✓ '' સાપના ભારા " એકાંકી ની કથાવસ્તુ સમજાવી તેમાં વ્યક્ત થતી નારી જીવનની વેદનાનો પરિચય આપો .
✓ અંબા , મેના , ધનબાઈ , ચંદણી , દુર્ગા , ભીખી , આદિ ' સાપના ભારા ' નાં નારીપાત્રોનો પરિચય આપી , એકાંકીકારની ચરિત્રચિત્રણ કલા વિશે લખો : અને એ નારીઓની વ્યથાકથાને સમાજના સંદર્ભમાં મૂલવો .
✓ '' સાપના ભારા " સંગ્રહની નારીજીવનની વ્યથાકથી નિરૂપતી નાટિકાઓની કથાવસ્તુ , પાત્રો વગેરે ના અનુલોમાં , સમીક્ષા કરીને , એ નાટિકાઓમાં પ્રગટ થતા નાટયકારના કૌશલયને મૂલવો .
' સાપના ભારા ' એકાંકીસંગ્રહના મોટાભાગના એકાંકીઓમાં નારીજીવનની કરુણિકાનું વેધક અને મર્મસ્પર્શી આલેખન થયું છે : સમગ્ર સંગ્રહનું નામાભિધાન " સાપના ભારા " પુસ્તકનાં પહેલાં એકાંકીના શીર્ષક ઉપરથી જે કરવામાં આવ્યું છે . રા.વિ.પાઠકે સ્પષ્ટ કર્યું છે તેમ , " જાણે પહેલાં મૂકેલાં ' સાપના ભારા ' નું વાતાવરણ ઠેઠ સુધી પહોંચે છે . મનસુખલાલ ઝવેરીએ પણ લખ્યું છે કે " ચામ નારીની જીવનભરની કરુણતા આપણા સાહિત્યમાં બીજે ક્યાંય આટલી કુશળતાથી નિરૂપિત થયેલી ભાગ્યે જ મળશે . ” આ વિધાનની સાર્થકતા તપાસતાં સંગ્રહની સૌથી પહેલી રચના " સાપના ભારા'ના નારીપાત્રો આપણું ધ્યાન ખેંચે છે .
'' સાપના ભારા " : - " સાપના ભારા " એકાંકીમાં અંબા કહે છે : " હાય " ! બૈરાં નો અવતાર બાપને ઘેર બલા ગણાઈ એ સાસરામાં સૂળી પર સૂવાન ' આવાં અનેક વિધાનો નારી જીવન માં વણાયેલી સનાતન વ્યથાનું સૂચન કરે છે . નારી ની જીવન રાત્રિ નો આ સનાતન અંધકાર ગામડામાં તો અતિશય ઘેરો જણાય છે . '' સાપના ભારા " માં જુવાન વયે વિધવા થયેલી મેનાની રૂઢિચુસ્ત ગ્રામ સમાજમાં કેવી દુર્દશા થઈ છે . તેનું આલેખન થયેલું છે . : વિધવા મેના , વાસ્તવ માં તો એના સસરા નંદરાય પંડયાની વિષય વાસના નો ભોગ બને છે . પણ સસરાના કુળની પ્રતિષ્ઠા સાચવવા તે છેક સુધી , હરામ નાં હમેલ નો અભિશાપ એને આપનાર સસરાનું નામ રજમાત્ર હોઠે લાવતી નથી . સાસુ ધનબાઈ ને યુવાન વિધવા , પુત્રવધુ ' સાપના ભારા ' સમી લાગે છે ? એ કહે છે : " બે બે મહિના થી અર્ધી લોઈ શકણાં છે ઈની તો વાત કરતાં નથી . બે વરસથી ગળે સાપના ભારા વેંઢારીને ફરી સાચવતાં સાચવતાં અડધી થઈ ગઈ , પણ છેવટે તો કરમમાં ડુંખ ને વખ આયા અને એટલે જ યુવાન વિધવા પુત્રવધુ મેનાનું કાસળ કાઢવા . ધનીબાઈ , પોતાની વેવાણ , મેનાની મા અંબાને જ તૈયાર કરે છે .
પણ જે જનેતા છે , જેણે મેના ને પાળી પોપી ઉછેરી છે તે અંબા શી રીતે દીકરીને મારી નાખી શકે . અંબા પોતાના ભાઈ દોલતરામ ની મદદ માગે છે . દોલતરામ આવીને સાચી પરિસ્થિતિ જાણે છે , ને પોતાની ભાણેજ ને મારી નાખવાની બહેનને સૂફિયાણી સલાહ આપીને , અતિશય ફૂર વાણ – વર્તનથી બહેન અંબાને વધારે વ્યથિત કરીને પાછો ચાલ્યો જાય છે . ત્યારે '' જણનારીને હાથ જ બિચારી " - આ શબ્દો માં અંબાની મનોવ્યથા પ્રગટ થાય છે . આમ , મેનાનાં સગાં જ , મા , મામા , સાસુ વગેરે કુળની મિથ્યા પ્રતિષ્ઠા ખાતર મેનાને રહેંસી નાખવા તત્પર થાય છે .
