✓ ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ કયાં - કયાં શબ્દોનું બનેલું છે . તે ઉદાહરણ સાથે સમજાવો . 

    ભુમિકા – કોઈ પણ ભાષાનું શબ્દ ભંડોળ સંમેશા પરિવર્તન પામતું રહેતું હોય છે . શબ્દ કોષ વહાર માં વપરાતાં અને સ્થિર થયેલા શબ્દોને એકત્રિત કરી આપે છે . તેમ છતાં , કોઈ પક્ષ ભાગમાં શબદ ડોષમાં આવરી લેવાયેલા શબ્દો સિવાયનાં શબ્દ પ્રયોગો પણ પચલિત હોય છે . કોઈ પણ ભાષાનો શબ્દ ભંડોળ તેની જનક ભાષા ( ઉત્પન્ન કરનાર ) તેના પર અસર કરનારી અન્ય ભાષાના પ્રભાવથી સર્જાતો હોય છે . શબ્દભંડોળ એ ભાષાનું વ્યક્તિત્વ પ્રગટ કરનારી ખજાનો છે . તેનો સમૃદ્ધિ જેટલી વધારે તેટલુ તે ભાષાનું ગૌરવ વધારે , દરેક ભાષાનું શબ્દ ભંડોળ તતસમ , ઉદ્ભવ, પરદેશી કે પ૨ પોતિય ભાષાનાં શબ્દોથી તૈયાર થતું હોય છે . ગુજરાતી ભાષા સાથે તેના ઉદ્ભવ સમયે વારસારૂપ કુલ ગુણ ત્રણ પ્રકા૨ ના શબ્દો હતા , 

( 1 ) તત્સમ્ 

( 2 ) તદભવ 

( 3 ) દેશ્ય

( 1 ) તત્સમ શબ્દો- તત એટલે તે . તે એટલે મુળ જનની રૂપ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલા અને કોઈ પણ ફેરફાર ન પામેલા શબ્દો એટલે તત્સમ શબ્દો . જેમ કે , વૃક્ષ , નદી , પર્વત વગેરે .

 ( 2 ) તદ્દભવ શબ્દો - સંસ્કૃત શબ્દ ભંડોળ અમુક વિકારો સાથે પ્રાકૃતમાં ઉતરી આવ્યું અને તે પછી અપભ્રંશમાં અને ગુજરાતીમાં ઉતરી આવ્યું છે . આ રીતે જે શબ્દો એના એ રૂપે નહીં પણ વર્ણ વિકારો સાથે સંસ્કૃત માંથી પ્રાકૃત , અપભ્રંશ અને ગુજરાતી માં ઉતરી આવ્યા તે શબ્દો તદ્દભવ તરીકે ઓળખાય છે . જેમ કે , હાથ , દાંત , કાન , જીભ , પગ વગેરે ... 

( 3 ) દેશ્ય શબ્દો : - બારમાં સૈકામાં હેમચં a ચાર્ય " દેશીનામ માલા " માં પ્રાકૃત સાહિત્યમાં વપરાતમાં દેશ્ય શબ્દોનો કોલ આપેલો છે . અપભ્રંશ ના સમયકાળમાં તત્ભવ શબ્દો ઉપરાંત લોક બોલીમાં ઘણાં બધા દ્રશ્ય શબ્દો વ્યવહારમાં હતા . આવા શબ્દોનું પ્રમાણ પ્રાચીન ગુજરાતી નાં સમયમાં વધારે હતું . આ શબ્દો આર્યતર જનજાતિઓ માં બોલાતી બોલીઓ માંથી આવેલા હોય એવો સંભવ છે . આવા દેશ્ય શબ્દોનાં મુળ અને કુળ શોધવાનું કામ મુશ્કેલ છે . આ દેશ્ય શબ્દો પણ કાળક્રમે પરિવર્તન પામેલા જણાય છે . જેમ કે , જાડ , ઘાઘરો , હેલી , ખડકી ડુંગર , બકરો . 

