✓ શ્રી . ૨મણભાઈ નિલકંઠ [ 1868 થી 1928 ] ની સાહિત્ય સેવાનાં પ્રદાનની ચર્ચા કરો.




 હાસ્ય મંદિરમાં સુરસિક હાસ્ય લેખો આપનારા રમણભાઈ નિલકઠ " ભદ્રંભદ્ર "નવલકથા નાં લેખક તરીકે સુવિખ્યાત છે . આ નવલકથા તેમના " જ્ઞાનસુધા ' સામાયિકમાં ક્રમશઃ પ્રગટ થયેલી . ઈ.સ. 1900 માં ગ્રંથ સ્વરૂપે પ્રકાશિત થઈ .

 

"ભદ્રંભદ્ર " માં રૂઢિચુસ્ત વેદાંતિકો ઉપર રમણ ભાઈએ ભારે કટાક્ષો કર્યા છે , તેમાં આવતાં ભદ્રંભદ્ર અને રામનાં પાત્રો અનુક્રમે માણિલાલ દ્વિવેદી અને મનુસુખરામ ત્રિપાઠી ને નજર સમક્ષ રાખીને ચીતરવામાં આવ્યા છે . આ નવલકથામાંથી પ્રગટ થતાં હાસ્ય રસને નરસિંહરાવ  દિવેટીયાએ " શાબાશ રમણ " તરીકે બિરદાવ્યા છે . આનંદ શંકર ધ્રુવને આ હાસ્ય અંગત પૂર્વગ્રહથી પ્રેરિત એવું મર્યાદાયુકત લાગે છે . 

આ નવલકથા દ્વારા ૨ મણભાઈએ " ભદ્રંભદ્ર "નું અમર પાત્ર ગુજરાતી સાહિત્યને અર્પણ કર્યુ છે . આ પાત્ર થકી તેમણે હાસ્યના ફુવારા ઉડાવ્યા છે . નવલકથાનો નાયક ભદ્રંભદ્ર અતિરાય વેદિયો છે . સંસ્કૃત્ત પ્રચુર ભાષા તે ચીપી ચીપીને બોલે છે . રૂઢિ જડતાને આગ્રહ પૂર્વક વળગી રહેતા ભદ્રંભદ્રના પાત્ર દ્વારા લેખકે સુક્ષ્મ અને માર્મિક હાસ્ય અપૂર્વ રીતે ખીલવ્યું છે . ધર્માધ , સનાતન દંભ , ઢોંગી અને વિવેક બુદ્ધિનાં અભાવવાળા ભદ્રંભદ્રની મજાક ઉડાડવા લેખકે હાસ્યપૂર્ણ પ્રસંગો યોજયા છે . શ્લેષયુકત ભાષા પ્રયોજી છે , આમ , લેખક ભદ્રંભદ્રની નખશિખ ઠેકડી ઉડાડે છે . 

મુંબઈ જતી વખતે ટીકિટ બારીએ પારસી સ્ટેશન માસ્તરે ભદ્રંભદ્રને મુક્કો માર્યા તે પ્રસંગ કે વંદાના વધ માટે બોલાવેલી જ્ઞાતિ સભા , માધવબાગની સભા , નાતનો જમણવાર , તંદ્રાચંદ્રનો - વરઘોડો , કોર્ટમાં ભદ્રંભદ્રનું વર્તન વગેરે પ્રસંગો હાસ્ય સભર છે . નાકનું અપાતુ મહત્વ , વિધવા વિવાહ ભોજન , અને દક્ષિણા ટાંપી રહેતા બ્રાહ્મણો , જમાના પ્રમાણે બદલાવાનો વિરોધ , સ્ત્રી કેળવણીનો વિરોધ , ધર્મગ્રંથોને ઈશ્વર લેખિત માનવા વગેરે સામજિક દુષણો સામે . સુધારાવાદી ૨ મણ ભાઈએ કટાક્ષના ચાબુક વિધ્યાં છે . મજુરી , નોકરી , વકતાઓ સભાજનો , ભરવાડ અને આગગાડીના ઉતારું ઓની વિલક્ષણતાઓને તેમણે આબેહુબ ઝીણી બતાવી છે .

