✓ નવલરામની 1836 થી 1888 સાહિત્ય સેવાનો પરિચય આપો .
પ્રસ્તાવના : - ઈ.સ. 1836 માં જન્મેલા નવલરામ લક્ષ્મીરામ પંડયા અર્વાચિન ગુજરાતી સાહિત્યનાં સુધારક યુગનાં અગ્રગણ્ય વિવેચક છે . નવલરામ વિવેચક હોવા ઉપરાંત કવિ અને નાટયકાર પણ છે . અંર્વાચિન ગુજરાતી સાહિત્ય ની વિકાસરેખા માં ધીરૂભાઈ ઠાકરે ત્રણ સુરતી નન્નાઓ તરીકે જેમને ઓળખાવ્યા છે , તેમાં નર્મદ , નંદશંકર અને નવલરામ , કવિતા , નવલકથા અને વિવેચન ક્ષેત્રે અગ્રગણ્ય ગયાં છે . તેમાં આ જન્મ શિક્ષક રહેલા નવલરામ કવિતા , નાટક અને વિવેચન ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યુ છે .
નવલરામની કવિતાઃ- નવલરામે ' બાળલગ્ન બત્રીસી " અને " બાળ ગરબાવલી " એમ બે સંગ્રહ આપ્યાં છે . આ સંગ્રહોમાં સુધારક યુગનાં પ્રાણ પ્રશ્રો , બાળ લગ્ન , સ્ત્રી સુધારણા વગેરે અંગેના કાવ્યો મળે છે . ઉપરાંત પ્રકૃત્તિ ચિત્રણ , ધર્મ , દેશ પ્રેમ વગેરે વિષયો ઉપર પણ નવલરામે કાવ્ય રચ્યા છે . " વસંત વર્ણન " , " જનાવરની જાન " , " ઈતિહાસની આરસી ' , ' ગુજરાતની મુસાફરી " , " સંસારનું નુર છે નાર " વગેરે કાવ્યોમાં નવલરામની કવિ પ્રતિભા સારી રીતે પ્રગટ થઈ છે . નવલરામની કાવ્ય રસિકતા , શૈલીની સુઘડતા વગેરે લક્ષણો ધ્યાનપાત્ર બને છે . ' ' જનાવરની જાન " કાવ્યમાં સામંત સ્થિતિનું નિરૂપણ થયું છે . તો ' ' બાળ લગ્નની વિડંબના પણ સરસ રીતે નિરૂપામી છે . નવલરામે અકબર બીરબલ નિમિતે કાવ્ય તરંગમાં ચાતુર્યાભરી " સભારંજની " કવિતા આપી છે . એકંદરે એમની કવિતા સત્યશીલ છે . ભાષા અને છંદ પરનું પ્રભુત્વ , શૈલીની શિષ્ટતા , અને સંસ્કારીતા નવલરામની સર્જકતાનાં ઉજવળ પાસા છે .
નવલરામ નાં નાટકોઃ- નવલરામે બે નાટક આપેલા છે . ભટ્ટનું ભોપાળું - અને વીર મતિ . તેમાં ભટનું ભોપાળું એ ફેંચ નાટકાર મોલિયેર ના એક નાટકનાં અંગ્રેજી અનુવાદનું રૂપાંતર છે . તેમાં હાસ્ય , કટાક્ષ દ્વારા સંસાર સુધારાનો ઉદ્દેશ્ય છે . સમાજમાં ચાલતા કન્યાવિક્રયનાં રિવાજને લક્ષમાં રાખીને એ અનિષ્ટને ઉપહાસ દ્વારા ખુલ્લું પાડવાનો પ્રયત્ન થયો છે . વૃદ્ધ સાથે કન્યાને પરણાવતી અટકાવીને તેના પ્રિયપાત્ર સાથે પરણાવાની યોજના એ નાકટનું મુખ્ય પ્રયોજન છે . દલપતરામનાં " મિથ્યાભિમાન " પછી તરત યાદ આવે એવાં આ નાટકને નરસિંહ રાવ " ગુર્જર ભાષાનો હાસ્ય ગ્રંથ " કહીને ઓળખાવે છે . જયારે " વીરમાતા " નાટક ઈતિહાસિક કથાવસ્તુ પર આધારિત છે . તેમાં માળવાના રાજા જગદેવ પરમાર નાં પરાક્રમનું કથાવસ્તુ નિરૂપવામાં આવ્યું છે . સિદ્ધપુર ની રાજકુમારી વીરમતિનો જગદેવ પ્રત્યેનો પ્રેમ અને લાલરાજને પરણવા આપેલું વચન એ નાટકમાં ' સંઘર્ષ જન્માવે છે . અંતે વીરમતિ જગદેવને પરણે છે . આ નાટકમાં કલા વિધાન ની કેટલીક મર્યાદાઓ છે . પણ તેમાં નિરૂપાયેલી કવિતા ઘણી આસ્વાધ બને છે .
