✓ શ્રી ઉમાશંકર જોશીનું સાહિત્ય પ્રદાન વર્ણવો .
શ્રી ઉમાશંકર જોશીની પ્રતિભાશકિત અનેકવિધ છે . અનેક સાહિત્ય સ્વરૂપો માં તે મુર્ત થઈ છે . કાવ્ય , નાટક , નવલકથા , ટૂંકીવાર્તા , સંશોધન , વિવેચન , પત્રકારત્વ , સંપાદન , અનુવાદ , લલિત અને લલિતેત્તર નિબંધ બધા જ ક્ષેત્રોમાં એમની પ્રતિભા અદ્ભુત સામર્થ્ય થી વિહરે છે . પ્રત્યેક ક્ષેત્ર માં એમણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
➤ કાવ્યોમાં " વિશ્વશાંતિ " , " ગંગોત્રી " , " નિશીથ " , " આતિથ્ય " , '' પ્રાચીના " , " વસંતવર્ષા " , " મહાપ્રસ્થાન " અને " અભિજ્ઞા " છે .
➤ નાટિકામાં " સાપના ભારા " અને " શહીદ " છે , એ બંને એકાંકી નાટય સંગ્રહો મહત્વના છે . અને " શહીદ " ની પ્રસ્તાવના માં એકાંકી કલા સ્વરૂપ વિષે મનનીય નિબંધ આપ્યો છે .
➤ નવલિકામાં " શ્રાવણી મેળો " , " ત્રણ અર્થે બે '' અને " અંતરાય " તથા " વિસામો " છે .
➤ " પારકા જણ્યા " એ એમની નવલકથા છે .
➤ વિવેચન સંગ્રહો " સમ:સંવેદન " , " અભિરુચિ " , " શૈલી અને સ્વરૂપ " , " નિરીક્ષા " , " શ્રી અને સૌરભ " , " કવિની સાધના " તથા " પ્રતિશબ્દ " છે .
➤ સંશોધનમાં " અખો -એક અધ્યયન " અને " પુરાણોમાં ગુજરાત " છે.
➤ સંપાદનમાં " કલાન્ત કવિ " , " સ્વપ્નપ્રયાણ " , " મહારા સોનેટ " છે. " સાહિત્ય વિચાર " , " દિગ્દર્શન " , " વિચાર માધુરી " , " કાવ્યતત્વ વિચાર " નું તેઓએ રામનારાયણ પાઠક સાથે સંપાદન કાર્ય કર્યું છે .
➤ નિબંધોમાં " ગોષ્ઠી " તેમજ " ઉઘાડી બારી " અને
➤ અનુવાદમાં " ગુલે પોલાંડ " , " શાકુન્તલ " અને " ઉત્તરરામચરિત " છે .
આ બધામાં એમનું કવિ તરીકેનું વ્યકિતત્વ સૌથી વિશેષ જવલંત છે . એમના કવિ જીવન નો પ્રારંભ વિશ્વશાંતિ નામના એક ખંડકાવ્ય નાં 1931 માં થયેલા પ્રકાશથી થયેલો . કાકા કાલેલકર નાં પ્રવેશ કથી આ કૃતિ શરૂઆતમાં જ ઘણી લોકપ્રિય થઈ પડી . ચારે બાજુ જયાં યુદ્ધની વિષજવાળા પ્રગટે છે ત્યાં જ કવિ એક શાંતિ ની કલ્પના વ્યકત કરે છે . કવિ પોતે જ કહે છે " વિશ્વશાંતિ " નો અર્થ જગત પરનો મનુષ્યો વચ્ચેની શાંતિ અથવા જીવમાત્ર ની શાંતિ એટલો જ કહી સંતોષાઈ જવામાં સંકુચિતતા જણાય છે . એટલે અહીં તો આપણી નજરમાં ન આવે એવા વિશાળ અતલની વિશ્વની શાંતિની કલ્પના કરી છે . કારણ કે ,
વિશાળ જગવિસ્તારે , નથી એક જ માનવી
પશું છે , પંખી છે પુષ્પો , વનોની છે વનસ્પતિ .
