✓ દલપતરામ [ 1820 થી 1896 ] ની સાહિત્ય સેવાનો પરિચય આપો .
પ્રસ્તાવના : - કવીશ્વરનું બિરૂદ પામેલા કવિ દલપતરામ ગુજરાતી સાહિત્યનાં સુધારા યુગના કવિ છે . 1845 માં તેમના દ્વારા સર્જાયેલી વર્ણન કે કથન પ્રધાન કૃત્તિ '' બાપાની પિંપિર " થી અર્વાચિન ગુજરાતી સાહિત્યનો આરંભ થયો હોવાનું મનાય છે . કારણ કે , આ પ્રકૃત્તિલક્ષી કૃત્તિમાં અર્વાચિનતાના અનેક લક્ષણોની ઝાંખી થાય છે . પરંતુ દલપતરામની સાહિત્ય સેવાને નર્મદની સાહિત્ય સેવા સાથે મુલવતા એવું જણાય છે કે , દલપતરામ નર્મદ જેવા ક્રાંતિકારી કવિ નથી . દલપતરામનો એક પગ મધ્યકાળમાં અને બીજો પગ અર્વાચિન યુગમાં હોવાનું મનાય છે . મધ્યકાળનાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી દેવાનંદ સ્વામી ના શિષ્ય દલપતરામ શામળની કાવ્યકલાનાં આદર્શને અનુસરે છે . એટલે કે , સાદી ભાષા , સાદી કડી અને સાદી વાત . વિવેકમાં સર્જન કરનારાં દલપતરામ સદાચાર અને વ્યવહાર ધર્મના કવિ છે . અંગ્રેજ અમલદાર ફાર્બસ સાથેની મૈત્રીનો તેમને લાભ મળ્યો છે . તેને કારણે જ મધ્યકાલિન કાવ્ય પરંપરાને અનુસરનારા દલપતરામ અર્વાચિનતાને પામ્યા .
દલપતરામનું સાહિત્યઃ - દલપતરામનું સાહિત્ય મહંદ્ અંશે પદ્ય પ્રધાન છે . તેમની પાસેથી '' દલપત કાવ્યમાલા ભાગ 1-2 " નામના કાવ્ય સંગ્રહો પ્રાપ્ત " વનચરિત્ર '' , " હુન્નર ખાનની ચડાઈ " , " ફાર્બસ વિલાસ " " બાપાની પિંપર " નો સમાવેશ થઈ જાય છે . આ ઉપરાંત તેમણે '' દલપત પિંગળ ' નામનું છંદશાસ્ત્રનું પુસ્તક આપ્યું છે . " હરિલીલામૃત " માં તેમણે સ્વામિનારાયણ નું ચારિત્ર આપ્યું છે . આ ઉપરાંત તેમણે '' મિથ્યાભિમાન " અને " લક્ષ્મી " નાટકો લખ્યાં છે . તેમણે '' બુદ્ધિપ્રકારો " નામનું સામયિક ચલાવેલું એ નિમત્તે નિબંધો અને લેખોનું સર્જન કર્યુ છે . આવી ગદ્યાત્મક અને પદ્યાત્મક કૃત્તિઓ દ્વારા અર્વાચિન કાળનાં આરંભે જ દલપતરામ મધ્યકાળ થી જુદા પડતા સર્જક તરીકે ઉપસે છે .
દલપતરામ ની કવિતા : - દલપતરામની કવિતા પર દ્રષ્ટિપાત કરતા '' બાળ કાવ્યો " તરત નજરે ચડે છે . " શરણાઈ વાળો ઉટ કહે " , '' ભોળો ભાભો " , " ભીંડા ભાદરવાતણા '' વગેરે તેમના ચીરંજીવી બાળકાવ્યો છે . આ બાળ કાવ્યો દલપતરામ પંચતંત્રની પદ્ધતિએ પ્રસંગ દ્વારા ઉપદેશ આપ્યો છે .
✪ લાંબા પાછળ ટુંકો જાય , મરે નહીં તો માંદો થાય .
✪ મુરખ માથે શિંગડો નહી નિશાની હોય .
✪ કીડી કાળા નાગનો પ્રાણ લે આ વેર .
