✓ ગોવર્ધનરામ [ 1855 થી 1907 ] ની સાહિત્ય સેવાનાં પ્રદાનની ચર્ચા કરો .
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી (ઓક્ટોબર ૨૦, ૧૮૫૫ - ૪ જાન્યુઆરી, ૧૯૦૭ ) નો જન્મ ખેડા જિલ્લા ના નડીઆદ ના ધર્મપ્રિય બ્રાહ્મણ માધવરામ ત્રિપાઠી ને ત્યાં થયો હતો. પિતા અત્યંત ધાર્મિક વ્રુત્તિના અને દિલના બહુ ભોળા. જ્યારે માતા શિવકાશી રગેરગ વ્યવહારુ. પિતા ની ધર્મનિષ્ઠા અને માતા ની વ્યવહારુતા - બન્ને ગોવર્ધનરામ વારસા માં મળ્યા હતા. દાદાના સમયથી ઘરમાં રહેતા મુનિ મહારાજ પાસે વીતેલા બાળપણ અને ઘરના ધાર્મિક વાતાવરણથી ચિત્ત પર પડેલો વૈષ્ણવધર્મ ને વેદાંતવિચારનો પ્રભાવ, કિશોરાવસ્થાથી વાચનનો અતિ શોખ, કાકા મનઃસુખરામ સાથેનો સહવાસ વગેરે એ ગોવર્ધનરામને ધાર્મિક, વિદ્યાવ્યાસંગી અને આર્યસંસ્કૃતિ પ્રત્યે અનુરાગી બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
આ બાજું સુધારક યુગ – નર્મદ યુગ – અર્વાચીન યુગની સમાપ્તી થવામાં છે ને પેલી બાજું સાક્ષર યુગ – ગોવર્ધનયુગ નો નવોદિત સૈર્ય ઉદયમાન થવામાં છે . સંસારમાં સર્વત્ર સુધારાનો એક અપૂર્વ પવન હવે કરવટ બદલે છે . જીવન અને કવનનાં લગભગ તમામ ક્ષેત્રોમાં જે યુગે નવપ્રસ્થાન માંડયા – કર્યા હતા તેમાં હવે પરિપૂર્ણતા નાં રંગ – રૂપ આકાર પ્રગટશે ! છોડ , વૃક્ષ થશે . નદી , સરિતા , સાગરનું રૂપ ધારણ કરશે . ગદ્યનો હજી માંડ આરંભ થયો હતો , થોડો વિકાસ થયો હતો તે જ ગદ્ય આવનારા યુગમાં તેની સર્વોતમતાએ પહોંચશે ! બધું જ અસાધારણ હશે ! એ સાક્ષર યુગમાં વળી ત્રણ સાક્ષરો તો સવિશેષ પ્રતિભાસંપન્ન એક ગોર્વધનરામ ત્રિપાઠી , બીજા અણિલાલ દ્વિવેદી , અને ત્રીજા નરસિંહરાવ દિવેટીયા . ગોવર્ધનરામ નાં વ્યકિતત્વે આખા યુગને પોતાનાં માં સમાવી લીધો તેથી તે યુગ ' ' ગોવર્ધનયુગ ” પણ કહેવાયો !
સાક્ષર યુગનાં નિર્માણ માં સર્વપક્ષીય નિર્માણમાં જે કેટલાંક અત્યંત મહત્વનાં અને પાયાનાં પરિબળો એ ભાગ ભજવ્યો , તેનો ઉલ્લેખ કર્યા વગર ગોવર્ધનરામનાં સમર્થ વ્યકિતત્વને સમજવું મુશ્કેલ છે . કોઈવાર પરિસ્થિતિ વ્યકિતનાં વ્યકિતત્વને ઘડે છે , તો કોઈવાર વ્યકિતનું વ્યકિતત્વ જ પરિસ્થિતિનું નિર્માણ કરે છે . સાક્ષરો તથા સાક્ષરવર્ય ગોવર્ધનરામને ઘડવાંમાં આટલા પરિબળો બળવાન સાબિત થયા છે .
