✓  વિવેચક તરીકે નવલરામની લાક્ષણિકતાઓ વર્ણવો . 


    નવલરામ અમદાવાદ માં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ માં વાઈસ પ્રિન્સિપાલ હતા તે વખતે " ગુજરાત શાળાપત્ર "નાં તંત્રી તરીકે કામગીરી બજાવવાનું પણ તેમનાં ફાળે આવેલું . આ સમયે તેમનાં પર ઘણા લેખકો અવલોકન માટે પુસ્તકો મોકલતા . આ રીતે તેમને કેળવણી વિષયક લેખો ઉપરાંત પુસ્તકો નાં અવલોકનો લખવાનું થતું . તેમનામાં અભ્યાસ – પરાયણતા , સત્યનિષ્ઠા અને સમતોલ દ્રષ્ટિ હતા , આથી વિવેચક તરીકે ખૂબ સફળતા મળી . 

    નવલરામ નાં વિવેચનો મુખ્યત્વે બે પ્રકાર નાં હતા : સાહિત્ય સિદ્ધાંતો ની વિરાદ ચર્ચા કરતા લેખો , અને ગ્રંથાવલોકનો . તેમણે વિવિઘ સાહિત્યકારો નાં ગંથો ની સમીક્ષા કરી . સાહિત્ય વિવેચન નાં ઉચ્ચ ધોરણો પ્રસ્થાપિત કર્યા . તેમનાં વિવેચનો બહુધા પૃથક્કરણાત્મક હતા . પ્રથમ તેઓ કૃતિ નો થોડીક પંકિતઓ માં સાર આપતા અને ત્યાર બાદ તેનાં અંગ – ઉપાંગો નું ક્રમશઃ પૃથક્કરણ કરતા જઈને તેના ગુણદોષ નું તટસ્થતા થી પરીક્ષણ કરતા . આથી તેમનાં વિવેચનો એ લોકો ની સાહિત્યરૂચિ ધડવાનું પણ કામ કર્યું . કોઈપણ ગ્રંથ નાં પરીક્ષણ માટે નવલરામ પાસે ચોક્કસ ધોરણો હતા . કૃતિ વિશે ગોઈંગોળ કે સંદિગ્ધ વાત કરવાને બદલે તેઓ સ્પષ્ટ અભિપ્રાય આપવાનું પસંદ કરતા હતા . તેમણે એક સ્થળે કહ્યું છે , " સારા ગ્રંથ ને વખાણવા અને નઠારા ને તોડવા એ ગ્રંથ પરીક્ષકો નો દુનિયા માં સઘળે ધર્મ ગણાય છે . તેથી " ઠીક છે " " વાંચવા લાયક છે . " એમ બારે રાશિકા ભલા કહેવાને બદલે ગ્રંથ સારો હોય તો ખખડાવી ને કહેવું કે , ' ' સારો છે " અને નઠારો હોય તો બેશક થોડાકે ચાબખા લગાવવા એ વિવેચક ની ફરજ છે . " આમ , નવલરામ કેવળ ગુણદર્શી વિવેચન કરતા નહોતા , પણ દોષ ’ હોય ત્યાં તેનો સ્વસ્થતા પૂર્વક નિર્દેશ કરતા . '' સુબોઘચિંતામણી " નાં વિવેચન માં નવલરામ આ વિચારણા ઉત્સાહ માં ઉભરાતા જુરસા ની કવિતા માં ગમે તેટલા દોષ હોય પણ મનોહર કવિત્વ રહેલું જૂએ છે . નર્મદ ની જેમ તેઓ અન્ય રસો નાં સ્થાયી ભાવો કરતા ‘ વીરરસ નાં સ્થાયી ભાવ ઉત્સાહ ને કવિતા માં વધારે પડતું મહત્વ આપે છે . આથી વિષ્ણુ પ્રસાદર ત્રિવેદી કહે છે તેમ , ' કોઈ ભાવની ઉત્કટતા અને સામાન્ય ઉત્સાહ અને ઓજસુ એ બે પદાર્થો નવલરામ નાં વિવેચન માં ગૂંચાઈ ગયા છે .  

    વિવેચક નવલરામે કવિતા નાં ગીત કવિતા એમ બે પ્રકાર પાડયા છે . કવિતા ને સંગીત કવિતા કહીને તેઓ એમાં ૨ સ અને ઊર્મિ નું પ્રાધાન્ય જૂએ છે . વીર કવિતા ને તેઓ સર્વાનુભવી ( OBJECTIVE ) વર્ગની ગણે છે . ને તે માટે અગેય છંદ ની આવશ્યકતા સ્વીકારે છે પણ તે સાથે દેશી ગેય ઢાળો ને પણ જરૂરી ગણે છે . 

