વમૂલક સમસ્યાઓ ને ભારતીય દર્શન ની ભૂમિકા એ રૂપાયિત કરવાનો એમાં પ્રયત્ન કર્યો છે. 

નાયિકા અમૃતા Ph.D ની પદવી પ્રાપ્ત કરે છે. એ પ્રસંગે તેના બે મિત્રો ઉદયન અને અનિકેત તેને અભિનંદન આપવા તેને ઘેર આવે છે. ત્યાંથી કથા શરૂ થાય છે. ઉદયન માં અસ્તિત્વવાદી વૈચારિક ભૂમિકા જોવા મળે છે. તે વર્તમાન માં જ જીવવા માંગે છે. ઈશ્વર ને તે માનતો નથી , પોતાની જાતનું જ ધાર્યું કરે છે, અને તેને અભિમાન પણ પોતાની જાતનું છે. જયારે અનિકેત ભૂત અને ભાવિ ને સ્વિકારે છે. ઉન્નતકર માનવજીવનની તેને ઝંખના છે. અને તેથી અન્ય ને સમજવા સતત મથામણ કરે છે. ઉદાર અને સરળ સ્વભાવ કરીને અનિકેત નું જુદું જ વ્યકિતત્વ જોવા મળે છે. અમૃતા " ગુલાબ નો છોડ પર નાં બે ફુલ માંથી કયું ફુલ લેવું " તેની મુંઝવણ અનુભવતી નારી છે. માણસ પોતની જાતને પણ પૂરી પામી શકતો નથી. તે બીજાને તો પૂર્ણપણે કેવી રીતે ઓળખી શકે ? એટલે ઓળખવા કરતા પામવામાં અને અનુભવ પ્રાપ્ત કરવામાં તે માને છે. " હું અનિકેત ને ચાહું છું , અનિકેત ને જ તને નહિં " એમ એક વખત બાલારામ માં અમૃતા આ ઉદયન ને કહેતું તે જ અમૃતા ઉદયન નાં સ્વીકાર સંદર્ભ માં કહે છે, " મારે સ્વાતંત્ર્ય નથી જોઈતું , સંવાદિતતા જોઈએ છે , સ્નેહ જોઈએ છે. " એમ કહેવા લાગે છે. ત્રણે પાત્રો નાં મંથનો , આંતર સંઘર્ષો લેખકે કુશળતા પૂર્વક નિરૂપ્યા છે. તે માટે પત્ર , કથા , સ્વપ્ન , વગેરે ટેકનીક નો ઉપયોગ કર્યો છે. છેલ્લા પ્રકરણ માં ત્રણે પાત્રો એકબીજાની નજીક છે. તેમાં અમૃતા અને અનિકેત ની વચ્ચે નાં અવકાશ માં ઉદયનની જીંદગી શબ બનીને પડેલી બતાવી છે. માનવી નાં જીવન માં વ્યાપી વળેલી અશ્રદ્ધા , વિસંવાદિતતા તેની કરૂણતા નાં મૂળ માં રહેલી છે . તેને જીવી બતાવવાનો ઉપક્રમ ઉદયનનાં પાત્ર માં છે. લેખક સંવાદ અને સાયુજય નો સંદેશ " સમષ્ટિ ની અને તેનાં અંશભૂત વ્યક્તિ ની સ્વતંત્રતા ને અને તેમનાં માનવીય ગૌરવ ને ઉગારી લેનારું વિધાયક તત્વ તો મનુષ્યમાત્ર માં અંતનિહિત પ્રેમઅંશ જ છે. " એ વાત ડો . બાબુ દાવલપુરા ' ' અમૃતા ' નાં સંદર્ભ માં કહે છે તે ઉચિત છે. '' અમૃતા " એનાં સર્જક રઘુવિર ચૌઘરી ને ગુજરાતી નવલકથા ક્ષેત્રે અક્ષય કીર્તિ રળી આપે છે.