✓ મમ્મટે આપેલ કાવ્યની વ્યાખ્યા સમજાવી - મમ્મટની કાવ્ય વિચારણી સમજાવો .
મમ્મટે કાવ્યની આપેલી વ્યાખ્યા : અંગ્રેજી સાહિત્યકારોએ આપેલી કાવ્ય કે સાહિત્યની ઉપર પ્રમાણે વ્યાખ્યાઓ આપી છે તેમ સંસ્કૃત અને ગુજરાતી કાવ્યજ્ઞોએ પણ વ્યાખ્યાઓ . આપી છે . જેમ કે –
( a ) વિશ્વનાથ કહે છે , રસાત્મક વાકયવાળી રચના એટલે કાવ્ય , એ આગળ કહે છે કે તેમાં કાવ્યગુણ એનો ઉત્કર્ષ કરે છે . કાવ્યદોષ એને દૂષિત કરે છે અને છંદ તથા અલંકાર એને શોભાવે છે .
( b ) બીજા એક કાવ્યશાસ્ત્રી પંડિત જગન્નાથ કહે છે , રમણીય અર્થ દર્શાવનાર શબ્દો તે કાવ્ય . પરંતુ એની વધારે સારી વ્યાખ્યા મમ્મટ આપી છે .
( c ) મમ્મટે આપેલી વ્યાખ્યા : મમ્મટે એના કાવ્યપ્રકાશ નામના ગ્રંથમાં વ્યાખ્યા આપી છે કે , ( 1 ) દોષ વિનાના અને ગુણવાળા શબ્દ અને અર્થ એટલે કાવ્ય . ( 2 ) એ કાવ્યમાં કયારેક અલંકાર ન પણ હોય .
મમ્મટે આ વ્યાખ્યા એના કાવ્યપ્રકાશનના પ્રારંભમાં આપી છે , શબ્દ અને અર્થની સમજુતી વખતે આપી છે એટલે એ પૂર્ણ નથી , માત્ર સૂચક છે . તેમાં તેણે એટલું કહ્યું કે કાવ્યમાં આવેલા શબ્દો કાવ્યદોષ વિનાના હોય , પણ એ નકારાત્મક વાત કહેવાય . કાવ્યમાં કાવ્યગુણ હોવા જોઈએ . વળી , જેમાં શબ્દ કે અર્થમાં નાનો સરખો પણ દોષ ન હોય તેવું કાવ્ય દુર્લભ હોય છે . કવિ કાલિદાસ જેવા મહાકવિની કવિતામાં પણ કયાંક નાનકડો દોષ આવી જાય , એ શકય છે , પણ એ દોષ સુંદરીના ગાલ કે બદન પરનો તલની માફક સૌંદર્યને હાનિ પહોંચાડતો નથી , પણ કયારેક સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે .
એમાં બીજી વાત કહી છે કે એમાં કવચિત અલંકાર ન હોય તો ચાલે . કાવ્ય માટે અલંકાર અનિવાર્ય નથી . જેમ કોઈ સુંદરી અલંકાર ધારણ ન કરે , તો પણ એનું સૌંદર્ય ઓછું થતું નથી . તેમ સામાન્ય રીતે તો કાવ્યમાં એને શોભાવે તેવા અલંકાર હોય જ , પરંતુ કોઈ વખતે અલંકાર ન હોય તેવાં સુંદર કાવ્યો પણ હોઈ શકે .
જો કે પછી મમ્મટે શબ્દ અને અર્થ વિશે વિસ્તારથી કહ્યું છે તેમ સાંકેતિક અને લાક્ષણિક તેમજ વ્યંજક શબ્દો અને સંકેતાર્થ , લક્ષ્યાર્થ અને વ્યંગાર્થ વિશે જણાવ્યા પછી કહ્યું કે
इदम उत्ततम् अतिशायिनी व्यग्ये ..... અર્થાત જેમાં વ્યંગાર્થ ચડિયાતો હોય એ ઉત્તમ કાવ્ય . એ વસ્તુ પણ આપણે દોષ વિનાના શબ્દાર્થ કહ્યું ત્યાં સમજી લેવાની છે . એટલે કે કાવ્યમાં વ્યંગાર્થ ચડિયાતો હોવો જોઈએ .
મમ્મટ ની કાવ્યની વ્યાખ્યાની સૌથી મોટી ખામી રસનો ઉલ્લેખ નથી તે છે . મમ્મટે એની કાવ્યની વ્યાખ્યામાં ક્યાંય રસ વિશે ઉલ્લેખ કર્યો નથી , તેમ આડકતરી રીતે પણ રસનું સૂચન પણ નથી એ એની ખામી કહી શકાય . જો કે પાછળથી મમ્મટે વિવિધ રસોની માહિતી આપી જ છે .
એટલે મમ્મટના બચાવમાં આપણે કહી શકીએ કે મમ્મટે સંપૂર્ણ નહી પરંતુ કાવ્યશાસ્ત્ર ભણનાર નવા નિશાળિયા માટે કાવ્યની કામચલાઉ વ્યાખ્યા આપી છે . અને એમાં શબ્દ અને અર્થ સમજાવ્યા પછી કાવ્યના ગુણ અને કાવ્યના દોષ અને શબ્દાલંકાર , અર્થાલંકાર વગેરેની સમજુતી આપી છે . એ સર્વના અભ્યાસ પછી નવી સર્વાગ વ્યાખ્યા સમજી લેવાની .
જો કે એણે રસનો ઉલ્લેખ કર્યો નથી એ ખોટ તો સાલે તેમ છે .
એટલે જ મમ્મટની વ્યાખ્યામાં જાણે સુધારીને વિશ્વનાથે કહ્યું છે કે वाक्यम रसात्मकम काव्यम् -એટલે કે રસાત્મક વાકય એટલે કાવ્ય . ગુણો એનો ઉત્કર્ષ કરે છે , દોષો એને નુકસાન કરે છે અને અલંકાર એને શોભાવે છે .
હેમચંદ્રાચાર્ય પણ મમ્મટના જેવી જ કાવ્યની વ્યાખ્યા આપીને એમાં અલંકારો હોવા જ જોઈએ એમ કહ્યું છે .
આમ મુમ્મટની કાવ્યની વ્યાખ્યા પ્રારંભમાં અપાયેલી કામચલાઉ વ્યાખ્યા છે .
0 ટિપ્પણીઓ