✓ ભારતીય આર્ય ભાષાની પ્રાચિન ભૂમિકાનો પરિચય આપો .
પ્રસ્તાવના : - ગુજરાતી ભાષાનો ઈતિહાસ જાણવા માટે આ ભાષા કયાંથી ઉતરી આવી છે તેનું , પ્રમાણ મેળવવું જરૂરી છે . 18 મી સદીની સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરતાં સર વિલિયમ જહોન્સન સંસ્કૃત ભાષાનું સામ્ય ગ્રરીક અને લેટિન ભાષા સાથે હોવાનું જાણવામાં આવ્યું . આ ત્રણેય ભાષા રા કેટલાક શબ્દો વચ્ચે તેમને સમાન લક્ષણો જણાયા . એ પરથી એમણે એવું અનુમાન કર્યું કે , આ ત્રણેય ભાષા કોઈ એક મુળમાંથી ઉતરી આવી છે . આ પછી બીજી કેટલીક ભાષાઓની ઉડાણપૂર્વક તપાસ કરી તો તેમને જર્મન અને ઈરાની ભાષાની પણ ઘણા શબ્દો વચ્ચે સામ્ય જણાયું . તેમણે તારણ કાઢયું કે , પ્રાચીન સમયમાં કોઈ એક ભાષામાંથી અલગ પડેલા આ ભાષા જુથો હશે , અથવા તો આ બધી જ ભાષાઓ કોઈ એક જ ભાષાફળમાંથી ઉતરી આવી હશે . એ પછી 18 મી સદીમાં તુલનાત્મક ભાષાસ્વરૂપ સંશોધનનો વિકાસ થયો . જુદી જુદી ભાષા ( વચ્ચેના ) સ્થળ સંબંધો પ્રમાણભૂત રીતે સંશોધાવા લાગ્યા અને ઐતિહાસિક રીતે ઉધા ક્રમે જતાં નાના -- નાના ભાષાકુળોને સમાનતાની દષ્ટિએ એક મોટા ભાષાકુળમાં સમાવી લેવાનું શક્ય બન્યું . આમ , જે મુખ્ય દસ બાર ભાષાકુળો તારવી શકાયા તે મા , સૌથી મોટામાં મોટું તેમજ વિશેષ મહત્વ ધરાવતું ભાષાકુળ તે ભારત યુરોપીય ભાષાકુળ છે , ( ઈન્ડો યુરોપિયન ) તેમ નકકી થયું.
સ્થાનાંતર : - આદિ ભારતીય યુરોપીય ભાષા બોલતી પ્રજા કયાં અને કયારે રહેતી હતી તે અંગે ઘણા મતભેદો હોવા છતાં સામાન્ય માન્યતા એવી છે કે , ઈ.સ. 3000 માં ભારતીય યુરોપીય પ્રજા રશિયાનાં દક્ષિણ વિસ્તારમાં વસવાટ કરતી હતી . આ પ્રજાનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન હતો અને કોઈ કારણોસર આ પ્રજા જુદા - જુદા જુથ જુદા સમયે સ્થળાંર કરીને પૃથ્વીની જુદી જુદી દિશાઓમાં ગઈ હશે . તે ઈ.સ. પૂર્વ 2000 કે તેનાથી પહેલા એશિયા માયનોરમાં સ્થિર થયું હશે . એ પ્રજા લેખનકળા જાણતી ન હતી . એશિયા માયનોરમાં આવીને ત્યાંની પ્રજા પાસેથી લેખનકળા શિખી હશે . બીજું જુથ આ પછીનાં તરતનાંજ સમયમાં એટલે કે , ઈ.સ. પુર્વ 2000 કે તે પછીના સમયગાળા માં મુળ ભારત- યુરોપીય જૂથથી અલગ પડીને ઇરાન પહોંચ્યું હશે . ભારત - યુરોપીય પ્રજાનું જે જૂથ ઈરાનનાં રસ્તે થઈને આવ્યું તે જુથની ભાષાને ' ભારત ઈરાની ભાષા જુથે ' એવું નામ આપવામાં આવ્યું છે . એવું અનુમાન કરવામાં આવે છે કે , આ બીજા જુથમાંથી કેટલાક લોકો ઈરાનમાં જ રોકાયા હશે હશે અને કેટલાક લોકો ભારતમાં આવીને વસ્યા હશે . તેથી , ભારતીય આર્ય ભાષાનું સામ્ય ઈરાની ભાષા સાથે જોવા મળે છે . ભારતીય વેદગ્રંથ ' ઋગવેદ ' અને ઈરાનની જુની ભાષાનો ગ્રંથ " અવેસ્તા " આ બંને રથની ભાષામાં ઘણું સામ્ય દેખાય છે .
