કાવ્યનાં પ્રયોજનો ( સાહિત્યનાં પ્રયોજનો ) સવિસ્તાર ચર્ચો .

 કાવ્યનું મુખ્ય અને ગૌણ પ્રયોજન સમજાવો . 


     પ્રસ્તાવના - સંસ્કૃત એક સુભાષિત પ્રમાણે प्रयोजनम अनुदिश्य न मंडोडपि प्रवर्तते  ! " પ્રયોજન વિના કોઈ મૂર્ખ માણસ પણ કશું કાર્ય કરતો નથી . " બીજી રીતે કહીએ તો દરેક કાર્યની પાછળ કોઈ પ્રયોજન રહેલું હોય છે . કવિના કાવ્યસર્જનને પણ આ વાત લાગુ પડે છે . કાવ્યસર્જન પાછળ પ્રયોજન રહેલું છે તેનો વિચાર કાવ્ય શાસ્ત્ર માં એક મહત્વનો મુદ્દો બને છે , તેથી પૂર્વ અને પશ્ચિમ ઉભયના કાવ્ય શાસ્ત્રીઓ એ સાહિત્યકલાના આ મહત્વના પાયારૂપ પ્રશ્રની પોતપોતાની રીતે વિચારણા કરી છે અને કાવ્યના પ્રયોજન અંગે ભિન્ન ભિન્ન અભિપ્રાયોનું તારણ કાઢયું છે .

     સંસ્કૃત આલંકારિત મમ્મટ એના કાવ્યપ્રકાશ'માં કાવ્યનાં પ્રયોજન નીચે મુજબ જણાવે છે " काव्यम् यशसे अर्थकृते व्यव हार विदे शिवेतरक्षतये सघः परिनिवृत्ये कन्तसम्मित त योपदेशे । "

    યશ માટે , અર્થપ્રાપ્તિ માટે , અમંગળ નિવારણ માટે , વ્યવહારજ્ઞાન મેળવવા માટે , અલૌકિક આનંદ પ્રાપ્ત કરવા માટે અને પ્રિયતમા જેવો મીઠો સમજાવટભર્યો ઉપદેશ , પામવા માટે સર્જવામાં આવે છે . મમ્મટની જેમ બીજા સંસ્કૃત અલંકારશાસ્ત્રીઓ પણ આમ કાવ્યનાં એક કરતાં વધારે પ્રયોજનો ગણાવે છે . મમ્મટે દર્શાવ્યું છે તેમ કાવ્યસર્જન યશ | માટે થાય છે . કેટલાક કવિ યશ પ્રાર્થી હોય છે . કાલિદાસ કે શેકસપિઅર તેમનાં નાટકોથી જ પ્રખ્યાત – અમર છે . 

    વળી , અર્થ – ધન પ્રાપ્તિ – પુરસ્કાર – પારિતોષિક પણ કાવ્યસર્જનનું પ્રયોજન હોય છે . ધંધાદારી લેખકો તો પૈસા માટે જ લખે છે . ઉત્તમ સર્જકને લાખો રૂપિયાનાં નોબલ પ્રાઈઝ જેવાં ઈનામ પણ મળે છે . 

    કેટલીક વાર શાપ - નિવારણ , દુઃખ - દર્દ – નિવારણ કે ઈશ્વર - કૃપા દ્વારા માંગલ્ય - સુખ - પ્રાપ્તિ માટે પ્રાર્થના - સ્તુતિ - સ્તોત્ર જેવાં કાવ્યો રચાય છે . પંડિત જગન્નાથે ' ગંગાલહરિ ' ગંગાની કૃપા દ્વારા મંગલ સાધવા રચેલું . 

    વળી , કાવ્યનું પ્રયોજન છે વ્યવહારજ્ઞાન . તે ભાવકલક્ષી છે . ભાવકને વ્યવહારજ્ઞાન મળે તે માટે કાવ્ય રચાય છે અને ભાવક તે માટે કાવ્યને સેવે છે . આમ છતાં મમ્મટ સહિત નાં બધા અલંકારશાસ્ત્રીઓએ કાવ્યનાં મુખ્ય બે પ્રયોજનો ઉપર લગભગ એકસરખો ભાર મૂકયો છે . ( 1 ) કાવ્ય માંથી મળતો આનંદ અને ( 2 ) કાવ્ય માંથી મળતો ઉપદેશ . આમ , સંસ્કૃત અલંકારશાસ્ત્રીઓ એ કાવ્યમાં મુખ્ય બે પ્રયોજનો ઉપર લગભગ એક સરખો ભાર મુકયો છે . 

