✓ મમ્મટનાં મતે કાવ્યપયોજનનાં હેતુઓ જણાવો .
✓ સાહિત્યસર્જનમાં પ્રતિભા , કાવ્યજ્ઞ પાસેનું શિક્ષણ , કાવ્યનો અભ્યાસ . વગેરેમાંથી શેનું મહત્વ વધુ છે તે ચર્ચો .
✓ મમ્મટનાં મતે કાવ્ય અથવા સાહિત્યસર્જન નાં હેતું કયા કયાં છે ?
પ્રસ્તાવના - કવિ કે સાહિત્યકાર સાહિત્યસર્જન કરે છે એમાં સોચું કાવ્ય કે સારું સાહિત્ય શેના કારણે સર્જાય છે એ પશ્ર ધણી વખતે ઉદ્દ્ભવે છે . કાવ્યશાસ્ત્રી મમ્મટે ' કાવ્યપ્રકાશ'માં એની સારી ચર્ચા કરી છે .
મમ્મટના મત અનુસાર કાવ્ય કે સાહિત્યના હેતુ : - મમ્મટે કાવ્ય - સાહિત્યના હેતુની ચર્ચા કરતા કહ્યું છે એટલે કાવ્યસર્જન માટે ( 1 ) નિસર્ગદત્ત શકિત અથવા , પ્રતિભા , ( 2 ) પારંગતપણું , વ્યપત્તિ અને લોકજીવન અને કાવ્યનું નિરીક્ષણ અને ( 3 ) કાવ્યજ્ઞ પાસેથી મળેલાં માર્ગદર્શન પ્રમાણે અભ્યાસ તાલીમ મહાવરો કે રિયાઝ એ ત્રણ વસ્તુની જરૂર છે .
એ ત્રણેય એકસાથે સમગ્રપણે કાવ્યસર્જન –સાહિત્યસર્જન માટે કારણભૂત બને છે , એટલા માટે મમ્મટે. इति हेतु तद् उदभवे એમ કહ્યું છે . તેણે ' હેતુ ’ શબ્દ વાપર્યો છે અને વળી આગળ સ્પષ્ટ કર્યુ છે કે हेतु न तु हेतव हतु: . અર્થાત એ બધો સમગ્રપણે એક કારણ બનાવે છે . એ બધાં જુદાં જુદાં કારણો નથી .
( 1 ) શકિત : - તે કારિકામાં મુમ્મટે શકિતને પ્રથમ મૂકી છે . કારણ કે પ્રતિભા અથવા નિસર્ગદત્ત શકિત જ સાહિત્યસર્જન માટે મુખ્ય છે . નિસર્ગદત્ત પ્રતિભા ધરાવનાર વ્યકિત જ ઉત્તમ સાહિત્ય સર્જી શકે . એ ન હોય તો ગમે તેટલી કાવ્યનિપુણતા હોય , ગમે તેટલું લોકજીવન કાવ્યશાસ્ત્રનું અવલોકન કર્યું હોય , ગમે તેવા કાવ્યજ્ઞ પાસે શિક્ષણ લીધું હોય છતાં કાવ્ય સર્જાતું નથી . મમ્મટ આગળ જતા કહે છે કે એ પ્રતિભા વિના કોઈ કાવ્ય સર્જે તો એ ઉત્તમ બનતું નથી , પણ જોડકણું અને શબ્દ અને અર્થના વ્યાયામ જેવું બની જાય છે . એમાં કાવ્યનો પ્રાણ કે સૌંદર્ય ન પ્રગટે .
એવી શકિત હોય તો પાછળની ‘ અન્ય બાબતો ન હોય તો પણ ઉત્તમ સાહિત્ય સર્જી શકાય છે . એનું ઉત્તમ ઉદાહરણ પન્નાલાલ પટેલ છે . એની પાસે અન્ય બાબતો નહિવત હતી છતાં તે મૂર્ધન્ય સાહિત્યકાર બની શકયા .
એવી નિસર્ગદત્ત શકિત કે પ્રતિભા હોય અને એની સાથે પાછળની અન્ય બાબતો ભળે તો સોનામાં સુગંધ ભળવા જેવું બને . આધુનિક પરિભાષામાં ' શકિત ’ એટલે ' કલ્પના ' કે ' સ્વયંસ્ફરણા'ની શકિત , ફોઈડ એને ' અંતર્મન ' ની શકિત કહે છે .
( 2 ) નિપુણતા – કાવ્ય કે સાહિત્યસર્જન કરનાર સાહિત્યકારે એ સર્જન માટેની દક્ષતા કે પ્રવીણતા કેળવવી જોઈએ . એમાં એ જેટલો નિપુણ બને , પારંગત બને તેટલું ઉત્તમ સાહિત્ય પ્રતિભાની સાથે મળીને કરી શકે . નિપુણતા , વ્યુત્પતિ , વિદ્વતા કે શાસ્ત્રજ્ઞાન એ કવિશકિત – પ્રતિભાને સંસ્કારે છે . બહુશ્રુત વિદ્વાન કવિ ઉમાશંકરમાં શકિત સાથે નિપુણતાનો સુભગ સમન્વય થયો હતો . તેથી તેમનું સર્જન ઉત્તમ થયું .