ગુજરાતી નુતન કવિતા સાહિત્ય માં " વિશ્વશાંતિ " એ અનેક રીતે નવી ભાત પાડી . એમની પ્રૌઢ ગંભીર રમણીય પદાવલીમાં કાન્ત નાનલાલનું રાસાયણિક મિશ્રણ દ્રષ્ટિગોચર થતુ . એમાં એમની પ્રૌઢ વાણી અને તેને અનુકુળ છંદો પર પ્રભુત્વ દર્શાવી ગુજરાતનું ધ્યાન ખેચ્યું . સુન્દરમ કરતા " ઉમાશંકરની ભાષા વધારે ભવ્ય પ્રૌઢ અને ગંભીર , તથા ઓજસયુકત લાગે છે . તેમાં નાનાલાલ અને કાન્તની મિશ્રિત અસરો જ ખાસ કરીને જવાબદાર છે . સુન્દરમ્ થી જુદી જ રીતે શ્રી ઠાકરો નાં ભાષાઅંગથી ઉમાશંકરે ડહાપણભરી રીતે અંતર રાખ્યું છે . અને તેથી જ સાક્ષરયુગની પ્રૌઢબાની , શૈલી ને ભવ્ય વિષયો તથા નિરૂપણનું અનુસંધાન મળી શકયુ છે . "
" વિશ્વશાંતિ " પછી 1934 મા " ગંગોત્રી " નામનો એમનો કાવ્યસંગ્રહ પ્રગટ થયો . માત્ર એક ખંડકાવ્ય હતું . જયારે ગંગોત્રી માં અનેક કવિતાઓ હોવાને " વિશ્વશાંતિ ' કારણે ખંડકાવ્ય " વિશ્વશાંતિ " ની સરખામણીએ " ગંગોત્રી " ઘણો મોટો અને દળાદર કાવ્ય સંચાર છે . આ કૃતિ કવિ સુન્દરમને મતે એમની પોતાની '' કાવ્યમંગલા " કૃતિની બરોબરીયા કૃતિ છે . ગાંધીયુગ માં પ્રગટેલા નવા વિષયો , નવા વિચારો , સરળમધુર ભાષા , નુતન છંદપ્રયોગો અને છંદયોજના અને થોડા નવી ભાત પાડતા ગીતો એ બધા ની વિશિષ્ટતા ને લીધે આ સંગ્રહ પણ ઘણો લોકપ્રિય થયો . અત્યાર સુધીમાં એની ઘણી વૃતિ થઈ એના પરથી એ સિદ્ધ થાય છે . " સાહિત્યના ઈતિહાસમાં " ગંગોત્રી " " કાવ્યમંગલા " પછી આવે છે . પરંતુ " ગંગોત્રી " એની સમાન કક્ષાએ જઈ બેસે છે , ગેટઅપ , છપાઈ વગેરેમાં પણ એ પુસ્તિકા પિત્તવર્ણિકા કાવ્યમંગલા નાં આદર્શ ને જે અનુસરે છે . " ગુજરાતી સાહિત્ય નાં ઈતિહાસમાં આ બે મહત્વની કૃતિઓ છે . અને બન્ને નો સાથે જ અભ્યાસ કરવામાં બન્નેની મહત્તાનો ખ્યાલ આવે છે .
