✓ નરસિંહરાવનાં ઊર્મિકાવ્યો. અથવા
✓ પંડિત યુગનાં સર્જક શ્રી. નરસિહરાવ દિવેટીયાનું સાહિત્ય સર્જનમાં પ્રદાન ચર્ચો
⇝ પ્રસ્તાવનાઃ- ઈ.સ. 1859 માં જન્મેલા નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા અર્વાચિન ગુજરાતી સાહિત્ય ના પંડિત યુગનાં પ્રતિભા સંપન્ન કવિ અને વિવેચક છે. એમના ઘ૨માં સંસાર સુધારા અને પંડિત્યનું વાતાવરણ હતું . તેથી, એમને મળેલા વારસાએ એમનાં શિક્ષણ , સંસ્કાર અને પ્રતિભાવને દિપાવ્યા . તેઓ પંડિત યુગમાં એક સમર્થ કવિ તરીકે અને જાગૃત વિવેચક તરીકે પોતાની પ્રતિભાને ઉપસાવે છે .
⇝ નરસિંહ રાવનું સર્જનઃ- નરસિંહરાવ પાસેથી " કુસુમમાળા " , " દયવીણા " , " સ્મરણ સંહિતા " , " બુદ્ધિ ચરિત્ર '' , " નુપુર ઝંકાર " વગેરે કાવ્ય સંગ્રહો '' મનોમુકુર ભાગ 1 થી 4 " , " અભિનય કલા " , " ગુજરાતી ભાષા અને સાહિત્ય " જેવાં મુલ્યવાન વિવેચન ગ્રંથો પ્રાપ્ત થાય છે .
⇝ કુસુમમાળાઃ- 1887 માં પ્રકાશિત થયેલો નરસિંહરાવનો પ્રથમ કાવ્યસંગ્રહ " કુસુમમાળા " , ઈતિહાસિક રીતે સીમાચિન્હ રૂપ છે . આ સંગ્રહમાં નરસિંહરાવ અંગ્રેજી ઉર્મિકાવ્ય રીતિનાં કલાત્મક કાવ્યો આપીને નવપ્રસ્થાન કરે છે . તેઓ પાલગ્રેવના " ગોલ્ડન ટ્રેજડી " નાં ચોથા ભાગનાં અભ્યાસી હતાં . કવિતાનાં રીતિ અને રૂપનાં આગ્રહી હતા . તેથી , છંદોલયને તેઓ આવશ્યક ગણે છે . ઉર્મિકાવ્યનાં વિશિષ્ટ સ્વરૂપનાં દર્શન કરાવતાં તેમના પ્રસ્તુત સંગ્રહમાં ભાવનભૂતિના સ્પંદનો ધબકતા અનુભવાય છે . ' ' સરિતા સાગર " " ચિત્ર વિલોપન '' ," મત્સ્યગંધા '' , '' બહુરૂપ અનુપમ પ્રેમ ઘર " વગેરે સુંદર કાવ્યો તેમની પાસેથી મળે છે . કાન્ત બાલાશંકર , કલાપી , બ . ક . ઠાકોર વગેરે કવિઓની કવિતામાં સંસ્કૃત અને ફારસી પદ્ધતિની જે મિશ્ર અસર દેખાઇ છે તેનાથી નરસિંહરાવનાં કાવ્યો ઘણાં અલગ છે . સંસ્કૃત્ત કે ફારસીની અસરમાં આવ્યા વગર તેમણે અંગ્રેજી પદ્ધતિનાં મોટી સંખ્યામાં ઉર્મિ કાવ્યો આપ્યાં છે , એ સંગ્રહની વિશેષતા છે . ગુજરાતી સાહિત્યની વિકાસ રેખામાં ધીરૂભાઈ ઠાકર નોંધે છે , તેમ " સુંદર ઉર્મિકાવ્ય માટે લાગણીનાં સક્ષોભ ઉપરાંત રોચક કલ્પના , ઉચ્ચ વિચાર સામગ્રી તથા ભાષા અને છંદનું સુઘડ આયોજન આવશ્યક છે . તેની ખરેખર પ્રતિતી તો " કુસુમમાળા " એ જ કરાવી .
