✓ ઉમાશંકર જોશીના જીવન અને કવનનો સામાન્ય પરિચય આપો.
ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ - સાહિત્યકાર છે . તેમનો જન્મ ઝરણા , નદીઓ , ડુંગરીનાં પ્રદેશમાં આવેલા બામણા નામના ગામમાં થયો હતો . ઈ.સ. 1911 ની 21 મી જુલાઈ એ આ મુર્ધન્ય કવિએ ભુમિ પર જન્મ લીધો . કવિ ઉમાશંકરને ઘડવામાં અનેક પરિબળોનો ફાળો છે. અને કોઈ પણ કવિ સાહિત્યકારને ઘડવામાં તેનું વતન , શિક્ષણ , વ્યવસાય , માતા , પિતા , ગુરુ કે મિત્રોનો ફાળો હોય છે .
ઉમાશંકર જોશીના વ્યકિતત્વને ઘડવામાં પ્રથમ પરિબળ હોય તે તેમનું વતન. પ્રકૃતિના અનેરા આકર્ષણથી શોભતા એ બામણા ગામમાં તેમનો જન્મ થયો એ પણ એક સદનસીબની વાત છે . બાળક ઉમાશંકર ઉપર આ ગામનાં ઘણા સંસ્કાર પડયા છે . તેનો તેમની કવિતા ઉપરથી ખ્યાલ આવે છે, તેમના સાહિત્યમાં ગ્રામ જીવનનાં વિવિધ પાસાના દર્શન થાય છે. તેમની કૃતિઓમાં ખેતરો , મેળાઓ , લોકગીતો , લોકબોલી વગેરે પ્રતીત થાય છે. ગામડાનાં સમગ્ર લોક જીવનની અનુભુતિ તેમની કૃતિઓમાં થાય છે. ડુંગરની ભેખડે આવેલા ઉગમણા ઘરની સામે ક્ષિતિજ ઉપર પર્વતમાળા ઉપર રમતા ઉષાનાં રંગો કયારેક અવનવા પક્ષીઓનાં કિલકિલ અવાજ , લીલાછમ ખેતરો અને ચોમાસાનાં ઉત્સવો , ઉજવણી , મેળા , વગેરેની છાપ ઉમાશંકર ઉપર પ્રબળ રીતે પડેલી જણાય છે. ગ્રામજનોમાં સ્વાભાવિક રહેલા ભોળપણ , લડાયક , મિજાજ વગેરે તેમના પાત્રો નાં સ્વભાવમાં જોવા મળે છે. આમ, તેમના વતનનાં ગામડાનાં રંગીન આકર્ષક વાતાવરણે જ તેમને કવિતત્વની દીક્ષા આપી એમ કહી શકાય.
બીજું પરિબળ તે તેમના માતા પિતા નાં સંસ્કાર , ઉમાશંકરના પિતા શામળાજી સુસડિયા પાસેના ગામો માં કામ કરતા , તેથી કવિને રજાઓ માં ત્યાં જવાનું થતું . નાનપણથી જ સૌન્દર્ય ધામ શામળાજી નો પ્રભાવ કવિચિત્ત ઉપર પડ્યો અને આધ્યામિક સંસ્કારો તેમને પ્રાપ્ત થયા . તેઓ પોતે જ કહે છે કે , " વીસમે વરસે અમદાવાદ ના બે અને વતનાં બીજા મિત્રો સાથે કાર્તિકી પુર્ણિમા એ શામળાજી ના મેળામાં સાંભળેલા ગીતો , એ તરફ નાં મેળાઓનો મારો છેલ્લો અનુભવ . સમગ્ર શિક્ષણ અધ્યયન માંથી ગીતલેખન અંગે હું નહિ પામ્યો હોઉં , એટલું જ એક રાત્રિના અને તે પણ એક મંડળી નાં અનુભવમાંથી પામ્યો છું . એમ કહુ તો એમાં કશી જ અતિશયોકિત નથી . મારા પુરતી તો ગીત લેખનની યુનિવર્સિટી ગણુ . શહેરના રાસગરબા વગેરે ઉત્સવો જોવા સાંભળવાની તક મને બહુ પાછળથી મળી હતી . " તેમનુ કટુંબ બહોળુ હતુ . વાણિજય , રાજકરણ , ધર્મને , લગતી અનેક વ્યકિતઓ સાથેના સંબંધો થી તેમને ઘણું જાણવાનું મળતુ . એક ખ્રિસ્તી દાકતરનાં સેવાભાવી વલણના પ્રત્યક્ષ અનુભવ થી તેમનામાં સેવાભાવના પેદા થઈ હતી , અને તે જ ભાવના દલિતો , પીડિતો અંગેના કાવ્યોમાં પણ જોવા મળે છે .