દિર્ઘ કથનાત્મક કાવ્યોઃ- ઇતિહાસીક દષ્ટિએ " બાપાની પિંપર " એ દલપતરામની નોંધપાત્ર કૃત્તિ છે . કવિ વૈશાખનાં ધોમ ધખતા તાપમાં વઢવાણથી લીબડી જતાં બાપની પિંપરની છાયાથી શાંતિ પામ્યા હતા . તે અનુભવનું વર્ણન તેમણે આ કાવ્યમાં ક્યું છે . આમ , તો આ કાવ્યમાં કાવ્ય કલાનો કોઈ ચમત્કાર નથી . સામાન્ય પ્રવૃત્તિ વર્ણન અને બાપાની પિંપર નું ગુણગાન છે . પ્રકૃત્તિલક્ષી કવિતા તરીકે તે નોંધપાત્ર છે . તેમાં સુર્યોદય , ચંદ્રોદય , વસંત , આકાશ , પૃથ્વી , મેઘ વગેરે વિષયક પ્રકૃત્તિનું આલેખન છે . એ દૃષ્ટિએ અર્વાચિન લક્ષણોની જાંખી કરાવતી આ કૃત્તિ ઈતિહાસિક મહત્વ ધરાવે છે .
ફાર્બસ વિરહ : - દલપતરામે પોતાના અંગ્રેજ મિત્ર ફાર્બસ વિશે દિર્ધ કાવ્યો બે લખ્યા છે . " ફાર્બસ વિલાસ " , " ફાર્બસ વિરહ " – તેમાં ફાર્બસ વિલાસએ કવિ સંવેદનને એહવાલ જેવું છે . આ કાવ્યમાં દલપતરામે આલેખાયેલા કેટલાર્ક દષ્ટાંત કાવ્યો લખેલ છે . તેમાં તેમનું કાવ્ય કૌશલ્ય અને ચાતુર્ય લેખાય છે . ફાર્બસ વિલાસની સરખામણીમાં ફાર્બસ વિરહ એ ગુજરાતી ભાષા સાહિત્યમાં પ્રથમ કરૂણ પ્રશસ્તિ કાવ્ય છે . તેમાં દલપતરામે પોતાના મિત્ર ફાર્બસના મૃત્યુ અંગેનો શોક કે સ્મરણ તેમજ ચરિત્ર રેખાઓ ભાવવાહી રીતે પ્રગટ કર્યા છે . સોરઠ છંદમાં લખાયેલા આ કાવ્યમાં દલપરામ નો શોક શ્લોકત્વ પામ્યો હોય તેવું લાગે છે . જેમ કે ,
" વહાલા તારાં સ્વપ્નમાં પણ સાંભરે નેહ ભરેલાં નેણ ફરી દીઠાં ફાર્બસ "
હુન્નર ખાનની ચઢાઈ : - દલપતરામની " હુન્નરપાનની ચઢાઈ " એક મહતવકાંક્ષી દીર્ધ રચના છે . આ કાવ્યમાં તેમણે હુન્નર યંત્ર , ઉદ્યોગનો ભારતનાં આર્થિક જીવન પર પડેલો ખરાબ પ્રભાવ રૂપાત્મક રીતે નિરૂપ્યો છે . પરદેશી હુન્નર ખાનનું આક્રમણ સ્વદેશી પ્રજા પર અસર કરે છે . દલપતરામ હિંદનાં પ્રજા જીવનની સમીક્ષા કરતા કરતાં હાંકલ કરે છે .
" મુસલમાન ને હિંદુ સુણા મુજ શું ? તો જ દેશી સમરતો
કહીએ કાળો નાગ ચીન વિલાયત રસ્તો
તેનું કરો નોતરું સ્વંય બોટ બનાવો ,
સાગર સંપન ફરી ફરી લક્ષ્મી ઉપજાવો "
ઈત્તર કાવ્યઃ- આ ઉપરાંત દલતરામ પાસેથી પ્રેમાનંદની આખ્યાન પદ્ધતિને અનુસરતુ કાવ્ય પણ મળ્યું છે . જેમાં તેમણે વિધવા વિવાહ અને પરદેશ ગમનની હિમાયત કહી છે . આ કથા કાવ્યમાં પૌરાણિક રાજા વેણની કથા નિરૂપી છે . જેમાં બાળ વિધવા દિકરીનો પ્રસંગ વિધવા વિવાહ માટે રાજને પ્રેરે છે . એમાં આવતો નવરંગી બ્રાહ્મણનો કામિની કોડ હાસ્યજનક છે . આ કાવ્યમાં દલતરામનો અભિગમ સુધારાવાદી રહ્યો છે . આ ઉપરાંત તેમની પાસેથી મળતા હિંસક કાવ્ય સતત " રાજવિદ્યા પ્રાસ " , " વિજય સભા " વગેરે કાવ્યોમાં તેમણે પ્રકૃત્તિગત નિતિબોધ વ્યકત કર્યો છે .
