✓ ભાષાની વ્યાખ્યા આપી તેનાં લક્ષણોની ચર્ચા કરોઃ
ભુમિકા - ભાષાએ માનવ સમાજની અનિવાર્ય સંપતિ છે . ભાષાના અભાવે મનુષ્ય પોતાની આસપાસ નાં સંદર્ભો વચ્ચે એક મનુષ્ય તરીકે પોતાની જાતને યોગ્ય અર્થમાં સ્થાપી શકતો નથી . સંસ્કૃત કવિ દંડીએ કહયું છે , " જો શબ્દરૂપથી દિવો આ જગતમાં પ્રકાશતો ન હોત , તો ત્રણેય ભુવન અંધકારમય બની જાત . "
તેથી , જ ભાષાનું માધ્યમ માનવ જાતિનાં વિકાસ માટે અનિર્વાય બની ગયું છે . ભાષા થી જ માનવ જીવનનો વ્યવહાર ચાલે છે , અને ભાષા માનવ જીવનનાં વિકાસનું મહત્વનું સ્થાન છે . ભાષા વૈજ્ઞાનિકોએ ભાષાને વ્યાખ્યાબદ્ધ કરવાના અનેક પ્રયત્નો કર્યા છે . આ બધી વ્યાખ્યાઓ દ્વારા ભાષાનાં મહત્વનાં લક્ષણો અને કાર્યો પ્રાપ્ત થાય છે . તેમાંની કેટલીક વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે .
" ભાષા એટલે સ્વૈચ્છિક રીતે ઉપજાવેલા સંકેતો દ્વારા વિચારો , લાગણીઓ અને ઇચ્છાઓ નું સંક્રમણ કરવાની કેવળ માનવીય અને બિન સાહજીક પદ્ધતિ . " - સપિર ( 1921 )
" ભાષા યાદેચ્છિક , વાચિક , સંકેતોની એક વ્યવસ્થા છે . જેના વડે કોઈ પણ એક સામાજીક જુથનાં સભ્યો એકબીજાનો સહકાર સાધે છે અને એકબીજાનાં સંપર્કમાં આવે છે . " – સ્ટુંટવિન્ટ ( 1947 )
" ભાષા યાદેચ્છિક , વાચિક , ધ્વનિઓ અને ધ્વનિ શ્રેણીઓની એક સંહાદના યુકત વ્યવસ્થા છે , જે માનવ વ્યક્તિઓનાં કોઈ જુથ દ્વારા અરસ પરસનાં સંદેશા વ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે કે લઈ શકાય છે જે માનવ પરિસ્થિતિમાં જોવા મળતા પદાર્થો , ઘટનાઓ અને પ્રક્રિયાઓને લગભગ અશેષ પણે નોંધી આપે છે . " - કેરલ ( 1953 )
" ભાષાઓ એટલે યાદેચ્છિક સંકેત પદ્ધતિ દ્વારા સંદેશા વ્યવહાર કરવાની , માનવો વડે ઉપયોગમાં લેવાતી વાચ્ય , શ્રાવ્ય આદતોની વ્યવસ્થાઓ " – હોલ ( 1964 )
" ભાષા , વાણી , અને શ્રવણ વડે માનવ વ્યકિતઓ થકી અને તેમનાં પ્રત્યે થતી અભિવ્યકિત અને સંક્રમણ ની પ્રક્રિયા છે . જેમાં બોલતા કે સંભળાતા ધ્વનિઓ નું , માનવજાતિનાં ઇતિહાસમાં કોઈપણ એક સમયે અમુક સમુદાય કે સમુદાયોમાં સર્વસામાન્ય વપરાશથી નિપજાવાયેલ , રૂઢ થયેલ અનેસ્વિકૃતિ પામેલ વ્યવસ્થાઓ રૂપે એવું સંયોજન થાય છે કે એ ધ્વનિઓ એ સમુદાય નાં લગભગ બધા સરેરાશ સભ્યોને પરસ્પર અવબોધક્ષમ બને છે -ચે . ( 1939 )
ઉપરોકત વ્યાખ્યાઓમાં વ્યાખ્યાનાં પૂર્વાર્ધમાં ભાષાના લક્ષણો બતાવવામાં આવ્યાં છે . જયારે પ્રમાણે છે . ઉત્તરાર્ધ માં ભાષાનાં કાર્યો બતાવવામાં આવ્યા છે . પૂર્વાધમાં દર્શાવેલાં ભાષાનાં લક્ષણો નીચે પ્રમાણે છે.