" ગંગોત્રી " મા બધા જ નવીન ભાવો એ નુતન પ્રયોગો છે . માનવતા અને માનવ ગૌરવ નાં ભાવોથી ભરેલા કાવ્યો છે . ગાંધીયુગે પેરેલા આશા , ઉત્સાહ , તેજ , તનમનાટ , યુયુત્સા અને સૃષ્ટિની નવેસરથી રચના કરવાની આકાંક્ષાના ભાવો એમાં છે . નુતન અને પુન જીર્વન નો પ્રફુલ્લ ઉન્મેષ " ગંગોત્રી " નાં કાવ્યોમાં છે . '' ગંગોત્રી '' માં અનેક રીતનું વૈવિધ્ય છે . એમાં સોનેટ , ગીતો , મુક્તકો , ઉર્મિકાવ્યો , પ્રલંબકાવ્યો વગેરે છે . વિષય ની દ્રષ્ટિ એ પણ એમાં ઘણું વૈવિધ્ય છે . પ્રભુ , પ્રેમ , પ્રકૃતિ વિશેના કાવ્યો , વાસ્તવદર્શી કાવ્યો , શ્રમજીવી વર્ગ પ્રત્યે સહાનુભુતી નાં કાવ્યો , વગેરે '' ગંગોત્રી " સંગ્રહ ને પુર્વની કવિતા કરતા અર્પવતા અર્પે છે . અહીં કલ્પના , ઉર્મિ , ચિંતન , ભાષા વગેરેનું ઉચિત સામંજસ્ય દેખાય છે . અત્યાર સુધી ચુસાયેલા ગોટલાને , સીમાડાનો પત્થર , ધોબી , મોચી જેવા વિષયો કવિતા માં ન હતા , તે કવન વિષયો બને છે . સામાન્ય વિષયો માંથી કાવ્ય પ્રગટ કરવામાં આવે છે . અને તેવા સામાન્ય કે વાસ્તવિક વિષય કાવ્ય રૂપ અહી પામે છે .
એમનો " નિશીથ ' કાવ્યસંગ્રહ 1939 માં પ્રગટ થયો હતો . એમાં એમની કવિતા અર્વાચીન ગુજરાતી કવિતાનું ઉચ્ચ શિખર બની રહે છે . " ગંગોત્રી " - કરતા અહી કાવ્યબા ની વિશેષ પરિપકવ બને છે . વધારે સઘન ભાવોને શિષ્ટ બંધમાં રજુ કરતા કાવ્યો ગુજરાતી કવિતાનું એક ચરમ શિખર બની રહે છે . ગુજરાતી સાહિત્ય ને અત્યંત ગૌરવાન્વિત કરતી નિશીથ કૃતિ છે . આ સંગ્રહ ભાવ , ભાષા અને વૈવિધ્યની દ્રષ્ટિએ ગંગોત્રી કરતા ચઢીયાતો છે એટલું જ નહી એમના બધા કાવ્ય સંગ્રહ માં આ શકવર્તી કૃતિ છે . એનાં પ્રથમ કાવ્ય પરથી આ કાવ્ય સંગ્રહ નું નામકરણ થયું છે . એ પ્રથમ કાવ્ય '' નિશીથ " ગુજરાતી ભાષાની શબ્દ શકિત નો અપુર્વ અને અદ્ભુત પરિચય કરાવે છે . એમાં કવિની વાણી ભવ્ય અને સમુદ્ર બની રહે છે . ઉપરાંત બીજા આકર્ષણો આ સંગ્રહનાં ઘણા છે . " વિરાટ પ્રણય " જેવા પ્રલંબ કાવ્યમાં માનવ ઉત્ક્રાંતિ નું રસિક વર્ણન છે . એમાં પૃથ્વી સોનેટ માળા . પણ છંદનું અદ્ભુત સાથ્ય વર્તાય છે . આત્મા નાં ખંડેર જેવી એમની ગુજરાતી સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે એવી છે . સોનેટ પણ અહી વધુ સુશ્લિષ્ટ અને સધન બન્યા છે . ' નિશીથ ' ને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર પ્રાપ્ત થયો એ માત્ર ગુજરાતમાં નહી પણ સમસ્ત ભારત વર્ષ માં આ કૃતિ સ્થાન પામે છે એ દર્શાવે છે . ભારતીય જ્ઞાનપીઠ નો પુરસ્કાર એક સાથે મદ્રાસના કવિ પુટપ્પા અને ગુજરાતના કવિ ઉમાશંકરને મળ્યો . ઉમાશંકર ને '' નિશીથ '' કાવ્ય સંગ્રહ માટે પ્રાપ્ત થયેલુ આ ભારતભર માં બહુમાન છે . આ સિદ્ધિ બદલ ગુજરાતમાં તેમજ ગુજરાતની બહાર એમને માન આપવાના ઘણા સામંરભો થયેલા . એમનો બીજો પોલેન્ડની કવિતા નાં અનુવાદનો સંગ્રહ " ગુલે પોલાંડ " છે . એ સોનેટ વાળા પુર્વે મુકેલો સોનેટ વિશેનો અભ્યાસ લેખ ઘણો મહત્વનો બની રહે છે . અનુવાદ હોવા છતાં પ્રભાવશાળી ભાષા અને તેજસ્વી છંદ પ્રભુત્વની દ્રષ્ટિએ પણ આ કૃતિ અતિશય મહત્વનું સ્થાન ધરાવે છે .