★ અંગ્રેજો દ્વારા સ્થાપવામાં આવેલ યુનિવર્સિટી નાં અભ્યાસક્રમમાં ભારતીય સંસ્કૃત સાહિત્યને સ્વતંત્ર વિષય તરીકે મળેલું સ્થાન . આપણા પ્રાચિન સંસ્કૃત સાહિત્યને પરિશિલન થી ભૂતકાળની ભવ્યતાનો પ્રથમવારા નવી પેઢીને યર્થાથ પરિચય થયો . આ અભ્યાસક્રમ નો એક ભાગ જીવનનો - જીવન નાં વિકાસનો વિશિષ્ટ અનુક્રમ બની ગયો !
★ રાષ્ટ્રિય કોંગ્રેસની સ્થાપના થઈ તે ઘટના . માત્ર સાહિત્યથી જ દેશ – રાષ્ટ્રનો પરિપૂર્ણ વિકાસ શકય નથી . તેને માટે રાજકીય , સત્તાકીય જાગૃતિ , સ્વાતંત્ર , વિચારશિલતા , સંગઠન વગેરે અનિવાર્ય છે . તેવું વાતાવરણ આ સંસ્થાની સ્થાપના થતા જ નિમાર્ણ થવા લાગ્યું .
★ સ્વાતંત્ર પ્રાપ્તિ માટેની અનેકવિધ પ્રવૃતિઓ
★ લોકમાન્ય તિલક મહારાજ , તથા ફિરજશા મહેતાની પ્રેરણાપદ પ્રવૃત્તિઓ .
★ રામકૃષ્ણ પરમહંસ તથા સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રબોધાયેલો નૂતન હિંદુ ધર્મ ,
★ આ અને આવા અનેકવિધ પરિબળોએ સાક્ષરયુગની પ્રબળ ભૂમિકા ભજવી .
✵ સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠીનું અમર , અનન્ય અને અપૂર્વ સાહિત્ય – સર્જન એટલે ' સરસ્વતીચંદ્ર " મહાનવલ . એ એક જ સાહિત્યકૃતિએ તેમને સર્વોત્તમ શબ્દ સ્વામી સિદ્ધ કરી દીધા . એ કૃતિ ગુજરાતી સાહિત્યનું ભૂષણ - ગૌરવ બની રહી . સંસ્કૃત ભાષા સાહિત્યનાં ઊંડા અભ્યાસ , પરિશિયન , તથા પ્રેરણાને પ્રતાપે ' ' સરસ્વતીચંદ્ર ' જેવી મહા નવલનું સર્જન થયું . તેનો પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયો ઈ.સ. 1887 માં . સાવા સો થી વધું વર્ષો થવા છતાં તેનાં જેવી બીજી નવલકથા હજી લખાઈ નથી . ! .
✵ " સરસ્વતીચંદ્ર " નવલકથાનાં ચાર ભાગ ઈ.સ. 1887 , 1983 , 1898 અને 1901 માં તત્કાલીન ભારતવર્ષનાં પુનર્જીવન ને સારરૂપે વ્યકત કરવામાં આવ્યું છે . લગભગ બે હજાર જેટલા પૃષ્ઠમાં વિકસતી આ મહાકાવ્ય સમી નવલકથાનો આકાર અનન્ય છે . આથી કવિ ન્હાનાલાલ તેને " જગત કાદંબરિઓમાં ઊંચું સ્થાન " આપે છે . વિશ્વનાથ ભટ્ટ તેને " ગધમાં લખાયેલા મહાકાવ્ય " તેરી પ્રશંસે છે . ડોલરરાય માંકડ વળી આ કૃતિ વિશેષને " સકલકથા " નો મોભો આપે છે ! ઉમાશંકર જોશી તેને " ગુજરાતી સાહિત્યનો અ - સાધારણ ચંન્થ " કહી તેને સન્માન કરે છે .
