✓ ઉચ્ચારણ પ્રક્રિયાનો સામાન્ય પરિચય આપો.


    ઉચ્ચારણ પ્રક્રિયાઃ - આપણે દરરોજ સભાન ( કે કયારેક અભાન ) અવસ્થામાં શ્વાસોચ્છવાસ ની ક્રિયા કરીએ છીએ . પરંતુ તેનાં વિશે જોઈએ તેટલી કાળજીભરી જાણકારી ધરાવતા નથી . ભાષામાં આપણે જે ધ્વનિઓ નો ઉપયોગ કરીએ છીએ તેની ઉચ્ચારણ પ્રક્રિયામાં શ્વસનતંત્ર પણ ભાગ ભજવે છે . આપણી શરીર રચનામાં ભાષા માટે જ કાર્ય કરતો કોઈ અવયવ નથી . પરંતુ વાણીનાં ઉચ્ચારણમાં ફેફસા , કંઠ , જીભ , હોઠ ઇત્યાદી અવયવો કાર્ય કરે છે . એક દ્રષ્ટિએ વિચારતાં શ્વસનતંત્ર ની મદદ વડે જ ઉચ્ચારણ પ્રક્રિયા કારગત નીવડે છે . ઉચ્ચારણ પ્રક્રિયામાં કયાં અવયવો કેવી રીતે કાર્યશીલ બને છે તે જોઈએ.


    ઉચ્ચારણ પ્રક્રિયામાં કાર્યશીલ અવયવો :


     ( 1 )  ફેફસાં : - આપણા શરીર માં છાતીનાં ભાગમાં ડાબું અને જમણું એમ બે ફેફસાં આવેલા છે . જે હવા લેતી વખતે ધમણની જેમ ફૂલે છે . અને કાઢતી વખતે સંકોચાય છે . સાથે સાથે ધ્વનિનાં ઉચ્ચારણ માટે જરૂરી હવા આ ફેફસાં દ્વારા જ મળે છે . આમ , ફેફસાં ધ્વનિ ઉચ્ચારણ માટે હવા પૂરી પાડવા નું કાર્ય કરે છે . 

    ( 2 ) નાદતંત્રીઓ :- ફેફસાં માંથી હવા ઉચ્છવાસરૂપે બહાર આવે છે . શ્વાસનળી મારફતે બહાર આવતી હવાને જુદી જુદી રીતે અવરોધ થતાં જુદા જુદા ધ્વનિઓ ઉભા થયા છે . નાદતંત્રીઓ આગળ હવાને વિવિઘ પ્રકારનાં અવરોઘ થાય છે . 

         નાદતંત્રી ઓ અત્યંત સૂક્ષ્મ તાર જેવી કોમળ પેશીઓનાં બનેલા બે પડદા જેવી છે . તેને સ્વરતંત્રીઓ ( VOCAL CHORDS ) કે ધ્વનિતંત્રીઓ પણ કહે છે . તે સ્થિતિ સ્થાપક હોવાથી તેમને ખેંચી હવાનાં બહાર નીકળતા જથ્થાને રોકી શકાય છે . અથવા સાવ શિથિલ રાખવાથી હવાને કશાય ધર્ષણ વિના પસાર કરી શકાય છે . નાદતંત્રીઓ હવાના દબાણથી જુદી જુદી માત્રાનો કંપ અનુભવતી હોવાથી એ કંપન ને કારણે જુદા જુદા ધ્વનિઓનું નિર્માણ થાય છે . આ નાદમંત્રીઓ સામાન્ય રીતે શિથિલ અવસ્થામાં હોય છે , પરંતું ધ્વનિનાં ઉચ્ચારણ સમયે તે સ્ટેજ તંગ બનતા તેમાંથી પસાર થતી હવા આંદોલત થાય છે . 

     ( 3 ) પડજીભ : - પોચા તાળવાનાં છેડે , શ્વાસનળી ઉપર લટકતો એક પોચો સ્નાયું આવેલો છે . તે પડજીભ ( UVULA ) તરીકે ઓળખાય છે . ફેફસાં માથી બહાર નીકળતી હવાને નાસિકા વિવરમાં જતી તે અટકાવે છે . પરંતુ કેટલીકવાર હવામાં બે પ્રવીણ થઈ જતા એક પ્રવાહ મુખવિવર અને બીજો નાસિકાવિવર દ્વારા બહાર નીકળે છે . નાસિકા વિવર ( નાસિકાપથ ) દ્વારા નીકળતી હવાનાં કારણે સાનુનાકિ ઉચ્ચારણ બને છે . 

    ( 4 ) તાળવું : - ઉપરનાં દાંતના પેઢા માંથી ઉપરનો ભાગ તાળવા તરીકે ઓળખાય છે . 

સગવડની દ્રષ્ટિએ તાળવાનાં ત્રણ ભાગ પડે છે . 

( A ) સૌથી પાછળનો ભાગ , પોચું તાળવું , 

( B ) વચ્ચેનો ભાગ મૂર્ધા અને 

( C ) આગળનો ભાગ તે વત્સ . 

     ફેફસાં માંથી બહાર નીકળતી હવા જયારે મુખમાં આવે છે ત્યારે જીભ તાળવાનાં જુદા જુદા ભાગ પર અથડાઈને કેટલાંક વિશિષ્ટ ધ્વનિઓ ઉત્પન્ન કરે છે .

