✓  સુધારક યુગનાં સર્જક નર્મદની સાહિત્ય સેવાનો પરિચય આપો .




 પ્રસ્તાવનાઃ- ઈ.સ. 1833 માં જન્મેલા કવિ નર્મદા શંકર લાભશંકર દવે અર્વાચિન ગુજરાતી સાહિત્યનાં સુધારક યુગનાં અગ્રેસર કવિ છે . ગુજરાતી સાહિત્યનાં અનેક વિવેચકો નર્મદને અર્વાચિનોમાં આદ્ય કવિ તરીકે માને છે. " વીર નર્મદ " નું બિરૂદ પામેલા નર્મદ દ્વારા ગુજરાતી સાહિત્યનું અરૂણ પ્રભાત ઉગે છે . નર્મદ ઉમરમાં દલપતરામ કરતાં તેર વર્ષ નાનાં છે . અને દલપતરામની સાહિત્ય પ્રવૃત્તિ નર્મદ કરતાં લગભગ બે દાયકાં વહેલી શરૂ થઈ છે . દલપતરામ નો એક પગ મધ્યકાળમાં અને બીજા પગ અર્વાચિન કાળમાં રહ્યો છે . જયારે નર્મદનાં બંને પગ અર્વાચિન કાળમાં છે . એ દૃષ્ટિએ પણ નર્મદને અર્વાચિનોમાં આદ્ય ગણી શકાય . 

નર્મદનું સાહિત્યઃ- નર્મદે ગદ્ય અને પદ્ય ક્ષેત્રે અનેક નવપ્રસ્થાનો કર્યા છે . " પિંગળ પ્રવેશ " , " રસ પ્રવેશ " ,    " ધર્મ વિચાર " , " રાજય રંગ " જેવાં ઈત્તર પુસ્તકો આપનાર નર્મદની બધી જ કવિતાઓ નર્મ પધમાં સમાવેશ છે . તેમાં વીરસિંહ નામનાં તેણે લખેલા મહાકાવ્યનાં પ્રયોગો પણ સમાવેશ થઈ જાય છે . નર્મદે  " ડાંડિયો " નામનાં પાક્ષિક  દ્વારા જાગૃત્તિની ઝુંબેશ ચલાવી હતી . તેમાં અનેક લેખો અને નિબંધો લખેલા , નર્મદનું ગધુ સર્જન મર્મ ગધમાં સમાવેશ છે . નર્મદ " મારી હકીકત " નામે આત્મકથા લખીને ગુજરાતી સાહિત્યમાં આત્મકથાનાં સાહિત્ય સ્વરૂપનો પ્રારંભ કરેલો . 

નર્મ પધઃ- નર્મદ અર્વાચિનકાળનાં આરંભે ગુજરાતી કવિતા ક્ષેત્રે અનેક નવપ્રસ્થાનો કરી ગુજરાતી કવિતાનાં પ્રવાહને વિશ્વકવિતાનાં પ્રવાહ ત૨ફ વાળ્યો છે , તે પ્રકૃત્તિ , પ્રણય , મૃત્યુ , દેશાભિમાન અને સંસાર સુધારાનાં કાવ્યો આપે છે . અંગ્રેજી પદ્ધતિને અનુસરીને નર્મદ કવિતાનાં સ્વરૂપમાં પણ અનેક ફેરફારો કરે છે . તે કવિતામાં જુસ્સો અને રસ ચમત્કૃતિ ને મહત્વ આપે છે . આત્મલક્ષીતા , રંગદર્શીતા ભાવાવેશ ( ઉર્મિનો ઉત્કટ ઉભરો ) વગેરે દ્વારા નર્મદની કવિતા નવો રંગ લાવે છે . તેની કવિતામાં ગેયતા નાં ગુણો ઓછા છે , નર્મદ કહે છે કે , " કવિતાને રાગડા તાણવા સાથે કોઈ સંબંધ નથી.' (દલપતરામને ઉદ્દેશીને ) . 

પકૃત્તિ કાવ્યોઃ - દલપતરામે " બાપાની પિંપ૨ " જેવા કથનાત્મક કાવ્યોમાં પ્રકૃત્તિ વર્ણન આપ્યું છે . પરંતુ નર્મદ પ્રકૃત્તિ અંગેની પોતાની અનુભુતિની સ્વતંત્ર કવિતા આપે છે . નર્મદની આવી કવિતામાં નર્મદનો પ્રકૃત્તિ પ્રેમ અને કુદરત સાથેની લેવાદેવા નર્મદ આત્મલક્ષી ઢ બે વ્યકત કરે છે . તેના " વન વર્ણન " , " પ્રવાસ વર્ણન " , " ઋતુ વર્ણન " , " બ્રહ્મગિરિ '' , " કબીર વડ " વગેરે સુંદર પ્રકૃતિ કાવ્યો છે . " કબીર વડ " કાવ્યમાં તો નર્મદ કબીરવડ નાં અનેક રૂપ નિરૂપે છે . 