 ( 1 ) કાવ્યનું પરમ પ્રયોજન આનંદ :-  કાવ્ય એ શબ્દની કલા છે અને બધી કલાની જેમ કાવ્ય કલાનું પ્રયોજન પણ અલૌકિક આનંદનો અનુભવ કરવવાનું છે . આ વાતને પૂર્વ અને પશ્ચિમ બંનેના કાવ્યવિવેચકોએ ભારપૂર્વક રજુ કરી છે.

    ભરત એના નાટયશાસ્ત્રમાં કાવ્યની આ આનંદ આપવાની શકિતનો અને પ્રયોજનનો સ્વીકારી કરતાં કહે છે કે , " આ નાટક લોકોને આનંદ ઉપજાવનાર બનશે . " 

    અભિનવગુપ્ત પણ આનંદને જ કાવ્યનું મુખ્ય પ્રયોજન ગણે છે . કાવ્યમાં ધણાં બધાં પ્રયોજનો ગણાવ્યા પછી તે કહે છે કે ' કાવ્યમાં પ્રીતિ એ જ મુખ્ય પ્રયોજન છે ' –

     મમ્મટ કાવ્યનાં છ પ્રયોજન ગણાવ્યા પછી અલૌકિક આનંદનો અનુભવ કરાવવાની કાવ્યની શકિતને જ સૌ પ્રયોજનોમાં શિરમોર પ્રયોજન ગણાવે છે . આનંદ એ કાવ્યનું ' સકલપ્રયોજનમૌલિભૂત ' પ્રયોજન છે . કાવ્યનું પરમ અને ચરમ પ્રયોજન આનંદ છે . સદ્ય : પરિનિવૃતિ એટલે કે તત્કાળ અતિશય આનંદ , એ આનંદ અલૌકિક અને અભૌતિક છે . કાવ્યાનંદ બધાનંદ જેવો વિશુદ્ધ , સાત્વિક , પરમ અને આત્મિક આનંદ છે . તે કહે છે કે " કાવ્ય બદ્મસાક્ષાત્કાર જેવો અનિર્વચનીય આનંદ આપે છે . વળી , તે કાવ્યની સૃષ્ટિને એક માત્ર આહલાદભરી સૃષ્ટિ તરીકે ઓળખાવે છે . આમ , કાવ્ય આનંદ આપવાના પ્રયોજનથી સર્જાય એ વાત મમ્મટ ભારપૂર્વક જણાવે છે . 

    ધણાખરા પાશ્ચાત્ય વિવેચકોએ પણ આનંદને જ કાવ્યનું મુખ્ય પ્રયોજન ગયું . કોલરિજ કહે છે કે " કાવ્ય આપણને સૌંદર્યના માધ્યમ દ્વારા તાત્કાલિક આનંદ આપે છે . શેલી કવિતાને કલ્પનાની અભિવ્યકિત ગણે છે અને કાવ્ય દ્વારા આપણને કલ્પનાનો આનંદ મળે છે તેમ માને છે . " " Poetry is the expression of imagination . ” હેઝિલટ પણ કાવ્યને કલ્પના અને વૃતિઓની ભાષા તરીકે ઓળખાવે છે અને કાવ્યના- કલ્પનાજન્ય આનંદ પર ભાર મૂકે છે . વ્હીસ્વર અને ઓસ્કાર વાઈલ્ડ બંને કલામાં ઉપદેશનાં તત્વોનો વિરોધ કરે  છે અને કલા માત્ર આનંદ આપવા જ સર્જાયેલી છે એમ ભારપૂર્વક જણાવે છે . વળી એ કહે છે કે , " કલા પોતાનો સ્વભાવ છોડી ઉપદેશનું કાર્ય સ્વીકારી શકે નહિ . કલાનો આનંદ એ જ કલાનું ધ્યેય અને એ ધ્યેય સધાતું હોય તો કલાએ બીજી – ત્રીજી પંચાતમાં પડવાની જરૂર નથી . ” આગળ ચાલતાં તે કહે છે કે , " કલાકાર તટસ્થ છે , અનાસકત છે અને એની કલા નીતિ કે અનીતિ પ્રત્યે સાવ ઉદાસીન હોય છે . " ટૂંકમાં , તેમના અભિપ્રાય મુજબ કલાને કેવળ આનંદ સાથે નિસ્બત છે , અન્ય કેશા સાથે નહિ . ફ્રેંચ લેખક અને વિવેચક ગોતીએર પણ કલાના આનંદ ઉપર ભાર મૂકતાં કહે છે , " કલા જો આનંદ આપી શકતી હોય તો એમાં સારા વિચારો રજુ થયા છે કે ખોટા વિચારો રજુ થયા છે એવી કશી પરવા આપણે કરવી જોઈએ નહિ . ” આ વાતને સમજાવવા તે એક ઉદાહરણ આપતાં કહે છે કે " મને મારું નગર એમાંનાં સુંદર મકાનોને લીધે ગમે . પછી ભલે એ મકાનના રહેવાસીઓ જંગલી હોય . મને રહેવાસી ઓ સાથે નિસ્બત નથી . મકાન સાથે નિસ્બત છે . " છેલ્લે આધુનિક ફેંચ વિવેચક બોફ્લેર પણ કાવ્યમાંથી મળતા આનંદ પર ભાર મૂકતાં કહે છે કે " કવિતાનું કવિતા સિવાય બીજું કશું પ્રયોજન નથી  - Poetry for Poetry's sake . " 

