✓  સુધારક યુગનાં નવપ્રસ્થાનો જણાવો . 

અનુક્રમે બીજું સ્થાન પામતો , સમયાનુસાર મધ્યકાલિન યુગ પછી આવતો , આ સુધારક યુગ. તે ઉપરાંત બીજા બે નામથી પણ એટલો જ પ્રસિદ્ધ છે . તે નામ છે : '' નર્મદ યુગ " તથા " અર્વાચિનયુગ " . જીવન ની સાર્વત્રિક સુધારણા , શ્રેષ્ઠતાનાં સંદર્ભમાં આ યુગ સુધારક યુગ કહેવાયો . વ્યકિતગત પ્રગર્ભ પુરૂષાર્થ નાં પ્રભાવશાળી સર્વપક્ષીય નેતૃત્વને લીધે તે યુગને કવિ નર્મદનું નામ પ્રાપ્ત થતા તે " નર્મદ યુગ ' ' ગણાયો . સર્વ પ્રકારે અને સર્વક્ષેત્રે અર્વાચિનતાનો અરૂણ ઉદય થયો હોવાથી આ આખોયે યુગ '' અર્વાચિન યુગ " તરીકે પ્રતિષ્ઠા પામ્યો . આ રીતે એક જ યુગ તેની ત્રિવિધ ગતિવિધિ , પવૃિતિ પ્રવાહને પરિણામે ત્રણ - ત્રણ નામ પામ્યો ને એ ત્રણે નામ સર્વસ્વીકૃત , સર્વપ્રિય પણ બન્યા . ! .. વ્યકિતગત જીવનમાં તથા સામૂહિક જીવનમાં આવતા અનેક વિધ પરિવર્તનોનાં મૂળ માં રાજકીય પરિબળો સૌથી મોટો ભાગ ભજવે છે . રાજયશાસન અને તેની પદ્ધતિ જન જીવનમાં જબર ભાગ ભજવે છે . 

સુધારક યુગનાં નોંધપાત્ર લક્ષણો : - અર્વાચિન યુગ , સુધારક યુગ કે નર્મદ યુગ તેનાં આગલા યુગથી અનેક બાબતો માં તન્ન જુદા જ લક્ષણો ધરાવતો યુગ છે . આગલા સુદીર્ઘ , પરંપરિત કે પરંપરાજનિત લગભગ સ્થિર એવા જનજીવનમાં રાજકીય , સાંસ્કૃતિક , સામાજીક , શૈક્ષણિક , ધાર્મિક , એમ અનેક પ્રકારે અપૂર્વ કહી શકાય તેવા ખળભળાટ થવા લાગ્યા . સમસ્ત ગુજરાતી પ્રજા ભાવ જગત ક્ષોભ પામી વિક્ષુબ્ધ થઈ ગયું . આ બધું એટલી ત્યારથી , એટલા પ્રહાર પૂર્વક અને એટલું વ્યાપક પ્રમાણ માં બનવા લાગ્યું કે શું બને છે ને શું બનશે તેનો વિચાર કરવાની શકિત પણ જાણે ઘડીભર હરાઈ ગઈ ! અંગ્રેજ શાસન પદ્ધતિ તથા તેની જીવન પદ્ધતિ આપણા કરતા તદ્દન વિપરીત હતી ! આથી એક વ્યામોહ સજાર્યો . લોકો વિચાર , તુલના , મૂલ્યાંકન કરતા થઈ ગયા . એક પ્રજા તેનાં પર શાસન કરનારી પ્રજા નાં સીધા પરિચયમાં આવી . મુદ્રણાલયોનો યુગ આવ્યો . માત્ર ઇશ્વરમાં માનનારી , પ્રજાએ અંગ્રેજોના શાસનને સંપૂર્ણપણે માનવું - સ્વિકારવું . પડયું ! વૈજ્ઞાનિક શોઘખોળોનો સાર્વત્રિક પ્રચાર - પ્રસાર થયો . શિક્ષણ બધી દિશાઓથી જાણે સર્વત્ર વિસ્તરવા લાગ્યું . વિજ્ઞાને વિશાળ જગતને જાણે કે નાનું બનાવી દીધું . 