ભારતીય આર્યભાષાઃ- ભારત યુરોપીય ભાષાનું જે જુથ ઈરાનનાં રસ્તે ભારત માં આવ્યું અને સપ્તસિંધુના પ્રદેશમાં આવીને વસ્યું તે જુથની ભાષાને ભારતીય આર્ય ભાષા તરીકે ઓળખવામાં આવે છે .ઓળખવામાં આવે છે . અર્વાચિન ભારતની મોય ભાગની ભાષાઓ ભારતીય આર્ય ભાષામાંથી ઉતરી આવી છે . આર્યો ઈ.સ. પૂર્વ 1500 માં ભારતમાં આવ્યાં ત્યારથી માંડીને આજ સુધી તેમના ભાષાકીય વિકાસને ત્રણ ભૂમિકામાં ભુમિકામાં વહેંચવામાં આવે છે .
પ્રાચીન ભારતીય આર્ય ( ઈ.સ. પૂર્વ 1500 થી ઇ.સ. પૂર્વે 500 ) સુધીની ભાષા ભુમિકા જેમાં વૈદિક પ્રશિષ્ટ સંસ્કૃત વગેરેનો સમાવેશ થાય છે.
મધ્યમ ભારતીય આર્ય ( ઈ.સ. પૂર્વ 500 થી 1000 ) સુધીની ભાષા ભુમિકા જેમાં પાલિ , પ્રાકૃત , અપભ્રંશ વગેરેનો સમાવેશ થાય છે .
અર્વાચિન ભારતીય આર્ય ( ઈ.સ. 1000 થી આજ સુધી ) ની ભાષા ભુમિકા જેમાં હિન્દી , બંગાળી , મરાઠી , ગુજરાતી , પંજાબી વગેરે વર્તમાન ભારતીય ભાષાઓનો સમાવેશ થાય છે .
પ્રાચીન ભારતીય આર્ય ભાષા :- પ્રાચીન ભારતીય આર્ય ભાષાને મુખ્ય ત્રણ તબક્કામાં વહેંચી શકાય . ( 1 ) વેદિક સંસ્કૃત ( 2 ) પ્રશિષ્ટ સંસ્કૃત ( 3 ) કથ્ય સંસ્કૃત
( 1 ) વેદિક સંસ્કૃતઃ- પ્રાચીન ભારતીય આર્ય લોકો સંસ્કૃત બોલતા હતા પણ આ સંસ્કૃત ના જુદા - જુદા સ્તરનાં ભાષા સ્વરૂપ જોવા મળે છે . વેદિક સંસ્કૃતિ ઈ.સ. પૂર્વ 1200 થી ઈ.સ. પૂર્વ 800 સુધી માં પ્રચારમાં હોવાનું જાણવા મળે છે . એમાં આર્યોનો જુનામાં જુનો ગ્રંથ ઋગવેદ જે ઈ.સ. 1200 માં રચાયેલો છે , તેમાં આ વેદિક સંસ્કૃત ભાષા સ્વરૂપ દેખાય છે . ઈ.સ. પૂર્વ 1500 માં આર્યો ભારતમાં આવ્યા તે પહેલા કેટલાક આર્યો છુટાછવાયા ભારતમાં આવ્યા હશે અને તેમણે ટ્વેદની રચનાનો પ્રારંભ કર્યા હશે તેવું અનુમાન કરી શકાય તેમ છે . કારણ કે , ઋગવેદનાં નવ મંડળની ભાષાશૈલી દસમા મંડળથી શરૂ થતી ભાષાશૈલીથી જુદી છે . એટલે ઋગવેદનો આરંભ ઈ.સ. પૂર્વ 1200 આજુ બાજુ થયો હશે , અને તે પછી પણ આ ગ્રંથને વિસ્તારની પ્રવૃત્તિ ઈ.સ. પૂર્વ 800 સુધી ચાલી રહી છે . આ ઉપરાંત , બ્રાહ્મણો , પુરોહિતો તેમજ દેવતાનાં સ્તોત્રો , સુકતો તથા અન્ય ધાર્મિક કાવ્યો રચવા માટે , વૈદિક સંસ્કૃત ભાષા ઉપયોગમાં લેવાતી હતી .