    આમ કાવ્ય શુદ્ધ આનંદ આપવાના અને મેળવવાના પ્રયોજન વડે સર્જાય છે એમ ઉપરના બધા કાવ્યશાસ્ત્રીઓ માને છે .

     બીજું પ્રયોજનઃ ઉપદેશઃ- પરંતુ કાવ્ય માત્ર આનંદ આપીને અટકી જતું નથી . અલૌકિક આનંદની સાથે સાથે એમાંથી બોધ , સવિચાર આદિની સૂક્ષ્મ અસર પણ થતી હોય છે . બીજી રીતે કહીએ તો પ્રત્યેક સફળ સાહિત્યકૃતિ આપણને કશુંક નવું દર્શન , કશીક નવી સમજ , કશોક નવો ચેતીવિસ્તાર આપે છે . એવો જગતભર ના ભાવકોનો અનુભવે છે . કોઈપણ સંસિદ્ધ સાહિત્યકૃતિ વાંચ્યા પછી આપણે વાંચતાં પહેલાં જેવા હતા તેવા ને તેવા રહી શકતા નથી . ધારો કે સફળ સાહિત્યકૃતિના આસ્વાદ પહેલા ભાવક ' X ' વ્યકિતત્વ ધરાવે છે તો એ કૃતિના આસ્વાદ પછી ભાવકનું વ્યકિતત્વ ' X ' ન રહેતા ' + ' કશુંક બીજું ' એ પ્રકારનું બની જવાનું . આ ઉપરથી કહી શકાય કે કાવ્યમાં જેમ આનંદ આપવાની તેમ મનુષ્યચેતનાને સ્પર્શીને બળવત્તર અને વિશાળતર બનાવવાની શકિત પણ છે . કાવ્યના અનુભાવન કે પરિશીલનથી ભાવક શુદ્ધ – બુદ્ધ બને છે.

    કાન્તા સમિપ ઉપદેશઃ- કાવ્યશાસ્ત્રી વિશ્વનાથ સાહિત્યદર્પણમાં કહે છે કે ' ઓછી બુદ્ધિવાળો માણસ પણ કાવ્યની મદદ વડે જીવનના ચારે પુરુષાર્થ સરળ રીતે પામી શકે છે . ' મમ્મટ કાવ્યની ઉપદેશ આપવાની શકિતને પ્રિયતમાના માધુર્યયુકત ' સલાહસૂચન ' સાથે સરખાવતાં કહે છે કે , " કાન્તા ( પ્રિય સ્ત્રી ) જે રીતે સ્નેહ અને માધુર્યથી પુરુષને દોરે , તેમ કાવ્ય મનુષ્યચિત્તને સ્પર્શીને વ્યકિતને દોરે છે . " હેમચંદ્રાચાર્ય પણ ' કાવ્યાનુશાસન ' માં મમ્મટની જ આ ઉપમાને સ્વીકારતાં કાવ્યમાંથી દૃષ્ટિની વિશાળતાને પ્રિયતમાના માધુર્યથી મળતા હિતકારક માર્ગદર્શક સાથે સરખાવે છે .

     વ્યવહાર જ્ઞાન - પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રીઓએ પણ કાવ્યની આ દાર્શનિકી શકિતને સ્વીકારી છે . વર્ડઝવર્થ કહે છે કે , " કવિતા મનુષ્યજાતિના અત્યાર સુધીના જ્ઞાનના પરિમલના ઉચ્છવાસ જેવી છે . ” કોલરિજ કહે છે કે , " કવિતા એ મનુષ્યજાતિના સંચિત જ્ઞાનના પરિમલથી ભરેલું પુષ્પ છે . ” આમ વર્ડઝવર્થ અને કોલરિજ કાવ્યને જ્ઞાનના વાહક ગણે છે . મેથ્ય આર્નોલ્ડ કવિતાને જીવનનું વિવેચન ગણે છે અને કવિતા દ્વારા જીવનની વધુ સાચી સમજણ આપણને મળે એમ માને છે . આમ કવિતા નીતિપોષક અને બોધપ્રદ હોવી જોઈએ એમ મેથ્ય આર્નોલ્ડ માને છે . રસ્કિન પણ કલાનાં ઉપદેશતત્વ ઉપર ભાર મૂકતાં જણાવે છે કે , “ બધી જ લલિતકલાઓ હિતકારકે વિચારોથી સમૃદ્ધ હોવી જોઈએ અને માનવજાતને વધુ ઉત્તમ બનાવતી હોવી જોઈએ . તેને મન , જે કવિતા ઉત્તમ વિચારો વધુમાં વધુ આપે તે જ ઉત્તમ કવિતા . ” સર ફિલિપ સીડની પણ સાહિત્યમાં ઉપદેશના તત્વ પર મોટો ભાર મૂકે છે . આમ કેટલાક પાશ્ચાત્ય વિવેચકો- કાવ્ય શાસ્ત્રી ઓ કાવ્યની બોધાત્મક શકિત પર સવિશેષ ભાર મૂકે છે.