 સુધારક યુગનું નિમાર્ણ થવામાં જેમ રાજકીય પરિસ્થિતિ જવાબદાર છે , તેમ અંગ્રેજી શિક્ષણ પણ એટલું જ જવાબદાર છે . અંગ્રેજી શિક્ષણનો લાભ સૌ પ્રથમવાર આપણને મળવા લાગ્યો . જેને પરિણામે અંગ્રેજી સાહિત્ય અને જીવન પદ્ધતિનો નિકટવત પરિચય થયો . આપણી માન્યતાઓ , અંધશ્રદ્ધાઓ , સીમિતતાઓ , જડતા , કુરૂઢિઓ , તડાતડ તૂટવા લાગી ! પદ્ય પ્રધાન યુગમાં ગધ નું ઘોડાપૂર આવ્યું . પદ , આખ્યાન , બારમાસી , રાસ , કકો , ધોળ , ગરબો , ફાગું , પ્રબંધને સ્થાને હવે નવા યુગમાં ગદ્યનું ખેડાણ થતા જ નવલકથા , નાટક , નિબંધ , નવલિકા , પ્રવાસ વર્ણન , આત્મકથા , જેવા સાહિત્ય સ્વરૂપો ગધમાં આર્વિભાવ પામ્યા . ને સાથોસાથ પધમાં પણ નવા નવા વિષયો ખેડવા લાગ્યા .

 આ યુગનાં મુખ્ય સુત્રધારોઃ- સુધારા નાં આ યુગમાં મુખ્ય સુત્રધારો નર્મદ , દલપતરામ , નવલરામ , દુર્ગારામ મહેતાજી , ' નંદશંકર મહેતા વગેરેને ગણી શકાય . તેમનામાં મોટાભાગનાં સીધીરીતે અંગ્રેજી પ્રજાનાં ને કેળવણીનાં પરિચયમાં આવ્યા . તેમણે જોયું કે અંગ્રેજી સાહિત્યમાં ધર્મ સિવાય અન્ય અનેક વિષયો ઉપર કવિતા રચાય છે . સાહિત્યનાં વિવિધ સ્વરૂપો અસ્તિત્વમાં છે . આ બધું જોઈને તેમને પણ ગુજરાતી ભાષામાં એવું સર્જન કરવાની અદમ્ય ઇચ્છા જાગી . કવિતાનું ક્ષેત્ર વ્યાપક બન્યું . એને જ અનુષગે શબ્દ સંગ્રહ અને વ્યાકરણની પણ રચના થઈ . આ ઘટના ગુજરાતી ભાષામાં પ્રથમ વાર બની . ઈ.સ. 1822 માં મુંબઈમાં " મુંબઈ સમાચાર " નાં શ્રીગણેશ થયા . સુરત માં ઈ.સ. 1826 માં શરૂ થયેલી નૂતને ? શાળાનો પ્રભાવ જાણે કે સર્વત્ર વિસ્તરતો જ ગયો . ! ઈ.સ. 1848 માં " વર્નાકયુલર સોસાયટી " સ્થાપવામાં આવી . એને પગલે પગલે જ ઈ.સ. 1849 તથા ઈ.સ. 1860 નાં વર્ષોમાં અમદાવાદ માં વર્તમાનપત્રો છપાવી બહાર પાડવાનો પ્રારંભ થયો . અન્ય સ્થળની અંગ્રેજી શાળાને અનુસરીને જ ઈ.સ. 1844 નાં વર્ષમાં અંગ્રેજી શાળાની સ્થાપના કરવામાં આવી અને તેની સાથો સાથ અનેક , નાના - મોટા પુસ્તકાલયો શરૂ કરવામાં આવ્યા . 