લોક - કાવ્યશાસ્ત્રનું અવલોકન : - મમ્મટ કહે છે તેમ જેણે કવિ કે સાહિત્યકાર બનવું હોય તેણે લોકજીવન – લોકમાનસનું અવલોકન કરવું જોઈએ . સાહિત્યકાર લોકજીવનનો શાતા હોય તો એને લોકોના પ્રાણપ્રશ્રોનો પરિચય થાય અને સાહિત્યમાં ઉત્તમ વસ્તુ મળી શકે . જો વ્યુત્પતિ વિદ્ધતા ન હોય , પણ લોકવેક્ષણ - જનજીવન – અવલોકન હોય તોય સાહિત્ય સર્જી શકાય . પન્નાલાલ પટેલ વિદ્વાનને સુશિક્ષિત ન હતા , પણ લોકાવેક્ષણ – જન માનસ – અવલોકન – લોક જીવન ના અનુભવજ્ઞાનને લીધે ' મળેલા જીવ ' અને ' માનવીની ભવાઈ ' જેવી ઉત્તમ નવલકથાઓ અને વાર્તાઓ રચી શકયા .
તેવી જ રીતે કવિ કે સાહિત્યકારે કાવ્યશાસ્ત્ર અથવા સાહિત્યશાસ્ત્રનું અવલોકન કરીને એનો પરિચય મેળવવો જોઈએ . એથી એને એ સાહિત્યસ્વરૂપ વિશેનો સામાન્ય ખ્યાલ આવે અને પછી પોતાની પ્રતિભાની શકિતથી એ સાહિત્યસર્જન કરે .
( 3 ) કાવ્યજ્ઞ પાસે શિક્ષણ કે અભ્યાસઃ- જેનામાં નૈસર્ગિક શકિત હોય તેવી શકિત કાવ્ય સર્જન ની પ્રારંભ કરે ત્યારે એ કોઈ કાવ્યજ્ઞ કે સાહિત્યશાસ્ત્રી પાસે માર્ગદર્શન મેળવે તો એનું સર્જન ઉત્તમ કક્ષાનું બનતું જાય . પન્નાલાલ પટેલ સુંદરમ્ , ઉમાશંકર ને રા . વિ . પાઠકના માર્ગદર્શન હેઠળ લેખન – મહેનત કરી , તે ઉપયોગી નીવડી .
જો કે આ બાબત પણ અનિવાર્ય નથી . કેટલાક ખૂબ પ્રતિભાવાન સાહિત્યકારોએ કોઈની પાસે શિક્ષણ કે માર્ગદર્શન મેળવ્યું ન હોય તો પણ એ ઉત્તમ સાહિત્ય સર્જી શકયા છે . એ ચડિયાતું કે ઉત્તમ સાહિત્ય સર્જી શકયા છે . પ્રતિભાને કારણે જ એ સર્જકો કેટલીકવાર એમને માર્ગદર્શન આપનાર કરતાંય વધારે
ઉપસંહાર : - મમ્મટે કાવ્યના હેતુઓમાં પ્રથમ સ્થાને પ્રતિભાને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે એ પ્રતિભા ન હોય તો સાહિત્ય ઉત્તમ કક્ષાનું બની શકે નહિ .
નૈસર્ગિક કવિપ્રતિભાને વ્યુત્પતિ , લોકાવેક્ષણ અને મહાવરાના લાભ મળે એટલે સર્જકતા મહોરી કર્યો . આ બધાં પરિબળો એક થાય ત્યારે સાહિત્ય ઉદ્ભવે . કાવ્યાહેતુ એટલે કાવ્યનું મૂળ , ઉદ્ભવસ્થાન કે આદિ સ્ત્રોત . એમાં શકિત - પ્રતિભા - વિધાયક કલ્પના શકિત પાયારૂપ - એકડારૂપ છે . વ્યુત્પતિ અને અભ્યાસ એકડા પાછળનાં મીંડા છે . નરસિંહ મીરાં સર્ગ શકિત ધરાવતાં હતાં . એમને અમુક શાસ્ત્ર પરિચયને લોકાવેક્ષણ લાભ મળ્યો ને પછી તો લખતાં લહિયો થાય એમ કાવ્યના સતત પ્રયત્નને કારણે સિદ્ધિ મળી .
એ પ્રતિભા સાથે નિપુણતા , લોક - કાવ્યશાસ્ત્ર વગેરેનું અવલોકન અને કાવ્યજ્ઞ પાસેનું શિક્ષણ ભળે ત્યારે – એકરૂપ બને ત્યારે પ્રતિભા અથવા સર્જક શકિત પરિમાર્જિત બને છે અને ઉત્તમ સાહિત્ય સર્જાય છે .
એટલે કાવ્ય કે સાહિત્યસર્જન માટે પ્રતિભા કે પ્રકૃતિની શકિત એ જ હેતુરૂપ છે . ચિત્રકાર માં નૈસર્ગિક શકિત હોય તો એનું સર્જન મોનાલિસા જેવું અજોડ બને તેમ શિલ્પકારમાં નૈસર્ગિક શકિત હોય તો તે લાકન જેવું શિલ્પ બનાવે અને સર્જક શકિત હોય તો તાજમહેલ જેવું સ્થાપત્ય સર્જાય . તેમ સાહિત્યકલામાં એ નૈસર્ગિક શકિત પ્રતિભા જ ઉત્તમ સાહિત્યસર્જન માટે કારણભૂત અથવા તો હેતુરૂપ બને .
0 ટિપ્પણીઓ