 લેખકે ભદ્રંભદ્ર ની કથા તેના શિષ્ય અને મિત્ર અંબારામનાં મુખ માં મુકી છે . આ નવલકથામાં નારી પાત્રો નો અભાવ છે . લેખક ભદ્રંભદ્ર અને અંબારામને અનિષ્ટ તત્વોના નિવારણ માટે મુંબઈ અને અમદાવાદના ભુમિપટ પર રમતા મુકયા છે . લેખકે ભદ્રંભદ્ર નું અસંગત વ્યકિતત્વ ચિત્રિત કર્યુ છે . તેમજ કેટલાક અસંભવિત લાગે તેવા પ્રસંગો નિરૂપ્યા છે , લેખકનો હેતુ ભ્રમણકથા સર્જવાનો હોવાથી તેમણે ભદ્રંભદ્રને ભુમિત મગજનો કચ્યો છે . એક થી વધુ પ્રકારને સંસ્કૃત્તમેય , ગુજરાતી , હિન્દી મિશ્રિત્ત મરાઠી અને મરાઠી મિશ્રિત ગુજરાતી , નવીન ઉપમાઓ , ઉપહાસ ભર્યા વ્યકિત ચિત્રો , ગતિશયોકિત વગેરે દ્વારા નિરસતાનો અનુભવ પણ થાય છે . તેમ છતાં , જયોતિન્દ્ર દવે એ કહ્યું છે ; તેમ ભદ્રંભદ્રને પદભ્રષ્ટ કરે એવો મહાનુભવ હાસ્યસૃષ્ટિમાં જન્મવો હજી બાકી છે .

 ✓ રમણભાઈ નિલકંઠ નું જીવનઃ- [ 1868 થી 1928 ] 

૨મણભાઈનો જન્મ જાણીતા સુધારાવાદી અને કેળવણીકાર મહિપતરામને ત્યાં ઈ.સ. 1868 માં થયો હતો . પિતાની સુધારક વૃત્તિ તેમજ શિક્ષણ અને સાહિત્યનાં સંસ્કારો તેમને બાળપણ થી જ મળ્યા હતા . તેઓ નાનપણથી જ અભ્યાસમાં ખુબ જ તેજસ્વી હતાં . મેટ્રીક માં અમદાવાદ કેન્દ્ર માં પ્રથમ પછી મુંબઈ ની અલ ફિન્સટન કોલેજમાં B.A. LL.B થયાં હતાં , પછી થોડા વર્ષો અદાલતમાં વકીલ તરીકે કામ કર્યું . ગ્રેજયુએટ થયા પછી તેમણે પ્રાર્થના સમાજ નાં પાણીક મુખપત્ર ' જ્ઞાનસુધા " નું સંપાદન કર્યું હતું . પ્રાર્થના સમાજનાં પ્રમુખ તરીકે , મ્યુનિસિપાર્ટીનાં પ્રમુખ તરીકે તેમજ અગ્રણી સમાજ સુધારક અને કેળવણીકાર તરીકે રમણભાઈ નિષ્ઠાપૂર્વક કાર્ય કરી ગુજરાત માં જાહેર જીવનની મોંધી સેવા કરી હતી . આ સાથે તેમણે સાહિત્ય સર્જન અને વિવેચન નું કાર્ય કર્યું હતું . 