દલપતરામની ગરબીઓઃ- દલપતરામે ગરબી ગીત અને પદ સ્વરૂપ નાં અનેક કાવ્યો લખ્યાં છે . તેમાં તેની સંસાર સુધારાની ગરબીઓ જાણીતી છે . એમણે ફુલણજીની ગરીબીમાં ફુલણજીની હાંસી ઉડાડી છે . સુધારાની ચઢાઈની ગરબી માં સુધારા રાણાની ફોજ સાથેની શસ્ત્ર રૂપક પ્રયોજયું છે . આકાશ તથા કારમી ગરમીમાં કવિની કલ્પનાની ચમક દેખાય છે . શેરસટ્ટાની ગરબીમાં શેરબાળાની મજાક કરી છે .
" ગયા શિકારે શેરને શિકાર કરનાર
ક્યાં સામે છેડે કરાયો શિકારીનો શિકાર . "
હાસ્ય કટાક્ષ નાં કવિઃ- દલપતરામ અર્વાચિન સાહિત્યનાં આપણા પ્રથમ હાસ્ય કટાક્ષનાં કવિ છે . એમણે કયારેક કેટોલથી ' વૃત્તિજન્ય ' , ' પ્રસંગજન્ય ' , ' વ્યક્તિજન્ય ' કે '' મતિ જન્ય " હાસ્ય પ્રગટાવ્યું છે . એમના હાસ્ય રસિક કાવ્યની સંખ્યા ઘણી મોટી છે . તેમના હાસ્ય કટાક્ષ નો નિંદેશ શુદ્ધિ બુદ્ધિનાં અને સર્વગમ્ય હોય છે . એટલે જ ઘણા વિવેચકો દલપતરામને સભારંજની શૈલીના હાસ્યકવિ તરીકે ઓળખાવે છે . દલતરામમાં દયારામ , અખો , અને શામળ ત્રણેયનો સુભગ સમન્વય થયેલો છે . દલપતરામ ચતુર કવિ છે . તેઓ શ્લેષ અલંકાર દ્વારા માર્મિક હાસ્ય પ્રગટ કરે છે .
" જોતા કોઈ જણાય નહી , સાહુકાર કે ચોર
" દિવા નથી દરબારમાં છે અંધારૂ ઘોર "
" ઉટ કહે નમેલી ડોશી "
" ભોળો ભાભો રાજવિદ્યા અભ્યાસમાં આવતો "
વઢકણી વનિતા વહેણ ચરિત્રમાં આવતાં વાંઢાવિદ્યા
દલપતરામની ગદ્ય સેવાઃ- દલપતરામ જેટલા સારા પધકાર છે , તેટલા સારા તે ગદ્યકાર નથી . નર્મદનાં ગધની તુલનાએ દલપતરામનું ગદ્ય ઘણું ફિંક્યુ લાગે છે . પરંતુ નર્મદનાં આગમન પહેલા અર્વાચિન કાળનાં આરંભે દલપતરામ ગદ્ય ક્ષેત્રે જે કલમ ચલાવી તે ઈતિહાસિક દૃષ્ટિએ નોંધપાત્ર છે . ' ' બુદ્ધિપ્રકાશ ' સામાયિક નાં સંપાદક તરીકે તેમણે જે કામગીરી કરી તે દરમિાન કેટલાંક નિબંધો અને લેખોનું તેમણે સર્જન કર્યું છે . તેમાં ઈ.સ. 1849 માં તેમણે લખેલો " ભુત નિબંધ " એ ગુજરાતી ભાષાનો પ્રથમ અને શ્રેષ્ઠ નિબંધ છે . આ ઉપરાંત તેમનો " જ્ઞાતિબંધુ ' નિબંધ પ્રથમ સમાજ શાસ્ત્રીય અભ્યાસ છે . તો " બાલ વિવાહ " નિબંધ દલપતરામની સમાજ સુધારાની પ્રવૃત્તિનો પરિચય આપે છે નિબંધમાં દલપતરામ નર્મદ જેવા જુસ્સાદાર જણાય છે.
નાટકકાર દલપતરામ : - દલપતરામે '' લક્ષ્મી " અને " મિથ્યાભિમાન '' એવાં બે નાટક આવ્યા છે . તેમાં લક્ષ્મી નાટક એ ચીક કોમેડી નાટકકાર ઓરિસ્ટો ફેનિસનું " લુટસ ' ' નાટકનું રૂપાંતર છે . આ નાટક દલપતરામે પોતાના મિત્ર ફાર્બસનાં સુચનાથી અને તેની પ્રેરણાથી સર્જલું છે . આ રૂપાંતર નાટક હોવાથી ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક બનતું . નથી . આ નાટકમાં લક્ષ્મીનાં મોહમાં નહીં પાડવાનો બોધ આપવામાં આવ્યો છે .