    છંદો સાથે અલંકારો અને શૈલી વિષે પણ નવલરામે વિચારણા કરી છે . શૈલી માં કવિતા મનનું પ્રતિબિંબ પડે છે એમ નવલરામ કહે છે . શૈલી વિચાર નવલરામ મુખ્યત્વે નર્મદ , દલપત , શામળ જેવા કવિઓ ની કવિતા ને અનુલક્ષી ને કરે છે . શબ્દલક્ષી , ચાતુર્ય પ્રધાનશૈલી , અર્થશૈલી શાસ્ત્રીય , અને કિલષ્ટ શૈલી , સર્વાગશૈલી એવા શૈલી ભેદો ની ચર્ચા કરીને તેઓ એકાગશૈલી જેમાં અર્થ ઉપર જ અખંડ લક્ષ હોય , વાકયનાં બોલેબોલ પ્રયોજનવાળા હોય , અલંકારો ને તે અંગ નાં જ અવયવ હોય . અર્થ ગૌરવ હોય તેને ઉત્તમ ગણે છે . કવિતા માં વસ્તુ ને પ્રત્યક્ષ કરાવવાનો , મૂર્તતા આપવાનો ગુણ અનિવાર્ય ગણી ને એવું લક્ષ્ય સિદ્ધ કરનારી શૈલી નો પુરસ્કાર કરે છે . 

    ગુજરાતી સાહિત્ય ની પ્રથમ નવલકથા ' કરણઘેલો ' મણિલાલ નભુભાઈનું નાટક અને અંધેરી નગરી – ગંધર્વસેન એ કૃતિઓ નાં નિષ્પક્ષપાતપણે કરેલા વિવેચન માં એમની સ્પષ્ટ ભાષિતા અને વિવેચન ની સૂક્ષ્મ સમજ દેખાઈ આવે છે . નવલરામે ઊગતા લેખકો ની કૃતિઓ પ્રત્યે ઉદાર દ્રષ્ટિ અને સમભાવ ભર્યું વલણ છે . આજ હેતું થી તેમણે મણિલાલ દ્વિવેદી નાં ' ' કાન્તા " નાટકમાં પ્રતીત થતી ક્ષતિઓ ની ઝીણવટ ભરી સમીક્ષા કરી છે . 

    અલબત , નવલરામ નાં વિવેચનો બધાં એકસરખી કક્ષા નાં નથી . એમનાં આરંભ નાં વિવેચનો માં અપરિપકવતા દેખાય છે . એમનાં વિચારો માં ધીરે ધીરે પરિપકવતા આવી તેમ તેમનાં વિવેચનો માં પણ વિશેષ નાટય્ય આવતું ગયું . આરંભમાં તેમણે " નર્મદ " ને " કવિશ્વર " અને પ્રેમાનંદ થીયે મોટા કવિ ગયા છે . પાછળથી " નર્મ – કવિતા " ની પ્રસ્તાવના માં નવલરામે પોતાની ભૂલ સુધારી ને નર્મદ દલપતની કવિતાની અત્યંત તટસ્થતાથી સમીક્ષા કરી છે . 

    આમ , નવલરામ નાં બહુશ્રુતતા , મર્મજ્ઞતા , તટસ્થતા , સ્વસ્થતા , સદ્ભયતા , સ્પષ્ટભાષિતા , અને સૂક્ષ્મ રસજ્ઞતા જેવા ઉચ્ચ કોટિ નાં જાગરૂપ વિવેચક માં જોવા મળતા ગુણ હતા . સંસ્કૃત રસશાસ્ત્ર અને અંગ્રેજી સાહિત્ય – વિવેચનનો તેમણે સમન્વય કર્યો હતો .

    ગોવર્ધનરામે એમના વિવેચનોનું મૂલ્યાંકન કરતા યર્થાથ જ લખ્યું છે . જેને જેવું જેટલું ધટે તેને તેવું ને તેટલું કહી , કોઈને મોટમ આપી , કોઈને ઉત્તેજન આપી , ખમનાર ને તેટલો પ્રહાર આપી ન ખમે એવાને ધીરી બાપડાક આપી , કોઈને શીખામણ આપી , કોઈ સૂચના આપી કોઈ બાબત માં ઉપેક્ષા કરી અબોલ રહી નવલરામ સર્વ નાના ગ્રંથકારો ની પરીક્ષા કરતા વિવેક રાખે છે . જયાં ગુણ લાગે છે તેનું કીર્તન કર્યા વિના રહેતા નથી . અંતઃકરણ થી ગુજરાતી ભાષા ની શુદ્ધિ અને સમૃદ્ધિ ચાહે છે . આ સર્વ પરીક્ષાઓ ગુણ મધું નાં આ મધુકર નો ગુંજારવ છે ... આ મધુર સર્વ રસિક ગુંજારવ છેક અંતકાળ લગી નવલરામે કર્યો છે . 

નવલરામ તીક્ષ્ણ , મર્મગામી , વિવેચનાને લક્ષમાં લઈ વિજયરાય વૈધે એમને ઉચિત રીતે જ નર્મદ યુગનાં સર્વોત્તમ તથા અર્વાચિનકાળ નાં ઉત્તમો માંનાં એક વિવેચક કહ્યા છે .