ભારતીય આર્યભાષાની મધ્યભુમિકાનો પરિચય આપો . 


    ભારતીય આર્યભાષાની મધ્ય ભુમિકાને ત્રણ તબકકામાં વહેંચવામાં આવે છે . 

➝  ઈ.સ. પૂર્વ 500 થી ઈ.સ. નો આરંભ ( 1 ) ( સાહિત્યિક પ્રાકૃત ) 

➝  ઈ.સ. ના આરંભ ( 1 ) થી ઈ.સ , 600 ( પ્રાકૃત )  

➝   ઈ.સ. 600 થી ઈ.સ. 1000 ( અપભ્રંશ )

    ભુમિકાઃ - પ્રાચીન ભારતીય આર્યભાષા બોલનારા લોકો વ્યવહારમાં જે બોલીઓનો ઉપયોગ હતાં , તે તળપદી ભાષાસ્વરૂપે ક્રમે ક્રમે વિકાસ પામે છે. અને ઈ.સ. પુર્વ 500 થી ઈ.સ. 1000 સુધી પ્રદેશ પ્રદેશે આ મધ્યમ ભુમિકા વિકસતી રહે છે . મહાવીર અને બુદ્ધ સંસ્કૃત ભાષામાં ઉપદેશ આપવાને બદલે તત્કાલીન લોકભાષા માં ઉપદેશ આપવાનું પસંદ કરે છે . પરિણામે ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ અને પૂર્વ પ્રદેશ ની ભાષાઓ સ્વીકૃત બને છે . એ ભાષાઓને પ્રાકૃત ભાષા તરીકે ઓળખવામાં આવે છે . આ પ્રાકૃતભાષા પ્રદેશભેદ વિકાસ પામે છે . તેથી , તેમાં રહેલા કેટલાક વિવિધ તત્વોનું અલગ – અલગ રૂપ સિદ્ધ થાય છે . ભારતનાં જુદાં - જુદાં પ્રદેશમાં બોલાતી પ્રાકૃત્ત ભાષાને પૂર્વ , પશ્ચિમ , ઉત્તર , દક્ષિણ અને મધ્ય પ્રદેશીય પ્રાકૃત એમ પાંચ વિભાગોમાં વહેંચી છે .

   ( 1 ) સાહિત્યિક પ્રાકૃત્ત ( ઈ.સ. પુર્વ 500 થી ઈ.સ. 1 ) : - બુદ્ધ અને મહાવીર ના ઉપેદશની અસર ને કારણે બહુજન સમાજમાં બોલાતી બોલીઓ પ્રાકૃત્ત ભાષાનું સ્વરૂપ પગટ કરતી ગઈ . અશોકનાં શિલાલેખમાં જોવા મળતી પ્રાકૃત્ત ભાષા આ સ્તરની છે . બુદ્ધ ધર્મનાં ગ્રંથોમાં તેમજ જાતક કથાઓમાં બુદ્ધનાં ઉપદેશોમાં સાહિત્યિક પ્રાકૃત્ત ભાષાનાં જુનામાં જુના નમુના છે . બુદ્ધનાં ઉપદેશો ઉપરાંત મહાવીરનાં ઉપદેશો પણ એ જ સમયના હશે , એમ મનાય છે . પરંતુ તેનું જ સ્વરૂપ ઉપલબ્ધ છે ; તે એ સમયનું નથી . તે સાહિત્યક પ્રાકૃતનાં વિકાસનાં પછીના તબકકાની ભાષા છે.

  ( 2 ) પ્રાકૃત ( ઈ.સ. 1 થી ઈ.સ. 600 ) : – ઈ.સ. 1 થી ઈ.સ. 600 સુધી જે પાકૃત મળે  છે , તે વિવિધ સ્તરની છે . તે ભાષા સંસ્કૃત નાટકોમાં ગૌણ સ્વરૂપે મળે છે . નાટકોનાં પાત્રોનાં મુખે આ પ્રાકૃત ભાષા બોલાય છે . જેના વ્યાકરણો વરૂચી , હેમચંદ્રચાર્ય એ આવ્યાં છે . બૃહદ કથા , સેતુબંધ વગેરે કાવ્યો આ પ્રાકૃત ભાષામાં લખાયા છે . ભરતમુનિ ભેદરેખા દોરીને સાત ભાષા અને સાત વિભાષા અલગ અલગ બતાવે છે . આ સાત ભાષાઓ એટલે માગધી પ્રાકૃત , પંશાથી પ્રાકૃત , શૌરસેની પ્રાકૃત , અર્ધમાગધી પ્રાકૃત ,બાલ્દીકિ પ્રાકૃત્ત , દક્ષિણા – યા પ્રાકૃત્ત , ઉત્તરીય પ્રાકૃત , આમ સાત પ્રાકૃત છે . જયારે સાત વિભાષાઓ માં રાબરી , ચાંડાલી , ભરી , રામરી , દ્રવિડિ , ઉડિયા અને વાંચડ આ સાત વિભાષા ઓ છે . એમાં ભાષા શિષ્ટ લોકો બોલતા ; જયારે વિભાષાઓ અશિષ્ટ લોકો બોલતા . સાહિત્યિક પ્રાકૃત્તનો ત્રીજો તબકકો હવે પછી અપત્યંશ ભાષાનાં વિકાસનો છે .