નવલરામની વિવેચન પ્રવૃત્તિઃ- નવલરામ સુધારક યુગનાં એક માત્ર અંગ્રગણ્ય વિવેચક છે. " શાળા પત્ર " સામાયિકના તંત્રી તરીકે તેમણે જે કામગીરી કરી તે દરમિયાન એમણે અનેક વિવેચન લેખો લખ્યાં , અર્વાચિન ગુજરાતી સાહિત્યનાં આરંભ કાળજ સાહિત્ય પદાર્થને સમજવાના અને તેની વિવેચના કરવાના મહત્વનાં કાર્ય માટે નવલરામ જેવા આભાસી વિવેચક આપણને મળ્યાં છે , તે સાહિત્યનું મોટું સદ્ભાગ્ય છે . નવલરામ પહેલા નર્મદે કવિતા વિષયક કેટલાંક લેખો કરેલા , પરંતુ શાસ્ત્રીય અને તુલનાત્મક વિવેચકોનો વ્યવસ્થિત પ્રારંભ નવલરામ દ્વારા થયો . નવલરામનાં સમીક્ષા લેખો સાહિત્ય સિદ્ધાંતોની ચર્ચા કરતા લેખો , સાહિત્ય સ્વરૂપની મિમાંસાઓ , ગ્રંથાવલોકનો વગેરે નવલ ગ્રંથાવલી " ભાગ 1 થી 21 " માં સમાવિષ્ટ છે . કવિતા , છંદ , અલંકાર , રસ , શૈલી ભાષા , નાટક વગેરે પર તેમની કલમ મૌલિક રીતે ચાલે છે . ' કરણ ઘેલો " , " કાન્તા " , " નર્મદ કવિતા " , " સુબોધ ચિંતામણી ' , ' ' અંધેરી નગરીનો ગંધર્વસેન " વગેરે તેમના જાણીતા ગ્રંથાવલોકનો છે . ' કાવ્ય શાસ્ત્ર સંબંધથી વિચારો " હાસ્ય અને અદ્ભુત રસ " , " પ્રેમાનંદનું મામેરૂ " વગેરે લખાણો સ ૩૪ વિચારક અને ચિંતકની યાદ આપે છે . એક સફળ વિવેચક તરીકેના બધા જ ગુણ લક્ષણો નવલરામમાં જોવા મળે છે . એમની વિચન પદ્ધતિ પૃથ્થકરણાભિક પ્રકારની છે . તેઓ નવા કે જુના સર્જકોનો ભેદ રાખ્યા વિના વિવેચન કરે છે . પ્રજાની સાહિત્ય રૂચિ કેળવાઈ અને સત્યશીલ સર્જન થાય એની રખેવાળી કરવાનું કામ નવલરામે કર્યુ છે . નિરમીર વિવેકથી સમયવૃત્તિથી , સમતોલપણું ગુમાવ્યા વગર રાગ , દ્વેષ અને પક્ષપાત ત્યજી દઈ બધાં જ અગત્યના તત્વોને ધ્યાનમાં રાખીને નવલરામ વિવેચન કરે છે . કલાકૃત્તિમાંથી ગુણ કે અવગુણ શોધવાની એમની વૃત્તિ મધુર હતી .
તેઓ કવિની પ્રકૃત્તિ અને પ્રતિભાને પારખીને ઉચિત સલાહ પણ આપે છે . " દુષ્ટમાર્યા દુઃખ દર્શક " ના લેખકને શિખામણ આપતા કહે છે . " ભાઈ લલ્લુને અમારી ભલામણ છે કે હાલ કેટલોક વખત નાટક ફાટક લખવાનું ચેહક મુકી દઈ છુટક કવિતા બનાવવામાં જ મંડયા રહેવું " . આ રીતે નવલરામ નવોદિત સર્જકોની પ્રતિભાને ઓળખીને તેને ઠાઉથી શિખામણ પણ આપે છે .
નવલરામ ગુજરાતી સાહિત્ય વિવેચકની પરિભાષા યોજે છે . કાવ્યતત્વ અંગેની સમજ વિકસાવે છે . કાવ્યનું પૃથ્થકરણ કરી તેના ગુણદોષની ચર્ચા કરે છે , અને તે અંગેનો પોતાનો સ્પષ્ટ અભિપ્રાય દર્શાવે છે . તેમણે સામાન્ય સિદ્ધાંતિક ચર્ચા કરીને ગ્રંથાવલોકન કરવાનો ઉપક્રમ રાખ્યો છે . તેથી તેમની વિવેચન પ્રવૃત્તિમાંથી આ બંને ધોરાનો પરિચય મળે છે . તેઓ પ્રશિષ્ટ અને શિષ્ટ માન્ય વિવેચક હતા . એમણે સ્થાપેલા વિવેચન ધોરણો અને ઉપક્રમોને ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગ સુધીનું વિવેચકો અનુસર્યા છે . તેઓ કાવ્યનાં સૌંદર્યને પારખનાર વિવેચક હતા . એમની કવિતા હાસ્યરસ , કાવ્ય ભેદ વગેરે અંગેના વિચારો અને શાસ્ત્રીય નથી . તેમ છતાં આરંભીક વિવેચક તરીકે એમણે કરેલી કામગીરી ઘણી મહત્વની છે . તેમાં કવિતા અને સંગીત , અર્થ ચમત્કૃત્તિ , શૈલી વગેરે અંગેના એમના વિચારો વિશેષ ધ્યાન પાત્ર છે .
ઉપસંહાર :- કવિ , નાટયકાર અને વિવેચક નવલરામ ચરિત્રકાર અને સમાજ સુધારક પણ છે . તેમણે ' કવિ જીવન ' નામના પુસ્તકમાં નર્મદનું જીવન ચરિત્ર આલેખ્યું છે . ' ' અંગ્રેજ લોકો નો સંક્ષિપ્ત ઈતિહાસ " પુસ્તક પણ આપ્યું છે . આમ , તેમની પ્રતિભા અનેક ક્ષેત્રે વિસ્તરી છે . પરંતુ વિવેચક તરીકે નવલરામ જેટલા સફળ થાય છે , અને જે પ્રતિષ્ઠા પામ્યા છે , તેવા નાટયકાર , કવિ કે ચરિત્રકાર તરીકે પામ્યા નથી .

0 ટિપ્પણીઓ