( 2 ) પ્રશિષ્ટ સંસ્કૃતઃ- ઈ.સ. પૂર્વ 800 થી ઈ.સ. પૂર્વ 400 સુધી પ્રશિષ્ટ સંસ્કૃત ભાષા ઉચ્ચ વર્ગના લોકો વ્યવહારમાં અને અધ્યપન માં પ્રયોજતા હતાં . આ પ્રકારનું ભાષા સ્વરૂપ ત્રસ્વેદનાં ઉતરાર્થના મંડળોમાં પણ જોવા મળે છે . તેથી એવું તારણ કાઢી શકાય કે , ઋગ્વદની રચના એક જ સમયે ઈ.સ. પૂર્વ 1200 ની સાલમાં થઈ છે , એવું નથી . પરંતુ તેની સર્જક પ્રક્રિયા ધીમી ગતિએ ઈ.સ. પૂર્વ 400 સુધી થતી રહી હશે . જેથી , ઋગ્વદનાં પ્રારંભિક મંડળો અને અંતિમ મંડળો વચ્ચેની સંસ્કૃતિ ભાષામાં ફેર પડે છે . આર્યો ભારતમાં આવ્યા ત્યારે સ્ટવૅદ રચાયો હોવાનો સંભવ છે . ઋગ્વદનાં આરંભ મંડળની ભાષા શબ્દની દૃષ્ટિએ જુદી પડે છે . તેથી , એમ પણ માનવામાં આવે છે કે આર્યો એક સાથે ભારતમાં આવ્યા ન હોય પણ જુદા જુદા સમયે અને જુદી - જુદી જગ્યાએ આવ્યાં હોય અને એ બધાંની ભાષા કાલક્રમે પરિવર્તન પામતી હોવાથી એકસરખી ન હોય .
( 3 ) કથ્ય સંસ્કૃત - વધુ સંસ્કૃતમાં પરિવર્તન પામેલું તળપદું ભાષા સ્વરૂપે જે સામાન્ય જનતા પોતાનો રોજીંદા વ્યવહારમાં – બોલચાલમાં અને વિચારોનાં આદાન પ્રદાનમાં પ્રયોજતી તેને કથ્ય સ્વરૂપનું સંસ્કૃત કહેવામાં આવે છે . આ સ્વરૂપની ભાષાનાં લિખીત નમુના મળતા નથી પરંતુ આગળ જતાં આજ સ્વરૂપની સંસ્કૃત ભાષામાંથી જ વિવિધ પ્રાકૃત ભાષા ઉદભવીએ વિકાસ પામી છે.
ઉપર વેદકાળમાં પ્રચલિત જે ત્રણ ભાષાં સ્વરૂપ બતાવ્યા તેમાંથી ત્રીજું એટલે કે , કચ્છ સંસ્કૃત સાહિત્યમાં ધીમે ધીમે સ્થાન મેળવતું તેમજ ઈ.સ. પૂર્વ 400 નાં અરસામાં વેદિક ભાષાને સ્થાને પ્રશિષ્ટ સંસ્કૃત આવી જાય છે . અને સાહિત્યમાં તે આમેય પ્રતિબિંબિત થયેલું દેખાય છે . ઋગ્વદ યુજર્વેદ અને જેના બાહ્મણે ગ્રંથો . ઉપનિષદો , સુત્રગ્રંથો , ઈતિહાસસિક મહાકાવ્યો ( રામાયણ આદિ ) .