    અર્ધતત્સમ - ગુજરાતીનાં ઉદ્ભવકાળે તેના શબ્દ ભંડોળનાં પરિવર્તનમાં એક પ્રવાહ અર્ધતત્સમ જણાય છે . આ શબ્દો સંસ્કૃત્ત માંથી પ્રાકૃત્ત કે અપભ્રંશમાં આવ્યા વિના સીધે સીધા અર્વાચિન ભુમિકામાં ગૌણ પ્રકારનાં વિકાર સાથે ( નજીવા ફેરફાર સાથે ) આવેલા હોય છે . તેને અર્ધતત્સમ કહેવામાં આવે છે . જેમ કે , .. 

 ઉપવાસ - અપવાસ     ધર્મ - ધરમ     સુર્ય - સુરજ 

   પરદેશી શબ્દ ભંડોળ : - દરેક ભાષામાં પરભાષા માંથી શબ્દો સ્વીકારતા હોય છે . આવા સ્વીકૃત થયેલા કે આદાન કરાયેલા અનેક દેશી – વિદેશી શબ્દો ગુજરાતીમાં છે . જુના સયમાં પાર્ટુગીઝ , ફ્રેન્ચ , અંગ્રેજ વગેરે વિદેશી ભાષામાંથી ગુજરાતી ભાષા એ શબ્દો લીધેલા છે . અરબી , ફારસી , શબ્દોનો પ્રવેશ ગુજરાતીમાં ઘણો જુનો છે . ઈ.સ. 8 મી સદીથી ગુજરાતની ભૂમિ પર અરબ – મુસ્લીમનું આગમન શરૂ થઈ ચુકયું હતું . અરબ મુસ્લીમનું મુખ્યત્વે વેપાર અર્થે દરિયાઈ માર્ગે આવ્યાં હતા . તેથી , ચીજ વસ્તુના વેપાર વણજનાં વહણવટાનાં કેટલાક શબ્દો તેમની ભાષામાંથી ગુજરાતીમાં આવ્યા . મહમ્મદ ગઝનીનાં આક્રમણ પછી સૌરાષ્ટ્ર નાં દક્ષિણ કાંઠે મુસ્લિમો નું જોર ઉત્તરોત્તર વધતું જાય છે . આ કારણે લશ્કરનાં સાઝ - સરંજામ , શસ્ત્રો વગેરેને લગતા શબ્દો તેમની ભાષામાંથી ગુજરાતી માં આવે છે . તેમાં સૈકામાં ગુજરાત પર અલાઉદ્દીન ખીલજી લશ્કર લઈને ચડી આવે છે . મુસ્લિમ લશ્કરનાં સૈનિકો ગુજરાતમાં હરતા - ફરતા થાય છે . તેમની ઉર્દુ ભાષા કે જેમાં મુખ્યત્વે અરબી ફારસી નું શબ્દ ભંડોળ હતુ , તેનું ગુજરાતી શબ્દ ભંડોળ પર પ્રભાવ પડે છે . " રણમલ છંદ " , " કાન્હડદે પ્રબંધ ' ' , " ભરતેશ્વર બાહુબલિ રાસ ' ' , જેવી યુદ્ધ વિષયક કૃતિઓ માં ફારસી - અરબી શબ્દોની પ્રચુરતા દેખાય છે . તે પછી ગુજરાતમાં મુસ્લિમ સલ્તનત સ્થિર થાય છે . અને રાજય વહીવટની ભાષા ફારસી બને છે . મુસ્લિમ પ્રજાના ગાઢ સંપર્ક ને કારણે ગુજરાતીમાં રાજયવહીવટ , શસ્ત્ર સામગ્રી , બાંધકામ ખીતાબો , વેપાર , ઉદ્યોગ- ધંધો , ખાણી પીણી , પરિધાન , મોજશોખ સાધનો , રમતગમતમાં , તોલમાપ , રાચરચીલું વગેરેને લગતા તેમજ રોજ બ રોજનાં અનેક ફારસી શબ્દો ગુજરાતીમાં આવે છે .