તેમણે પ્રારંભિક શિક્ષણ વતનમાં લીધું . અમદાવાદમાં હાઈસ્કલનું શિક્ષણ પુરુ કર્યુ . 1928 માં મેટ્રિકની પરીક્ષા આપી હતી . અને સમગ્ર બોર્ડમાં ત્રીજા નંબરે , અને અમદાવાદમાં કેન્દ્રમાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થયા હતા . પછી અમદાવાદ – મુંબઈની કોલેજો અને ગાંધીજીની ગુજરાત વિદ્યાપીઠ માં ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉમાશંકર જોશીએ સ્નાતક અનુસ્નાતક ડિગ્રીઓ પણ મેળવી શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી . એમણે પ્રથમ વર્ગમાં આવીને એમ.એ. ની પરીક્ષા ઝળહળતી ફત્તેહ મેળવેલી . એ સયમાં ઉત્તમ સાહિત્યકાર , સાહિત્ય પ્રેમી શિક્ષકો , પ્રાધ્યાપકો નાં જ્ઞાનનો વિદ્યા સંસ્કાર નો અને વિદ્યાવ્યાસંગ નો અમને લાભ મળ્યો હતો . શિક્ષણ કાળ દરમ્યાન જ દેશ વિદેશ નાં સાહિત્ય સ્વામીઓ ની ઉત્તમ રચનાઓનું વાંચન , ચિંતન , પરિશીલન , શરૂ થઈ ગયેલું . ને વાંચન નો તેમણે શોખ કેળવેલો , પછી તો જાણે વાંચનનો નાદ જ લાગ્યો . વિદ્યાર્થીકાળ દરમ્યાન જ એમની કવિતા નું ઝરણું ફૂટી નીકળ્યું હતુ . ને એક ઉત્તમ કવિ છાજે તેવી વાંચન , ચિંતન લેખન , આદિની સજજતા તેમણે મેળવી લીધી હતી . તેમનો એક સહધ્યાયી હારમોનિયમ લાવ્યો હતો . તેની ઉપર તેમને છંદની દીક્ષા મળી . ઈન્ટર માં ઉપનિષદ ના ટુકડાઓ ભણવાના હતા . તેને માટે તે શાંકરભાષ્ય વાંચી ગયા . ઉત્તર રામચરિત ઉપર બેલવલકર નુ હાવર્ડ એરિએન્ટલ સીરીઝ નું પુસ્તક વાંચ્યું , આ વાંચનની અસર તેમના ઉપર પડી .
ઉમાશંકર જોશીનું ઘડતર ગાંધીયુગમાં થયું તે સમયની તે યુગની અસર તેમના ઉપર પડી . પ્રથમ તો ગાંધીજીની જ અસર તેમનાં સાહિત્ય ઉપર પડેલી નજરે પડે છે . ગાંધીજીની દેશ ભકિત , સત્ય - અહિંસા , અપરિગ્રહનાં સિદ્ધાંતોને વળગીને ચાલવાનું વલણ , સેવાભાવ , વગેરે ગુણો તેમનામાં ઉતર્યા . ગુજરાત વિદ્યાપીઠના આધ્યાત્મિક વાતાવરણમાં તેમનું ઘડતર થયુ હતું . 