સુધારક યુગમાં હવે નોંઘપાત્ર ગતિ આવી ! સર્વત્ર આ પ્રવૃતિઓને આવકારવાંમાં આવી . એક બાજું ' ' બુદ્ધિપ્રકાશ " જેવું ઉત્તમ કક્ષાનું માસિક પ્રગટ થવા લાગ્યું ને તેમાં નીવડેલા ને નવા સર્જકોને , તેમની કૃતિઓ દ્વારા સ્થાન સુધારણાનો એક એ.વો વાયુ વાયો , એક એવી હવા ચાલી કે તેનો વ્યાપ જાણે કે - માન મળવા લાગ્યું . સર્વવ્યાપી બન્યો ! ઈ.સ. 1857 મુંબઈમાં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ . એ વર્ષ દરમ્યાન જ ઈ.સ. 1857 નો દેશ વ્યાપી બળવો થયો . આ બે ઘટનાઓ એ પરિસ્થિતિ પર જબરો પ્રભાવ પાડયો . તેનાં દૂરગામી પરિણામો પણ સર્જાયા .

 સમાજ- સુધારણા કેન્દ્ર સ્થાને : ગુજરાતી સાહિત્યમાં બે અપૂર્વ પ્રકાશનો થયા : એક , " કરણઘેલો " ઐતિહાસિક નવલકથા . નંદશંકર તુળજાશંકર મહેતાની આ નવલકથા ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ભવિષ્યમાં પ્રતિષ્ઠા પામી . એ જ વર્ષ માં અર્થાત ઈ.સ. 1866 માં નર્મ – કવિતા ' નામે નર્મદાશંકર લાલશંકર દવેનો કાવ્ય સંગ્રહ પ્રસિદ્ધ થયો . હજું થોડા વર્ષ પહેલા જે ગધનું નહિવત થાન સાહિત્યક્ષેત્રે હતું તેવા ગદ્ય સ્વરૂપમાં ' ' કરણઘેલો " જેવી નોંઘપાત્ર નવલકથા રચાઈ ! ગુજરાતી સાહિત્યની આ બે ઘટનાઓ , ભવિષ્યમાં અનેક ઘટનાઓને જન્માવે એવી સમર્થ સિદ્ધ થવાની હતી . જોતજોતામાં નૂતન વિચાર , નૂતન જીવન શૈલી , નૂતન પ્રવૃતિ , નૂતન પ્રયોગો અને નૂતન સમાજ સંરચનાથી સર્જત્ર સુધારક યુગનાં પડઘમ વાગી રહ્યા ! 

  જેવી રીતે સાહિત્ય ક્ષેત્રે વિવેચનનો પ્રથમવાર પ્રારંભ થયો તેવી રીતે સંસાર સુઘારા નાં રીતસરનાં આંદોલનનો પણ પ્રથમવાર પ્રારંભ થયો . આ સંસાર સુધારણાનાં આંદોલનને બે પ્રવાહમાં વહેતું – કાર્ય કરતું જોઈ શકાય છે . તેનો પ્રથમ પ્રવાહ છે : ઉચ્છદાત્મક કાર્યકરોનો . જયારે બીજો પ્રવાહ છે : સંરક્ષણાત્મક કાર્યકરોનો . નૂતન યુગનાં આ નૂતન સાહિત્ય સર્જકોએ , આપણી પ્રાચિન આર્યાવર્તન ની પરંપરા માંથી પ્રેરણા , બળ , આદર્શ મેળવી . " પીગળશાસ્ત્ર " , " શબ્દકોષ " જેવી રચનાઓ કરી . આ સાથે જ કાવ્યમાં દેશી ઢાળ , અને દેશી રાગ - વૈવિધ્યને સ્થાને સંસ્કૃત ભાષાનાં પ્રશિષ્ટ છંદોનો પ્રશસ્ત પ્રયોગ પ્રથમવાર ગુજરાતી માં થવા લાગ્યો . ને આમ સર્વત્ર પ્રવૃતિનો પ્રાણસંચાર થયો . સૈકાઓથી ચાલી આવેલી કંઈ કેટલીયે સામાજીક પરંપરાઓ તડાતડ તૂટવા લાગી ! બાળ લગ્નનો જબરો વિરોધ થયો . તેની વિચારણા માટે મોટી મોટી સભાઓ યોજાવા લાગી . વાતાવરણ માં નવો રંગ આવ્યો ! વર વિક્રય અને કન્યા વિક્રય એ પાપ છે , અયોગ્ય છે , તેમ જાહેરમાં બોલાવા લાગ્યું . સમુદ્ર નું ઉલ્લંઘન એ ધર્મ વિરૂદ્ધ છે તેવી આજ સુધી જડ , વિચારહિન પરંપરા હતી તેને સ્થાને પરદેશ ગમન થવા લાગ્યા . પરદેશગમનની હિમાયત થવા લાગી . નેવાનાં પાણી જાણે મોભે ચડયા ! . જીવનનાં જર્જરીત મૂલ્યો તો આપોઆપ કડડભૂસ થઈને હતા , ન હતા થઈ ગયા ! દરેક નાના – મોટા કાર્યોનો પ્રતિભાવ પડવા લાગ્યો . પરિણામ સ્વરૂપ વ્યકિત તથા સમાજ , કુટુંબ તથા રાજય એમ સર્વત્ર સુધારણાનો પવન ફૂંકાવા લાગ્યો ! જાગૃતિ વધવા લાગી . 