1944 માં " પ્રાચીના ' કાવ્યસંગ્રહ પ્રગટ થયો તે અનેક રીતે મહત્વનો છે . " પ્રાચીના " નવુ સ્વરૂપ લઈને ગુજરાતી સાહિત્ય માં પ્રવેશ કરે છે . સાત પદ્ય નાટકો નો આ સંગ્રહ છે અને એ ગાંધીવાદી વિચારસરણી થી અમુક પ્રમાણમાં અને ઠાકોરની માત્ર અર્થલક્ષી શૈલી થી પર છે . એમાં ભાવ , ભાષા , અને અલંકાર નું અદ્ભુત સામંજસ્ય છે . સંવાદ પ્રધાન આ કાવ્યો માં પ્રાચીન અને અર્વાચીન દ્વારા સનાતન પ્રગટ કરવાનું કામ પ્રાચીના માં છે . પ્રાસ , અનુપાસ , શૈલી છંદ પ્રયોગ વગેરે દ્રષ્ટિએ પણ આ ગ્રંથ વિલક્ષણ છે . કવિતા જયારે ઉચ્ચ સ્વરૂપે પ્રગટ થાય છે ત્યારે નાટકનું સ્વરૂપ લે છે . આ પદ્ય નાટકો ગુજરાતી સાહિત્યમાં શકવર્તી બની રહે એવા છે . તેમનો ત્યાર પછી 1947 માં પ્રગટ થયેલો સંગ્રહ ''આતિથ્ય " છે . '' નિશીથ '' ના પ્રમાણમાં એ ઓછો આકર્ષક છે . એમાં ઉલ્લાસ કરતા ગ્લાનિ વિશેષ છે . અને એમાં ભાષાની પ્રગલભતા અને તેજ કે ભાષાનું ગાંભીર્ય પ્રમાણમાં " નિશીથ '' કરતા ઓછા છે . ગીતોની સંખ્યા '' આતિથ્ય " માં વિશેષ છે . અને કેટલાક સુંદર ગીત આપણુ " આતિથ્ય " માંથી પ્રાપ્ત થાય છે . લયની સ્વાભાવિકતા , કલ્પનાની ચારૂતા , દ્રષ્ટિનું ગાંભીર્ય , અહી પણ કલ્પના ભાષા " નિશીથ " જેવા નથી . " વસંતવર્ષા " એમનો બીજો કાવ્યસંગ્રહ છે . એમાં આગલા સંગ્રહ કરતા વિષયનું વૈવિધ્ય ઓછુ થાય છે . ભાષા અને રૂપની વધારે સભાન કલામયતા અહી છે . કવિતા માટે કુશળ રચનાશકિત છે . પણ કોઈ ઉત્કર્ષશાલી ચિંતન કે લાક્ષણિકતા જાજા નથી . અહી પણ ગીતો છે . એમાં ભાષાનું માધુર્ય અને કલ્પના ની ચારૂતા છે . કાવ્યો માં ભાષાની સુશ્લિષ્ટતા કાવ્યબંધની આકર્ષક યોજના અને સૌષ્ઠવ છે . પણ પહેલા ની જેવી મુગ્ધતા , દર્શનની દીપ્તિ , આવેગ કે તનમનાટ નથી . કેટલાક સુંદર સોનેટ આ સંગ્રહમાં છે . જે ગુજરાતી સાહિત્યમાં ઉચુ અને ચિરંજીવી સ્થાન પ્રાપ્ત કરે એવા છે . ભટ્ટબાણ અને દર્શન જેવી કૃતિઓ આ " મહાપ્રસ્થાન " કાવ્ય સંગ્રહ પ્રાચીના જેવા છે . રામાયણ મહાભારત માંથી વસ્તુ લઈ તેને નવીનરૂપ પદ્યનાટિકા નાં સ્વરૂપમાં કવિ અહી રજુ કરે છે . મહાપ્રસ્થાન ભરત અને યુધિષ્ઠિર જેવા કાવ્યો મહત્વના છે . બુદ્ધના જીવન માંથી વસ્તુ લઈ '' નિમંત્રણ " કાવ્ય રચાયેલુ છે .