⇝ સુંદરમ્ સિવાયના મોટાભાગનાં ગુજરાતી વિવેચકો અર્વાચિન કવિતાનો ખરેખરો પ્રારંભ " કુસુમાળા " થી થયો હોવાનું માને છે . સુંદરમ્ અંગ્રેજી શૈલીના કાવ્યો લખનાર પ્રથમ ગુજરાતી કવિ તરીકે નર્મદને નહિં પણ બાલા શંકરને દર્શાવે છે . પરંતુ તેમના આ મત સાથે વિવેચકો સંમત થતા નથી . એક રીતે જોવા જઈએ તો અંગ્રેજી કવિતાની અસર નર્મદથી શરૂ થાય છે . પરંતુ નર્મદની કવિતામાંથી કવિતાનું કલાત્મક સ્વરૂપ પ્રાન થતું નથી . અંગ્રેજી શૈલીનાં પ્રણય અને પ્રકૃત્તિ વિષયકે ટુંકા ઉર્મિકાવ્યો અને કલાત્મક સ્વરૂપે છે પ્રથમ નરસિંહરાવ પાસેથી મળે છે , તેથી , રમણભાઈ નિલકંઠ " કુસુમમાળા ” ને '' ગુજરાતી કવિતાનાં સુકા અરણ્યમાંની લીલી કુંજ '' તરીકે સત્કારે છે .
⇝ પંડિત યુગના પ્રખર વિવેચક આનંદ શંકર ધ્રુવ કહે છે કે , “ ગોલ્ડન ટ્રેજેડી '’ નું ભાષાંતર નહી , એનો અનુવાદ નહી પણ એની કલ્પના અને સુરાવટથી મગજ અને હૃદય ભરાતા , એક નૈસર્ગિક શકિત વાળા , સંસ્કાર પામેલા , ઝીણી અને ઉદ્ધિ રસવૃત્તિવાળા , ઓ કાવ્યોએ અમારા દય ઉપર અદભુત અસર કરી હતી , નરસિંહ રાવે '' કુસુમવાળા " માં ગુજરાતીની એક નવી ભુમિનું દર્શન કરાવ્યું , આવો હતો એ કુસુમવાળાનો પ્રભાવ અને નરસિંહરાવે એ પછી કાવ્યપ્રવાહ સતતું . વહાવ્યો . પણ કવિ . કલાપિ જેવા તો એના પ્રકૃત્તિ કાવ્યોથી સહેજ અંજાઈ પણ ખુદ નવલકથાકાર ગોવર્ધરામે " સરસ્વતી ચંદ્ર " માં નરસિંહનાં '' ચંદા " કાવ્યને ગુંથી લીધું .
⇝ અન્ય કાવ્ય સંગ્રહોઃ- નરસિંહરાવનાં અન્ય કાવ્ય સંગ્રહોમાં ઇરસો સાતસો પંકિતનું ઈ.સ. 1975 માં પ્રકાશિત થયેલું પ્રશસ્તિ કાવ્ય " મરણ સંહિતા " નોંધપાત્ર છે . તેમના પ્રધાનપુત્ર નલિનકાન્તનાં અકાળ અવસાનથી અર્ધિત પામેલા નરસિંહરાવ આ સંગ્રહમાં અંતરની કરૂણ મધુર વેદના અને પ્રભુભકિત ઉત્તમ રીતે પ્રગટ કરે છે . ભાવ , ભાયા , વર્ણન અને ચિંતનની દૃષ્ટિએ દલપતરામના " ફાર્બસ વિરદ્ધ '' કરતાં " મરણ સંહિતા " ચડિયાતી કરૂણા પ્રશસ્તિ રચના છે , માનવજીવનની ઘટમાળ એવી દુખપ્રધાન સુખ અલ્ય પકી ભરેલો તેમ જ કાવ્યને અંતે આવતા
" મંગલ મંદિર ખોલો દયામય
મંગલ મંદિર ખોલો "
જેવા ગીતો આ કૃત્તિની પ્રતિષ્ઠા વધારે છે .
