✓ કાંતનાં ખંડ કાવ્યો .
કાન્ત એટલે મણિશંકર રત્નજી ભટ્ટ ( 1867 થી 1923 ) , તેઓ કલાપિનાં સમકાલીન હતાં . કાન્ત અને કલાપિ બંન્ને ઉર્મિશીલ કવિઓ છે . બંન્નેએ પ્રેમ , મૈત્રી અને પ્રભુભકિતનાં સંવેદનો પોતાની કવિતામાં આલેખ્યાં છે . તેમની કવિતામાં તેમનું આંતર જીવન પ્રતિબિંબિત થાય છે . ધર્મ અને સ્નેહની વચ્ચે તિવ મંથન અનુભવતા સત્યશોધક કાન્તનાં કવિમાનસનું ચિત્ર આપણને તેમની ઉર્મિ કવિતામાં જોવા મળે છે . ઉર્મિકાવ્યો અને ખંડ કાવ્યો બંને ક્ષેત્રે કાન્તનું પ્રદાન છે . પરંતુ ખંડકાવ્યોએ તેમને વધુ યશ અપાવ્યો છે . ' પૂર્વાલપ ' માં કાન્તની સમગ્ર કવિતા
ઉર્મિકાવ્યોઃ - કાન્ત પોતાની બંને પત્નિઓને ઉદ્દેશીને રચેલા ઉર્મિકાવ્યોમાં " ઉદ્દગાર " , " પ્રમાદી નાવિક " , " વિધુર કુરંગ " , " વિપ્રયોગ " , " મુગ્ધાને " સંબોધન ' , ' પુરાની પીત " , "મનોહર મૃતિ " , " વાત્સલનાં નયનો " , " આપણી રાત " , " પ્રિયાને પ્રાર્થના " , " રાજાની માંગણી" વગેરે કાવ્યો રચયાં છે .
કલાપિ અને બળંવતરાય જેવા મિત્રોને ઉદ્દેશીને "અજ્ઞાત સંખાને " , " કલાપિને સંબોધન " , " ઉપહાર " , " રાજહંસને સંબોધન " , " રતિને પ્રાર્થના " " ઉષાલાપ " , " અગતિનું ગમને " વગેરે ઉર્મિકાવ્યો લખેલા છે .
કાન્તનાં સર્વોત્તમ ઉર્મિકાવ્યોમાં " સાગર અને શશી " ," મનોહર મૃતિ " અને " આપણી રાત " નો સમાવેશ થાય છે . આ ત્રણેય ઉર્મિકાવ્યો તેમનું મનોમંથન શમી ગયા પછી રચાયેલા ઉત્તમ કોટિનાં કાવ્યો છે . તેમાંય " સાગાર અને શશી " તો સર્વાગ સુંદર રચના છે . ગુજરાતી ઉર્મિકવિતાનું તે ચિરંજીવી શિખર ગણાય , આ કાવ્યમાં શરદ પુનમની રાત્રિનું અદભુત સૌદર્ય જોઈને કવિએ પરમ પિતા પરમેશ્વરનું અહોભાવ પૂર્વક અભિવાદન કર્યું છે .
" આજ મહારાજ જેલ પર ઉદય જોઈને ચંદ્રનો , હર્ષ જામે "
ચંદ્રનો હૃદયમાં સ્નેહ ધન , કુસુમવન , વિમલ , પરિમલ ગહન ,
નિજ હૃદય માહી ઉત્કર્ષ પામે , પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ભાસે "
આ કાવ્યમાં કવિએ શબ્દાલંકારો પણ ઉત્તમ રીતે પ્રયોજયા છે .
"જલધિ જલદલ ઉપર દામિની દમકતી ,
યામિની વ્યોમ સરમાંહી સરતી ,
કામિની કોકિલા કેલિ મુજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી પિતા
સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી "
કાન્તનાં ઉર્મિકાવ્યોમાં સાદાઈ , શિષ્ટતા અને રસિકતાનું સુંદર સંયોજન પ્રાપ્ત થાય છે . જે ન્હાનાલાલ સિવાય બીજો કોઈ સિધ્ધ કરી શકયો નથી .