મા અંબાનો જીવ , પુત્રીને મારી નાખતા ચાલતો નથી . ભાઈ દોલતરામ તથા વેવાણ ધની , બેઉ એને પુત્રી ની હત્યા કરવા પ્રેરે છે . ઉત્તેજે છે . ઉશ્કેરે છેઃ મહેણાં મારે છે . ધની તો અંબા નાં ચારિત્ર્ય ઉપર પણ આળ મૂકતું વચન ઉચ્ચારી એ દુર્ગાભી માતાને વીંધી નાખે છે , ત્યારે બહાવરી બની ગયેલી અંબા આગળ , રચનાના અંત ભાગમાં , મેના પોતાને પતન ને માર્ગે લઈ જનાર પોતાના સસરાનું નામ દે છે . ત્યારે અંબા સડક થઈ જાય છે .
અંબા યુવાન વિધવા મેના ની માતા છે . દીકરી માટે ઊંચું કુળ મેળવવા ' મલેખાંના માળા ' સમા હરગોવિંદ સાથે મેનાને એ પરણાવે છે . મેના , પતિ સાથે સુખી દાંપત્યજીવને ભોગવે તે પહેલાં તો તે વિધવા બને છે . એ વિધવા પુત્રવધુ પર સસરા નંદરામ ની વાસના ચસ્ત કુદૃષ્ટિ પડે છે . મેના , સસરાના સમાગમથી સગર્ભા થાય છે . પ્રારંભે તો ધનબાઈ કહેવડાવે છે કે મેનાને વરહૂપ નીકળ્યું છે તે મટતું નથી . પરંતુ એના ની ખબર લેવા અંબા ગઈ ત્યારે તો સાચી વસ્તુ જાણીને અંબાના હોશકોશ ઊડી જાય છે . અંબા , દીકરી ને મોંએ ગુનેગાર નું નામ જાણવા બહુ પ્રયાસ કરે છે . એ પોતાની દીકરી ને ચાહે છે : એના તરફ એને પારાવાર સહાનુભૂતિ છે . વેવાણ ધનીએ મેનાને શીરામાં કાચ નો ભુકો ખવડાવી દેવા સુચવ્યું ત્યારે જનેતાનું હૃય વીંધાઈ જાય છે : પણ એ દુષ્કર્મ કરતાં એનો જીવ ચાલતો નથી . ભાઈ દોલતરામ આવે છે ત્યારે તેના તરફ થી સહેજ શાંતિ મળશે એવી આશા અંબા રાખે છે : પણ ભાણેજને મારી નાખવામાં નહિ આવો તો , મા - દીકરી બેઉને મારી નાખવાની ધમકી આપીને , બહેનને ઊંડા મર્માઘાત આપીને તે ચાલ્યો જાય છે . અતિ વિકટ પરિસ્થિતિનો સામનો કરતી અંબાની પણ , મેના થી ય વિશેષ વેધક કરુણતા સર્જાય છે . " જણનારીને હાથે જ બિચારીનું ખૂન ? " એ વિચારે , અંબા , દીકરી મેનાને ન મારવાનો નિર્ધાર કરે છે . વેવાણ ધનીબાઈ , અંબા ના ચારિત્ર્ય ઉપર જ સીધો ઘા કરે છે . ત્યારે રચના ની પરાકાષ્ટાએ અતિવ્યથિત અંબા દીકરી ને મોંએ એના સસરા નંદરામનું જ નામ જાણે છે . ત્યારે ઊંડો તીવ્ર આઘાત પામે છે . અંબા , એક અતિ દુર્ભાગી માતાની કરુણિકા આ નાટિકામાં પ્રગટ થાય છે .
દોલતરામ , અંબાનો ભાઈ છે . ગામડાના રૂઢિસમાજનો એ પ્રતિનિધિ છે . તે સ્વાભાવે ભલો ને લાગણીશીલ છે . ભાણેજ મેનાને વહૂપ થયેલું જાણી , તે માટે પાંદડાં મોકલે છે . બહેન તથા ભાણી પ્રત્યેના પ્રેમથી જ તે પહેન અંબાને મળવા આવે છે . રડતી બહેનને દિલાસો પણ આપે છે : પરંતુ વિધવા કેના સગર્ભા છે તે જાણતાં જ દોલતરામનું વરવું રૂપ પ્રગટ થવા માંડે છે : એનાં વાણીવર્તન છેક બદલાઈ જાય છે . ક્રોધાવેશમાં બેનને એ કહે છેઃ " પારો જવો તો ને ? લંનાથી કપાળ ફૂટી મરી જવું તું આ દા'ડા તો નાં ખાવત ? પોતના ફુરને કલંકિત કરનાર મા - દીકરીને એ ધમકાવે છે : જતાં જતાં એ વત્રી ધમકી આપતો જાય છે : " રાતે આવીશ ને બધું પૂરું નહિ કર્યું હોય , તો એ મને ડીને ને તને બ્રેયને ખાઈ જઈએ આ છેલો બગડ્યો એટલે પછી કોઈનો નહિ હોં " હેનને દાણ્યા પર ઘમ દઈને બાઈ ચાલ્યો જાય છે .