જયારે '' મિથ્યાભિમાન " એ દલપતરામ ની ઉત્તમ નાટયકૃત્તિ છે . તેમજ ગુજરાતી ભાષાનું . પ્રથમ મૌલિક હાસ્યરસિક નાટક છે . આ નાટકને કેટલાક વિવેચકો ભુંગળ વિનાની ભવાઈ તરીકે ઓળખાવે છે . દલપતરામે આ નાટક ભવાઈનાં આધારે અને પ્રભાવે લખ્યું છે . " ભવાઈની ગમ્યતા " , " ભવાઈનો રંગલો " , " હાસ્ય કટાક્ષ " , " શૈલી ' ' વગેરે આ નાટકમાં છે . આ ઉપરાંત સંસ્કૃત નાટકનાં અંશો જેવા કે " નાન્દી " , " સુત્રધાર ' ' , શ્લોકો વગેરે પણ આ નાટકમાં દેખાય છે . આ નાટકમાં લેખકે મિથ્યાભિમાની જીવરામ ભટ્ટની મજાક કરી તેની કરૂન્નતા બતાવવાનું લક્ષ્ય તાક્યું છે . મિથ્યાભિમાન જેવા તત્વોને હાસ્યપાત્ર બનાવવામાં દલપતરામની સર્જન શકિતનો ઉન્મેષ વર્તાય છે . એમણે સર્જલું મિથ્યાભિમાની જીવરામ ભટ્ટનું પાત્ર રમણલાલ નિલકંઠના પૂર્વાવતાર જેવું છે . જીવરામ ભટ્ટ રતઆંધળો છે . તે રાત્રે જોઈ શકતો નથી . પત્નીને તેડવા સાસરે જાય છે . ત્યારે પાડાનું પડું પકડીને સાસરે પહોંચે છે . તે રતાઆંધળો હોવા છતાં જાણે બધું જ જોઈ શકતો હોય તેવો દંભ કરે છે . અને તેને કારણે અનેક મુશ્કેલીમાં મુકાય છે .
સંસ્કૃત જાણતો ન હોવા છતાં પાંડિત્યનો દંભ કરે છે . તેનો સાળો સોમનાથ હાથનો પંજો બતાવીને પુછે છે . '' આ કેટલી આંગળીઓ છે ? '' ત્યારે તેના જવોબમાં તે ચાર આંગળીઓ હોવાનું જણાવે છે . જયારે સોમનાથ કહે છે કે પાંચ આંગળીઓ છે ત્યારે જીવરામ ભટ્ટ એ ચતુરાઈથી પાંચમો અંગુઠો હોવાનું જણાવે છે . આ રીતે આ નાટકમાં દલપતરામે અનેક સ્થળ હાસ્ય પ્રસંગો યોજયા છે . અંતે મિથ્યાભિમાન જીવરામ ભટ્ટનું મૃત્યુ થતાં નાટકનો કરૂણ અંત આવે છે . આ નાટક દ્વારા દલપતરામ મિથ્યાભિમાન ન કરવાનો બોધ આપે છે . જે ઘણો જ કલાત્મક લાગે છે . સમગ્ર રીતે જોતા આ નાટકમાં દલપતરામની નાટ્ય નિર્માણ શકિત , ચરિત્ર ચિત્રણ , હાજર જવાબી સંવાદ કળા , પાત્ર જન્ય , વૃત્તિ જન્ય અને પ્રસંગ જન્ય , હાસ્ય કટાક્ષ વગેરે નોંધપાત્ર છે . આ નાટક પ્રથમ મૌલિક નાટક હોવા છતાં હાસ્ય રસિક નાટકોમાં એક નવો ચીલો પાડે છે . એ દૃષ્ટિએ ગુજરાતી નાટય સાહિત્યનાં ઈતિહાસમાં આ નાટક ઘણું મહત્વનું બની રહે છે .
ઉપસંહારઃ- ઘણા વિવેચકો દલપ રામને કવિશ્વરનું બિરૂદ આપને સન્માને છે . પરંતુ દલપતરામનું પદ્ય સાહિત્ય જોતા તેઓ મધ્ય કાટિના કવિ હોવાનું જણાય છે. એમને અર્વાચિન સાહિત્યનાં આધકો કહી શકાય નહીં . પરંતુ " બાપાની પિંપર " , " ફાર્બસ વિલાસ '' , " ભુત નિબંધ '' , '' મિથ્યાભિમાન ' વગેરે કૃત્તિઓને લક્ષ્યમાં લેતાં તેમને અર્વાચિન કાળનાં આરંભે નોંધપાત્ર પ્રદાન દાખવનાર સીમાસ્તંભ રૂપ કવિ તરીકે ઓળખાવમાં છે .

0 ટિપ્પણીઓ