✓ મધ્યકાલીન અને અર્વાચિન ગુજરાતી સાહિત્ય વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરો.
✓ મધ્યકાલીન સાહિત્ય કરતાં અર્વાચિન ગુજરાતી સાહિત્ય કઈ રીતે જુદું પડે છે , તે સમજાવો .
ભુમિકા : - ગુજરાતી સાહિત્યમાં 12 માં સૈકાના સર્જક હેમચંદ્રાચાર્યથી માંડીને 1853 માં અવસાન પામેલા દયારામ સુધીનાં સાહિત્યને મધ્યકાલિન સાહિત્ય કહેવામાં આવે છે . અને 1845 માં લખાયેલી કવિ દલપતરામની રચના " બાપાની પીપ૨ " થી માંડી આજ સુધીનાં સાહિત્યને અર્વાચિન સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે . જેમ દેરક ચીજ ની પોતાની આગવી ઓળખ હોય છે ; તેમ મધ્યકાલીન અને અર્વાચિન ગુજરાતી સાહિત્યને પણ પોતાની આગવી વિશિષ્ટતાઓ રહેલી છે . આ ઓળખ ને આધારે મધ્યકાલીન અને અર્વાચિન ગુજરાતી સાહિત્યનાં ભેદ ધર્મો નીચે પ્રમાણે તારવી શકાય.
સ્વરૂપ ની દૃષ્ટિ એ – મધ્યકાલીન સાહિત્ય રાસ , રાસા , શગુ , પ્રબંધ , ગરબા , ગરબી , બારમાસી , આખ્યાન , પદ્ધ વાર્તા , પદ , પ્રભાતિયા , કોફી , ચાબખા , છાપા જેવા પધ સ્વરૂપોમાં વિકાસ પામ્યું છે . ગદ્ય કૃત્તિઓ અપવાદ રૂપે સર્જાયેલી જયારે અર્વાચિન ગુજરાતી . સાહિત્ય ગીત , ગઝલ , સોનેટ , ખંડ કાવ્ય , હાઈકુ અછાંદસ ( ગદ્ય કવિતા ) , પદ્ય નાટકો જેવાં પદ્ય સ્વરૂપોની સાથે ટૂંકી વાર્તા , નવલકથા , નાટક , નિબંધ , વિવેચન જેવા વિવિધ ગદ્ય સ્વરૂપોમાં વિકાસ પામ્યું છે .
સમય ની દૃષ્ટિ એઃ- મધ્યકાલીન સાહિત્ય બારમા શતકથી 19 મી સદીનાં મંધ્યભાગ સુધી વિસ્તર્યુ છે . તેનો કુલ સમયગાળો લભભગ 750 વર્ષ સુધીનો છે . જયારે અર્વાચિન ગુજરાતી સાહિત્ય 19 મી સદીના મધ્ય ભાગથી શરૂ થઈને 20 મી સદીનાં અંતિમ ભાગ વિસ્તર્યુ છે . જેનો કુલ સમયગાળો 150 વર્ષ જેટલો છે . આમ , સમયની દૃષ્ટિએ અર્વાચિન સાહિત્યનાં સમયગાળા કરતાં મૃધ્યકાલીન સાહિત્યનો સમયગાળો ઘણો મોટો છે . પરંતુ સાહિત્ય સાર્જન અને તેની સત્વશીલતા ની દૃષ્ટિએ અર્વાચિન સાહિત્ય અકાલીન સાહિત્ય કરતા અનેક ગણું ચઢિયાતું અને વૈવિધ્યસભર છે .
કલા – સભાનતાની દૃષ્ટિ એ : - અધ્યકાલીન કવિઓ ભકતો કે સંતો હતા , અને તેથી કવિ હતા . અને તેમની કવિતા એ ભકતોની સહજુ સંવેદન સરવાણી છે . તેઓનું કાવ્યું સર્જન પ્રભુ ભકિત નિમિત્તે થયેલું છે . કવિ ઘર્મ , કાવ્યરૂપો વગેરે પ્રત્યે તેઓ સજાગ જણાતા નથી . જયારે અર્વાચિન ગુજરાતી સર્જકો કવિ પદનાં અભિમાન સાથે કાવ્ય કલાનાં વિવિધ તત્વો પ્રત્યે પુરી સભાનતા ધરાવે છે . તેથી તેઓ કાવ્ય સ્વરૂપ અને અભિવ્યકિત કલા પ્રત્યે સંર્પણ જાગૃત્તિ અને કાળજી દાખવતા માલુમ પડે છે .
