✓ ટૂંકનોંઘ લખો : - રીતિ :
✓ રીતિ ગુણ નો પરિચય આપો .
રીતિ સિદ્ધાંતની સ્થાપના આચાર્ય વામને કરી તે પહેલાં પણ કોઇ ને કોઇ સ્વરૂપમાં , આ , સિદ્ધાંત પ્રચલિત હતો . વામન પહેલાં ભામહ અને દંડીએ પદ્ધ આ વિયે ચિરા કરેલી . ' કાવ્યાલંકાર ' નામના ગ્રંથમાં ભામહે ગુણે અને રાતિની ચર્ચા કરી છે . જે.ડીને મન જેવા શબ્દો વપરાતા . ' રીતિ ' એટલે શૈલી style આ શબ્દોને એકંદરે ના જાય છે કે ' વૃતિ ' માનસિક છે . તેનું વ્યકતરૂપ તે ' પ્રવૃતિ ' , ' પ્રવૃતિઓ નો સમૂહ ' તે ' શૈલી ’ નું શૈલીઓનાં સામાન્ય વર્ગીકરણ તે રીતિ , રીતિ એ અભિવ્યકિતની રીત , પદ્ધતિ કે વિશિષ્ટતા છે . વામનને મતે , રીતિ એ કાવ્યનો આત્મા છે અને રીતિનો વિશિષ્ટ ધૂર્મ તે ગુણ ( ઓજસ , પ્રસાદ , માધુર્ય વગેરે ) છે .
સંસ્કૃત કાવ્ય - વિચારના ઈતિહાસમાં વામનનું મહત્વ અનેક રીતે સ્વીકારાયું છે . વામને કાવ્યમાં રીતિનો એટલે કે કાવ્યના એક સૌથી મહત્વના અંશનો સૌ પહેલાં વિચાર કર્યો હતો . રીતિને કાવ્યનો આત્મા ગણાવીને એને કેન્દ્રમાં મૂકનાર વામન છે . ગુણ , અલંકાર , દોષ વગેરે વિશે પરસ્પર સ્પષ્ટ વિવેક કરીને , બધાના અસંદિગ્ધ લક્ષણો બાંધવાનો તેણે પ્રયત્ન કર્યો છે .
કાવ્યની વ્યાખ્યા આપતાં વામન કહે છે કે – रीतिः काव्यस्य आत्मा ।
રીતિ કાવ્યનો આત્મા છે . રીતિ એક ત૨ફ કાવ્યમાં ગુણોનો નિર્દેશ કરે છે તો બીજી ત૨ફ એ શૈલી અને અભિવ્યકિતનો પણ નિર્દેશ કરે છે . રીતિ એ ગુણોથી લક્ષિત છે અને કાવ્યમાં એ આત્મસ્થાને છે . અલંકારો કરતાં રીતિ - ગુણો વધારે સૂક્ષ્મતમ છે અને એટલે એ કાવ્યનો પ્રાણ છે .
રીતિ એટલે શું એ સમજાવતાં વામન કહે છે કે વિશિષ્ટ પદ્યરચના રીતિઃ | એટલે કે વિશિષ્ટ પ્રકારની પદ ૨ચના રીતિ છે . વિશિષ્ટ પ્રકારની પદરચના ગુણોમાં રહેલી છે , રીતિ એ કૃતિને આંતર સમૃદ્ધિ આપતું ચેતન સ્વરૂપ છે . અલંકારો વિનાનું કાવ્ય હોઈ શકે પણ રીતિ વિનાનું કાવ્ય સંભવે નહીં . કેમ કે રીતિ એ અનિવાર્ય ગુણ છે અને ગુણ વિના કાવ્ય બનતું નથી .
રીતિને કાવ્યનું બાહ્ય લક્ષણ ગણીને એના પ્રદેશ પ્રમાણે પ્રકાર પાડવામાં આવતા . એ પ્રમાણે વૈદર્ભી , ગૌડીય અને પાંચાલી એવા ત્રણ ભેદ પ્રચલિત હતા , પણ વામન એવું મને છે કે પ્રાદેશિકતા એ રીતિનું આવશ્યક નહિ પણ આકસ્મિક લક્ષણ છે . કાવ્ય કવિની પ્રતિભાનું પ્રતિબિંબ છે . આચાર્ય કુંતક ' રીતિ ' માટે ' માર્ગ ' શબ્દ વાપરે છે અને તેના ( 1 ) સુકુમાર માર્ગ ( 2 ) વિચિત્ર માર્ગ અને ( 3 ) ઉભય માર્ગ કે મધ્યમ માર્ગ એવા ત્રણ પ્રકાર કવિસ્વભાવ પ્રમાણે દર્શાવે છે .
રીતિ કાવ્યનો આત્મા છે એ સૂત્રને સમજાવવા વામન નીચેની બે ઉપમાઓ યોજે છે :
( ૧ ) શરીરને માટે જેટલું મહત્વ આત્માનું છે , કાવ્યને માટે એટલું જ મહત્વ રીતિનું છે ... રીતિ વગરનું કાવ્ય ખાલી ખોખા જેવું જ છે .
( ૨ ) રેખાઓ માં જેમ ચિત્ર તેમ રીતિમાં કાવ્ય પ્રતિષ્ઠિત થયું હોય છે . રેખા વગર જેમ ચિત્ર સંભવતું નથી તેમ રીતિ વગર કાવ્ય સંભવતું નથી . આ જ વાત સમજાવતાં શ્રી ઉમાશંકર જોશીએ કહ્યું કે રીતિ એ કાવ્યનો કોઈ છૂટો પાડીને દર્શાવી શકાય એવો ભાગ નથી . સમગ્ર લખાણ એ જ શૈલી છે . જેમ શરીરમાં કોઈ એક અંગમાં આત્મા નથી વસતો પણ સમગ્ર વ્યાપ્ત હોય છે એમ રીતિ પણ કાવ્ય સમગ્રમાં વ્યાપ્ત હોય છે .
0 ટિપ્પણીઓ