ખંડ કાવ્યોઃ- ખંડ કાવ્ય , ઉર્મિ કાવ્ય અને કથનાત્મક કાવ્યની વચ્ચેનું કાને શોધેલું અને પ્રચલિત કરેલું વિશિષ્ટ કાવ્ય સ્વરૂપ છે . " મા " , " મૃગતૃષ્ણા " , "અતિજ્ઞાન " , "વસંત વિજય " , " ચક્રવાક મિથુન " અને " દેવયાની " આટલા ખંડકાવ્યો તેમણે લખ્યાં છે . તેમાં છેલ્લા ચાર કાવ્યો તેમની નિરૂપણ શૈલી અને કલાદેષ્ટિનો ઉત્તરોત્તર વિકાસ સાધે છે . આ કાવ્યોમાં વસ્તુ નિરૂપણ , પાત્ર , ચિત્રણ , ભાવ પલટા , છંદ વિવિધ્ય અને આદિ – અંતની સુંદર યોજના નું ઉત્તમ આયોજન જોવા મળે છે .
" અતિજ્ઞાન " માં સહદેવનાં ત્રિકાળજ્ઞાન ને શાપ રૂપ બનતો વર્ણવીને કવિએ વેધક કરૂણ રસ નિપજાવ્યો છે . દ્રોપદીનાં અપમાનનાં પ્રસંગે તેને બચાવી નહીં શકે , એવું સહદેવનું અતિજ્ઞાન વ્યર્થ સાબિત થાય છે . ત્યારે સહદેવનાં મુખમાં કવિએ અત્યંત મર્મવેધક ઉદ્ગારો મુકયા છે . અને કાવ્યને નાટયાત્મક બનાવ્યું છે .
" વસંતવિજય " કાવ્યમાં પાંડુને ભુતકાળમાં મળેલો ઋષિનો શાપ એ પૌરાણિક સંદર્ભ લેવામાં આવ્યો છે . પ્રકૃત્તિનાં પ્રભાવ હેઠળ કામવૃત્તિ અદમ્ય બને છે , ત્યારે પ્રણયની વેદી પર ઝંપલાવી પાંડુ પોતાના જીવનની આહુતિ આપે છે . આ પ્રસંગ દ્વારા કવિએ પ્રકૃત્તિનાં ઉદ્દીપન પ્રભાવ દ્વારા માર્કી પ્રત્યનો ભાવ ક્રમશઃ પ્રબળ બનતો બતાવ્યો છે . અને અંતે શાપનું વિસ્મરણ થતાં વસંતનો વિજય થાય છે . વસંત વિજય કાવ્ય કાન્તનું ઉત્તમ ખંડકાવ્ય કહી શકાય .
ચક્રવાક મિથુન ખંડકાવ્યમાં લોક પ્રસિદ્ધ કથાનકને લઈને કવિએ અભિશાપ રૂપ વિરહને દુર કરવા જીવનને હોમી દેતા ચક્રવાક યુગલની કરુણ રસિક કથા આલેખી છે .. કાવ્યનાં અંતમાં કવિ પ્રથમ નિરાશાવાદી જણાય છે . પરંતુ પછી આશાવાદી બનતાં કાવ્ય પંકિતમાં પોતે જ ફેરફાર કરે છે .
" વહીં જ ચેનત એક દીસ નહીં , " ( પછી બદલાયેલ પંકિત )
" વહીં અચેતન એક દીસ નહીં "
દેવયાની ખંડ કાવ્યમાં લેખકે દૈત્યોનાં ગરૂ શુક્રાચાર્ય ની પુત્રી દેવયાની અને શુક્રાચાર્યના શિષ્ય કશ્યપની પ્રણયકથા આલેખી છે . આ કાવ્યઓ પ્રણય શૃંગારનાં મુગ્ધ ભાવો કવિએ વિવિધ છંદો સંયોજનમાં અભુત રીતે આલેખ્યાં છે .
કાન્તનાં , " પૂર્વાલાપ " નામનાં કાવ્યસંગ્રહ માં જે ઉપરોકત તમામ ખંડકાવ્યો અને ઉર્મિકાવ્યો આલેખાયેલા છે .

0 ટિપ્પણીઓ