✶ " સરસ્વતીચંદ્ર " નવલકથાની વસ્તુગૂંથણી વિરાટ કાવ્યનાં વિસ્તાર જેવી છે . વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી તેને " કલાની વ્યવસ્થા તરીકે ઓળખાવે છે , તે યર્થાથ છે . તેમાં પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનાં વિભિન્ન પ્રવાહોનો શ્રેષ્ઠ સમન્વય થયો છે . કેવું સરસ ! સૂવર્ણપૂરની તળેટીમાં શરૂ થતી અને સુંદરગીરીનાં શૃંગે પૂર્ણ થતી કથા ખરે જ હૃદયગમ છે . તેમાં ભાવના , વિચાર , વર્તન એમ અનેક તત્વોનું સૂક્ષ્મ વ્યાપક ચિત્રાંકન થયું છે .
✷ મહાત્મા ગાંધીજી લખે છે કે , " સરસ્વતીચંદ્ર ' નાં પહેલા ભાગમાં એમણે પોતાની શકિત ઠાલવી . નવલકથાનો રસ પહેલા ભાગમાં ભરેલો છે . ચરિત્ર - ચિત્રણ એનાં જેવું કયાંય નથી , બીજા માં હિન્દુ સંસાર સરસ ચિતર્યો છે . ત્રીજામાં એમની કળા ઊંડી ગઈ ; અને ચોથામાં એમને થયું કે હવે મારે જગતને જેટલું આપવું છે તે આ પુસ્તક દ્વારા આપી દઉ તો કેવું સારું . !
✷ ઉમાશંકર જોષી લખે છે કે , " ત્રીજા ભાગમાં લક્ષ્યાલક્ષ નિરૂપણને બાદ કરતા ગોવર્ધનરામની કલાનાં કયાંય હાથ હેઠા પડતા નથી . એકંદરે , " સરસ્વતીચંદ્ર " એ મહાન સિદ્ધિ છે તે કલાકૃતિ તરીકે . "
✷ ૨. વ. દેસાઈ નોંઘ છે કે , " સરસ્વતીચંદ્ર " એ ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃત્તિઓમાની એક અને પહેલી ... એમાં ગુર્જર જીવનની વાસ્તવીકતા છે . " સરસ્વતીચંદ્ર " ગુર્જર સાહિત્યનો એક ઉત્તમ ગ્રંથ છે .
✷ અનંતરાય રાવલ લખે છે કે , " આપણા સાહિત્યની ચિરંજીવ કૃતિઓમાં ' સરસ્વતીચંદ્ર " नु પહેલું સ્થાન છે . પશ્ચિમની નવલકથાનાં કલાધોરણો સંતોપનારી એ પહેલી નવલકથા છે . એટલું જ નહિં , ભારત કે દુનિયા આગળ વિના શરમાયે આપણી ભાષાની ઉત્તમ મૂડી તરીકે મૂકી શકીએ એવો ગ્રંથમણી છે . "
✸ આવી , યશસ્વી , ચિરંજીવ , સર્વોત્તમ મહાનવલ નાં સર્જકે એક જ સર્જન દ્વારા ગુજરાતી ભાષા સાહિત્યને અપૂર્વ પ્રતિષ્ઠા અપાવી દીધી ! .
✷ સ્નેહમુદ્રા : - સ્નેહમુદ્રા ની રચના તો " સરસ્વતીચંદ્ર ' નવલકથા પહેલા થયેલી ; પણ તેનું પ્રકાશન થયું છેક ઈ.સ. 1889 માં . સ્નેહમુદ્રા જેવા સુદીર્ધ કાવ્ય દ્વારા ગોવર્ધનરામ ની કવિત્વ શકિતનો સુંદર પરિચય પ્રાપ્ત થાય છે . આ કાવ્યનું નિમિત્ત કવિપત્નિ નું અવસાન છે . તેમાં પત્નિનું અવસાન થયું તે નિમિત્તે 101 શ્લોકનું અંજલિકાવ્ય ગોવર્ધનરામે લખ્યું હતું . તેમાં અંગતતાની પ્રધાનતા હતી . જયારે એના ઉપર થી જ લખાયેલું " સ્નેહમુદ્રા " માં બિનઅંગતતા પ્રશંસાપાત્ર છે . આથી જ ઉમાશંકર જોશી જેવા કવિ વિવેચકે લખવું પડ્યું " જો મૃત પત્નિ ફરી સજીવન થાય અને આખી કૃતિ હિંમત પૂર્વક વાંચી જાયતો કદાચ ઉદ્ગાર કર્યા વગર ન રહે કે , તમને મારા જવાથી દુ : ખ થયું હોય તેવું તો આમાં કાંઈ લગતું નથી .