⇝ કવિ તરીકે નરસિંહરાવની પ્રત્તિભાનું સમગ્રલક્ષી મુલ્યાંકન કરીએ તો તેમની કવિતા ઉર્મિ શૈપિલ્ય , દીર્ધ સુત્રીપણું , વિવિધતા અને પ્રમાણભાનનો અભાવ જેવી મર્યાદાઓ નજરે ચડે છે . જે તેમની કવિતાને સુંદર બનાવતા અટકાવે છે . નરસિંહરાવ પછી ગુજરાતી કવિ હોગે કાન્ત , નાન્હાલાલ જેવા વધુ તેજસ્વી કવિઓનું આગમન થતાં નરસિંહરાવની કવિતાની અસર કાવ્યરસિકો ઉપર બહું થઈ શકી નથી .
⇝ વિવેચક નરસિંહરાવ : - નરસિંહરાવ માત્ર પંડિત યુગનાં જ નહિ પરંતુ અર્વાચિન કવિતામાં વિવેચન ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવનાર અગ્રણીય વિવેચક છે . તેમની પાસેથી " મનોકુમાર ભાગ - ૧ થી ૪ " , "અભિનયકલા" , " ગુજરાતી ભષા અને સાહિત્ય " નામનાં વિવેચન ગ્રંથો પ્રાપ્ત થાય છે . એમની વિવેચક તરીકેની વિદ્વતા , ૨સિકતા , સુક્ષ્મતા , કડક પરિક્ષા અને કદરદાની એમના વિવેચન ગ્રંથોમાં દેખાય છે , વિવેચક તરીકે એમણે પોતાનાં સમકાલીન સર્જકો કાન્ત , નાન્હાલાલ બોટાદકર વગેરેની કવિ તરીકેની ખુબી , ખામીઓ વિગત દર્શાવી છે . તેઓ નવલકથાકાર કનૈયાલાલ મુનશીને પુરસ્કારે છે . એમનું વિવેચન ચોકસાઈ , ચીકાશ અને ઝીણવટભર્યુ હોય છે . તેઓ પાર વગરનું પીજને પીખે છે . એ રીતે ખરા પૃથ્થકરણી છે . નાન્હાલાલનાં " જયા જયંત " પદ્યનાટકની એમણે દર્શાવેલી મર્યાદાઓ જોતા આવું અવશ્ય કહી શકાય છે કે , એમની કવિતામાં જેમ એમના વિવેચનોમાં પણ શિથીલતા અને દીર્ધ સુત્રીપણાનાં દોય નજરે ચડે છે . તેઓ પંડિત યુગમાં અત્યંત કડક વિવેચક તરીકે પ્રતિષ્ઠા પામ્યા હતાં . વિવેચક તરીકેની એમની સત્યનિષ્ઠા , તેમની સૌદર્ય દૃષ્ટિ , ભૂતઅતિ વિચાર , રસિકતા , અર્થઘટન શકિત , તટસ્થતા વગેરે દાદ માગી લે તેવા છે . નરસિંહરાવનાં કેટલાક વિવેચન લેખો પુનઃ વિચાર જાણી લે તેવા છે . ઉર્મિકાવ્ય માટે તેમણે " સંગીત કાવ્ય " શબ્દ આપે એ વિષય પરનાં તેમના લેખમાં તેમણે કવિતામાં સંગીતત્વની વાત કરતાં શબ્દાંતરગત સંગીતને બદલે વાધની પ્રેકટીકલ સંગીતને વિશેષ મહત્વ આપીને કાવ્યકલા કરતા સંગીત કલાને ચડિયાતી ગણી છે . એ તો ઠીક પણ કવિતા સંગીતની સહાય વિના સ્વતંત્ર કલા તરીકે ઉભી રહી શકે નહિં એવું તેમનું ચિંતન પુનઃ વિચારણાને પાત્ર છે .