    રાજય વહીવટ ને લગતા શબ્દો : - જીલ્લો , તાલુકો ઈલાકો , મુકદ , અદાલત , કાનુન , ઈન્સાફ , કારભાર , ફરમાન , પરવાનો વગેરે .. 

   હોદ્દાઓને લગતા શબ્દોઃ - વજીર , કાજી , સુબો , બક્ષી , દિવાન , કારકુન , બેગમ , બાદશાહ . 

  શસ્ત્રસરંજામ ને લગતા શબ્દોઃ- તરી , ખંજર , મ્યાન , તોપ , સમશેર , ચાકુ , તમંચો . 

  બાંધકામને લગતા શબ્દો :- મિનારો , ફુવારો , હોજ , બુરજ , કિલ્લો , મહેલ , દિવાલ , દરવાજો વગેરે ... 

  વેપારને લગતા શબ્દો :- ગુમાસ્તો , દરવાજો , દસ્તક , સોદો .. 

ખાણી પીણી ને લગતા શબ્દોઃ - હલવો , જલેબી , શરબત , અત્તર , સુરમો , જાજમ , રકાબી , દરવાજો વગેરે ...

રોજીંદા વ્યવહારને લગતા શબ્દો : - ખબર , જરૂર , અમલ , ખરૂ , હવા , મહેમાન , તંદુરસ્તી , તવંગર , નજર , દુનિયા વગેરે .... 

પોર્ટુગીઝ ( ફિરંગી ) ભાષાના શબ્દો : - 15 મી સદીમાં યુરોપનાં વેપારીઓનું ભારતમાં આગમન શરૂ થયું તેમણે વિવિધ જગ્યાએ પોતાની વસાહતો સ્થાપી . અને ત્યાર બાદ રાજસતા સ્થાપી ગુજરાતને વિશાળ દરિયાકાંઠો હોવાને લીધે ત્યાં યુરોપીય પ્રજાનો પગ પસારો ઘણો વહેલો થયો હતો . સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતને કાંઠે દિવ દમણમાં ફિરંગીઓએ પોતાની સત્તા જમાવી . તેની સાથેના સંપર્કને લીધે ગુજરાતી ભાષામાં ફિરંગી ભાષાનાં ઘણાં શબ્દ આવ્યા . દા.ત , કોફી , તમાકુ , બટાકા , મોસંબી , આફુસ , ફાયરીંગ , પાદરી , પગાર , પાટલૂન , પિસ્તોલ , ચાવી , મેજ , બાલદી , પીપ , ફલાણુ , ફાલતું , લીલામ . 

ફ્રેન્ચ શબ્દો : - ઈ.સ. 1664 માં ફ્રેન્ચ વેપારીઓએ એમની કોઠીઓ સુરતમાં નાખી . પણ તેમનું વર્ચસ્વ ગુજરાતમાં ખાસ જામ્યુ નહી . તેથી , ફૅન્ચ ભાષાનાં શબ્દો ગુજરાતી માં ખાસ જોવા મળતા નથી . ઉ.દા. : - રેસ્ટોરા શબ્દ મુળ ફ્રેન્ચ છે . પણ આપણે ત્યાં અંગ્રેજી દ્વારા આવ્યો હોય તેવું લાગે છે . 