ધની , નંદરામની પત્ની છે , મેનાની સાસુ છે . એ આધેડ વયની છે . એ રૂઢિચુસ્ત , પામનારી કામગરી ગૃહિણી છે . પત્ર સાભાવે વધારે પદ્ધી લોભી છે . સાસુનો કડપ ને ક્રૂરતા એનાં વાણી - વર્તનમાં પ્રગટ થાય છે . વિધવા વહુ પર એ જલ્મ ગુજારતી રહે છે . જૂનો સાડલો , જમીનથી વેંત ઊંચો ઘાઘરો , તોબરો ચઢાવેલુ માં , કટુતા , ડંશીલો સ્વભાવ , ઝેર ઓકતી ક - ત્રાટલાં નાનાં એનાં વ્યક્િતત્વના ધ્યાન ખેંચે તેવાં લક્ષણો બની રહે છે . અમારો તો વેલો દશ પંદર પેઢીથી પેલા નંબરનો છે " એવું મિથ્યા ફુલાભિમાન રાખતી ફની , પુના મૃત્યુ માટે ફુળના કલંક માટે વિધવા મેનાને જ જવાબદાર ગણે છે . કુનીના મનમાં પોતાના પતિના ચારિત્ર્યનો કોઈ દોષ વસતો નથી . પણ વેવાણ અંબાના ચારિત્ર ઉપર જે કાદઃ ઉછાળે છે . જાત્રાએ ગયેલી એક પડોશણ એના ' ભોળા ભેમણ'ને કરમાવી ગઈ હતી અને પડોશર ગંગા જ મેનાને આડે માર્ગે લઈ ગઈ હશે એમ અનુમાન કરતી કની મેનાને કારનો શીરો ખવડાવી દેકાણે પાડી દેવાનો આગ્રહ કરે છે . એ કામ પોતે તો કરવા તૈયાર નથી . એ કહે છે : " મારે કાચ ખવરાવે છે બલાકાત મારી દીકરી હોત તો સો સો કકડા કરત : આ તો તમે વેશ માંડ્યો છે પેલી જમનીએ ઈ ની સંતોકડીનું શું કર્યું . ઈની વાયરાનેય ખબર છે કે ? ". " રાંડ " , " શંખણી " , " શોકય " જેવા શબ્દો પનીની જીભે હંમેશાં રમતાં રહે છે . એના નાં કુકર્મ નો ભાગીદાર કોણ , તે જાણવા એ પણ ઉત્સુક છે . સેનાને પુષ્ય પોતાના ' ભોળા ભેંમણ 'નું જ નામ જાણી સકડ થઈ ગયેલી ધની , નાને જ દોષિત ગણતી બોલી ઊઠે છે : " મારી શોક્ય રાંડ લુચ્ચી "
આ નાટિકા નાં મુખ્ય પાત્રો આમ તો છે તેના અને તેના સસરા નંદરામ : નાટિકા નાં કેન્દ્ર માં એમના જ અવૈધ સંબંધની ઘંટના છે : પરંતુ , એ બેઉ મુખ્ય પાત્રોને કહો કે નાયક – નાયિકાને – એકાંકીકારે ખૂબીપૂર્વક સૂચિત રાખીને , એમને તષ્ઠા ઉપર પ્રવેશ ન આપવાનું કૌશલ્ય દાખ્યું છે . ફની , અંબા , દોલતરામ વગેરે પ્રત્યક્ષ તઢા પરના સંવાદો દ્વારા સસરા - પુત્રવધુના અવૈક કામસંબંધની કરુણિકા આ રચનામાં છૂટ થાય છે . યુવાનવયે વિધવા થનાર મેનાના જીવનની વ્યકથા અને સસરા નંદરામની પાશવતા , અન્ય પાત્રો દ્વારા ધ્વનિત થાય છે .
આમ આ રચનામાં ગ્રામ સમાજની યુવાન વિધવા ની તસ્વીર આલેખવામાં આવી છે . ગ્રામ સમાજની કઠોર વાસ્તવિકતાનો ગામડાની તળપદી લોકબોલીમાં તાદૃશ્ય ચિતાર આપવામાં આવ્યો છે .
0 ટિપ્પણીઓ