    આપણા સાંપ્રત ગુજરાતી અને ભારતીય કાવ્યશાસ્ત્રી આચાર્ય આનંદશંકર ધ્રુવ કાવ્યની બોધ આપવાની શકિતનો ઉલ્લેખ કરતાં કહે છે કે , ' જગતનાં મહાન કાવ્યો તો તે જે ગણાય જેણે મનુષ્યજીવનનો પંથ ઉજાળ્યો હોય . જે કાવ્ય મનુષ્યજીવનના ઉન્મત ભાવોને પોષે છે અને મનુષ્યને એક ડગલું આગળ વધારે છે તે જ કાવ્ય ઉત્તમ કહેવડાવવાને લાયક છે . ” મણિલાલ નભુભાઈ દ્વિવેદી પણ આવો જ અભિપ્રાય વ્યકત કરતાં કહે છે કે " કાવ્યનું કાવ્યત્વ ધ્વનિ , ભાવ મનોહર બોધમાં રહેલું છે . 

    મહર્ષિ અરવિંદ ધોષ પણ કાવ્યની બોધપ્રદતા પર જ ભાર મૂકે છે . 

    આમ કાવ્યમાં આનંદ અને ઉપદેશના જુદાં જુદાં તત્વ ઉપર ભાર મૂકતાં આ બે પક્ષોના અભિપ્રાયોનો સમન્વય કરીએ તો કહી શકાય કે કાવ્ય જે ઉપદેશ આપે છે તે કોઈ નીતિશાસ્ત્રની કે ધર્મશાસ્ત્રની જેમ સીધેસીધો આપતું નથી . દૂધમાં ભળી ગયેલા ધોળા રંગની જેમ કવિનું દર્શને આખા કાવ્ય સાથે એવું તો એકરૂપ થયેલું હોય છે કે કાવ્યનો આનંદ માણતી વખતે ભાવકને આનંદની સાથે સાથે કવિનું દર્શન પણ સહજ ભાવે મળી જતું હોય છે . આનંદ આપવાની કલાની પદ્ધતિ જ કાંઈક એવી હોય છે કે આનંદની સાથે સાથે કશુંક દર્શન પણ સહજ રીતે ભાવકમાં સંક્રાંત થઈ જ જાય .

     બાળક ક્રિકેટ કે ફુટબોલ જેવી રમતો કેવળ આનંદ મેળવવાના એકમાત્ર હેતુથી રમે છે . એ રમતો બાળકોને આનંદ તો આપે છે , પણ સાથે બાળકને પોતાને ખબર ન પડે તેમ એના શરીરને પણ મજબૂત અને તંદૂરસ્ત બનાવે છે . આમ આનંદ એ રમતનું ! અને પ્રત્યક્ષ પ્રયોજન છે અને તંદુરસ્તી એ અનાયાસે આવી મળતું ગૌણ પ્રયોજન છે . તે જ રીતે આનંદને આપણે કાવ્યનું પ્રધાન પ્રયોજન ગણીએ અને ઉપદેશને કાવ્યનું ગૌણ 6 છે . પ્રધાને પ્રયોજન - આડપેદાશ ગણીએ તો કાવ્યતત્વને ન્યાય કર્યો કહેવાય . કાવ્ય આનંદ આપવું હોય અને ઉપદેશ ન આપતું હોય તો આપણે એ સ્વીકારીશું . પણ કાવ્ય ખૂબ સરસ ઉપદેશ આપતું હોવા છતાં આનંદ આપતું ન હોય તો આપણે એને કાવ્ય તરીકે ભાગ્યે જ સ્વીકારી શકીશું . બીજી રીતે કહીએ તો ઉપદેશ વિનાનું કાવ્ય સંભવે પણ આનંદ વિનાનું કાવ્ય સંભવી શકે નહિ . આથી જ કહેવાયું છે કે આનંદ એ કાવ્યનું પરમ અને ચરમ ( અંતિમ ) પ્રયોજન છે .