" ભૂરો ભાસ્યો જાંખો દુરથી ધુમસે પહાડ સરખો , 

નદી વચ્ચે ઉભો નિર્ભયપણે એક સરખો 

દીસ્યો હારયો મેથયો , હરિતણું હદયે ધ્યાન પંરતો .

 સવારે એકાંત કબીવડ એકા શોક | ભરતો . " 

પ્રણય કાવ્યોઃ- નર્મદ રંગદશી પ્રકૃત્તિનો પ્રેમી અને સુરતનો વતની હતો . તે પોતાની પ્રણય કવિતામાં ઉત્કટ અનુરાગનું આત્મલક્ષી અને અંગત આલેખન કરે છે , તેનું ઈતિહાસિક મુલ્ય પણું ઉચું છે . સ્નેહ કાવ્યમાં દુહા રૂપે આપેલી નર્મદની સ્નેહ મિમાંસા જુઓ 

" સજન નેહ નિભાવવો ઘણો દોહ્યલો પાર ,

 તરવો સાગર હોય કે , સુવું શસ્ત્ર પર ધાર "

નર્મદનાં પ્રણય કાવ્યમાં મિલનની મસ્તી છે અને વિરહ કાવ્યમાં ખુવારીની ખુમારી છે . તેણે પોતાની પ્રેમ પત્રિકામાં પ્રણયની મિમાંસાના અર્થ ( અંશ )  પ્રગટાવ્યો છે . 

પ્રભુપ્રેમનાં કાવ્યોઃ- નર્મદે પ્રભુ પ્રાર્થના અને આત્મ ચિંતનનાં પણ થોડા સારા કાવ્યો આપ્યાં છે . તેમાં  " બ્રહ્મ ગિરિ " કાવ્યમાં બ્રહ્માનંદ નો નિર્દેશ કર્યો છે . તેમાં તે ઈશ્વરને પ્રાર્થના 

" પ્રભુ ફરી જોબનીયું આપે તો હિંદુ દેશને થાપે "

 " અનુભવ લહેરી " એ નર્મદનું ચિંતન કાવ્ય છે . તેમાં નર્મદ અપરોક્ષ અનુભુતિની અને શાન યોગનાં અનુભુતિની લહેરી અખાની જેમ વહાવે છે .

 " સાગર નિજ લેહરોમાં રમે

 નિજ ઘુ ઘુમાં તેને ગમે ,

 જ્ઞાન લહેરને અનહદ નાદ , 

ને એમાં નર્મદ બ્રમ્હા નંદ" , 

દેશ પ્રેમનાં કાવ્યો – ' દેશાભિમાન " શબ્દને સૌપ્રથમ પ્રયોજીને નર્મદ દેશભકિતનાં કાવ્યો આપે છે . ' ' સ્વતંત્રતા ' નામના કાવ્યમાં તે અંગ્રેજી રાજયના અનિષ્ટની ઝાટકણી કાઢી સ્વતંત્રતાની ભાવના પ્રગટ કરે છે . ગુર્જર પ્રેમ ભકિતનું ઉત્તમ કાવ્ય " જય જય ગરવી ગુજરાત ' એ તેનું પ્રસિદ્ધ કાવ્ય છે . 

" જય જય ગરવી ગુજરાત

 દિસે અરૂણું પ્રભાત "

 નર્મદ તેનાં બીજાં એક કાવ્યમાં પ્રેમ શૌર્યનો બીજો જીવન મંત્ર આપી સુધારાનાં યુગમાં ઝંપલાવવા હાંકલ કરે છે . 

" સહું ચાલો જિતવાં 

જંગ બ્યુગ્લો વાગે , 

યા હોમ કરીને પડો

 ફતેહ છે . આગે "

 આ ઉપરાંત નર્મદે ' ' હિંદુઓની પડતી " નામનું પંદરસો પંકિતનું કાવ્ય આપ્યું છે . જેમાં હિંદુઓની પડતીનાં કારણોની સમીક્ષા કરી છે . નર્મદે " વીર સિંહ " નામનું મહાકાવ્ય લખવાનો પ્રયત્ન કરેલો . જે તેનું અપૂર્ણ કાવ્ય છે . આ કાવ્યમાં નર્મદનો વતન પ્રેમ ઉજકટ છે . 