પ્રાચીન ભારતીય આર્ય ભાષાનાં લક્ષણો :
( 1 ) આદિમ ભારતીય યુરોપીય ( આર્ય ) ભાષામાં સ્પર્શ વ્યંજનોની ચાર શ્રેણી હતી . કંઠય ઔષ્ઠય , દંત્ય અને ઔષ્ઠય તાલવ્યની આજુબાજુ આવતા કંઠયનું તાલવ્યમાં રૂપાંતર ભારત - ઈરાની ભાષામાં થયું અને તે ભારતીય આર્ય ભાષામાં સ્પષ્ટ તાલવ્ય વ્યંજનો બન્યાં . ભારત યુરોપીયનાં કંઠય – ઔષ્ઠય- ભારતીય આર્યાની પ્રાચીન ભુમિકામાં કંઠય વ્યંજનો બન્યા . આ ઉપરાંત , ભારત યુરોપીય નાં દંત્ય વ્યંજનો અમુક સંજોગોમાં ભારતીય આર્યામાં મુર્ધન્ય ધ્વનિઓ બન્યા . દ્રવિડ ભાષાઓનાં પ્રભાવથી આવા ફેરફાર થયા . આગળ જતા મુર્ધન્ય વ્યંજનોનો વિકાસ થયો તેમાં દ્રવિડ ભાષાઓનો પ્રભાવ જોઈ શકાય છે . આ રીતે પ્રાચીન ભારતીય આર્ય ભાષામાં સ્પર્શ વ્યંજનોની પાંચ શ્રેણીઓ મળે છે . ( કંઠય , તાલવ્ય , મુર્ધન્ય અને દંત્ય , ઓષ્ઠય )
( 2 ) ભારતીય આર્ય ભાષા તાલવ્ય શ અને મર્ધન્ય ખ વિકસાવે છે . જયારે ઈરાનીમાં માત્ર દંત્ય સ જ રહે છે . આમ , ભારત- યુરોપીયની વ્યંજન વ્યવસ્થામાં ઈરાની કરતાં ભારતીય શાખામાં વધુ સંપુર્ણતાથી જળવાઈ રહે છે.
( 3 ) ભારત યુરોપીયમાં ય , ૨ , લ , વ , ન , મ આટલા અર્ધ સ્વરો હતા . તેમાંથી ભારતીય આર્યમાં ન , મ અર્ધ સ્વરો રહેતા નથી . પણ અનુનાસિક વ્યંજનો તરીકે ઉપયોગમાં લેવાય છે .
ઉપસંહારઃ- ભારતીય આર્ય ભાષાની પ્રથમ ભૂમિકામાં સંસ્કૃત ભાષામાં મહત્વનું કાર્ય કર્યું છે . સંસ્કૃત ભાષા બોલાતી બંધ થઈ એ પછી તેણે નવી વિકસતી ભાષાને સમૃદ્ધ કરવામાં સતત ભાગ ભજવ્યો છે . ઈ.સ. પૂર્વ 1500 થી ઈ.સ. પૂર્વ 500 દરમિયાન સંસ્કૃત ભાષામાં સાહિત્યનાં અનેક ગ્રંથો તેમજ શાસ્ત્રોની રચના થઈ છે . ઋગ્વદ પછી સામવેદ , યજ્વદ અને અર્થવેદ એમ ચાર ભાગમાં પ્રાપ્ત થાય છે . રામયાણ અને મહાભારત જેવા પ્રશિષ્ટ ગ્રંથો મળે છે . ઉપરાંત , ઉપનિષદો ગ્રંથ પ્રાપ્ત થાય છે . ભારતીય આર્યા દ્રવિડો નાં સંપર્કમાં આવ્યા તેથી એમની ઉચ્ચારગત ખાસિયતમાં પરિવર્તન આવ્યું . દ્રવિડો સાથે સંપર્ક થયો તેમ સંઘર્ષ પણ થયો . દ્રવિડો ની ભાષાએ આર્યોની ભાષા પર પ્રભાવ પાડયો અને આર્યોની ભાષાને સમૃદ્ધ કરી . તેથી દ્રવિડોની ભાષાના અનેક શબ્દો આર્યોની ભાષામાં ઉમેરાયા . જેમકે , નારિકેલ ( નાળિયેર ) , હરિદ્રા ( હળદર ) વગેરે આ રીતે આર્યભાષાએ આયંતર ભાષાઓને અપનાવતા એમની ઉચ્ચારાગત ખાસિયતોએ પણ આર્યભાષા નાં પરિવર્તનમાં ભાગ ભજવ્યો હોય તેમ બની શકે.
0 ટિપ્પણીઓ