અંગ્રેજી શબ્દો : - યુરોપીય ભાષામાંથી ગુજરાતી ભાષા પર સૌથી વધુ પ્રભાવ અંગ્રેજી ભાષાનો પડ્યો છે . અંગ્રેજોએ 17 માં સૈકાનાં આરંભે સૌથી પહેલા સુરતમાં વ્યાપાર અર્થે કોઠીઓ નાખી . ત્યાર બાદ તેમણે રાજકીય સત્તા પ્રાપ્ત કરી અને આખા ભારત પર આધિપત્ય જમાવ્યું . અંગ્રેજી શિક્ષણ , સાહિત્ય અને સંસ્કૃત્તિનાં પરિણામે આપણા બરોજનો જીવન વ્યવહાર અને રોજિંદા જે ક આચાર વિચાર , વેપાર ઉદ્યોગ , કારીગરી રોજ વપરાશની વસ્તુઓ વગેરે સર્વ બાબતે અંગ્રેજી પ્રજાનું અનુકરણ આપણે ત્યાં થયું . રાજય વહીવટમાં અને સમગ્ર ભારતમાં અંગ્રેજી ભાષાએ માનમોભા ભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું . પરિણામે વિવિધ પ્રકારનાં અંગ્રેજી શબ્દો ગુજરાતી માં આવ્યા જેમ કે , બેગ , બેંક , પાસ , પરમીટ , ડોકટર , બોટલ , ટીકિટ , રસીદ , માસ્તર , હોસ્પિટલ , ટેબલ , એરીંગ , બંગડી , પાકીટ , જાકીટ , સ્ટેશન , ટ્રેજડી , કોમેડી , ફોરસ , ફારમ , વગેરે ..

 પર પ્રાંતિય અથવા બીન ગુજરાતી ભારતીય ભાષાના શબ્દો : - ભારતનાં બીન ગુજરાતી રાજયોની પ્રજાઓ સાથેનાં સંપર્કને કારણે ગુજરાતીમાં અનેક બીન ગુજરાતી ભારતીય ભાષાનાં શબ્દો આપ્યા છે . ગુજરાત ને કર્ણાટક સાથે જુના સમયમાં ઠીક - ઠીક સંબંધ બંધાયો . ગુજરાતમાં કેટલાક વેપારી ઓ વેપાર અર્થ ગુજરાતનો રાજા કર્ણદેવ સોલંકી ની રાણી મીનળદેવી કર્ણાટકની રાજકુંવરી હતી . 

કર્ણાટકી શબ્દોઃ - કર્ણાટક સાથેના રાજ દરબારી સંબંધના પરિણામે ગુજરાતી ભાષામાં કેટલાક કર્ણાટકી શબ્દો ઉતરી આવ્યા છે . જેમ કે , એલચી , ડારવું , કાલવવુ , વકટ , પેટ , યુર , નાર વગેરે . 

હિન્દી શબ્દોઃ- ઘણાં લાંબા સમય સુધી વ્રજ ભાષાએ ભારતીય સાહિત્ય ભાષા તરીકે કામ આપ્યું છે . ગુજરાતીમાં દયારામ , દલપતરામ વગેરે કવિઓએ વ્રજભાષા માં કાવ્યો લખ્યાં છે . દલપતરામે તો વજભાષાનું શિક્ષણ પણ મેળવ્યું હતું , મુસ્લિમ લશ્કરો દ્વારા જુની હિન્દીનાં સંપર્કને કારણે ગુજરાતીઓ પણ હિન્દી ભાષાનાં સંપર્ક માં આવ્યાં ત્યાર બાદ હિન્દીએ ભારતની મુખ્ય કડીરૂપ ભાષા તરીકે કામ આપવા માંડયું . ખાસ કરીને સંતો , ભજનિકો અને સાધુઓ ની એ સર્વ સામાન્ય ભાષા બની ૨ હી . અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી અને રાષ્ટ્રભાષા નું સ્થાન મળ્યું . વર્તમાન પત્રો અને ફિલ્મોને કારણે પણ , અમુક હિન્દી શબ્દો ગુજરાતીમાં પ્રચારમાં આવ્યાં.

જેમકે , બુદ્દો , બોજો , બાલ , બત્તી , બંસી , બડભાગી , બાદલ , બાહર , જોબન , ભલમનસાઈ , ગહરાઈ , આબાદી , આસાની , શહીદ , જીંદગી , મંજાલ , શીત્તમ , હમદર્દી , તમન્ન , આરઝુ , પીનિહારી , ગાયકી , અપનાવવું વગેરે . કેટલાક રૂઢિપ્રયોગો પણ હિન્દી માંથી જ આવ્યા છે . જેમ કે , કથરોટ મેં ગંગા , કિસ મિન્દી મેં બસે થે ૨ ફતાર , બેઢંગી , વગેરે .....