1930 માં ગાંધીજીની દાંડીયાત્રા થયેલ , અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં વિસાપુર જેલમાં જવું પડેલું . વિસાપુરની કુદરતને ખોળે મુકત જેલભુમિ તેમના માટે સાહિત્ય રચના માટે અનુકુળ બની રહી . તેમણે જેલવાસ કર્યો તે પુર્વ " વિશ્વ શાંતિ " પ્રસિદ્ધ થયેલ . જેલમાં પણ વાંચન , મનન કર્યુ . " ઓલ કવાયેટ ઓન ધ વસ્ટર્ન ફ્રેટ " જેલમાં વાચ્ય , મેટલિન્કને વાંચ્યા વિધાપીઠ ગ્રંથાલયનાં ગ્રંથપાલ શ્રી ચંદ્રશંકર શુકલને તેમને વાલ્મીકીનાં રામાયણ જેવો આદર્શ રાખવાનું સુચવ્યુ . ગુજરાત વિદ્યાપીઠમાં સુન્દરમ્ , કાકા સાહેબ કાલેલકર , કૃષ્ણલાલ શ્રીધરણી વગેરેનો સંપર્ક થયો અને તેમના વ્યકિતત્વનો પ્રભાવ પડયો . ગાંધીજીનાં અહિંસા, સત્ય, દેશ ભક્તિનાં સંસ્કારો બીજી બાજુ કાર્લ માર્કસનો કારણે દીન , દુઃખી , પીડિત , દલિતોની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો . ગાંધીવાદને કારણે કૃતિઓમાં સત્ય , અહિંસા , જેવા વિષયો આવ્યા તો માર્કસવાસદને કારણે કૃતિઓમાં વાસ્તવિકતા આવી . ગાંધીજીની ઊંચી ઊંચી ભાવના , આદર્શો વગેરેનું નિરૂપણ કર્યું . તેમનાં કાવ્યોમાં દુઃખી , દીન , હીન , ગરીબ , માનવીઓનું તાદ્રશ રેખાચિત્ર પણ જોવા મળે છે . તેમાં આ સંસ્કારો જવાબદાર છે . ઉપરાંત ગાંધીજી ની રાષ્ટ્રીય લડતના પણ સંસ્કારો પડયા . આમ , ગાંધીયુગનાં લક્ષણો તેમના સાહિત્યમાં આવ્યા તેનું કારણ તે યુગના વાતાવરણની અસર ઉમાશંકરના ચિત્ત ઉપર થઈ હતી . અને તે સ્વાભાવિક પણ છે . રવીન્દ્રનાથ ટાગોરનો પ્રભાવ પણ આ સમય દરમ્યાન જ પડ્યો . ઉમાશંકરને ઘડનારા અનેક પરિબળોમાં સોથી પ્રબળ અસરકર્તા પરિબળ હોય તો તે ગાંધીજી માર્કસ રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્કારો છે . લેબસ્ટરની પણ તેમના મન ઉપર ઊંડી છાપ પડી છે . ફેન્ચ નાટયકારો રાસીન , કોર્મઈલ , મોલીએરનો વાંચન પરિચય એમને થયો છે . યુરોપીય સાહિત્યના ઉત્તમ જાણકાર સદ્ગત બાબુરાવે ગણપતરાવ ઠાકોરે ઈબ્સનનો ખંતપુર્વક અભ્યાસ કરવા તેમને પ્રેરણા આપી હતી . ચેખોવ નાં ' થીસીસ્ટર્સ ' પુસ્તકે ઊંડી છાપ એમના મન પર ઉભી કરી હતી . 1934 માં મુંબઈમાં કોઈની પાસે થી તેમને યુજીન ઓ'નિલની નાટયત્રયી " મોર્નિગ બીકમ્સ ઈલેકટ્રા " વાંચી – તેની અસર અંગ્રેજી નાટકો વાંચવા તેઓ પ્રેરાયા હતા . તેથી ઉમાશંકરની કૃતિઓ ઉપર પણ પાશ્ચત્ય સાહિત્ય ની અસર આપણને જોવા મળે છે .
