✓  કલાપી ની ગઝલો :

 ✓ કલાપી ( સુરસિંહ જી ગોહિલ ) ( 1874 થી 1900 ) 





ભુમિકા : – કાન્ત અને કલાપી આ બંને સમકાલીનોનું આગમન એ ગુજરાતી સાહિત્યુ હોત્રે મહત્વની ઘટના છે . 1886 થી 1891 સુધીમાં કાન્તની ઉત્તમ કવિતાઓ પ્રગટ થઈ છે . તે પછી 1891 થી 1900 સુધી કલાપીની કાવ્યધારા અખંડ , ચાલે છે . કલાપીનો જન્મ લાઠીમાં રાજકુંટુંબમાં થયો હતો . નાનપણમાં માતા – પિતાનું સુખ ગુમાવ્યા પછી સંવેદનશીલ કલાપીનાં ચિત્ત પર વિવાદ અને શોક ( વિરકતતા ) છંદગીભર છવાયેલા રહયા , તેમની કવિતામાં આ શોક અને વેદના જોવા મળે છે . 

જીવનઃ - કલાપીનાં લગ્ન 15 વર્ષની વયે રાજકુમારી રાજબા અથવા ૨મા (કલાપીએ નામ પાડેલું ) સાથે થયેલું . કલાપી રમાની સાથે દાસી તરીકે આવેલ માંધીનાં પ્રેમમાં પડેલા , અને ઘણા મંથન પછી તેની સાથે લગ્ન પણ કરેલા . કલાપીનાં સંખ્યાબંધ કાવ્યોનું પ્રેરણા સ્થાન ૨ મા અને શોભના ( માંધીનું નામ કલાપીએ પાડેલું ) સાથે તેમનાં પ્રણય ત્રિકોણ બનેલો . કાન્ત અને કલાપી વચ્ચે ગાઢ મૈત્રી સંબંધ હતો . કલાપીનાં અવસાન બાદ કાન્ત કલાપીને " કેકરાવ " તથા " હમીર કાવ્ય " સંપાદિત કર્યો . તેમજ " કલાપીને સંબોધન " એ અર્પણ કાવ્ય લખ્યું , કલાપીનું અવસાન માત્ર 26 વર્ષની વયે થયું હતું . તેમણે ભારતનો અને કાશ્મીર નો પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃત્તિ અને સૌદયનું પાન કર્યું . અને પછી સાહિત્ય સર્જન શરૂ કર્યુ હતું . કલાપી રાજગાદી ( લાઠીની ) નાં હકદાર બન્યાં . પરંતુ તેમનું સ્ક્રય રાગ અને ત્યાગની વચ્ચે મનોમંથન અનુભવતું અને શોભના માટેની ઝંખના તથા શોભનાની પ્રાપ્તિ પછી ટુંક સમયમાં તેઓ મૃત્યુ પામેલા .

 કવિતા : - કલાપીએ 18 વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી હતી . તેમનાં કવનમાં તેમનું આંતર જીવન ગુંથાયેલું હતું . એટલે તેમણે કરૂણ રસનાં કાવ્યો વિશેષ આપ્યા છે . કલાપીને તેથી , જ સ્વાનુભવે રસિક કવિ કહેવામાં આવે છે . જયારે કાન્ત સ્વાનુભવ રસિક ખંડ કાવ્યો આપે છે . કલાપિ નાં લઘુ ઉર્મિકાવ્યો તેમજ ખંડ કાવ્યોમાં તેમનાં અંગત જીવનમાં જ પડઘા છે . કાન્ત કરતા કલાપી ના કાવ્યોમાં ઉર્મિની ઉત્કટતા વિશેષ છે . કાન્તનો કલા સંયમ કલાપિમાં નથી . પરંતુ રંગદર્શીતાની દૃષ્ટિએ કલાપીની બરોબરી કરી શકે તેવા રોમેન્ટિક કવિ ન્હાનાલાલ સિવાય બીજો કોઈ નથી .

