✓ કાવ્ય વિશે પ્રચલિત વ્યાખ્યાઓની સમીક્ષા કરો .
✓ કાવ્ય વિશેની સંસ્કૃત અને પાશ્ચાત્ય મીમાંસકોની વિવિધ વ્યાખ્યાઓ આપી , કોઈપણ એકની સમીક્ષા કરો .
✓ વિધાનની સમીક્ષા કરોઃ " કવિતા એટલે ઉત્તમ શબ્દોની ઉત્તમ વ્યવસ્થા . ”
પ્રસ્તાવના : - કાવ્ય એ સાહિત્યકલાનો એક વિશિષ્ટ પ્રકાર છે , એટલે સાહિત્યકલા ની જે સામાન્ય વ્યાખ્યા તે કાવ્યને પણ લાગુ પડે જ એ સ્વાભાવિક છે . સાહિત્ય એટલે ભાષા દ્વારા અભિવ્યકિત સાધવાની કલા , તેથી કાવ્યમાં પણ ભાષા દ્વારા અભિવ્યકિત સાધવાની હોય છે . પણ નાટક , નવલકથા , નવલિકા ઈત્યાદિમાં ભાષા દ્વારા જે રીતે અભિવ્યકિત સાધવામાં આવે છે તેના કરતાં જુદી અને વિશેષ રીતે કાવ્યમાં અભિવ્યકિત સાધવામાં આવે છે .
કાવ્ય એ સાહિત્યનાં સૌ પ્રકારોમાં સૌથી વધુ સુક્ષ્મ અને સમર્થ સાહિત્ય પ્રકાર છે . મનુષ્યમન નાં જાતભાત નાં સંવેદનોને અને ભાવાવેગોને શબ્દોમાં ઉતારવાનું કામ મુખ્યત્વે કાવ્ય કરે છે . આમ કાવ્યને મોટેભાગે તીવ લાગણીઓ અને સંવેદનો સાથે કામ પાર પાડવાનું હોવાથી અને સાહિત્યનાં અન્ય સ્વરૂપોથી જરા જુદી રીતે વર્તવું પડે છે . ઊંડી અને અટપટી લાગણીઓને વાચા આપવાનું કામ કવિતા જે રીતે કરે છે . તે રીતને ધ્યાનમાં રાખીને કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યની જુદી જુદી વ્યાખ્યાઓ આપવાનો પ્રયાસ કર્યો છે . આ બધી વ્યાખ્યાઓ અલબત્ત સંપૂર્ણ અને અફર નથી . એ વ્યાખ્યાઓ પરસ્પર વિરોધી નથી , પણ પૂરક છે અને એ રીતે જ આપણે એમને સ્વીકારવી જોઈએ .
પાશ્ચાત્ય વ્યાખ્યાઃ- પશ્ચિમમાં કાવ્યની સૌ પ્રથમ વ્યવસ્થિત વ્યાખ્યા આપી છે કાવ્યાચાર્ય એરિસ્ટોટલે તે કહે છે , ' Poetry is an imitation of nature through the medium of language . ' ભાષાના માધ્યમ દ્વારા પ્રકૃતિની અનુકૃતિ તે કવિતા .
યુગો પછી ડ્રાયડ ને ઉમેર્યું કે કવિતા એટલે પ્રકૃતિની ભાવવાહી અને પદ્ય - લયબદ્ધ ભાષાભિવ્યકિત . એણે કવિતાને માનવ સ્વભાવનું સત્ય એ જીવંત ચિત્ર પણ કહ્યું .
એડિસન કવિતાને ' કલ્પનાસૃષ્ટિ ' કહે છે . તો ડો . જહોન્સન ' કવિતા એ સત્યને આનંદ સાથે એક કરવાની કલા , જેમાં બુદ્ધિ કલ્પનાને સહાય કરે છે ’ એવી વ્યાખ્યા આપે છે .
કોલરિજ કવિતાની વિશેષતા દર્શાવે છે : ' Poetry is the best words in their best order ' , ગધ એ શબ્દોની ઉત્તમ વ્યવસ્થા છે , તો કવિતાએ ઉત્તમ શબ્દોની ઉત્તમ વ્યવસ્થા છે . વળી એ કહે છે કે તત્કાળ આનંદપ્રદ અને સૌદર્યમય ભાવોક એ કાવ્ય છે , એમાં પદ્યમાધુર્ય , કાવ્યશિલ્પ , સમર્થ વસ્તુચાર અપેક્ષિત છે .