આમ , તેમના સાહિત્યિક જીવનને ઘડનારા અનેક પરિબળો છે . કવિના સુમ ચિત્ત ઉપર તેમનાં જીવન દરમ્યાન શિક્ષણ , શિક્ષકો , મિત્રો , માતા - પિતા , વાંચન વગેરેના અનેક સંસ્કારો પડયા હતા . એ અસંપ્રજ્ઞાત ચિત્ત માં રહેલા અનેક સંસ્કારો માંથી કોઈ એક સંસ્કારો સુચક પળે Significant moment ઉપરથી આવે છે અને તે અનુભુતિને કવિ શબ્દ માં રૂપ આકાર આપવા પ્રત્યન કરે છે . જેની કવિ અનુભુતિ ને જેટલી સચોટ , સ્વચછ , રીતે અભિવ્યકત કરી શકે છે તે કવિ સમર્થ કહેવાય . કવિ ઉમાશંકર સમર્થ કવિ કહેવાય તેમાં શંકાને સ્થાન નથી . અભ્યાસકાળ પુરો થતાં સુધીમાં તો ઉમાશંકર ગુજરાતના નવી પેઢીના સુપ્રસિદ્ધ અગ્રણી કવિ તરીકે ઊંચુ સ્થાન પામી ચુકયા હતા . વિશ્વશાંતિ ( 1931 ) , ' ગંગોત્રી ' ( 1934 ) , ' નિશીથ ' ( 1939 ) , ' પ્રાંચીના ' ( 1940 ) , " અતિથ્ય " ( 1946 ) , " વસંતવર્ષા " ( 1954 ) , " મહા પ્રસ્થાન " ( 1965 ) , " અતિસાર ” ( 1967 ) , " ધારાવસ્ત્ર " , " સપ્તપદી " - આ સંગ્રહો થી ઉમાશંકર ગુજરાતી સાહિત્ય માં અગ્રણી કવિ તરીકે પ્રખ્યાત થઈ ચુકયા . એક સમર્થ અગ્રગણ્ય કવિ તરીકે એમને અનેક પુરસ્કારો , ચંદ્રકો , પણ મળતા રહયા . ' નિશીથ ' કાવ્યસંગ્રહને અખીલ ભારતીય કક્ષાનો જ્ઞાનપીઠ પુરસ્કાર મળી ચુક્યો છે . કવિ ઉમાશંકર માત્ર ગુજરાતનાં જ નહિ પણ સમગ્ર દેશ નાં કવિ તરીકે નામના મેળવી છે . ભારત નાં સંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે એમનું સન્માન વિદેશમાં પણ થતુ રહેલું . ઉમાશંકર નવલકથા , નાટક , વિવેચન , સંપાદન , વગેરે સાહિત્ય નાં દરેક ક્ષેત્રે ઝંપલાવ્યું છે અને તેમાં સફળતા થી પાર પણ ઉતર્યા છે . " પારકા જણ્યા " ( 1940 ) , નવલકથા લખી , પણ એ નવલકથા માં કવિતા જેટલા તેઓ ખીલ્યા નથી .
" શ્રાવણીમેળો " , " ત્રણ અર્ધ બે ને બીજી વાતો " , " અંતરાય " , એ એમના નવલિકા સંગ્રહો છે . સમય પકડવાની ત્રેવડ અને ચોટદાર આલેખન એ એમની નવલિકાનું મુખ્ય લક્ષણ છે . " ગોષ્ઠી ” નાં 22 " નિબંધો અને ઉઘાડી બારીના " નાં નિબંધો એમને નિબંધકાર તરીકે ઉપુ સ્થાન આપે છે . વિષયની દ્રષ્ટિએ ચાર ભાગમાં વહેંચાયેલા 91 નિબંધો છે . " વાર્તાલાપ " , " મિત્રતા ની કલા " , જેવા નિબંધો આનંદદાયક છે . " ઉઘાડી બારી " નાં નિબંધો ઉપર ગાંધીજી અને રવીન્દ્રનાથ નો પ્રભાવ છે.