    ( 3 ) અપભ્રંશ ( ઈ.સ 600 થી ઈ.સ. 1000 ) : - સાહિત્યિક પ્રાકૃત્તનો આ અંતિમ ત્રીજો તબકકો છે . અપ v શનો ગુજરાતી ભાષા સાથે વિશિષ્ટ સંબંધ છે . આ તબકકામાં જ કોઈ ભાષા પરિવર્તન આવ્યા અને તે દ્વારા જે નવી ભાષા જન્મી તે અપભ્રંશ હેમચંદ્રાચાર્ય નાં " સિદ્ધ હેમશબ્દાનુંશાન " વ્યાકરણમાં નિબદ્ધ થયેલો છે . આ ભાષાને અંતિમ પ્રાકૃત્ત કહી શકાય . સાતમી સદીમાં રચાયેલા સંસ્કૃત પ્રાકૃત્ત ગ્રંથોમાં અપભ્રંશ ભાષાનો સાહિત્યિક ભાષા તરીકે ઉલ્લેખ થયેલો જોવા મળે છે . નવી સદી આ વ્યાકરણ કારો અપભ્રંશના અનેક ભેદ જણાવે છે . 

    એમ માનવામાં આવે છે કે , પ્રાકૃત્તની જેમ અપભ્રંશના ત્રણ પ્રદેશ ભેદો હશે અને અપભ્રંશ નાં આ ભેદો ઉત્તરકાલિન અપભ્રંશ માં વિકસ્યા હશે . જેથી , દરેક પ્રકારની આર્વાચિન ભાષા જેવી કે , ગુજરાતી , મરાઠી , બંગાળી , હિન્દી વગેરે ઉદય પામી હશે . ડો . હરિવલ્લભ ભાયાણી , એમ માને છે કે , અપભ્રંશ એક જ ભાષાભેદ હતો અને તે પશ્ચિમનાં સાગર કાંઠા સાથે સંકળાયેલો હતો . કેમ કે , સાતમી સદીથી અપભ્રંશને આભિરોની ભાષા તરીકે ઓળખાવી છે . અને આભિરો પશ્ચિમ કાંઠાના પ્રદેશો સિંઘ , ગુજરાત , રાજસ્થાન , સૌરાષ્ટ્ર વગેરે સાથે સંકળાયેલા હતા . દશમી સદીમાં થઈ ગયેલ , રાજશેખર તો અપાંશને પશ્ચિમી કાંઠાની ભાષા તરીકે જ ઓળખાવે છે . આથી , એવું અનુમાન થાય છે કે , પશ્ચિમી કાંઠાનાં અભિરોની બોલીઓ સંર્વધીત થઈને અપભ્રંશનું રૂપ પામી હશે . 

    અપભ્રંશનાં લક્ષણોઃ

( 1 ) ' સ ' નો " હ " કરવાનું વલણ જોવા મળે છે . જેમ કે , પાસાણ નો પાહાણ . 

( 2 ) ' ત ' નો " દ " થાય છે . જેમકે , " ગત " નો " ગદ " 

( 3 ) ‘ ૨ ' કારનો લોપને બદલે ' ર ' કારની જાળવણી તથા ' ર ' કારનો લોપનો પ્રક્ષેપ કરવાનું વલણ જોવા મળે છે . દા.ત , શાપ નું શ્રાપ 

( 4 ) અંત્યસ્વરોનું હસ્વત્વ થાય છે . જેમ કે , " માલા " નું ' માલ ' થાય છે. 

( 5 ) વિભકિત સંબંધવાચક શબ્દો " કરઉ " , " તવાઉ " , " જીક્ર " વગેરે વપરાવા લાગે છે. જેના ઉપરથી " કસે " , " તણુંથી " વગેરે પ્રત્યયો ગુજરાતીમાં આવેલા છે.

ઉપસંહાર : - બોલી અને માન્યભાષા નાં ઉદ્ભવ અને વિકાસની પ્રક્રિયાની ભુમિકા ઉપર ઉભા રહીને વિચારીએ તો લાગે છે કે , અપભ્રંશ નાં અનેક ભેદો હશે એટલે અપભ્રંશ એક જ ભાષાભેદો હતો તેવા મતની સામે તેના અનેક બોલીભેદો હતા તેવા મતને નકારી શકાય નહીં . અપભ્રંશનાં અંતિમ તબક્કામાં વિવિધ ભારતીય ભાષાઓનાં ઉદ્દગમ લક્ષણો પ્રગટવા લાગ્યા હતા . 11 મી સદીમાં ગુજરાતી , હિન્દી મરાઠી , પંજાબી વગેરે ભારતીય ભાષાઓ તેની પ્રારંભિક અવસ્થામાં જોવા મળે છે . એ પછી ગુજરાતી માં લગભગ પ્રેમાનંદ નાં સમય સુધી અપભ્રંશ ભાષા ધીમી ગતિએ ચાલુ રહેલી જોઈ શકાય છે . કેટલાક વિવેચકો અપભ્રંશ ભાષાનાં તબક્કાને અંતિમ પ્રાકૃત્ત તરીકે ઓળખાવે છે . અને ગુજરાતી ભાષાનાં ઉદ્ભવ પછી પ્રેમાનંદ સુધીના કવિઓ પોતાની ભાષાને પ્રાકૃત્ત તરીકે ઓળખાવતા જણાય છે .