 રંગદર્શી વ્યકિતત્વઃ - અંગ્રેજી રંગદર્શી કવિઓ વર્ડઝવર્થ , બાયરન , શેલી , કીટસ વગેરે કવિઓની અસર કલાપી ઉપર હતી . ઉત્કંઠ રાગ અને તીવ્ર વિરાગ , પ્રકૃત્તિ સૌદર્ય પર મુગ્ધ આસકિત અને પ્રેમી હૃદયની સુફીવાદી મસ્તી તથા તેની આત્મલક્ષી અભિવ્યકિત એ કલાપિનાં કવિ સ્વરૂપને તેજસ્વી રૂપ આપે છે . પોતે જીવ્યા ત્યાં સુધી કલાપિએ પોતાના હૃયને કવિતાનાં પાત્રમાં ઠાલવ્યા કર્યુ . પ્રણય તેમનાં કવનનો મુખ્ય વિષય હતો . કલાપીનાં પ્રણય ગાનમાં વેદના અને અશ્રુ વિશેષ દેખાય છે . તેમનાં કાવ્યો " હ્મય . ત્રિપુટી " , " બિલ્વમંગળ " , " સારસી " , " ગ્રામ્ય માતા " વગેરે ખંડ કાવ્યો તેમણે આપ્યાં છે . 

કલાપીએ સંખ્યા બંધ ગઝલો અને નાના ઉર્મિકાવ્યો પણ આપ્યાં છે . ગઝલોમાં " મસ્ત ઈશ્ક " , " હમારા રાહ " , " એક ઘા " , " ત્યાગ " , " વિસ્મરણ " , " નદીને સિંધુનું આમંત્રણ " વગેરે તેમની ઉત્તમ ગઝલ કવિતા છે . શોભનાને અન્ય સ્થળે પરણાવી દેવામાં આવે છે , ત્યારે કલાપી પશ્ચાતાપ રૂપે નીચેની પંકિતઓ રચે છે .

 " તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો ,

 છુટવો તેણે અ ૨૨૨ પડી ફાળ હૈયા મહી તો " 

પ્રણયભંગ કવિનું મન વૈરાગ્ય તરફ વળે છે અને જ્ઞાનની ભુમિકા પરથી તેઓ " આપની યાદી " " સનમ ને " , " તમારી રાહ " જેવાં ઈકે હકીકી સુફી પ્રેમનાં કાવ્યો આપે છે.

" માસુકોની ગાલની લાલી મહીં લાલી અને , 

જયાં જયાં ચમન , જયાં જયાં ગુલો , ત્યાં ત્યાં નિશાની આપની

 ગઝલ તેમનાં દિલનું દર્દ અને રોમેન્ટિક મિજાજ વ્યકત કરવાનું ઉત્તમ સાધન બનેલું . " કલાપી " ના જમાનાનાં અન્ય ગઝલકારો કરતાં તેમની ગઝલો લોકપ્રિય બની હતી . વળી , કલાપીનાં ગઝલ કાવ્યો માં ઠેકઠેકાણે ચિંતન પંકિતઓ જોવા મળે છે . જેમ કે , 

" જે પોષતુ તે માંરતુ એવો દિસે ક્રમ કુદરતી 

પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈએ નથી " 

દર્દીના દર્દની પિડા , વિધિનેય દીસે ખરી ? 

" એરો તો દર્દ કા દે છે , ને દે ઔષધ કોપછી . " 

આવી અનેક પંકિતઓમાં કવિનું સહજ ચિંતન વ્યક્ત થયું છે , અને ઉર્મિની અતિશયતાથી કવિતા પોચટ બની અટકી છે . કલાપી તેમના કાવ્યો માં યથા પ્રસંગ સુંદર પ્રકૃત્તિ ચિત્રો પણ દોરે છે . તેમની કવિતા કયાંય કૃત્રિમતા નથી . સુફીવાદી ગઝલોનાં પદ્ય સ્વરૂપની માફક સંસ્કૃત્ત વૃત્તો ઉપર પણ તેમનો કાબુ છે . 

મહાકાવ્યનાં પ્રયોગ તરીકે " હમીરજી ગોહિલે " એક અધુરૂં કાવ્ય લખેલું છે . કલાપીનાં કાવ્યો " કલાપીનો કેકરાવ " સમાવિષ્ટ થયેલા છે , જે છેલ્લા સાત દાયકાથી સાહિત્ય રસિકોનું ધ્યાન આકર્ષ છે . તે કલાપીની અદ્દભુત સિદ્ધી ગણાય .