✓ શ્રી . ન્હાનાલાલ [ 1877 થી 1946 ] ની સાહિત્ય સેવાનાં પ્રદાનની ચર્ચા કરો .
જન્મ :-
ગુજરાતનાં શ્રેષ્ઠ કવિ તરીકે સુપ્રતિષ્ઠિત ન્હાનાલાલનો જન્મ ગુજરાતનાં જાણિતા કવિ દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં ઈ.સ. 1877 માં થયો હતો . નાન્હાલાલને બાળપણથી જ વૈષ્ણવ ભકિતનાં કૌટુંબિક સંસ્કારો મળેલા છે . તેમને પિતાની જેમ પેહલે થી જ સ્વામિનારાયણ સંપ્રદાયનો રંગ લાગેલો . તેમના જીવન ઘડતર અને સાહિત્ય સંસ્કારોનાં સિંચનમાં પિતા ઉપરાંત ગુરૂ કાશીરામ દવેનો ફાળો નોંધપાત્ર હતો . 1901 , માં તત્વજ્ઞાનનાં વિષય સાથે M.A થયાં પછી રાજકોટની રાજકુમાર કોલેજમાં જોડાયા . રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈ પાછળ થી તેમણે નોકરી છોડીને જીવનનાં શેષ વર્ષો અમદાવાદમાં સાહિત્યની ઉપાસનામાં ગાળ્યા.
★ કવિ ન્હાનાલાલનું વ્યક્તિત્વ નિરાળુ હતું . એક બાજુ તેઓ પ્રેમાળ , ઉદાર અને નિખાલસ હતા . તો બીજી બાજુ તેઓ સ્વાભિમાની અને નીડર હતાં . પ્રેમ અને ભકિત એ એમની જીવન ભાવના ના પ્રધાન અંશો હતા , તેમજ કાવ્ય ભાવનાં પણ મહત્વની હતી . તેથી તેમને પોતાનું ઉપનામ યોગ્ય રીતે જ પ્રેમભકિત રાખ્યું હતું . કોલેજકાળ દરમિયાન તેમણે અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યનું પરિશીલન કર્યુ હતું . આ બધી અસરથી તેમની સર્જક પ્રતિભાએ આપણને કેટલાક ઉત્તમ કાવ્યો અને નાટકો આવ્યાં . ન્હાનાલાલની કવિતા " સ્ત્રીહદયની આરસી " છે .
★ ન્હાનાલાલની કવિતા : - ( ઉર્મિકાવ્યો અને ગીતો ) : - ન્હાનાલાલ કવિતા , નાટક , ચરિત્ર , સાહિત્ય વિવેચન , ઈતિહાસ એમ વિવિધ ક્ષેત્રે ખેડાણ કર્યુ છે . તેમ છતાં તેમની ઉત્તમ સર્જક શકિત કવિતામાં જોવા મળે છે . ઉર્મિકાવ્યો , ગીતો , રાસ , ભજનો , બાળ કાવ્યો , ખંડકાવ્યો અને મહાકાવ્યો દીર્ધ કાવ્યો એમ વિવિધ પ્રકારની કવિતામાં એમણે વિહાર કર્યા છે . કાવ્ય સર્જનની વિપુલતા રસવૈવિધ્ય , વિષ વૈવિધ્ય , ઉર્મિ કે ચિંતનની દૃષ્ટિએ ન્હાનાલાલની કવિતાએ ગુજરાતી કાવ્ય સાહિત્યનાં ઉચાં શિખર સર કર્યા છે .
કવિ , નાન્હાલાલનું સર્વોત્તમ પ્રદાન એ તેમના ઉર્મિ કાવ્યો છે . પ્રકૃત્તિ અને પ્રણયનાં છે . ચિંતન કલ્પના , સંગીત મહેતા અને અર્થ સભાનતાની દૃષ્ટિએ જોતા નાન્હાલાલનાં ઉર્મિ કાવ્યો ગુજરાતી કવિતાનાં મુલ્યવાન મોતી સમાં લાગે છે . તેમના ઉર્મિકાવ્યો છંદોબંદ્ધ હોય કે દેશી ઢાળોમાં રાસબુધ્ધ હોય કે પદસ્વરૂપે હોય છતાં બંને રીતે મધુર લાગે છે .