ભાષાનાં લક્ષણો :
( 1 ) વ્યવસ્થા ( System ) : - કોઈ પણ અશિક્ષિત મનુષ્ય પોતાના વાણી વ્યવહારમાં નીચે પ્રમાણે નાં વાકય નહીં બોલે ,
✔️બારી બંધ થયો ✔️બારણું ઉઘાડી ગયો
વ્યાકરણનું જ્ઞાન ન હોવા છતાં એક અશિક્ષિત માણસ
✔️ બારી બંધ થઈ ✔️બારણું ઉઘડી ગયું
એ પ્રમાણે જ બોલશે . આ બાબત એમ સ્પષ્ટ કરે છે કે , ભાષાનાં વ્યવહારોમાં જાણે અજાણે પણ અવ્યવસ્થા આવતી નથી . લિંગ , વચન , વિભકિત , કાળનાં પ્રત્યયો વગેરે ભાષાનાં સ્વરૂપની અંગભુત લાક્ષણિકતાઓ મનુષ્ય સ્વાભાવિક રીતે શીખી જતો હોય છે . અને તેના જીવનભરનાં ભાષા વ્યવહારમાં એક વ્યવસ્થા તરીકે તેને જાળવતો હોય છે . એટલે ભાષામાં અવ્યવસ્થા આવતી નથી . પરંતુ ઉર્મિતંત્રનાં આવેગ ભય , ક્રોધ , વગેરે ભાવો વ્યકત કરતી વખતે ભાષાની વ્યવસ્થા જોખમાતી હોય છે . આવા સંજોગોમાં જે તે ભાવની અભિવ્યકિત ને ઉચિત રીતે વ્યકત કરવામાં ભાષામાં અવ્યવસ્થા સર્જાય છે તેમ સમજવું જોઈએ .
( 2 ) યાદેચ્છિકતાઃ – ભાષા દરેક મનુષ્યની અંગત અને સ્વાયત સંપતિ છે . ભાષાની કેળવણીદરેક મનુષ્ય પોતાની સમજણથી પ્રાપ્ત કરે છે . તેથી , વ્યક્તિનું ભાષાકીય ઘડતર વ્યકિતની પોતાની યોગ્યતા પ્રમાણે થાય છે . મનુષ્યની ભાષાકીય અભિવ્યકિત મનુષ્યની ઈચ્છા પર આધાર રાખે છે . ભાષા મનુષ્યની ઈચ્છા અને તૈયારી પર નિર્ભર હોય છે . મનુષ્યની ભાષાકીય અભિવ્યકિત મનુષ્યની ઈચ્છા પર આધાર રાખે છે . આ અર્થમાં યાદેચ્છિક એટલે કે , ઈચ્છા પ્રમાણે એવો અર્થ થાય છે . કોઈ પણ ધ્વનિનો સ્વર , કે વ્યંજનની વ્યવસ્થા માં થતો ઉચ્ચાર મનુષ્યની ઈચ્છા વિના સંભવી શક્તો નથી . આવા ધ્વનિઓ મનુષ્ય પોતાની ઈચ્છા અનુસાર ઉચ્ચારે છે . તેથી , એવા તારણ પર આવી શકાય કે સમગ્ર ભાષા ઉચ્ચારણ જે તે વ્યક્તિની અંગત અને યાદેચ્છિક પ્રવૃત્તિ હોય છે . પ્રકૃતિએ મનુષ્યને ધ્વનિની ભેટ જન્મદત્ત આપી છે . જયારે મનુષ્યએ તેની ઈચ્છા પ્રમાણે આ ધ્વનિઓ ને ઉચ્ચારણો પર ભાષાનો ભાર આપ્યો છે .