વિષય ની દષ્ટિ એ – વિષયની દૃષ્ટિએ મધ્યકાલીન સાહિત્ય બહુ સાંકડી નીકમાં વહ્યું છે . તેમાં કેન્દ્ર સ્થાને ધર્મ છે . પરિણામે આ સાહિત્ય પરલોકલક્ષી રહ્યું છે . એની તુલનામાં અર્વાચિન ગુજરાતી સાહિત્ય અનેક પ્રકારનું વૈવિધ્ય દાખવે છે . માનવતા નાં આંતર – બાહ્ય પ્રદેશને અભિવ્યકિત કરે છે . દાયકે દાયકે અર્વાચિન સાહિત્યમાં અવનવા પરિવર્તનો આવ્યા કરે છે . આમ , મધ્યકાલીન ધર્મ કેન્દ્રી સાહિત્ય કરતાં અર્વાચિન કલા કેન્દ્રિત પણ જીવનલક્ષી સાહિત્ય વધુ નવીનતા ભર્યુ છે .
મુદ્રણ કળા ની દૃષ્ટિ એઃ- મુદ્રણ કળાને અભાવે મધ્યકાલમાં સાહિત્ય સર્જનના પ્રચાર માધ્યમો ઘણાં સીમિત હતાં . મોટે ભાગે હસ્તપ્રતો રૂપે સચવાયેલું અને કંઠ પરંપરાએ જળવાયેલું આ સાહિત્ય પાઠ ભેદોની શકતાઓ ધરાવે છે . જયારે અર્વાચિન કાળમાં મુદ્રણકળાની ઉપલબ્ધિને કારણે સાહિત્ય સર્જનના પ્રસાર , પ્રચાર માધ્યમો વધ્યાં છે . તેમાંય આધુનિક પ્રિન્ટીંગ વ્યવસ્થા દ્વારા તો ખુબ જ ટુંકા સમયમાં એક જ કૃતિની હજારો નકલો પ્રગટ કરી શકાય છે .
પીંગળશાસ્ત્ર ની દૃષ્ટિ એ - મધ્યકાલીન સાહિત્ય ઘણું કરીને ગાઇ શકાય તેવા ગેય પદો રૂપે વિપુલ પ્રમાણમાં સર્જાય છે . આ પદ કાવ્યો વિવિધ દેશી લય , ઢાળો ધરાવે છે . મધ્યકાલીન સાહિત્યમાં અક્ષરમેળ વૃત્તોનો ઘણો ખરો અભાવ વર્તાય છે . ટુંકા ઉર્મિ કાવ્યો અને દીર્ધ કથનાત્મક કાવ્યો માત્રામેળ વૃત્તો પર આધારિત છે . જયારે અર્વાચિન સાહિત્યમાં માત્રામેળ છંદોની સાથે અક્ષરમેળ છંદોનો પણ વિપુલ પ્રમાણમાં વિનિયોગ પથો છે . ખાસ કરીને સોનેટ અને ખંડ કાવ્યોમાં અક્ષરમેળ છંદોના તબકકે તબકકે અનેક વિધ પ્રયોગો થયેલા જોવા મળે છે .
વિકાસ વિસ્તારની દૃષ્ટિએઃ- મધ્યકાલીન સાહિત્ય સમગ્રતયા ધર્મ , ભકિત અને વૈરાગ્યનાં રંગે રંગાયેલું હતું . જયારે અર્વાચિન સાહિત્ય માનવતા અને વિશ્વ બંધુત્વની ભાવનાના રંગે રંગાયેલું જોવા મળે છે . અર્વાચિન સાહિત્યનાં આકાશની ક્ષિતિજો ઉતરોત્તર વિકસતી જાય છે . અને તેના ફળ સ્વરૂપે વિષય તેમજ સ્વરૂપની દૃષ્ટિએ અભિવ્યક્તિમાં નીતનવા પ્રયોગો જોવા મળે છે .