ઉમાશંકર એક સફળ નાટયકાર પણ છે . " સાપના ભારા '' , " શહીદ " તથા બીજા પ્રગટ થયેલા એમના નાટકો માં એકાંકી સંગ્રહ '' સાપના ભારા " અતિ યશસ્વી નીવડયો છે .
વિવેચક સંશોધક તરીકે ગુજરાતી સાહિત્ય માં અગ્રસ્થાને રહેલા ઉમાશંકર જોશી નાં " સમસંવેદન " , " શૈલી અને સ્વરૂપ " , " કવિનો શબ્દ " ઈત્યાદિ અનેક વિવેચન ગ્રંથો માં એમની ભાવચિત્રી પ્રતિભાનું દર્શન થાય છે . અખો એક અધ્યયન ગુજરાત નાં સંશોધન , વિવેચન સાહિત્યમાં , એક ગૌરવગ્રંથ ગણાય છે . કવિની સાધના " શ્રી અને સૌરભ " , " પ્રતિશબ્દ " ( 1967 ) " કવિની શ્રદ્ધા " ( 1973 ) , " નિરીક્ષા ( 1960 ) " ઈત્યાદિ વિવેચન ગ્રંથો થી ઉમાશંકર ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય વિવેચકોમાં મોખરાનું સ્થાન પામ્યા છે . કલાન્ત કવિ ( 1942 ) " દશમ સ્કંધ " ( 1966 ) , '' અખેગીતા " , " સ્વપ્નપ્રયાણ " ( 1957 ) , " મેઘાણી સ્મૃતિગ્રંથ " ( 1952 ) , " કાલેલકર અધ્યયન ગ્રંથ " ( 1961 ) ઈત્યાદિ એમણે સંપાદિત કરેલા અન્ય ગ્રંન્યો પણ પ્રગટ થયા છે . ગુજરાતી સાહિત્ય કવિ નવલિકાકાર , નવલકથાકાર નાટયકાર , વિવેચક , સંશોધક , સંપાદક ઉમાશંકરની બહુમુખી પ્રતિભાથી પ્રભાવિતી થયું છે . એમનું ઋણી બની રહયું છે .
" સંસ્કૃતિ " સામાયિક દ્વારા એમણે સાહિત્યક પત્રકારત્વ ને ક્ષેત્રે પણ વર્ષો સુધી કરેલી સેવાને ગુજરાતી સાહિત્ય વિસરી શકે તેમ નથી . 1988 નાં 19 મી ડીસેમ્બરની રાત્રે કવિ ઉમાશંકર જોશીનું અવસાન થયેલુ . કવિ ઉમાશંકર દેહ વિલિન થયો , પણ તેઓ ગુજરાતી સાહિત્યમાં અક્ષરદેહ અમર થઈ ગયા .
0 ટિપ્પણીઓ