( 3 ) વાંચિકતાઃ– જયાં સુધી ધ્વનિ વાણી દ્વારા અભિવ્યકિત થતો નથી . ત્યાં સુધી તે ભાષા કહેવાતો નથી . ભાષાનું સમગ્ર તંત્ર વાણી કે ઉચ્ચારણ પર આધારિત છે . ઉચ્ચારણ સાથે લિપિને કોઈ સંબંધ નથી . લિપિ માત્ર ભાષાના જોઈ શકાય એવા સંકેતો છે . તેથી , લખાય તે ભાષા નહિ પણ બોલય તે ભાષા . સ્વર અને વ્યંજનની સમગ્ર ઉચ્ચારણ વ્યવસ્થા કંઠય , તાલવ્ય , મુર્ધન્ય , દંત્ય , ઓષ્ઠવ વગેરે જેવા ઉચ્ચારણો ઉપરાંત દરેક ધ્વનિનું ઘોષતત્વ અઘોષતત્વ , અલ્પપ્રાણ , મણપ્રાણ , પ્રકંપી , સંઘર્ષ , પાણ્વિક વગેરે ઉચ્ચારણ ભેદો છે . એવુંજ સ્વરોના ઉચ્ચારણમાં પણ બને છે . એટલે સ્વર અને વ્યંજનની ચોકકસ વ્યવસ્થામાં ઉચ્ચારાતા ધ્વનિઓ વાચિક ધ્વનિ કહેવાય / વાચિકતા ન હોય તેવા ભાષાના કોઈપણ આવિષ્કારનું ભાષા વિજ્ઞાનમાં મહત્વ નથી . મનુષ્યની વાચિક પ્રક્રિયામાનવ શરીરના ભિન્ન ભિન્ન અવયવો સાથે જોડાયેલી છે . જેમાં વાચા ( જીભ ) પ્રધાને છે . આ ઉપરાંત ઉચ્ચારણ પ્રક્રિયામાં કંઠ , તાલુ કતાળવુ ) , મુદ્દા , દાંત , હોઠ જેવા ઉચ્ચારણ સ્થાનો તેમજ સ્વરપેટીમાંના સ્વર તંતુઓની સંકય અને નિસ્વંય અવસ્થા , પઠજીભની સ્થિતિ વગેરે ઉચ્ચારણ પ્રક્રિયામાં ભાગ ભજવે છે . આ બધાં અવયવો થકી ઉચ્ચારતાં ધ્વનિ વાચિક ધ્વનિઓ છે . અને તેજ ભાષા છે .
( 4 ) ધ્વનિ સંકેતઃ– કોઈ પણ વાચિક અભિવ્યકિત મનુષ્યનાં વિચારોનું પરિણામ હોય છે . મનુષ્યના ચિતમાં વિચાર રૂપે સ્થિર થયેલી હોય છે . વાચા દ્વારા અભિવ્યકિત થાય ત્યારે અમૃત વિચારે ધ્વનિ દ્વારા મૂર્ત થાય છે . જેમ લિપિ ભાષાના જોઈ શકાય તેવા સંકેતો છે . તેમ ધ્વનિઓ વિચાર નાં સાંભળી શકાય તેવા સંકેતો છે . તેથી , એમ કહી શકાય કે , ભાષા અમૃત વિચારોની અવેજી માં ધ્યાનરૂપે આપણને પ્રાપ્ત થાય છે . માટે ભાષા વિચારોનાં ધ્વનિમુલક સંકેતો છે .
ઉપસંહારઃ- ભાષા એ કેવળ માનવીય વ્યાપાર છે . માનવ સમાજમાં જોવા મળતી ઘટના છે . પ્રાણીઓ પાસે આવા પ્રકારની ભાષા નથી . સંકેત વ્યવસ્થા નૈસર્ગિક કે કુદરતી નથી . તમેજ જ તે ભાષા એ કોઈ એક વ્યકિતનું સર્જન નથી . પરંતુ પરસ્પર વ્યવહાર કરતાં કોઈ એક સામાજીક જુથના સભ્યો દ્વારા અસ્તિત્વમાં આવીને ભાષા રૂઢ બને છે . આ ભાષા એ સતત પરિવર્તનશીલ એવી ચીજ છે .
0 ટિપ્પણીઓ