નોંઘપાત્ર સાહિત્ય સર્જન : - અંગ્રેજી ભાષા સાહિત્યનાં સેવનથી અનેક તેજસ્વી સાહિત્ય સર્જકોનો ગુજરાતી ભાષાઓમાં અપૂર્વ ઉદય થયો . નવલકથા , જીવન ચરિત્ર , નાટક , નિબંઘ , પત્ર , વર્તમાનપત્ર , શિક્ષણ , ધર્મ સુધારણા એમ જાણે કે સર્વક્ષેત્રે સુઘારણો ને મહત્તા મળવા લાગી . નર્મદે કાવ્યને અનેક વિષયો વર્ણવવાનું ઉત્તમ સાધન - વાહન બનાવ્યું . ધર્મ પ્રધાન મધ્યકાલીન કવિતા સુધારક યુગમાં , નર્મદ યુગમાં સર્વ વ્યાપક નૈસર્ગિક પ્રકૃતિ , જીવનનું પરમ પ્રેરણાબળ એવો માનવપ્રેમ , જેના વગર જીવનની સંભાવના જ શકય નથી તેવી સ્વતંત્રતા વર્ણવવા લાગી ! અનેક પ્રકારે , અનેક વિષયો પર કાવ્ય રચાવા લાગ્યા . કવિ દલપણરામે તથા કવિ નર્મદે સૌથી મોટો ફાળો આપ્યો . આથી જ તેમનો પ્રભાવ પણ સાહિત્ય જગત પર જબરો પડયો . કવિ દલપણરામે '' હરિલીલામૃત '' , ' દલપણપિંગળ ' , ' ભૂતનિબંધ ' , '' જ્ઞાતિ નિબંઘ " , મિથ્યા ભિમાન ' , ' લક્ષ્મીનાટક ' , જેવી રચનાઓ ગદ્યમાં રચીને અપૂર્વતા સર્જી . તો આ બાજું નર્મદે નિબંધ , આત્મકથા , જીવન ચરિત્ર , નાટક , ઇતિહાસ , સંશોધન , પત્રકારત્વ , શબ્દકોષ – એમ અનેક ક્ષેત્રે પોતાની સર્જકતાનો પ્રભાવ પાડી આખા યુગને " નર્મદયુગ ' નું બિરૂદ પ્રાપ્ત કરાવ્યું . સુધારણાનાં આ યુગનો એ યુગમૂર્તિ બની રહ્યો . 

" સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે , યા હોમ કરીને પડો ફતેહ છે આગે " તથા

 " જય જય ગરવી ગુજરાત " દિસે અરૂણું પ્રભાત'હ 

જેવી પંકિતઓ રચનાઓ દ્વારા ગુજરાતીઓને જાણે કે ઘેલું લગાડયું . ! તો કવિ દલપણરામે ' ' વિરે ધિરે સુઘારાઓ સાર " જેવી રચાનાઓમાં આ જ ધ્વનિ ગાયો છે.