કવિ ઉમાશંકર જોશી અર્વાચીન યુગના પ્રધાન કવિ છે . " વિશ્વશાંતિ " નામના કાવ્ય ગંધ થી તેઓ જાણીતા થયેલા . એમનો જન્મ ઈડરના બામણા ગામમાં 1911 માં થયો હતો . બાલ્યા વસ્થા થી જ પરિચિત એવા રમણીય ડુંગરાળ પ્રદેશ અને રંક પછાત અને સમાજ નાં સંપર્કે એમને પ્રેરણા આપી . માધ્યમિક શિક્ષણ ઈડરમાં લીધુ . 192૮ માં મેટ્રિકલેશન પરીક્ષા આખા ઝાંત મા ત્રીજે નંબરે આવ્યા , ત્યાર પછી ગુજરાત કોલેજ માં દાખલ થયા . 1930 માં ઈન્ટર આર્ટસ પસાર કરી , સત્યાગ્રહ ની લડતમાં તે વખતના યુગ નાં બીજા યુવાનોની માફક જોડાયા . એ માટે બે વાર જેલયાત્રા પણ ભોગવી . આમ તો ઈડર માં ભણતા ત્યાર થી જ પુસ્તકો વાંચવાનો શોખ હતો . અને જેલ જીવન દરમ્યાન એમણે સારો પુસ્તકો નું અધ્યયન અને પરિશીલન કર્યું . કાકા સાહેબ કાલેલકર નાં નિકટ સમાગમ માં આવ્યા . કાકા સાહેબ કાલેલકર ની પ્રસ્તાવના સાથે જ નવજીવન તરફથી તેમનો " વિશ્વશાંતિ " નો નાનકડો કાવ્યગ્રંથ 1931 માં પ્રગટ થયો . પાછળ થી તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાઈ કાકા સાહેબ કાલેલકર નાં અંતેવાસી બન્યા . ત્યાર પછી અધુરો રાખેલો અભ્યાસ મુંબઈ ની એલફિર્સ્ટન કોલેજ માં પુરો કર્યો . બી . એ . માં મુખ્ય વિષય અર્થશાસ્ત્ર હતો . અને એમ.એ. માં ગુજરાતી મુખ્ય વિષય લઈ પ્રથમ વર્ગમાં આવ્યા . મુંબઈ માં જાણીતી સિડનહામ કોલેજ માં થોડા વખત અધ્યાપક તરીકે તેમણે કામ કર્યું અને પછી ગુજરાત વિદ્યાસભા તરફથી અમદાવાદ મુકામે ચાલતા વિધાભવન માં ગુજરાતી વિષયના પ્રાધ્યાપકે નિમાયા . 1947 માં તેમણે " સંસ્કૃતિ " નામનું સામયિક પોતાને તંત્રીપદે શરૂ કર્યું અને ગુજરાતી સાહિત્ય નું સૌથી ઉચ્ચ કક્ષાના સામયિક તરીકે પ્રતિષ્ઠા પામતું રહેલુ . તેઓ ગુજરાત યુનિવર્સિટી નાં ગુજરાતી ભાષા સાહિત્ય ભવન નાં અધ્યાપકનું માનભર્યું સ્થાન સાચવી રહયા , ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી નાં ઉપકુલપદે ચૂંટાઈ આવી , કેળવણીની પણ અપુર્વ સેવા , નિષ્ઠા , અને પરિશ્રમ થી કરી રહેલા . કાવ્યપ્રવૃતિ માટે એમને 1939 માં રણજિતરામ સુવર્ણચંદ્ર પ્રાપ્ત થયો હતો . એમણે પરદેશયાત્રા કરી છે અને દેશમાં પણ સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે . સાહિત્ય એકેડમી માં પણ તેઓ ગૌરવભર્યું સ્થાન ધરાવતા હતા . જ્ઞાનની સમુદ્ધિ , બુદ્ધિની તેજસ્વીતા , અને પ્રતિભાની જવલંત નાં એમને આ યુગના એક વ્યુત્પન્ન પ્રતિભા તરીકે સ્થાન આપે છે .