નર્મ ગધઃ- ( ગધકાર નર્મદ ) - અર્વાચિન ગુજરાતી સાહિત્યમાં ગધનો ખરો પ્રારંભ ઈ.સ. 1850 માં નર્મદે લખેલો . " મંડળી મળવાથી થતા લાભ " એ લેખથી થાય છે . નર્મદે ' ડાંડિયો " પાક્ષિકનાં પ્રકાશન નિમિતે સામાજિક , ધાર્મિક , સાહિત્ય અને રાજકિય લેખો લખેલા . અંગ્રેજી પદ્ધતિનાં નિબંધો લખવાની શરૂઆત કરનાર નર્મદને તેથી જ અનેક વિવેચકો " ગધનાં પિતા " તરીકે ઓળખાવે છે . નર્મદનાં આ બધાં નિબંધો નર્મ ગધમાં સંપાદિત થયાં છે . આમ , સુધારક યુગનાં જ આરંભે નર્મદે ગુજરાતી ગદ્યની અમુલ્ય સેવા કરી હતી . 

મારી હકીકતઃ- નર્મદ પાસેથી ઈ.સ. 1864 માં " મારી હકીકત " નામની આત્મકથા મળે છે . જે ગુજરાતી ભાષાનું લખાયેલું સૌ પ્રથમ આત્મ વૃતાંત છે . આ પૂર્વ દુર્ગારામ મહેતાએ રોજનિશીમાં પોતાનું જીવન ચરિત્ર આલેખવાનો પ્રયત્ન કરેલો . દુર્ગારામની એ એંશી પાનાની રોજનિશીને આગળ જતાં મહિપતરામે વીસ પાના ઉમેરીને ' દુર્ગારામ ચરિત્ર " નામે પ્રસિદ્ધ કર્યું છે . તેથી , કેટલાક વિવચેકો આ કૃત્તિને નર્મદ પૂર્વ પ્રગટ થયેલી કૃત્તિ તરીકે ઓળખાવે છે . પરંતુ વાસ્તવમાં દુર્ગારામની આ રોજનિશીમાં આત્મ ચરિત્ર ની માત્ર કાચી સામગ્રી રહેલી છે . અને તેથી , તે આત્મ  ચરિત્ર બની શકતું નથી. એટલે કે  ગુજરાતી ભાષાની પ્રથમ માત્મ કથા " મારી હકીક્ત " જ બની રહે છે , આ આત્મકથામાં  નમુનેદાર આત્મકથા આપવાની નર્મદની હોશ અને જહેમત દેખાઈ આવે છે  . તે રીતે પશ્ચિમી રીતે ( ઢબે ) ખેડાયેલી અને સભાન રીતે લખાયેલી . તે સર્વ પ્રથમ આત્મકથા  ગણાય . ' ' મારી હકીકત " માં નર્મદ પોતાના જન્મથી શરૂ કરીને ઉછેર, અભ્યાસ , ઘડતર કાળ વગેરેને એમાં બહેલાવીને રજુ કર્યા છે . પોતાના દાદા  પુરુસોતમદત્તે તથા પિતા  લાલશંકરનું રેખા ચિત્ર તેણે સરસે બનાવ્યું છે . તે જમાનામાં બનેલી એક નાની ઘટના  " સુરતની આગ ” નું વર્ણન એન્ને ઉત્તમ રીતે કર્યું છે . નર્મદ પોતાનાં જીવનના કેટલાક પ્રસંગોને અતિશય મહત્વ આપે છે . અને આત્મપ્રશંસા તો અભિનયન ની હદ સુધી કરે , છે . હકીકતની  રજુઆત કરવામાં તારીખ , તિથી , સાલવારી વગેરેને વધારે પડતું મહત્આવ પે છે . તેના ચંચળ , રંગીલા સ્વભાવનું સભાનતાથી નિરૂપણ  કરે છે . અને અંત પ્રેમ પ્રકરણની  બાબતમાં મૌન જાળવે છે . કયારેક તો વાચકોની રુચીને આઘાત પહોચાડે તેવું પણ લખે છે. એક આત્મકથાકર  હોવો  જોઈને એવા વિવેકનો અભાવ તેમાં દેખાય  છે . કયારેક નિરર્થક લખાણ પણ કરે છે . કેટલુંક લખાણ નોંધ રૂપે કે ટાંકન  જેવું છે . તેથી , તેમાં એકવાક્યતા અને સાતત્યનો અભાવ જણાય  છે . ક્યારેક નિરૂપણમાં પ્રમાણભાનનો  અભાવ દેખાય છે . આવી કેટલીક મર્યાદા બાદ કરતાં નર્મદની સત્ય નિષ્ઠા  અને નિખાલસતાથી ભરેલી વૈવિધ્યપૂર્ણ આત્મકથા તરીકે " મારી હકીકત " નોંધપાત્ર  છે . 