હેઝલિટ નામનો વિવેચક કવિતાને ' Language of imagination and passions ' તરીકે ઓળખાવે છે . એ કહે છે કે “ કવિતા એટલે કલ્પના અને ભાવાવેશોની ભાયા . ' ' આ વ્યાખ્યામાં હેજીલટે કવિતામાં રહેલાં કલ્પના અને લાગણીનાં તત્વો ઉપર ભાર મૂક્યો છે .
કાર્લાઈલ નામનો વિવેચક કવિતાને ' Musical thought ' તરીકે ઓળખાવે છે . એ કહે છે કે " કાવ્ય એટલે સંગીતમય વિચાર . ” આ વ્યાખ્યામાં કાવ્યમાં આવતા નિશ્ચિત લયનો સંકેત છે . પ્રત્યેક લાગણી કે ભાવાવેશને એનો પોતાનો એક વિશિષ્ટ લય હોય છે . આ લય કવિ ભાષામાં પણ જાળવી રાખે તો જ લાગણીનાં તીવ્ર સ્વરૂપોને બરાબર પ્રગટાવી શકે . તેથી નાટક કે નવલકથા રચનાર સર્જક કરતાં કાવ્યરચના કરતા કવિને આ લયની જાળવણી રાખવી પડે છે . તેથી કાર્લાઈલ કવિતાને ' સંગીતમય વિચાર ' કહે છે .
ભાવપક્ષની કાવ્યવ્યાખ્યામાં વર્ડઝવર્થની કાવ્ય વ્યાખ્યા ઉત્તમ છે . એને મને કવિતા એટલે પ્રબળ કર્મિઓ – ભાવાવેગોનો સ્વયંભૂ ઉછાળ કે ફુવારો છે . જો કે કવિતાનાં મૂળ નંખાય છે એ કભરા પછીની શાંતિની ક્ષણોમાં જયારે એને યાદ કરવામાં આવે છે ત્યારે , વર્ડઝવર્થ નામનો વિવેચક કવિતાને ' emotions recollected in tranquality ' કહે છે . એ કહે છે કે , કવિતા એટલે શાંતિ અને સ્વસ્થતાના સમયમાં યાદ કરેલા પહેલાના ભાવાવેગો . માણસને ધણીવાર લાગણીઓના તીવ્ર ઉભરા આવે તેવા પ્રસંગો જીવનમાં ધણીવાર બનતા હોય છે . આ પ્રસંગે માણસ લાગણીના ઉભરા અનૂભવતો હોય છે પણ કભરાની અસર નીચે હંમેશની સ્વસ્થતા કે શાંતી ડગી ગઈ હોય છે . લાગણીનો કબરો શમી જાય પછી માણસ ફરી પાછો શાંત , સ્વસ્થ અને સમતોલ બને છે . વર્ડઝવર્થ માને છે કે કવિએ પણ લાગણીનો ઉભરો આવે કે તરત જ કવિતા ન લખવી જોઈએ , કારણ કે એ કબરાના સમયે એનું મન સ્વસ્થ એ સમતોલ હોતું નથી . કવિએ એ લાગણીનો કબરો શમી જવા દેવો જોઈએ . થોડા સમય પછી મન શાંત અને સ્વસ્થ થાય ત્યારે પોતે તે સમયે કેવી લાગણી અનુભવી હતી તેની યાદ મનમાં જગાડીને કવિએ શાંત અને સ્વસ્થ મિજાજમાં હોય ત્યારે કવિતા લખવી જોઈએ . બીજી રીતે કહીએ તો લાગણીનો ઊભરો આવે કે તરત જ નહિ પણ એ ઊભરો શમી જાય પછી કવિએ કવિતા લખવી જોઈએ . દા.ત. , નદીમાં પૂર ચડે ત્યારે પાણીને આપણે ઠરવા દઈએ તો કાદવ -કચરો નીચે બેસે અને પાણી નીતર્યું થાય , લાગણીનું પણ એવું જ થાય છે . એનો ઊભરો આવે ત્યારે એમાં અસ્પષ્ટતા , ઉશ્કેરાટ વગેરે પણ હોય . એ બધું શમી જાય એટલો સમય કવિએ થોભવું જોઈએ . બીજી રીતે કહીએ તો કવિતામાં લાગણીનું નીતર્યું સ્વરૂપ હોવું જોઈએ .