 મરાઠી શબ્દોઃ- મહારાષ્ટ્રનાં સંતો ગુજરાતમાં આવ જા કરતાં . જુનાં સમયમાં ગુજરાત નો મહારાષ્ટ્ર સાથે સગાઈ સંબંધ હતો . ગુજરાત પર મરાઠાઓનાં આક્રમણ વારંવાર થતાં . ગુજરાતમાં મરાઠાઓએ ગાયકવાડી રાજય પણ સ્થાપ્યું . 1760 જે લગભગ બે સૈકા ( 200 વર્ષો સુધી રહયું . તેને કારણે ગુજરાતમાં મરાઠાઓની વસ્તી થઈ . તેથી , ગુજરાતીમાં ઘણાં મરાઠી શબ્દો આવ્યાં . જેમ કે , નિદાન , વાટાઘાટ , ચળવળ , અટકળ , હલકટ , તાબડતોબ , નિમણુંક , લબાડ , પંતુજી , ભળતું , જંજાળ , દેશાઈ વગેરે .... 

બંગાળી શબ્દો : - આધુનિક સમયમાં બંગાળી ભાષા સાથે ગુજરાતીને નોંધપાત્ર કહેવાય એવો સંબંધ બંધાયેલો છે . રવિન્દ્રનાથ ટાગોરનાં શાંતિ નિકેતનનાં કેળવણી પ્રયોગો ગુજરાતી યુવનો ને આકર્યા . ત્યાં રહીને કેટલાક યુવાનો બંગાળી સાહિત્યની ભાષા – સંસ્કારીતા નાં સંપર્કમાં આવ્યાં . રવિન્દ્રનાથ અને શરદબાબુનાં સાહિત્યનું ગુજરાત ને ઘેલું લાગ્યું અને બંગાળી માંથી અનુવાદો કરવાની પ્રવૃત્તિ શરૂ થઈ . ગુજરાત નાં વેપારીઓ પણ બંગાળમાં વસવા લાગ્યા . પરિણામે બંગાળી ભાષાના શબ્દો ગુજરાતીમાં પ્રવેશ્યા . જેમ કે , બીપીન , રજની , મહાશય , બાબુ , બાની , શ્રીયકત , શિલ્પ વગેરે 

ઉપસંહાર :- ગુજરાતી ભાષા જેમ પરભાષામાંથી શબ્દો મેળવે છે , તેમ જરૂર પડયે નવા શબ્દો પણ ઘડે છે . નવા શબ્દોનાં ઘડતરમાં સંસ્કૃત્ત સહાયમૂર્તિ બને છે . શ્રી બળવંતરાય ઠાકરે " ડાયરી " માટે " " દિનકી ' અને ' ' આઈડીયા માટે " વ્યર્થ " એવા શબ્દ યોજેલા . નર્મદથી માંડીને મધુરાય સુધીનાં અનેક લેખકોએ અંગ્રેજી શબ્દનાં નવા પ્રયોગો ઘડ્યા છે . કાકા સાહેબ કાલેલકર સ્વાનુભવ રસિક , સર્વાનુભવ રસિક , આત્મલક્ષી , નવલકથા , નવલિકા , કલ્પન , પ્રતિરૂપ કાર્યસુચી લોકશાહી લાગણી વગેરે અંગ્રેજી શબ્દનાં નવા પ્રયોગો ઘડિયા છે . આમ , અનેક નવા ઉન્મેષો દ્વારા ગુજરાતી ભાષા શબ્દ ભંડોળની દૃષ્ટિએ સમૃદ્ધ બની છે અને વધુને વધ બની રહી છે .