   ( 5 ) જીભ : - ધ્વનિનાં ઉચ્ચારણમાં સૌથી વધુ મહત્વનો ભાગ જીભ ભજવે છે . જીભનાં જુદા જુદા ભાગ કલ્પવામાં આવ્યા છે . અગ્રભાગ , મધ્ય ભાગ , અને પૃષ્ઠભાગ . " જીહવામૂલ " નામે ચોથો ભાગ પણ કલ્પવામાં આવ્યો છે . આ વિભાગીકરણ સગવડ ખાતર કરવામાં આવ્યું છે . કાલ્પનીક છે . જીભ હવાને જુદા જુદા સ્થાને રોકવાનું કાર્ય કરે અને તેથી જુદા જુદા ધ્વનિઓ ઉચ્ચારાય છે . સ્વરની પ્રકૃતિ નક્કિ કરવા માટે જીભની ઊંચાઈનાં બિંદુઓ – ઉચ્ચ , મધ્ય અને નિમ્ન ને લક્ષમાં લેવામાં આવે છે . ઊંચાઈનાં આ બિંદુઓ પણ સગવડ ખાત કલ્પેલા છે . 

    ( 6 ) હોઠ :- ફેફસાં માથી બહાર નીકળતી હવાને રોકવાનું છેલ્લું કાર્ય હોઠ દ્વારા થાય છે . કેટલીકવાર તે હવાને ધર્ષણ આપે છે . ઉચ્ચારણ વખતે હોઠનાં આકાર – ગોળ કે ચપટા ઉપરથી સ્વર ની પ્રકૃત્તિ નક્કિ થાય છે .

    ( 7 )  સ્થાન અને પ્રયત્નઃ– ફેફસાં માથી બહાર નીકળતી હવાને જે જે સ્થળે અવરોઘ થાય છે - જેમ કે , કંઠ , તાલું , મૂર્ધા , દાંત , હોઠ , વગેરે તેને " સ્થાન " કહે છે . અને આ અવરોધ થવાની જુદી જુદી રીતો – શૂન્યરન્દ્ર , ઇપદ્શ્વ , પાર્થિક , વાયુરન્ધ , વિસ્તારી વાયુરન્દ્ર , પ્રકંપ વગેરે - ને " પ્રયત્ન " કહેવામાં આવે છે . 

    ( 8 ) વાચિકા ધ્વનિ – ધ્વનિધટક : - ધ્વનિએ ભાષાનો એકમ છે . પરંતું ધ્વનિઓ તો અનંત છે . બઘા ધ્વનિઓ ભાષામાં ઉપયોગી નીવડતા નથી . પરંતું મનુષ્યનાં મુખ દ્વારા નિશ્ચિત સ્થાન અને પ્રયત્ન વડે ઉત્પન્ન થયેલા ધ્વનિઓ જ ભાષામાં ઉપયોગ માં લેવાય છે . મુખ દ્વારા ઉત્પન્ન થયેલા બઘા ધ્વનિઓ પણ નહિં . ભાષામાં ઉપયોગમાં લેવાતા ધ્વનિઓને 'વાચિક ધ્વનિ ' કહેવામાં આવે છે . વાચિક ધ્વનિને પોતાનો કશો અર્થ હોતો નથી . પણ બીજા ધ્વનિઓ સાથે વ્યવસ્થાથી સંકળાયેલા હોય છે . ત્યારે તે અર્થ વિષયક આકાંક્ષા ઉત્પન્ન કરે છે . તેના પછી બીજા ધ્વનિઓ ઉચ્ચારતા આપણી આકાંક્ષા સંતોષાય છે . આવા ધ્વનિને વાચિકે ધ્વનિ કહેવાય છે . 

    આથી વાચિક ધ્વનિની વ્યાખ્યા આ રીતે આપી શકાય : " જે ધ્વનિઓ વ્યવસ્થાથી પરસ્પર સંકળાયેલા હોય અને તેના ઉચ્ચારણ વખતે અર્થની આકાંક્ષા ઉત્પન્ન કરતા હોય તેને વાચિક ધ્વનિ કહી શકાય . " - " પરીક્ષા " શબ્દમાં ૫ , રી , ક્ષા એ ત્રણે ધ્વનિઓ વ્યવસ્થાથી સંકળાયેલા છે . તેમજ એક ધ્વનિનું ઉચ્ચારણ થતા આપણાં મન માં અર્થની આકાંક્ષા ઉત્પન્ન કરે છે.માટે તે દરેકને વાચિક ધ્વનિ કહેવાય . 

    આમ , અપરિમિત ધ્વનિઓમાંથી પરિમિત ધ્વનિઓ ને તારવીને આપણે વાવ્યવહાર કરીએ છીએ . આપણે સાંભળીએ છીએ ધ્વનિઓ , આપણું ચિત્તતંત્ર તેમાંથી પકડે છે . ધ્વનિ ધટકો , સંભળાય છે એકલરૂપ ધ્વનિ , સ્વીકારાય છે ઘટકરૂપ ધ્વનિ .

    ધ્વનિ ધટકોનું સ્વરૂપ તપાસવું એટલે અપરિમેય ધ્વનિનાં પ્રકારો માંથી પ્રસ્તુત ભાષા માં ભેદક તરીકે સ્વીકારાય છે તેને ઓળખવું . શબ્દમાં બીજું બધું સમાન હોય , પણ આ ઘટક બદલાય તો અર્થ બદલાય . જેમ કે , ગોળ અને ગળ . બંને માં " ગ " અને " ળ ” સમાન છે . પણ " ઓ " અને " " બંને જુદા ઘટક હોવાથી એનો અર્થ જુદો થાય છવે , એ જ પ્રમાણે પેટર્બેટ , સાગર - સાકર , વર – વાર વગેરે માં એકાદ ઘટક બદલાતાં સમગ્ર ઉકિત નો અર્થ જુદો થાય છે . બ્લમફીલ્ડનાં શબ્દો માં કહીએ તો " ધ્વનિઘટક એટલે ધ્વનિગુણ ધરાવતો ભેદક , વ્યાવર્તક લઘુતમ એકમ "