કવનઃ- રમણભાઈ નાટય લેખક , હાસ્યકાર અને વિવેચક તરીકે , ગુજરાતનાં પહેલી હરોળ નાં લેખક તરીકે સ્થાન પામ્યાં છે . પરંતું તે ઉપરાંત તત્વચિંતક , ધર્મ ચિંતક અને સમાજ સુધારક તરીકે તેમણે પ્રશંસનીય કાર્ય કર્યુ છે . " રાઈનો પર્વત ' જેવા શિષ્ટ નાટકનાં સર્જક તરીકે , " ભદ્રંભદ્ર " જેવી સંળગ હાસ્યકથાનાં લેખક તરીકે , તેમજ અભ્યાસી વિવેચક તરીકે રમણભાઈ એ ગુજરાતી સાહિત્યમાં પોતાની વિશિષ્ટ પ્રતિભા અંકિત કરી છે . ઉપરાંત ' ચકરંદ ' તખલ્લુસથી તેમણે લખેલા કાવ્યો પણ શિષ્ટતા અને રસિકતાની પ્રતિતિ કરાવે છે .

  નાટયકાર ૨મણભાઈ " રાઈનો પર્વત " : - રમણભાઈ નિલકઠ એક જ ટિક લખ્યું છે , " રાઈનો પર્વત " . પણ આ એક માત્ર નાટયક્રાંતિથી તેઓ ગુજરાતી સાહિત્યનાં અગ્રણી નાટય લેખક તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે . ઈ.સ. 1914 માં ન્હાનાલાલનું અપદ્યાગદ્ય શૈલીમાં લખાયેલું " જય – જયંત " નાટક બહાર પડયું , તે જ વર્ષ '' રાઈનો પર્વત '' પ્રસિદ્ધ થયું . આ બંને નાટકોએ પોતપોતની રીતે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે . 

" રાઈનો પર્વત " અગાઉ લખાયેલા નાટકો કરતાં વધુ સત્યશીલ છે . મહીપતરામે પ્રસિદ્ધ કરેલા " ભવાઈ સંગ્રહ " માંના ' લાલજી મહિયારનાં વેશ ' માં એક દુહો આવે છે . આ દુહો અને તેની નીચે આપેલી પર્વતશાહ નામના રાજાની વાર્તા ઉપરથી રમણ ભાઈએ , નાટકોની રચના કરી છે . કનકપુરનો વૃદ્ધ રાજવી પર્વતરાય લીલાવતી નામની જુવાન રાણીને પરણ્યો હતો . આથી , તે જુવાન થવાના લોભમાં ચતુર માલણ , મણકાની પ્રપંચલીલા માં ફસાઈ એક રાત્રે બાગમાં જુનામાંથી નવા થનાર વૃક્ષનો પ્રયોગ જોવા આવે છે . તે વખતે તે જાલકાના પુત્ર રાઈને હાથે બાણથી વીંધાઈને ત્યાં જ મૃત્યુ પામે છે . પર્વરાયનું શબ દાટી જાલકા રાઈને છ માસ પછી જુવાન બનેલા પર્વતરાય તરીકે જાહેર કરવાની યોજના કરી , તેને રાજા બનાવી દેવાનો પ્રપંચ વિચારે છે . જો કે રાઈ પોતે નિતિનિષ્ઠિ હોવાથી આવા છળમાં સંમત થતો નથી . પરંતુ જાલકા તેની સમક્ષ સાચી હકીકત ખુલ્લી કરે છે . ત્યારે તેને ખબર પડે છે કે , પોતાની માતા જાલકા કનકપુરના ખરા રાજા રત્નદીપ દેવની પત્ની છે . અને પોતે રાજકુમાર જગદીપ દેવ છે . પિતાની પાસે થી પ્રપંચ થી પડાવી લીધેલી કનકપુર ની રાજગાદી માટે પોતે હકદાર છે એની પ્રતીતિ થતાં માતૃપ્રેમ આગળ નમી પડી રાઈ સંમતિ આપે છે . નગરજનો સમક્ષ કરેલી જાહેરાત મુજબ છ મહિનાં ભોંયરામાં રહીને જુવાન બનેલા પર્વરાય તરીકે રાઈ બહાર આવી નગર પ્રવેશ કરે છે . પરંતુ એ વખતે રાજા બનતાં પર્વતરાય ની રાણી લીલાવતી ના પણ પતિ બનવું પડશે એવો રાઈને ખ્યાલ આવતાં તે ભારે મુંઝવણ અનુભવે છે . નીતિપ્રેમી રાઈ આવી , અનીતિ કેમ કરી શકે ? છેવટે તે સાચી હકીકત જાહેર કરી દે છે , અને પ્રજા રાઈને જગદીપ તરીકે ઓળખાતા રાજા તરીકે તેને સ્વીકારી લે છે . રાઈ પર્વતરાયની બાળવિધવા પુત્રી વીણાવતી સાથે પ્રેમથી જોડાઈ લગ્ન કરે છે .