ન્હાનાલાલની કવિતા
★ પ્રકૃત્તિ કાવ્યોઃ " શરદપુનમ " , " ગુર્જરી કુંજો " " ચારુવાટિકા "
★ ભકિત કાવ્યોઃ " હરિનાં દર્શન " " ફુલડા કટોરી " , " બાહ્ય લિંજણો "
★ પ્રણય કાવ્યોઃ '' ઝીણા ઝરમર વરસે મેહ " , " ગોપીકા " , " આશા- નિરાશાનો ચંદ્ર "
★ દીર્ધ કાવ્યો : " ગુજરાતનો તપસ્વી " , " કુલયોગિની " , " પિતૃતર્પણ " અને " ગુરૂદેવને "
★ પ્રેમશૌર્યનાં કાવ્યો : " કાઠીયાણીનું ગીત " અને " વીરની વિદાય "
દાંમ્પત્ય પ્રેમ ની ભાવનાને વ્યકત કરતી કવિતાઓ નાન્હાલાલની કવિતાનો સૌથી વિશિષ્ટ અને ચિરંજીવ અંશ છે . સુંદરમ કહે છે , " દંપતિ દ્ભયનો રસ કેવો મનોહર હોય તે કદાચ ન્હાનાલાલે જ ગુજરાતી કવિતામાં સવિશેષ આલેખ્યું છે .
★ ખંડ કાવ્ય , દીર્ધ કાવ્ય અને મહાકાવ્યઃ- ન્હાનાલાલે " વસંતોત્સવ " તેમજ ' ઓજ અને અગર " એ બે ખંડકાવ્યો લખ્યાં છે . " વસંતોત્સવ " ન્હાનાલાલની પ્રથમ કૃતિ છે . જે ડોલન શૈલી માં લખાયેલી છે . " કુરુક્ષેત્ર " એ ન્હાનાલાલનું દીર્ધ કાવ્ય છે . જેમાં મહાભારતની કથા આલેખવામાં આવી છે . પાછલી વયમાં તેમણે " હરિ સંહિતા " નામે મહાકાવ્યનો પ્રયોગ કર્યા છે .
★ ન્હાનાલાલ નાં નાટકોઃ- કવિ નાન્હાલાલે પોતાની આગવી અપધગદ્ય શૈલીમાં કેટલાક ભાવ પ્રધાન નાટકો લખ્યાં છે . જેમાં ઉદાત્ત પ્રેમ અને આત્મલગ્નની ભાવનાને મૂર્ત કરતાં " ઈન્દુકુમાર " અને " જયો જયન્ત " જેવા નાટકો આપ્યા છે . તેમજ ' ' જહાંગીર - નુરજહા " , " શહેનશાહ '' , '' અકબરશાહ " , " વિશ્વગીતા ' જેવાં ઈતિહાસિક નાટકો પણ લખ્યાં છે . તમેનું " રાજર્ષિભરત " પૌરાણિક કથાવસ્તુને આલેખ છે . " ગોપીકા " અને " પ્રેમકુંજ " જેવા ગ્રામજીવનના નાટકોમાં ગ્રામજીવનનું નિરૂપણ છે તો " વિશ્વગીતા ' માં તત્વચિંતન જોવા મળે છે.
આ બધાં નાટકોમાં સૌથી વધુ નોંધપાત્ર નાટક બે છે . '' ઈન્દુકુમાર " અને '' જયા - જયન્ત ' . '' ઈન્દુ કુમાર " માં કાન્તીકુમારી અને ઈન્દ્ર કુમાર એ બે પાત્રોને કેન્દ્રમાં રાખીને વસંત , ધર્મ , સ્નેહ લગ્ન અને દેશ સેવાની ભાવનાને વ્યકત કરતું વસ્તુ આલેખાયું છે .
