✓ વક્રોક્તિ વિચારનો સિદ્ધાંત વિગતે સમજાવો .
✓ ટૂંકનોંઘ લખો : - વક્રોક્તિ – વિચાર :
✓ કુંતક વક્રોક્તિ વિચાર :
ભામહે સૌ પ્રથમ વક્રોક્તિ વિચાર કર્યો છે . એના મતે વક્ર શબ્દ અને અર્થવાણી ઉકિત એ જ વાણીનું ઈષ્ટ સૌંદર્ય છે . વક્રતાને જ વાણીનું સૌંદર્ય કહેનાર ભામહે આ રીત કવિની કાવ્યભાષાના સ્વરૂપ તરફ આંગળી ચીંધી છે . સાહિત્યમાં વક્ર સ્વભાવ વાળી ઉકિતઓ હોવી જોઈએ , એટલે કે બધા જ પ્રકારનાં કાવ્યોમાં વક્રોક્તિ હોવી જોઈએ . ભામહના મતે ઉચિત અર્થ માટે ઉચિત શબ્દ જ વાપરવો જોઈએ . કયો શબ્દ કયાં અને કયારે વાપરવો એનું કાવ્યકારને પ્રતિભાના બળે સવિશેષપણે ભાન થાય છે . વક્રતાયુક્ત શબ્દ અને અર્થનું સહિતત્વ તે કાવ્ય એમ ભામહ કહે છે . ભામહે જો કે વક્ર ઉકિત એટલે શું એની સમજુતી આપી નથી . એ સમજુતી મળે છે કુંતકના વક્રોક્તિ વિચારમાં . કુંતકે ' વક્રોક્તિ વિચાર ' નામનો કાવ્યશાસ્ત્રગ્રંથ આપ્યો છે , અને વક્રોક્તિ સંપ્રદાયની સ્થાપના કરી છે .
ભામહના કાવ્યવિચારને પોતાની પ્રતિભાના બળે આલોકિત કર્યો છે કુંતકે . ભામહના કાવ્યવિચારમાં પડેલા વક્રોક્તિ બીજને કુંતકે અંકુરિત કર્યા છે . કુંતકે જે કાવ્યની વ્યાખ્યા આપી છે એ જ એની વક્રોક્તિની વ્યાખ્યા છે –
शब्दार्थौ सहितौ वक्रकविव्यापारशालिनी |
बन्धे व्यवस्थितौ तद्विद आह्लादकारीणी ||
એટલે કે બંધમાં વ્યવસ્થિત રહેલા શબ્દ અને અર્થ તે કાવ્ય . વક્રોક્તિ માટે એણે ' વિદગ્ધભંગી - ભણિતિ ’ એમ પણ કહેલું છે . એનો અર્થ થાય કવિકર્મની કુશળતાથી નીકળેલું વચન . વક્રોક્તિ માટે કે કાવ્ય માટે કુંતકે કવિની પકવતાને , વિદગ્ધતાને મહત્વની ગણી છે . સામાન્ય કથન એ કાવ્ય નથી . વક્રતાયુકત કથન કે ઉકિત તે કાવ્ય છે . વક્રોક્તિ એટલે સીધી - સાદી ઉક્તિ નહિ , પણ કલાત્મક ધ્વન્યાત્મક વિચિત્ર - સુંદર ઉકિત , વિશિષ્ટ એવી વાણીછટા , વિશિષ્ટ અભિવ્યંજના પદ્ધિતિ .
ટુંકમાં , કુંતકના મતે વક્રોક્તિ એટલે કવિની કુશળતા વડે શબ્દની શોભા રૂપે અવિષ્કરણ પામતી ઉકિત . વક્રોક્તિની વાતને સમજાવતા , એને સરસ રીતે રજુ કરતાં કુંતક કહે છે કે વક્રતા એટલે વૈચિયપૂર્વક કરેલું કથન . કવિ કર્મ કૌશલ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે કાવ્યો આહ્લાદક બને છે . પોતાને અભિપ્રેત સૌંદર્ય સિદ્ધ કરવા કવિ શબ્દ અને અર્થ બંનેને એક સાથે પ્રયોજે છે . બેમાંથી એકેય ચડિયાતો ન હોય એ રીતે પ્રયોજે ત્યારે મનોહર વાકયવિન્યાસ રચાય છે . આ વિશિષ્ટ પ્રકારની વાકયરચના સાહિત્ય બને છે . આમ , કુંતકે શબ્દને , અર્થને તથા અલંકારને સરખું મહત્વ આપ્યું છે અને કવિપ્રભિાના બળે ઉકિતવૈચિત્ય રચાય છે એમ કહ્યું છે . કુંતકને મન સાહિત્ય એક વિરલ ઘટના છે . સામાન્ય ઉકિતઓથી એને જુદું પાડીને કુંતકે કવિતા અને ભાવક બંનેને ગૌરવ આપ્યું છે . સાહિત્યનું મહાભ્ય સમજાવતાં એણે કવિકર્મ અને સંરચના બંનેનું ગૌરવ કર્યુ વક્રતા એ સૌંદર્ય માટે કારણરૂપ છે એમ એ કહે છે . . તદ્વિદોને આહ્લાદક આપે એ કવિતા આવી વક્રોક્તિથી પૂર્ણ હોય છે .
કુંતક વક્રતાના છ પ્રકાર ગણાવે છે : ( 1 ) વર્ણવિન્યાસવક્રતા ( 2 ) પદપૂર્વાર્ધવક્રતા ( 3 ) પ્રત્યયકક્રતા ( 4 ) વક્યવક્રતા ( 5 ) પ્રકરણવક્રતા ( 6 ) પ્રબંધવક્રતા .
એ જ રીતે ટુંકમાં કુતક કાવ્યના ત્રણ માર્ગ ગણાવે છે : ( 1 ) સુકુમારમાર્ગ ( 2 ) વિવિત્રમાર્ગ ( 3 ) મધ્યમમાર્ગ .
આમ કુંતકની કાવ્ય વિચારણામાં કવિપ્રતિભાનું , કવિકર્મનું , કૃતિના રચનાબંધનું અને કૃતિમાંથી મળતા અલૌકિક આનંદનું ધણું મહત્વ છે .
0 ટિપ્પણીઓ