⇝ નરસિંહરાવ ભાષા વૈજ્ઞાનિક તરીકેઃ- પંડિતયુગમાં ભાષાવિજ્ઞાન ક્ષેત્રે નરસિંહરાવ અપૂર્વ પ્રદાન દાખવે છે . તેમના પહેલા વજલાલ કાળીદાસ શાસ્ત્રીએ ભાષાવિજ્ઞાન માં પાશેરા માં પહેલી પૂણી જેવું પ્રારંભિક કાર્ય કરેલું હતું . ત્યારબાદ નરસિંહરાવ ભાષાશાસ્ત્રી તરીકે નોંધપાત્ર કામગીરી કરે છે . તેમણે મુંબઈની વિલ્સન કોલેજમાં યોજાતી વસનજી શ્રેણી અંર્તગત ભાષા વિશે આખ્યાનો આપેલા . તેમના આ વ્યાખ્યાનોમાં ભાષા વિજ્ઞાનના સંશોધન અને અધ્યયન દેખાઇ આવે છે . સુખ્યાત ભાષાવૈજ્ઞાનિક સુનિતી કુમાર ચેટરજી જેવું ભગીરથ કાર્ય નરસિંહરાવ પંડિતયુગમાં કરે છે . તેમની કામગિરીમાં વિદ્ધતા , પરિશ્રમ , ખંત અને ચોકસાઈ દેખાઈ આવે છે . ગુજરાતી ભાષામાંના વિવૃત્ત ઉચ્ચારો , લઘુ પ્રયત્ન , ' હ ' અને ' ય ' , કોમલ અને તિવ્ર વિભકિત પ્રત્યયો , ભાષાનાં યુગોનું વિભાજન , કર્મણિરૂપ વગેરે અંગે સુક્ષ્મ સંશોધન કર્યુ છે . તેઓ ગુજરાતી ભાષા વિજ્ઞાનનો વ્યવસ્થિત ઈતિહાસ રચે છે . તેમના અનુગામી ભાષાશાસ્ત્રીઓને ઉપયોગી નિવડે છે . ત્યારબાદ ગુજરાતી સાહિત્યમાં ભાષા વિજ્ઞાન ક્ષેત્રે અતિ મહત્વનાં સંશોધનો થયા છે . નરસિંહરાવ નાં અનુગામી ભાષાવૈજ્ઞાનિકો નરસિંહરાવના ભાષાવિષયક સંશોધનની ક્ષતિઓ પણ દર્શાવે છે . તેમ છતાં , પંડિત યુગમાં નરસિંરાવ એક ભાષાશાસ્ત્રી તરીકે જે મુલ્યવાન યોગદાન આપ્યું છે , એ ઈતિહાસિક રીતે નોંધપાત્ર રહે છે .
⇝ ઉપસંહારઃ- પંડિત યુગનાં સર્જકોમાં પાશ્રય શૈલીની ઉર્મિ કવિતા સર્જનાર નરસિંહરાવ અન્ય કવિઓથી ઘણાં જુદા છે . પ્રણય , પ્રકૃત્તિ અને પ્રભુ વિષયક તેમના કાવ્યો ચિંતનાત્મક છે . વિવેચક તરીકે તેઓ આ યુગનાં સર્જકોને ઘણા સભાન રાખે છે . આમ , પંડિત યુગમાં નરસિંહરાવ કવિ અને વિવેચક તરીકે તેમજ ભાષાશાસ્ત્રી તરીકે પણ નોંધપાત્ર સર્જક છે .

0 ટિપ્પણીઓ