" જયાં જયન્ત " માં પ્રેમનાં વિવિધ સ્વરૂપોનું દર્શન કરાવી લગ્નસ્નેહ અને સ્નેહ લગ્નનાં પ્રશ્નોની સુંદર છણાવટ કરતાં પોતાને ઈસ્ટ એવી આત્મ લગ્નની ભાવનાનું ગૌરવ સ્થાપ્યું છે . આ નાટકમાં જયા અને જયન્ત એ બે મુખ્ય પાત્રોનાં આત્મીય પ્રણય સંબંધની સાથે પ્રેમની વિવિધ કોટિઓનું દર્શન રંગભૂમિને લક્ષમાં લઈ કલાત્મકતાથી કરાવ્યું છે . જયો જયંત્તની એક પંકિત પ્રસિદ્ધ છે .
" એક જવલા જલે તુજ નૈનનમાં ,
રસજયોત નિહાળી નમું હું નમું ? "
ન્હાનાલાલનું " જયા – જયન્ત નાટક અત્યંત આકર્ષક અને સુશ્લિષ્ટ છે .
★ અન્ય ગધ ગ્રંથોઃ - ન્હાનાલાલ કવિતા અને નાટક ઉપરાંત વાર્તા , નવલકથા , વિવેચન , ચરિત્ર ચિત્રણ વગેરે લખ્યાં છે . ' ઉષા ' , '' સારથિ " અને " પાખંડીઓ " એ એમનાં નવલકથાનાં અને વાર્તાનાં પુસ્તકો છે . જેમાનું ગદ્ય કવિત્વમય છે . " આપણા સાકાર રત્નો ભાગ ? 1-2 " , " સાહિત્ય મંથન " અને " અર્ધ શતાબ્દીનો અનુભવ બોલ " , ' ' જગત કાદમ્બરીઓમાં સરસ્વતીચંદ્રનું સ્થાન " એ તેમનાં સાહિત્ય વિવેચનનાં ગ્રંથો છે . " કવિશ્વર દલપતરામ ભાગ : - 1 થી 3 " માં ન્હાલાલે પિતા દલપતરામનાં જીવનની સાહિત્ય સેવાનો ખ્યાલ આપ્યો છે .
★ ન્હાનાલાલની ડોલન શૈલી ( અપધગધ ) : - ન્હાનાલાલે પહેલીવાર કાવ્ય અને નાટકમાં પ્રયોજેલી અપદ્યાગદ્ય એ વિશિષ્ટ શૈલી છે . તેઓ માનતા કે , " કવિતા સુંદરીને છંદનાં જાંજર " નાં બંધન ના ખપે : " કાવ્ય દેહનું કલેવર મીટર નહિ રીધમ છે . – છંદ નહિં પણ ડોલન છે . આથી , મણે અપદ્યાગદ્ય શૈલીવાળી અછાંદસ કાવ્ય રચનાઓ આપી , એમનું પહેલું ખંડકાવ્ય " વસંતોત્સવ " અને " ચિત્રદર્શનો માંની " નવયૌવના " , " ગુરૂદેવને " " ગુજરાતનો તપસ્વી ' વગેરે દીર્ધ કૃત્તિઓ તેમ જ " ઈન્દ્ર કુમાર " , '' જયા જયંત્ત " જેવા નાટકો આપી અપદ્યાગદ્ય શૈલીમાં આલેખાયેલાં છે . ડોલન શૈલી ન્હાનાલાલને હાથે સરળતા થી છે. પ્રયોગ પામી પણ એમના સમકાલીન કે અનુગામી કોઈ સર્જકના હાથે અપનાવાઈને ગુજરાતી સાહિત્ય માં ચિરંજીવ બની શકી નહી . આ શૈલીની એ મોટી મર્યાદા ગણવી રહી .
★ સમગ્ર દેષ્ટિએ જોતાં ન્હાનાલાલ કવિ તરીકે - અને ખાસ કરીને મધુર ભાવવાહી ઉર્મિગીતો અને રાસને કારણે - ગુજરાતી સાહિત્ય માં ચિરંજીવ રહેશે .