હેતુની દૃષ્ટિએઃ- મધ્યકાલીનું સર્જકો ભકત હ્મય ધરાવતાં હતાં . એટલે કાવ્ય સર્જન કરવા અંગે તેઓ અર્થ પ્રાપ્તિ કે યશપ્રાપ્તિ કે કલાપ્રાપ્તિના હેતુથી જોડાયેલા નહોતા . નરસિંહ મહેતા " ભકત કવિ રખે એક જાણો " એમ કહીને પોતાની ઓળખ નિરઅભિમાની રીતે આપે છે . મીરાં ગિરધરને પામવા દાસીફપ ધારણ કરે છે ; તો દયારામ " દાગીદયો " બને છે . બધાં સર્જકોને કવિ પદનું અભિમાન નથી . જયારે અર્વાચિન કાળનાં સર્જકો પોતાની આત્મલક્ષીતાને કેન્દ્રમાં રાખીને કાવ્ય સર્જન માટે પ્રવૃત્ત થયેલા જોવા મળે છે . આ કવિઓ કાવ્ય સર્જનનાં હેતુ પ્રત્યે ઘણાં સજાગ છે . યશપ્રાપ્તિ અને અર્થપ્રાપ્તિ સાથે કવિતા દ્વારા શુદ્ધ કલાકૃત્તિ ને પામવા તેઓ નિષ્ઠાવાન જણાય છે .
કંઠ પંરપરાની દૃષ્ટિ એઃ- મધ્યકાલીન સાહિત્ય મોટે ભાગે કંઠોપકંઠ પરંમ્પરાને કારણે જળવાઈ રહેલું જોવા મળે છે . આવી પરંમ્પરાને કારણે જે તે કવિની સર્જાયેલી કૃતિમાં કલા , અનેક ભાષાકીય પરિવર્તનનો થાય છે . આ ઉપરાંત જન સમુહ દ્વારા સર્જાયેલું લોક સાહિત્ય પણ કંઠ પરંમ્પરાએ જ ઉદ્ભવીને વિકાસ પામ્યું છે . જયારે અર્વાચિન કાળમાં વૈજ્ઞાનિક સંશોધનો અને સંચાર માધ્યમોનાં આક્રમણને કારણે કંઠ પરંમ્પરાની શકયતાઓ સાવ ઘટી ગઈ છે . અને સર્જાયેલું સાહિત્ય , લીપી અને ધ્વનિસંકેતો રૂપે નિબધ્ધ ( આલેખાયેલુ ) છે .
ઉપસંહાર : - મધ્યકાલીન સાહિત્ય કરતાં અર્વાચિન સાહિત્ય જુદુ પડે છે . તેના કારણો તપાસતાં જણાશે કે , મધ્યકાલ કરતાં અર્વાચિન કાલનાં સાંસ્કૃત્તિક પરિબળો તદ્દન ભિન્ન છે . મધ્યકાલીન સાહિત્યે એ સમયનાં અંધાધુંધી અને અવ્યવસ્થામાં સપડાયેલા પ્રજા જીવનને ટકાવી રાખવામાં ઘણું ઉપયોગી કામ કર્યુ હતું . જયારે અર્વાચિન યુગમાં સામાજીક , ધાર્મિક , રાજકિય , સાહિત્યિક , શૈક્ષણિક અને સાંસ્કૃત્તિક એમ તમામ પ્રકારનાં પક્ષોની ચર્ચા થતી રહી છે . પૂર્વ અને પશ્ચિમ નાં સંસ્કારોની વ્યાપક ફલક ઉપર તુલનાત્મક અસરો અર્વાચિન સાહિત્યમાં જીલાતી રહી છે . અંગ્રેજી શિક્ષણના પ્રભાવે અને પ્રતાપે અર્વાચિન સાહિત્યમાં અનેક નવી દિશાઓ ખુલ્લી છે . સર્જકોની બદલાયેલી જીવન દષ્ટિ અર્વાચિન સાહિત્યનાં સર્જન અને વિકાસમાં ઘણો મોટો ભાગ ભજવે છે . આમ , મધ્યકાળ અને અર્વાચિન કાળ એક બીજાથી અલગ અલગ એવા વિભિન્ન પરિબળોને કારણે એક બીજાથી વિભિન્ન ભેદક તત્વો ધરાવે છે.
0 ટિપ્પણીઓ