 સાત અંકવાળું આ નાટક નીતિપરાયણતા , પ્રભુપ્રીતિ , વિધવા વિવાહ , વૃદ્ધ લગ્ન પ્રણય , લગ્ન અને નારી પ્રતિષ્ઠા જેવા અનેકવિધ પ્રશ્નોને એક સાથે નાટકનાં વસ્તુ આયોજનમાં સરસતાથી ગુંથી લીધા છે . આ નાટકમાં સંસ્કૃત અને અંગ્રેજી નાટય શૈલીનો સુંદર સમન્વય થયો છે . રાઈ શેકસપિયરનાં " હેમ્લેટ " નાં પાત્ર ની યાદ અપાવે છે . તે સમયનાં નાટકોમાં શિષ્ટ નાટક તરીકે " રાઈનો પર્વત મહત્વનું સીમાચિન્હ છે . 

વિવેચક રમણભાઈ : –વિવેચન ક્ષેત્રે પણ ૨ મણભાઈ એ વિશિષ્ટ અને નોંધપાત્ર પ્રદાન કર્યુ છે . " કવિતા અને સાહિત્ય "નાં ચાર ગ્રંથોમાં સંગ્રહાયેલા તેમના વિવેચનાત્મક લેખોમાં વિવિધ પ્રકારનાં તત્કાલિન સાહિત્યિક પ્રશ્નોની ચર્ચા ઉપરાંત કવિતાની સિદ્ધાંત ચર્ચા તેમજ કૃત્તિઓ વિશેનાં અવલોકનો પણ સમાવિષ્ટ થયેલાં છે . તેમનાં વિવેચનોમાં સંસ્કૃત અને પાશ્ચાત્ય સાહિત્યમાં માન્ય એવા સિદ્ધાંતોનું પ્રતિબિંબ જોઈ શકાય છે . ૨મણભાઈ ની કવિતાનાં સ્વરૂપ વિશેષની વિચારણા પર અંગ્રેજ કવિ વર્ડઝવર્થની કાવ્ય ભાવનાની ઘેરી અસર પડેલી છે . તેઓ પણ વર્ડઝવર્થની જેમ આત્મલક્ષી કવિતાને પરલક્ષી કવિતા કરતાં ઉચ્ચ કોટિની ગણે છે . અને એમ કરવામાં કવિતાનાં સર્જનમાં અંતઃ ક્ષોભ અને ઉર્મિને વધારે પડતું મહત્વ આપી દે છે . કવિતાનાં તત્વને ઝીણાવટથી પારખવાને બદલે ૨ મણભાઈએ બીજેથી પામેલા સિદ્ધાંતો કવિતાને લાગુ પાડવાનો પ્રયન કર્યા . તેમનાં કેટલાક વિવેચનો માં અપૂર્ણતા દેખાઈ આવે છે . આમ , છતાં રમણ ભાઈનાં વિવેચનોમાં વિચારની વિદ્ધવતા અને તર્કશુદ્ધત છે . " કવિતા " " વૃત્તિમય ભાવભાસ " , " છંદ અને અલંકાર " , " હાસ્યરસ " વગેરે સિદ્ધાંતિક વિવેચના અને ગ્રંથ સમીક્ષા દ્વારા વિવેચક ૨મણભાઈએ એ જમાનાની કાવ્ય રૂચિના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો છે.