✷ સાક્ષ૨ જીવન અને આધ્યાત્મજીવન : - " સાક્ષરજીવન " અને " અધ્યાત્મજીવન " આ બેઉ અપૂર્ણ રચનાઓ છે . તે બંનેમાં ગોવર્ધનરામની દાર્શનીક વિચારણા શબ્દસ્થ થઈ છે .
✷ બે ચરિત્રોઃ- '' લીલાવતી જીવનકલા " એ ગોર્વધનરામ ત્રિપાઠીની પ્રિય પુત્રીનાં અકાળ અવસાનથી આઘાત પામેલ પિતાએ , પૃથ્થકરણ બુદ્ધિથી નિરૂપેલ લીલાવતીનાં સૂક્ષ્મ દેહની રમ્ય કથા છે . તેમાં ચિંતનની પ્રધાનતા છે તે પ્રસંગ કે ચરિત્ર ચિત્રણ ની ગૌણતા છે . શ્રેય અને પ્રેય , જીજીવિષા અને અમૂર્તતા , યજમાન અને આતિથેય ધર્મ , વાસના અને ભાવના – જેવા વિભિન્ન વિષયો ઉપર ગોવર્ધનરામે " નવલગ્રંથાવલી " ના નામે સંપાદન કર્યું , તેનાં ઉપોદ્દઘાતમાં તેમણે નવલરામ નાં આંતર્બાહ્ય જીવનની કથા આલેખી છે . ગોવર્ધનરામ નું આ મૂલ્યાંકન તઠસ્થ છતા ગુણગ્રાહી રહ્યું છે . અનેકવિધ વિગતો એકત્રિત કરવાની ગોવર્ધનરામની ચીવટ ખાસ નોંઘપાત્ર છે .
✷ જીવનની સંધ્યાએ " દયારામનો અક્ષરદેહ " અને " કલાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત " એ નામે બે પુસ્તકો ગોવર્ધનરામે તૈયાર કર્યા હતા . " દયારામનો અક્ષરદેહ " માં કવિતા તથા ફિલસુફીની શિષ્ટ , સંયમી , સૂક્ષ્મ અને ગુણ - ચારી વિચારણા થયેલી છે . " મધ્યકાલિન ગુજરાતી કવિઓ અને એમનો સાંસ્કારિક પ્રભાવ " એ વિષય પર વિલ્સન કોલેજની સાહિત્ય સભા સમક્ષ ગોવર્ધનરામે આપેલ અંગ્રેજી વ્યાખ્યાન , તેમનાં અવસાન પછી નવ વર્ષે ઈ.સ. 1916 માં " કલાસીકલ પોએટ્સ ઓફ ગુજરાત " એ નામથી પુસ્તકકારે પ્રગટ થયું છે . આ વિવેચન- લેખ સાહિત્ય નો ઇતિહાસ આલેખવાનાં પ્રથમ પ્રયત્નરૂપે સ્મરણીય છે .
✷ ઈ.સ. 1888 થી 1906 સુઘીનાં સમયગાળાને " રોજનીશી " રૂપે વ્યકત કરતી " સ્ટેપ બુક " ગોવર્ધનરામનાં જીવન અને કવન પર પ્રમાણભૂણ રીતે પ્રકાશ પાડે છે. ને એક મિત્ર ની ગરજ સારતી ગોવર્ધનરામનાં જીવનની ઘણી વિગતો તેમાંથી મળે છે .

0 ટિપ્પણીઓ