મેથ્ય આર્નોલ્ડ નામનો વિવેચક કવિતાને ' Criticism of life ' જીવનની સમાલા તરીકે ઓળખાવે છે . તે કહે છે કે કવિતા એ આપણા વાસ્તવિક જીવનની સમીક્ષા છે . કવિતા આપણને આપણા વાસ્તવિક જીવનમાં રહેલી કણપો બતાવે છે અને આદર્શ તથા સંર્પણ જીવન કેવું હોઈ શકે તેનું આપણને દર્શન કરાવે છે . આમ કવિતા જીવન અને જગતનું આદર્શ ચિત્ર આપણી સામે રજુ કરવાનું મહત્વનું કાર્ય કરે છે . તે કહે છે : ' કવિતા એટલે કાવ્યાત્મક સત્ય અને કાવ્યાત્મક સૌંદર્યના નિયમોને અનુસરીને થતી જીવનની સમીક્ષા ' , એણે કવિતાની વ્યાખ્યામાં જીવનના સત્ય , સૌંદર્ય અને માંગલ્યનો સમાવેશ કર્યો છે.
ક્રોચે કવિતા કે કલાને સ્વયં ફુરણાત્મક અને મનોગત અભિવ્યકિત કહી છે .
લે હન્ટના મતે , કવિતા એ સૌદર્ય , બળ અને સત્ય માટે વ્યકત કરેલું ભાવાવેગનું વિધાન છે .
એડગર એલન પોએ કવિતાને ' સૌંદર્યની લયબદ્ધ રચના કહી છે . ટી . એસ . ઈલિયટ અને આઈ . એ . રિચાર્ડઝ પણ કવિતામાં સંગીત , લય અને વૃત - છંદ પર ભાર મૂકે છે .
ભારતીય વ્યાખ્યા : રવીન્દ્રનાથ ટાગોર કવિતાની વ્યાખ્યા આપતાં કહે છે કે , " રંગીન કલ્પનાની પૂર્વભૂમિકામાં જિંદગીને લયબદ્ધ રીતે રજુ કરવી તેનું નામ કવિતા . ” ટાગોરની આ વ્યાખ્યામાં કવિતામાં રહેલા કલ્પના , વાસ્તવિકતા અને સંગીતનાં એમ ત્રણે તત્વો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે . કવિતા વાસ્તવિકતાને કલ્પના વડે શણગારે છે . આમ , કવિતામાં કલ્પના , વાસ્તવિકતા અને સંગીત એમ ત્રણનો ત્રિવેણી સંગમ થતો હોય છે .
આચાર્ય આનંદશંકર ધ્રુવ કવિતાને ' આત્માની અમૃત કલા અને જીવનયજ્ઞનું હુતશેષ ' ગણે છે . કવિતા મનુષ્યની ઉત્તમોત્તમ શકિતઓના ફળસ્વરૂપે પ્રગટે છે . એ વાત ઉપર આચાર્યશ્રીએ ભાર મૂકયો છે .
સંસ્કૃત કાવ્ય વ્યાખ્યાઓ : - સંસ્કૃત અલંકારશાસ્ત્રીઓએ જુદા જુદા સિદ્ધાંતોને નજર સમક્ષ રાખીને કાવ્યની જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે : ' કાવ્ય એટલે ૨ મણીય અર્થનું પ્રતિપાદન કરતો શબ્દ ' , ' કાવ્ય એટલે રસાત્મક વાકય ' , કાવ્યનો આત્મા ધ્વનિ છે . "
વક્રોકિત એ કાવ્યનો પ્રાણ છે . ' ' રીતિ એટલે જ કાવ્ય ' , ' કાવ્ય એટલે દોષ વિનાના , ગુણવાળા અને મોટે ભાગે અલંકાર – યુકત શબ્દ અને અર્થ ' . – આમ કાવ્યની જુદી જુદી વ્યાખ્યાઓ આપવામાં આવી છે . પણ સંસ્કૃત અલંકારશાસ્ત્રીઓએ પોતાની આ વ્યાખ્યાઓમાં ' કાવ્ય ' શબ્દને સાહિત્ય સમસ્તના અર્થમાં પ્રયોજયો છે . કેવળ સાહિત્યના એક વિશિષ્ટ પ્રકાર ( કવિતા ) માટે યોજયો નથી . એટલે સંસ્કૃત કાવ્ય શાસ્ત્રીઓની આ બધી વ્યાખ્યાઓ વસ્તુતઃ તો ' સાહિત્ય ' ની વ્યાખ્યાઓ છે.
0 ટિપ્પણીઓ