★ વિશ્વગીતા ( નાટકો ) : - " વિશ્વગીતા " નાટકમાં ત્રણેય લોક અને ત્રણેય કાળનાં પ્રશ્નોની ચર્ચા છે . સ્થળકાળની એકતાના નિયમો અહીં જળવાતાં નથી . માત્ર ભાવ ની જ એકાગ્રતા સ્વીકારી છે . આ રીતે વિશ્વગીતા એક વિલક્ષણ નાટકૃત્તિ છે . આ નાટક ત્રણ અંકમાં વહેંચાયેલું છે .
★ પહેલાં અંકમાં કેટલાક જુના પ્રશ્નોની ચર્ચા છે . સીતા રાવણનો શીકાર શા માટે ? , શકુન્તલાને દુર્વાશાનો શાપ શા માટે ? દ્રોપદીનું ચીરહરણ શા માટે ? આત્માં પામર અને પરાધીન શા માટે ?
★ બીજા અંકમાં આ પ્રશ્નોનો ઉકેલ અને મંથન ૨જુ થયું છે . મનુષ્યએ સ્વાર્થી મટી સૌના કલ્યાણ માટે જીવન જીવવું . સ્વર્ધમનું પાલન કરવું , સૌને અનુકુળ એવો માત્ર માનવધર્મ જ પાળવો , ધર્મ સમન્વય સિદ્ધ કરવો સંસારનો પાયો છે . દાંપત્યની પ્રતિષ્ઠા , એની પ્રતિષ્ઠાથી મનુષ્યનું આંતર જીવન સુખી કરી શકાય . સૌનું કલ્યાણ સાધી શકાય .
★ ત્રીજા અંકમાં કવિએ , કલહ - કંકાસ , પામરતા વગેરે અસહ્ય તત્વો વચ્ચે પણ સનાતન સત્યો ટકી રહયાં છે , તે દર્શાવ્યું છે . પૃથ્વી પર પાપ છે ; પામરતા છે અને છતાં , સત્યનું તેજ વિલાતું નથી . તપ અને સૌદર્યના સંઘર્ષમાં તપનો જ વિજય થાય છે . સામાન્ય માણસ સંસ્કારનાં નિયમો પ્રમાણે ચાલવું પણ જેનામાં નવસંઘર્ષની શક્તિ છે , તેઓ જુના માર્ગને ઉલંધી શકે છે . આ નાટકમાં રંગભૂમિની તક્તાલાયખી નથી , કારણ કે , બધાં ભિન્ન ભિન્ન વિચારો હોવાથી એક ભાવથી જોડાતાં નથી . તેમ છતાં , ચિંતન અને કલ્પનાની દૃષ્ટિએ " વિશ્વગીતા " હાનાલાલનું ઉચી કોટિનું નાટક છે .
★ ઉપસંહારઃ- આમ , ન્હાનાલાલે ગુજરાતી ગદ્ય – પદ્ય નાં વિકાસમાં અનન્ય ફાળો આપ્યો છે , પણ ગુજરાતી કવિતાનાં અનોખા આગવા પ્રદાનની જેમ , ગુજરાતી સાહિત્યમાં એમનું એવું જ ખાસ નોંધપાત્ર માતબર પ્રદાન હોય તો તે આ પધગધ છે , ડોલન શેલી છે , હાનાલાલ ની કવિતા એ કળા વસંતના ઉત્સવ જેવી છે . ન્હાનાલાલનું કાવ્ય શબ્દ , અર્થ અને ભાવનાઓ તેમજ સૌદર્ય અને રસના કોઈક નવીન તત્વની ફોરમથી મધમધી ઉઠે છે . આમ , ગુજરાતી કવિતાનાં વિકાસમાં ન્હાનાલાલનું પ્રદાન ઘણું મોટું મહત્વ ધરાવે છે.

0 ટિપ્પણીઓ