ઉપસંહાર : - સુધારક યુગમાં નર્મદ ગધ અને પધ ક્ષેત્રે અનેક પ્રસ્થાનો   કરીને અર્વાચીન  ગુજરાતી સાહિત્યને મધ્યકાલીન ગુજરાતી સાહિથી જુદું પાડે છે .અંગ્રેજી નિરૂપણ પદ્ધતિના  નિબંધો અને કાવ્યો રચીને તેમજ કવિતામાં નીતનવા વિષયોમાં લખેળ  છે.

મારી હકીકત ( કથાવસ્તુ ) : - નર્મદ જયારે સ્કુલમાં ભણતા  હતા , ત્યારે એક - શિક્ષકે દાખલો શિખડાવ્યો . નર્મદ શિક્ષકની રીત કરતા જુદી જ રીતે પોતાની રીતે  દાખલો ગણીને નિશાળે ગયા . તેથી શિક્ષક તેને ઠપકો આપ્યો  નર્મદ પછી આચાર્ય પાસે ગયા . આચાર્ય શિક્ષકની રીતે અને નર્મદની રીત  બંને જોઈ જે બને સાચી હતી તેથી , આચાર્યએ શિક્ષકને કહ્યું કે , વિધાર્થી પોતાની રીતે દાખલો ગણે તો  ઠપકો આપવો ન જોઈએ પરંતુ તેને પ્રોત્સાહન આપવું જોઈએ . 

બીજા એક પ્રસંગમાં નર્મદ એક ગામમાં શિક્ષક હતા.  આખી નિશાળમાં  શિક્ષક નર્મદ એક જ હતાં . તે એક રૂમમાં બાળકોને ભાવના અને એક રૂમમાં રહેતા. ભણાવવાનો પણ  સમય નિશ્ચિત ન હતો . ભરાવવા માટે રાત કે દિવસ નો સમય જોવામાં આવતું નહીં , તેઓ ક્યારેક આખો દિવસ  બાળકોને ભણાવતા . એક દિવસ તે બાળકોને લેશન આપીને બાજુની રૂમમાં સુતા હતાં . એ વખતે એન્સ્પેક્તર સાહેબ તપાસ કરવા આવ્યા  . ત્યારે બાળકોને તોફાન કરતા જોઈ તેમણે વિદ્યાર્થીઓને પુછયું કે , તમારે ! શિક્ષક કયાં ગયાં છે ? ત્યારે છોકરાઓએ કહ્યું કે , બાજુની રૂમમાં સુતા છે. પછી નર્મદને જગાડીને સાહેબે તેને ઠપકો આપ્યો . ત્યારે નર્મદે કહ્યું કે , અમારે ત્યાં ભણાવવાનો ચોકકસ ટાઈમ નથી , અને બાળકો ની તમે પરીક્ષા લઈ જુઓ પછી મને કહો . ' સાહેબે બાળકો ની પરિક્ષા લીધી . તો બાળકોને બધા સવાલ ના જવાબ આવડ્યા . પછી સાહેબ ખુશ થઈને આખા ગામમાં ઘરે ઘરે જઈને લોકોને કહ્યું કે , તમે તમારા બાળકોને ભણવા મોકલો કેમ કે , તમારા ગામમાં એક સારા શિક્ષક આવ્યા છે .

 નર્મદ એક વિધવાનાં પોતાના મિત્ર સાથે લગ્ન કરાવવાના હતા . પરંતુ લગ્ન ને દિવસે જ તેનો મિત્ર કયાંક ગયો . તેથી , નર્મદ તે સ્ત્રી સાથે લગ્ન કરી લે છે . અને એક વિધવા સ્ત્રીને આશ્રય આપે છે . આવા બધાં પ્રસંગોને આધારે નર્મદને " વીર નર્મદ " નું બિરૂદ આપવામાં આવ્યું છે . કલમ ચલાવીને ઉપરાંત આત્મકથા જેવા નવાં સાહિત્ય સ્વરૂપોનો આરંભ કરીને નર્મદ આ યુગનાં સર્જકોમાં અગ્રેસર બને છે . પત્રકાર , કથાકાર , નાટયકાર , આત્મકથાકાર  અને પિંગળશાસ્ત્રકાર તરીકે નર્મદની સાહિત્યસેવા ઘણી મુલ્યવાન છે.