કવિશ્રી ઉમાશંકર અને સુન્દરમ્ આ યુગના અને ખાસ કરીને ગાંધીયુગ નાં પ્રતિનિધિ કવિઓ છે . ક્રાંન્તિને લીધે જગતની જે કાયાપલટ થઈ અને તેને પરિણામે જે નવો યુગ બેઠો , તેનાં પથાર્થ બળો આ બંને કવિઓએ આત્મસાત કર્યો છે . ગુજરાતી સાહિત્ય માં જે વિવિધ અસરો પ્રગટી છે તેને અપનાવવામાં આ બંને કવિઓ પ્રતિનિધિરૂપ છે . બંને કવિઓ એકબીજાના પુરક છે . શ્રી મનસુખલાલ ઝવેરી લખે છે , " વિશાળ વાંચન થી અને સજીવ લોક સંપર્કથી એમણે પોતાની નૈસર્ગિક પ્રતિભા ને કેળવી છે ને સમુદ્ર બનાવી છે . એમનામાં પાંડિત્ય અને રસિકતા , નિર્મળ બુદ્ધિપ્રભા , અને ઉન્નત કલ્પના , આદર્શ પરાયણતા અને વ્યવહારદક્ષતાનો સમય થયેલો છે . જીવન માં સનાતન મંગલો નું એમનું દર્શન સ્થિર અને સુસ્પષ્ટ છે . સુન્દરમુની માફક તેમની પણ સહાનુભુતિ નું ફલક અત્યંત વિશાળ છે . સુન્દરમ્ ની માફક એમની પ્રતિભા પણ ઉર્મિ , ભાવ , વિચાર અને ચિન્તન નાં પ્રદેશોમાં એક સરખી સરળતાથી વિહરી શકે છે . સુન્દરમની માફક એ પણ માનવ હૃદય નાં એકએક ભાવ ને સર્વાગસુન્દર કલાદેહ આપી શકે છે . સુન્દરમ માં દ્રષ્ટિ ની અપુર્વતા છે . ઉમાશંકર માં અભિવ્યકિતની સભાન કલામયતા છે . સુન્દરમ્ મા ભાવની મસ્તી અને ઉક છે . ઉમાશંકર માં મધુર નાગરિકતા અને સયંમ છે . નબળી ક્ષણોમાં સુન્દરમ નું કાવ્ય ગધવળ બની જાય છે . સુન્દરમ્ અને ઉમાશંકર - આમ અર્વાચીન યુગના પરસ્પર પુરક કવિઓ છે . બંનેનું સ્થાન માત્ર અર્વાચીન યુગના અગ્રણી કવિઓમાં જ છે એમ નથી . ગુજરાતનાં સર્વકાલીન કવિઓમાં છે .
આમ નિર્વિવાદપણે ગાંધીયુગ ની અર્વાચીન કવિતા નાં મુખ્ય સર્જક ઉમાશંકર અને સુન્દરમ્ ઠરે છે . કવિતાને અભિનવ કલાસ્વરૂપ ઉર્મિ અને ચિત્તનના મિશ્રણથી પ્રગટ થતી ચારૂતા , વિષયો પરત્વે વિશાળ ફલક અને માધુર્ય થી પ્રગટ કરનાર આ બંને કવિઓ અર્વાચીન યુગના પ્રતિનિધિ છે . ગુજરાતી કવિતા જે એક બાજુ ગાંધીજી ને ખભે અને બીજી બાજુ બળવંતરાય ઠાકોરને ખભે રહી યાત્રા કરી રહી હતી , તેને આગળ વધારવાનું જવાબદારી ભર્યું કાર્ય મુખ્ય આ બે કવિઓ એ જ કર્યું છે . આકાર પરત્વે ઠાકોર અને વિષય પરત્વે ગાંધીજીની અસર આ કવિઓ માં વર્તાય છે . શ્રી બળવંતરાય ઠાકોર ગુજરાતી કવિતાને ફાવે એવુ સળંગપધે પૃથ્વી છંદ ની યોજના થી કરી આપ્યું . શ્રી ઠાકોરની દર્શાવેલી આ કેડી " વિશાળ રાજમાર્ગ " બની છે તે ખાસ કરી ને આ બે મુખ્ય સર્જકોને લીધે જ . વળી , ગાંધીજી ને પ્રતાપે પ્રગટેલી પ્રવૃતિઓ નાં તેઓ પ્રત્યક્ષ પરિચય માં આવ્યા , લોકસંપર્ક સાધ્યો , તેને પરિણામે આ યુગના , અર્વાચીન કવિતાનાં સાચા પ્રતિનિધિ બન્યા . માત્ર આભ , ચંદ્ર , અને તારા માં વિહરતી કવિતાને એક સુંદર કલાસ્વરૂપ આપી વિષય પરત્વે વિશાળ પટ કરી આપ્યો છે . પ્રતિનિધિરૂપ બનેલા આ કવિઓ ની કવિતા નાં દોષો મસ્ત અર્વાચીન ગુજરાતી કવિતાના દોષો છે . અને ગુણો સમસ્ત અર્વાચીન ગુજરાતી કવિતા ના ગુણો છે . આ બંને કવિઓ ઉમાશંકર અને સુન્દરમ , ઠાકોર નાં શિષ્ય છે અને એ શ્રી બળવંતરાય ઠાકોર નાં ઉછરતા વછેરા પછી થી સિદ્ધહસ્ત કલાકારો બની ગયા હતા .
0 ટિપ્પણીઓ